પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
સૂચિત કરેલું
Health Blog
23 માર્ચ 2024
230 Viewed
Contents
આજના સમયમાં લાંબો સમય બેસી રહીને કામ કરવાની પદ્ધતિ અને ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ રીતોને કારણે રોગો થતા અટકાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તેની સાથે સાથે યોગ્ય સારવાર માટે સમયસર નિદાન પણ જરૂરી છે. તેથી, મેડિકલ પ્રોફેશનલ દ્વારા, મેડિકલ જટિલતાઓને ટાળવા માટે રોગોના વહેલી તકે નિદાન માટે માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના મહત્વ પર વધુ ભાર આપવામાં આવે છે. પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધાનો હેતુ બીમારીનું વહેલું નિદાન કરીને બીમારીના જોખમને ઘટાડવાનો છે. તેથી, જ્યારે વહેલી તકે નિદાન કરવામાં આવે ત્યારે કોઈપણ રોગની સારવાર વધુ પ્રભાવી રીતે કરી શકાય છે. આ ઉપરાંત, વહેલા નિદાન દ્વારા સારવારનો ખર્ચ વાજબી સ્તર સુધી મર્યાદિત કરી શકાય છે, કારણ કે ઘણી સારવાર સર્જરી અને ઓપરેશનને બદલે માત્ર દવાઓથી કરી શકાય છે. પરંતુ તેની સાથે, મહત્વપૂર્ણ છે કે મેડિકલ ઇન્શ્યોરન્સ કવર ખરીદવામાં આવે. જેમાં પ્રિવેન્ટિવ ચેકઅપનો સમાવેશ કરવામાં આવેલ હોય.
કોઈપણ બીમારીના વહેલા નિદાનને કારણે બીમારીની સારવાર ઓછા ખર્ચે કરવી સરળ બને છે. આમ, કોમ્પ્રિહેન્સિવ પ્રિવેન્ટિવ ચેકઅપ કવર ખરીદતી વખતે, તેના મહત્વપૂર્ણ પરિબળોને યાદ રાખવા જરૂરી છે, જેમાંથી કેટલાક નીચે જણાવેલ છે -
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
આ પણ વાંચો: ડાયાબિટીસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ
આદર્શ રીતે 30 વર્ષથી વધુની ઉંમરના દરેક વ્યક્તિએ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પસંદ કરવું આવશ્યક છે. તમારી ઉંમર વધવાની સાથે જીવનશૈલીને કારણે અથવા પરિવારની તબીબી હિસ્ટ્રીને કારણે વિવિધ શારીરિક તકલીફો થવાની શરૂઆત થાય છે. તમારા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના ઉપયોગ દ્વારા તમામ ઇન્શ્યોર્ડ લાભાર્થીઓ માટે ચેકઅપ સુવિધા મેળવવામાં મદદ મળે છે. વધુમાં, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયની બીમારીઓ અને સ્થૂળતા ધરાવતી વ્યક્તિઓએ સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં ફેરફારથી બચવા અને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવી સંભવિત પરિસ્થિતિઓથી બચવા માટે વાર્ષિક ધોરણે સમયાંતરે તપાસ કરાવવી આવશ્યક છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
The benefits of health insurance with preventive checkup facilities are hard to ignore. Here are some of them:
પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધાનો મુખ્ય લાભ એ છે કે તેના વડે તમે તમને થઈ શકે તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે જાણી શકો છો. તેથી, બીમારીથી બચવા માટે તમે તમારી જીવનશૈલી તેમજ ખાણી-પીણીની ટેવમાં જરૂરી ફેરફાર કરી શકો છો. *
પ્રિવેન્ટિવ ચેકઅપ સુવિધા સાથે, મેડિકલ પ્રોફેશનલ વહેલી તકે જરૂરી સારવાર શરૂ કરી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, વહેલા નિદાન સમયે મેળવેલ સારવાર બીમારીની વધુ પ્રભાવી સારવાર કરવામાં મદદ કરે છે, જે તમને મોડા નિદાનને કારણે ઉદ્ભવતી જટિલતાઓને રોકવામાં મદદ કરે છે. *
તમારા સ્વાસ્થ્ય વિશે માહિતગાર રહેવાથી, તમે મેડિકલ સારવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા કવર કરવામાં આવતા ખર્ચ ઉપરાંતના ખર્ચથી બચી શકો છો. *
તમારું સ્વાસ્થ્ય તપાસતા રહેવાથી સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવી શકાય છે. *
તમારા ટૅક્સ રિટર્નમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની માત્ર કપાત જ નથી, પરંતુ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટેની ચુકવણી પણ કપાતપાત્ર છે. સેક્શન 80D હેઠળ તમે તમારા ટૅક્સ રિટર્નમાં પાત્ર હોવ, તો તે રકમમાં ₹5,000 સુધીની કપાત સબ-લિમિટ તરીકે ઉપલબ્ધ છે. યાદ રાખો કે ટૅક્સ લાભ એ ટૅક્સના કાયદામાં ફેરફારને આધિન છે. *
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
What makes our insurance unique
With Motor On-The-Spot, Health Direct Click, etc we provide fast claim process , Our sales toll free number:1800-209-0144