રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Section 184 of the Motor Vehicles Act
22 ડિસેમ્બર, 2021

મોટર વાહન અધિનિયમની કલમ 184 વિશે જાણો

દેશભરમાં થતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને મોટર વાહન અધિનિયમમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. 2019 ના સુધારિત મોટર વાહન અધિનિયમ હેઠળ, દંડનું માળખું વધુ કડક બનાવવામાં આવ્યું છે. તમામ મોટર વાહન માલિકોએ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા તમામ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ સાથે રાખવાના રહેશે. આ લેખમાં આપણે મોટર વાહન અધિનિયમની કલમ 184 ને સંક્ષિપ્તમાં સમજીએ.

સંક્ષિપ્ત માહિતી: કલમ 184, મોટર વાહન અધિનિયમ

તમામ મોટર વાહન ડ્રાઇવરોએ કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ મોટર વાહનના માલિક કાયદાનું પાલન નથી કરી રહ્યા, તો તેમને દોષી માનવામાં આવશે અને તેમને ભારે દંડ કરવામાં આવશે. ભારત સરકારે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ 'જોખમી ડ્રાઇવિંગ' વિભાગમાં કેટલાક ફેરફારો કર્યા છે. ગતિની મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું, જેને કારણે અન્ય વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાય. અથવા રસ્તે જતા-આવતા લોકોને, રહેવાસીઓ અને રસ્તાની આજુબાજુની વ્યક્તિઓને તકલીફ/સાવચેતીનું કારણ બને, તો તે પ્રથમ અપરાધ સજાને પાત્ર બનશે. તેને કારણે ઓછામાં ઓછા 06 મહિના માટે જેલ પણ થઈ શકે છે, જેની મુદત વધારીને એક વર્ષ કરી શકાય છે. તે વ્યક્તિએ ઓછામાં ઓછો ₹1000 નો દંડ ચૂકવવાનો રહેશે, જે ₹5000 સુધી પણ વધી શકે છે. જો ત્યાર બાદ અથવા બીજી વાર 03 વર્ષની અંદર એવા પ્રકારનો ગુનો કરવામાં આવશે, તો જેલની મુદત વધારીને 02 વર્ષ કરવામાં આવી શકે છે, અને ₹10,000 નો દંડ કરવામાં આવશે.

એમવી અધિનિયમની મોટર કલમ 184 હેઠળ કરવામાં આવેલ તથા ધ્યાનમાં રાખવા યોગ્ય મુખ્ય ફેરફારો

કાયદામાં થતા ફેરફારો વિશે માહિતગાર રહેવું એ ક્યારેક અસુવિધાજનક કાર્ય હોઈ શકે છે. એમવી અધિનિયમની કલમ 184 ના મુખ્ય ફેરફારો અહીં જણાવવામાં આવેલ છે:
  • જોખમી રીતે વાહન ચલાવનાર કોઈપણ વ્યક્તિને ₹5000 સુધીનો દંડ કરી શકાય છે અને જેલની મુદત વધારીને એક વર્ષ સુધી કરી શકાય છે. અગાઉ, દંડની રકમ ₹1000 હતી અથવા 06 મહિના માટે જેલ કરવામાં આવતી હતી.
  • નવા કાયદા હેઠળ, નીચે જણાવેલ પરિસ્થિતિઓ માટે કોઈ દોષી જણાય, તો તેમને ₹10,000 નો દંડ કરવામાં આવશે:
  • કોઈપણ સ્ટૉપ સાઇનનું ઉલ્લંઘન
  • લાલ લાઇટ સિગ્નલને જમ્પ કરવું
  • વાહન ચલાવતી વખતે કોઈપણ હેન્ડહેલ્ડ ડિવાઇસ અથવા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો
  • કોઈપણ ખોટી રીતે વાહનને ઓવરટેક કરવું
  • બેકાળજીપૂર્વક વાહન ચલાવવું
  • વાહન ચલાવવાની અધિકૃત દિશાથી વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું
ડિસ્ક્લેમર: વધુ વિગતો માટે, કૃપા કરીને ભારતના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે?

એક કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઘણા લાભો સમાવિષ્ટ હોય છે. ​ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કોઈપણ મોટા મેડિકલ ખર્ચ સામે ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. યોગ્ય પ્લાન હોવાથી તમે હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ વગેરેની ચિંતાથી મુક્ત રહી શકો છો. આકસ્મિક પરિસ્થિતિ કંઈ જાણ કરીને આવતી નથી. જો કે, તેની તૈયારી કરવામાં ઘણો સમય લાગે છે. એક સામાન્ય અકસ્માત અથવા વાહનને નુકસાન પણ આર્થિક બોજ બની શકે છે.

સંક્ષિપ્તમાં

સુરક્ષા તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. ટ્રાફિકના નવા કાયદાઓ અનુસાર, મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ સાથે રાખવા જરૂરી છે. ભારતમાં, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, જો કે, તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. પાછળથી પસ્તાવા કરતાં હંમેશા સુરક્ષિત રહેવું વધુ સારું છે. કાયદા અને નિયમો પાલન કરવા માટે અને સુરક્ષા માટે બનાવવામાં આવે છે. ચાલો, જવાબદારીપૂર્વક વર્તીએ અને તેનું પાલન કરીએ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે