કાર ખરીદવી એ જવાબદારી છે પરંતુ દરેક વ્યક્તિ આમ સમજતી નથી. જો કે, કોઈપણ વ્યક્તિ હંમેશા આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર રહી શકે છે. તેથી, તમારી કિંમતી સંપત્તિને સુરક્ષિત કરવા અને પોતાની આર્થિક સુરક્ષા માટે, તમારે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ. ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવામાં આવતા હોવા અંગે ઘણી ખોટી બાબતો ચર્ચાતી હોય છે, અને તેથી લોકો ઇન્શ્યોરન્સ ખરીદવા વિશે ચિંતિત થઈ જાય છે. પરંતુ તેઓ ક્લેઇમ નકારવાના વાસ્તવિક કારણો અંગે જાણતા હોતા નથી. જો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નિર્ધારિત નિયમો અને શરતોનું પાલન ન થતું હોય તો જ તમારો ક્લેઇમ નકારવામાં આવશે. તેથી, હંમેશા પૉલિસી ખરીદતા પહેલાં પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. આ રીતે, તમે તમારી જરૂરિયાતો અનુસારની પૉલિસી ખરીદી શકો છો. તમે તમારી પૉલિસીની તમામ વિગતોને ત્વરિત ઍક્સેસ કરી શકો છો, જ્યારે તમે ખરીદો એક
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન . ત્યાર બાદ, જો જરૂરી હોય, તો તમે ઇન્શ્યોરરના નિયમો અને શરતોને ધ્યાનમાં લઇને ક્લેઇમ કરી શકશો, જેથી તમારો ક્લેઇમની મંજૂર થવાની શક્યતા વધી જાય છે. તમે તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટ ઑનલાઇન તેમજ ઑફલાઇન વાંચી શકો છો. તેને ઑનલાઇન તપાસવા માટે, તમે ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો જ્યાં તમે અન્ય પ્રૉડક્ટ સંબંધિત પૂરતી માહિતી પણ મેળવી શકો છો. અન્યથા, તમે માત્ર તમારી પસંદગીની ઇન્શ્યોરન્સ કંપનીના બ્રાન્ચ ઑફિસની મુલાકાત લઈ શકો છો. નીચે 5 આવશ્યક વિભાગો આપેલા છે જે તમારે તમારા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં વાંચવા જરૂરી છે.
- ફરજિયાત થર્ડ-પાર્ટી લાયાબિલિટી
મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, ભારતમાં ચાલતા તમામ વાહનો માટે ફરજિયાતપણે હોવી જોઈએ એક બેસિક
3rd પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી. આ પ્લાન તમને, તમારા ઇન્શ્યોર્ડ વાહન દ્વારા થર્ડ-પાર્ટીને થયેલા સંપત્તિને થયેલા કોઈપણ નુકસાન અથવા ઈજાઓ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. ઑફર કરવામાં આવતા કવરેજના તમામ સમાવેશ અને બાકાત વિશેની માહિતી તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટમાં શામેલ છે.
- કોમ્પ્રિહેન્સિવ કવર
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર થર્ડ-પાર્ટીને થયેલા નુકસાનને જ કવર કરતું નથી, પરંતુ તમારા ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થયેલા નુકસાનને પણ કવર કરે છે. આ વિભાગ હેઠળ 'ઓન ડેમેજ' સંબંધિત વિગતો શામેલ હોય છે અને સામાન્ય રીતે 'ઇન્શ્યોર્ડ વાહનને થયેલ નુકસાન' હેઠળ ઉલ્લેખિત હોય છે. ક્લેઇમ કરતી વખતે, તમારી કારને જે ઘટનાને કારણે નુકસાન થયું છે, તે ઘટનાનો પૉલિસી હેઠળ સમાવેશ કરવામાં આવેલ બાબતોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં તે તપાસવા માટે હંમેશા સમાવિષ્ટ બાબતોની સૂચિ જોવાનું યાદ રાખો. જો તે ઘટનાનો પૉલિસીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અથવા તે બાકાત રાખવામાં આવેલ છે, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારો ક્લેઇમ નકારવામાં આવી શકે છે.
- માલિક/ડ્રાઇવર માટે વ્યક્તિગત અકસ્માત કવરેજ
આ વિભાગ વડે તમે ક્લેઇમની રકમ તેમજ આ પૉલિસી હેઠળ કવર કરેલી ઈજાઓ સંબંધિત કોઈપણ મૂંઝવણ દૂર કરી શકો છો. તમને વળતરના પ્રમાણની સાથે સાથે ઇજાના પ્રકાર સહિતની વિગતો પણ પ્રાપ્ત થાય છે.
- સમાવિષ્ટ અને બાકાત બાબતો
એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક કે જે તમે તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટમાં અવગણી શકતા નથી, તે છે સમાવિષ્ટ અને બાકાત બાબતોની સૂચિ. તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા શું સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે તેની માહિતી માટે આ સૂચિ પર એક નજર ફેરવો. આ માહિતી ક્લેઇમ ફાઇલ કરતી વખતે ઉપયોગી બને છે. જો તમને લાગે છે કે ઘણી બધી બાબતો બાકાત રાખવામાં આવેલ છે અને મૂળભૂત બાબતો કવર કરવામાં આવતી નથી, તો તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને બદલી શકો છો.
- નિયમ અને શરતો
છેલ્લે, નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો. આ એવી બાબત છે જે મોટાભાગના લોકો દ્વારા અવગણવામાં આવે છે. પ્લાન ખરીદતી વખતે નિયમો અને શરતોને સમજવા ખૂબ જ મદદરૂપ હોઈ શકે છે, જે ક્લેઇમ કરતાં સમયે મદદરૂપ સાબિત થાય છે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓની ક્લેઇમ ફાઇલિંગ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોઈ શકે છે. ક્લેઇમની પ્રક્રિયા સરળ હોય તેવા ઇન્શ્યોરરની પસંદગી કરો. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં, તમે પ્રીમિયમ અને કવરેજ સહિતની તમામ વિગતોની ઑનલાઇન તુલના કરી શકો છો. હવે, આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે એજન્ટ અથવા મધ્યસ્થીઓના ભરોસે રહેવાની જરૂર નથી. પૉલિસી ઑનલાઇન ખરીદવામાં 10 મિનિટથી વધુ સમય લાગતો નથી. તેથી, તમે અનુભવી રાઇડર કે
યુવા ડ્રાઇવર્સ માટે કાર ઇન્શ્યોરન્સ ખરીદવા માંગતા હોવ, તમારે પ્લાન ખરીદતા પહેલા કલમોને કાળજીપૂર્વક વાંચવાની અને તેમની સંપૂર્ણ સમજણ મેળવવી જરૂરી છે.
જવાબ આપો