રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Extend Health Insurance For Spouse
23 નવેમ્બર, 2020

હેલ્થ ઇન્શ્યોરન્સમાં તમારા જીવનસાથીને કેવી રીતે શામેલ કરવા?

લગ્ન પછી તમારામાં એક વ્યક્તિ તરીકે ઘણા બદલાવ આવે છે. તમે પોતાના કરતાં તમારા જીવનસાથીની વધુ કાળજી લો છો અને આ તમારા જીવનની સૌથી પ્રિય ક્ષણોમાંથી એક હોઈ શકે છે. ક્યારેક તમે તેમને ખુશ કરવા માટે કોઈ સરપ્રાઈઝ આપવા ઇચ્છો છો, તો એ માટે ઇમરજન્સીના સમયે આર્થિક સુરક્ષા આપતી હોય તેના કરતાં વધુ સારી ગિફ્ટ શું હોઇ શકે? જો તમે તેમના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો તો તે વધુ સારું રહેશે, ખરું કે નહીં? આ દર્શાવે છે કે તમે તેમની સુખાકારી વિશે કેટલી કાળજી રાખો છો. તો ચાલો, હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજમાં તમારા જીવનસાથીને કેવી રીતે કવર કરવા તેની વિવિધ રીતો વિશે માહિતી મેળવીએ.

ગ્રુપ હેલ્થ પ્લાન

કંપની દ્વારા તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને થતાં તબીબી ખર્ચને આવરી લેતાં પ્લાન પ્રદાન કરવામાં આવે છે. આ પૉલિસીઓ ગ્રુપ પ્લાન છે જેમાં દરેક કર્મચારીની ચોક્કસ વીમાકૃત રકમ રકમ હોય છે. તમારા પ્લાનમાં જીવનસાથીને ઉમેરી શકાય છે કે નહીં તે વિશે તમે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરી શકો છો, કારણ કે સામાન્ય રીતે આ પ્લાન હેઠળ કર્મચારીના પરિવારના નજીકના સભ્યોને પણ આવરી શકાય છે.

વ્યક્તિગત હેલ્થ પ્લાન

જો ગ્રુપ પ્લાન ન હોય, તો તમે હંમેશા પસંદ કરી શકો છો વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા સાથી માટે. આ પ્રકારનો હેલ્થ પ્લાન તમારા જીવનસાથીની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. પૉલિસી ખરીદતા પહેલાં તમારે માત્ર તમારા જીવનસાથીની તબીબી જરૂરિયાતો નિર્ધારીત કરવાની રહેશે.

ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

આખરમાં, તમે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો. મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન વિસ્તૃત કરીને તમારા જીવનસાથીને હાલની પૉલિસી અથવા નવી પૉલિસીમાં ઉમેરીને કવર કરવાની આ સૌથી સરળ પદ્ધતિઓમાંથી એક હશે. જો કે, જો તમે ઇચ્છો છો તો તમારે તેમને કવર કરવા માટે વીમાકૃત રકમમાં વધારો કરવો પડશે.

તમારા જીવનસાથી માટે કવરેજ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ

 તમારા જીવનસાથીની મેડિકલ હિસ્ટ્રી

હેલ્થ પ્લાન ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો તમારા જીવનસાથીનો તબીબી ઇતિહાસ છે. આની તપાસ કરવી મહત્વપૂર્ણ છે, જેથી પહેલાંથી કોઈ બિમારીઓ હોય તો તે વિશે માહિતી મળે શકે છે, અને જો તેમ હોય, તો તેને પ્લાનમાં કવર કરી શકાય. કેટલીક બિમારીઓ માટે ઘણા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા પ્રતીક્ષા અવધિ લાગુ કરવામાં આવેલ હોય છે. જો તમારા જીવનસાથીને પહેલેથી જ કોઈ મોટી શારીરિક તકલીફ છે જે મૂળભૂત હેલ્થ પ્લાનમાં કવર કરવામાં આવશે નહીં, તો તમે તેમના માટે સ્ટેન્ડઅલોન ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.

ટૅક્સ કપાત

હેલ્થ પ્લાન ખરીદતા પહેલાં, તમને મળતાં ટૅક્સ લાભો વિશે માહિતી મેળવો, કારણ કે તમે તેનો આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ લાભ લઈ શકો છો.

તમારું આર્થિક આયોજન

કોઈપણ ખરીદી કરતા પહેલાં બજેટ એ ધ્યાનમાં લેવા જેવું અન્ય એક મહત્વપૂર્ણ પાસું છે. ખાસ કરીને જો તમે નવવિવાહિત છો અને લગ્ન પાછળ પહેલેથી જ ઘણો ખર્ચ થયેલ છે, તો કોઈપણ ખર્ચ તમારે થોડી સાવચેતીપૂર્વક કરવાનો રહેશે. તેથી, તમે કવરેજ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને એક પ્લાન પસંદ કરી શકો છો. મોંઘી ન હોય તેવી પૉલિસી પસંદ કરતી વખતે બજારમાં ઉપલબ્ધ વધુ સારી સુવિધાઓ ધરાવતી અન્ય પૉલિસીઓને સરખાવી જુઓ.

ભવિષ્યનું આયોજન

પરિવાર શરૂ કરવાનો નિર્ણય એક વિવાહિત યુગલ તરીકે તમારા માટે એક મુખ્ય નિર્ણય હોઈ શકે છે. જો કે, જો તમે અત્યારે વિવિધ વિકલ્પો વિચારી જુઓ છો, તો જરૂરિયાતના સમયે તે તમને ઉપયોગી નિવડશે તથા એક યોગ્ય કવરેજ મેળવવામાં મદદ કરશે. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમામ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા પ્રસૂતિ લાભો આપવામાં આવતા નથી. કેટલાક ઇન્શ્યોરર દ્વારા તમને મેટરનિટી કવરેજનો ક્લેઇમ કરતા પહેલાં ચોક્કસ દિવસો સુધી રાહ જોવા માટે કહેવામાં આવશે. એક પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન , ખરીદવી, અથવા તેમાં તમારા જીવનસાથીને આવરી લેવા તે હવે મુશ્કેલ નથી. તમે તમારી પસંદગીના ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈને આ કામ સરળતાથી વેબ પર કરી શકો છો. તો, હવે રાહ જોશો નહીં અને આજે શ્રેષ્ઠ ગિફ્ટ આપીને તમારા જીવનસાથીને સરપ્રાઈઝ આપો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ સોલિસિટેશનનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે