રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
House Insurance Policy
21 જુલાઈ, 2020

એક ઘરને એકથી વધુ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ ઇન્શ્યોર કરવા માંગો છો?

ભારતમાં, તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિને એકથી વધુ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઇન્શ્યોર કરી શકાય છે. જો કે, ભારતના લોકો પ્રોપર્ટી અને તેની સામગ્રીને થતા નુકસાન/ક્ષતિ સાથે સંકળાયેલા જોખમો વિશે જાગૃત હોવા છતાં, એક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ ખરીદતાં નથી.

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી આ પ્રકારની હોય છે:

  • એક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જે માત્ર ઘરના માળખાને કવર કરે છે
  • એક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જે ઘરનું માળખું તેમજ તેની સામગ્રીને કવર કરે છે

તમે ઉપલબ્ધ અસંખ્ય વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો, પરંતુ તમારે માટે કયા પ્રકારની પૉલિસી તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ છે તેનો નિર્ણય તમારે કરવાનો રહેશે. હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે તમારા ઘર અને/અથવા ઘરવખરીને થયેલા નુકસાન/ક્ષતિને કવર કરે છે.

આજે, ઘર ખરીદવું અને ડિઝાઇન કરવું ખૂબ જ મોંઘું છે. તેમજ તમારા ઘરને નુકસાન થયા પછી તેને ફરીથી બનાવવા અથવા રિમોડેલ કરવાનો ખર્ચ ખૂબ મોટો હોય છે. તેથી, હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ખૂબ જ જરૂરી છે. તમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની પરિસ્થિતિઓમાં તમને આર્થિક સહાય પૂરી પાડી શકે છે:

  • ભૂકંપ, પૂર, આગ વગેરે જેવી કુદરતી આપત્તિઓને કારણે તમારા ઘરને થયેલ નુકસાન/હાનિ.
  • ચોરી, ઘરફોડી અને અન્ય કોઈપણ આકસ્મિક નુકસાન જેવી ઘટનાઓને કારણે તમારા ઘરને થયેલ નુકસાન/હાનિ
  • ઘરવખરીને થયેલ નુકસાન/ક્ષતિ
  • પોર્ટેબલ ઉપકરણોને નુકસાન/ક્ષતિ
  • જ્વેલરી અને પેઇન્ટિંગ્સ જેવી મૂલ્યવાન વસ્તુઓને નુકસાન/ક્ષતિ

એકથી વધુ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી, એક પૉલિસીના બાકાતને અન્ય પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવતી હોય તેવું જરૂરી નથી. ભારતમાં લગભગ તમામ હોમ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ સમાન બાબતોને કવર કરે છે અને બાકાત રાખે છે, આમ ઓછામાં ઓછી એક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી વધુ સારી છે જે તમારા ઘર અને/અથવા ઘરવખરીને થયેલા નુકસાન/ક્ષતિને કારણે કોઈપણ ફાઇનાન્શિયલ અવરોધના કિસ્સામાં ઉપયોગી હોઈ શકે છે, તમે હોમ ઇન્શ્યોરન્સ ક્વોટ્સ ઑનલાઇન પણ મેળવી શકો છો.

હેલ્થ ઇન્શ્યોરન્સથી વિપરીત, જ્યાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ એક વિકલ્પ છે, ત્યાં હોમ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નું સેટલમેન્ટ રિઇમ્બર્સમેન્ટ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. તેથી, એકથી વધુ હોમ ઇન્શ્યોરન્સ કંપની સામે ક્લેઇમ ફાઇલ કરતી વખતે, કઈ ઇન્શ્યોરન્સ કંપની કઈ વસ્તુ માટે ક્લેઇમ સેટલ કરી રહી છે તેનું બારીકાઈથી ધ્યાન રાખવું જરૂરી છે.

એમ પણ શક્ય છે કે જો તમે એક જ ક્લેઇમ એકથી વધુ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ફાઇલ કરો છો, તો તેમાંથી કોઈ ઇન્શ્યોરન્સ કંપની તમારા પર છેતરપિંડીનો આરોપ મૂકે શકે છે અને તમારી ધરપકડ કરવામાં આવી શકે છે.

તમારા હાલના હોમ ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજને વધારવા માટે, તમે ખોવાયેલ વૉલેટ કવર, ડૉગ ઇન્શ્યોરન્સ કવર, ટેમ્પરરી રિસેટલમેન્ટ કવર, લોસ ઑફ રેન્ટ કવર અને તેવા અન્ય યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો.

તમારી પાસે એકથી વધુ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો વિકલ્પ છે, પરંતુ અમે તમને ઓછામાં ઓછી એક પૉલિસી ખરીદવાની અને કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરવાની ભલામણ કરીએ છીએ.

બજાજ આલિયાન્ઝ હોમ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ની સગવડ આપે છે, જેના વડે લોકો પૉલિસીના પ્રીમિયમની ગણતરી સરળતાથી કરી શકે છે. તમે અમારી વેબસાઇટ પર આ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષતાઓ, લાભો અને કવરેજ જોઈ શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે