Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

હૉસ્પિટલાઇઝેશનના ફાઇનાન્શિયલ બોજથી તમને સુરક્ષિત કરી રહ્યા છીએ

તમારા અને તમારા પ્રિયજનો માટે હૉસ્પિટલાઇઝેશન કેર
Arogya Sanjeevani Standard Health Insurance Policy by Bajaj Allianz

તમારા અને તમારા પ્રિયજનો માટે વ્યાજબી કિંમતો પર વ્યાપક લાભો

તમારા માટે તેમાં શું છે?

 હેલ્થ પ્રાઇમ રાઇડર સાથે 09 પ્લાન/વિકલ્પોનું કવર

રૂ. 5 લાખ સુધીની વીમાકૃત રકમના વિકલ્પો

આયુષ (AYUSH) સારવાર માટે કવરેજ

હપ્તાના આધારે પ્રીમિયમની ચુકવણી

આરોગ્ય સંજીવની ઇન્શ્યોરન્સ પૉલિસી શું છે?

તમારી કોઈ મુલ્યવાન વસ્તુની કાળજી લેવી એ એક કુદરતી પ્રવૃત્તિ છે. અને, અમે જાણીએ છીએ કે તમારું સ્વાસ્થ્ય તમારી માટે સૌથી વધુ મુલ્યવાન છે. જો તમે ફિટ અને ફાઇન હોવ તો તમે વિશ્વ જીતી શકો છો. પરંતુ, જો તમારે તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લેવી હોય, તો તમારે મજબૂત ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર પડશે, ખાસ કરીને ગંભીર બીમારી અથવા અકસ્માત જેવા ઇમરજન્સીના કિસ્સામાં.

બજાજ આલિયાન્ઝની આરોગ્ય સંજીવની પૉલિસી હેલ્થ ઇન્શ્યોરન્સ તમને નાણાંકીય સહાય મેળવવામાં મદદ કરશે અને હૉસ્પિટલાઇઝેશનના સમયે નાણાંકીય બોજથી તમને સુરક્ષિત કરશે. આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે તમારી બચત ખાલી કરવા અને કોઈપણ મેડિકલ ઇમરજન્સી હેડ-ઑન સાથે ડીલ કરવા વિશે ચિંતા કરવાનું છોડી શકો છો.

આરોગ્ય સંજીવની પૉલિસીના સપોર્ટ સાથે, જો કંઈ ખોટું થયું હોય તો તમારે સારવાર માટે પૂરતા પૈસા ન હોવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

આરોગ્ય સંજીવનીના લાભો/સુવિધાઓ

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આરોગ્ય સંજીવની પૉલિસી તમને તે ફાઇનાન્શિયલ સહાય મેળવવામાં અને હૉસ્પિટલાઇઝેશનના સમયે આર્થિક ભારણથી તમને સુરક્ષિત કરવામાં મદદ કરશે. આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે તમારી બચત ખાલી કરવા અને કોઇપણ મેડિકલ ઇમરજન્સી હેડ-ઑન સાથે ડીલ કરવા વિશે ચિંતા છોડી શકો છો.

  • Extensive Coverage વ્યાપક કવરેજ

    આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આ માટે કવર કરે છે*:

    a) હૉસ્પિટલાઇઝેશન:
    ✓ રૂમ ભાડું, બોર્ડિંગ, નર્સિંગ ખર્ચ
    ✓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)/ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU)
    ✓ રોડ એમ્બ્યુલન્સ કવર

    b) સૂચિબદ્ધ આધુનિક સારવાર પદ્ધતિઓ

    c) તમામ ડે કેર સારવાર

    ડી)  આયુષ (AYUSH) સારવાર: કોઈપણ આયુષ હૉસ્પિટલમાં દરેક પૉલિસી વર્ષ દરમિયાન પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત વીમાકૃત રકમની મર્યાદા સુધી આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી ઔષધિ પ્રણાલી હેઠળ ઇનપેશન્ટ કેર સારવાર માટે થતા મેડિકલ ખર્ચ.

    ઇ)  મોતિયાની સારવાર: મોતિયાની સારવાર માટે થયેલા મેડિકલ ખર્ચ

    *મર્યાદાને આધિન

  • Medical Procedures Covered તબીબી પ્રક્રિયાઓ કવર કરવામાં આવે છે

    આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દાખલ દર્દી તરીકે અથવા તો હૉસ્પિટલમાં ડે કેર સારવારના ભાગ રૂપે નીચેની પ્રક્રિયાઓને કવર કરે છે*:

    a) યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન અને HIFU (હાઇ ઇન્ટેન્સિટી ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ)

    b) બલૂન સિનુપ્લાસ્ટી

    c) ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન

    d) ઓરલ કીમોથેરેપી

    e) ઇમ્યુનોથેરેપી - ઇન્જેક્શન તરીકે આપવામાં આવતી મોનોક્લોનલ એન્ટીબોડી

    f) ઇન્ટ્રા વિટ્રિયલ ઇન્જેક્શન

    g) રોબોટિક સર્જરી

    h) સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી

    i) બ્રોન્ચીઅલ થર્મોપ્લાસ્ટી

    j) પ્રોસ્ટ્રેટનું વેપોરાઇઝેશન (ગ્રીન લેઝર સારવાર અથવા હોલમિયમ લેઝર સારવાર)

    k) IONM – (ઇન્ટ્રા ઓપરેટિવ ન્યૂરો મોનિટરિંગ)

    l) સ્ટેમ સેલ થેરેપી: હેમેટોલોજિકલ સ્થિતિઓ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હેમેટોપોઇટિક સ્ટેમ સેલ્સ કવર કરવામાં આવશે.

    *મર્યાદાને આધિન

  • Policy Type પૉલીસીનો પ્રકાર

    એક વર્ષની મુદત સાથે બે પ્રકારની આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે:

    a) આરોગ્ય સંજીવની પૉલિસી, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની - વ્યક્તિગત

    b) આરોગ્ય સંજીવની પૉલિસી, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની - ફેમિલી ફ્લોટર

  • Premium Payment in Instalment હપ્તામાં પ્રીમિયમની ચુકવણી

    પ્રીમિયમની ચુકવણી સંપૂર્ણ અથવા હપ્તામાં કરી શકાય છે- અર્ધવાર્ષિક, ત્રિમાસિક, માસિક.

  • Annual Policy વાર્ષિક પૉલિસી

    તમને અને તમારા પરિવારના મેમ્બરને આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે એક વર્ષના સમયગાળા માટે કવર કરવામાં આવશે.

  • Lifetime Renewal લાઇફટાઇમ રિન્યુઅલ

    આરોગ્ય સંજીવની પૉલિસી લાઇફટાઇમ રિન્યુઅલના લાભો સાથે આવે છે.

  • Discounts છૂટ

    ફેમિલી ડિસ્કાઉન્ટ: 10% ફેમિલી ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવશે જો પરિવારના 2 પાત્ર મેમ્બર્સ એક પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે અને જો પરિવારના 2 કરતાં વધુ પાત્ર મેમ્બર્સ એક પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે તો 15% મળશે. વધુમાં, આ ફેમિલી ડિસ્કાઉન્ટ નવી પૉલિસીઓ તેમજ રિન્યુઅલ પૉલિસીઓ બંને માટે ઑફર કરવામાં આવશે.

    ઑનલાઇન/ડાયરેક્ટ બિઝનેસ ડિસ્કાઉન્ટ: ડાયરેક્ટ/ઑનલાઇન ચૅનલ દ્વારા અંડર રાઇટ કરેલી પૉલિસી માટે આ પ્રૉડક્ટમાં 5% ની છૂટ આપવામાં આવશે.

    નોંધ: આ ડિસ્કાઉન્ટ એવા કર્મચારીઓ માટે લાગુ નથી જેમને કર્મચારી ડિસ્કાઉન્ટ મળે છે

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા (માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પર લાગુ):

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર, સેવામાં કોઈપણ દખલગીરી વિના 24x7 ઉપલબ્ધ છે. હોસ્પિટલનું લિસ્ટ જ્યાં કૅશલેસ સેટલમેન્ટનો લાભ લઈ શકાય છે તે ગતિશીલ અને કોઈપણ સૂચના વગર બદલવા માટે જવાબદાર છે. તમારે દાખલ થતા પહેલાં હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. અપડેટ કરેલ લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.

કૅશલેસ ક્લેઇમ પસંદ કરતી વખતે, નીચે આપેલા પગલાંઓને અનુસરો:

  • હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પરથી સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલ દ્વારા ભરેલું અને હસ્તાક્ષર કરેલ અને મેમ્બર/દર્દી દ્વારા હસ્તાક્ષર કરેલ પૂર્વ-અધિકૃતતા વિનંતી ફોર્મ મેળવો.
  • નેટવર્ક હૉસ્પિટલ, હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ને વિનંતી ફેક્સ કરશે.
  • HAT ડૉક્ટરો પૂર્વ-અધિકૃતતા વિનંતી ફોર્મની તપાસ કરશે અને પૉલિસીની માર્ગદર્શિકા મુજબ, કૅશલેસની ઉપલબ્ધતા નક્કી કરશે.
  • પ્લાન અને તેના લાભોના આધારે 3 કલાકની અંદર અધિકૃતતા પત્ર (AL)/નકાર પત્ર/અતિરિક્ત જરૂરિયાત પત્ર જારી કરવામાં આવે છે.
  • હૉસ્પિટલમાંથી રજા આપવાના સમયે હૉસ્પિટલ છેલ્લું બિલ અને રજા આપ્યાની વિગતો HAT ને જણાવો અને તેમના મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત, વીમાધારકને ડિસ્ચાર્જ પેપર્સની ચકાસણી અને હસ્તાક્ષર કરવા પડશે, બિન-તબીબી અને અસ્વીકાર્ય ખર્ચ માટે ચુકવણી કરવી પડશે.

નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ

  • આયોજિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, ઍડવાન્સમાં દાખલ થવા માટે નેટવર્ક હૉસ્પિટલની પ્રક્રિયા મુજબ તમારા દાખલાને માટે રજિસ્ટર/રિઝર્વ કરો.
  • નેટવર્ક હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને આધારે દાખલ કરવામાં આવશે.
  • કૅશલેસ સુવિધા હંમેશા તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • પૉલિસીમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવી નથી:
    • ટેલિફોન
    • સંબંધીઓ માટે ખાદ્ય અને પીણાં
    • પ્રસાધન-વસ્તુઓ

    ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા સીધા હૉસ્પિટલને ચુકવણી કરવાની રહેશે.

  • ઇન-રૂમ રેન્ટ નર્સિંગ શુલ્ક સામેલ છે. જો કે, જો તેથી વધુ ભાડાની રૂમનો ઉપયોગ કરવામાં આવે તો થતા વધારાના ખર્ચની જવાબદારી તમારી રહેશે.
  • જો પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સારવારને આવરી લેવામાં આવતી નથી, તો તમારો દાવો, પછી તે કૅશલેસ હોય કે વળતર, તેને નકારવામાં આવશે.
  • અપર્યાપ્ત તબીબી માહિતીના કિસ્સામાં, કૅશલેસ ક્લેઇમ માટે પૂર્વ-અધિકૃતતાને નકારી શકાય છે.
  • કૅશલેસ સુવિધા નકારવાનો અર્થ એ નથી કે તમને સારવારનો ઇનકાર કરવો અને તે તમને જરૂરી તબીબી સારવાર કે હૉસ્પિટલાઇઝેશન મેળવવાથી કોઈપણ રીતે અટકાવતું નથી.

હૉસ્પિટલાઇઝેશનની પહેલાં અને પછીના ખર્ચનું વળતર

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.

આરોગ્ય સંજીવની પૉલિસી ક્લેઇમ પ્રક્રિયા

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના HAT ને હૉસ્પિટલાઇઝેશન અંગે જાણ કરો.

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરો.

તમારો દાવો ઑફલાઇન નોંધવા માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર પર અમને કૉલ કરો: 1800-209-5858.

ક્લેઇમના વળતર માટે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ નીચે જણાવેલ મુજબ નિર્ધારિત સમય મર્યાદાની અંદર હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) ટીમને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરી શકે છે:

ક્લેઇમનો પ્રકાર નિર્ધારિત સમય મર્યાદા
હૉસ્પિટલાઇઝેશન, ડે કેર અને હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચનું વળતર હૉસ્પિટલથી ડિસ્ચાર્જની તારીખના 30 દિવસની અંદર
હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચનું વળતર હૉસ્પિટલાઇઝેશન પછીની સારવાર પૂર્ણ થયાના 15 દિવસની અંદર

વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો:

  • યોગ્ય રીતે પૂર્ણ ભરેલ ક્લેઇમ ફોર્મ
  • દર્દીનો ફોટોવાળો ઓળખનો પુરાવો
  • મેડિકલ પ્રેક્ટિશનરનું ઍડ્મિશનની સલાહભર્યું પ્રિસ્ક્રિપ્શન.
  • આઇટમ મુજબ વિવરણ સહિત મૂળ બિલ
  • ચુકવણીની રસીદો
  • અન્ય વિગતો સાથે દર્દીના સંપૂર્ણ તબીબી ઇતિહાસ સહિત ડિસ્ચાર્જ સારાંશ
  • સારવાર કરનાર મેડિકલ પ્રેક્ટિસનરના પ્રિસ્ક્રિપ્શનના આધારે કરેલ તપાસ / નિદાન ટેસ્ટ રિપોર્ટ્સ વગેરે
  • ઑપરેશનની વિગતો આપતા OT નોટ્સ અથવા સર્જનનું સર્ટિફિકેટ (શસ્ત્રક્રિયાના કિસ્સાઓ માટે)
  • જ્યાં પણ લાગુ પડે ત્યાં ઇમ્પ્લાન્ટ્સનું સ્ટિકર/બિલ.
  • MLR (મેડિકો કાનૂની રિપોર્ટ) કરાવ્યું હોય તો તેની કૉપી અને જો રજિસ્ટર્ડ હોય તો FIR (પ્રથમ માહિતી રિપોર્ટ), જ્યાં પણ લાગુ હોય ત્યાં.
  • NEFT વિગતો (ક્લેઇમની રકમ સીધા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરવા માટે) અને કૅન્સલ્ડ ચેક
  • પ્રસ્તાવકર્તાની કેવાયસી (ઍડ્રેસ સાથે ઓળખનો પુરાવો), જ્યાં એએમએલ માર્ગદર્શિકા મુજબ ક્લેઇમની જવાબદારી ₹ 1 લાખથી વધુ છે.
  • કાનૂની વારિસ/ઉત્તરાધિકારનું સર્ટિફિકેટ જ્યાં પણ લાગુ પડે
  • ક્લેઇમના મૂલ્યાંકન માટે કંપની/TPA દ્વારા જરૂરી કોઈપણ અન્ય સંબંધિત ડૉક્યૂમેન્ટ

ક્લેઇમ ડૉક્યૂમેન્ટના સંપૂર્ણ સેટને અહીં ફૉર્વર્ડ કરવાની જરૂર છે

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ,
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.
2nd ફ્લોર, બજાજ ફિનસર્વ બિલ્ડિંગ, વેકફીલ્ડ આઇટી પાર્કની પાછળ, ઑફ નગર રોડ, વિમાન નગર-પુણે - 411 014.

હેલ્થ ઇન્શ્યોરન્સની સરળ સમજૂતી

આરોગ્ય સંજીવની હેલ્થ કેર ઇન્શ્યોરન્સ પૉલિસી શું છે?

આરોગ્ય સંજીવની એક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે હૉસ્પિટલાઇઝેશનના સમયે તમને ફાઇનાન્શિયલ બોજથી સુરક્ષિત કરે છે. તે તમને કદાચ અણધાર્યું બને તો સારવાર માટે પૂરતા પૈસા ન હોવાની ચિંતા કર્યા વિના તમારા જીવનને તમારી મરજી મુજબ જીવવા માટે સક્ષમ બનાવે છે.

શું આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળ પરિવારના મેમ્બર્સને ઇન્શ્યોર કરી શકાય છે?

હા, આરોગ્ય સંજીવની પૉલિસી સાથે, તમે વ્યક્તિગત અને ફ્લોટર વિકલ્પ હેઠળ તમારા માટે અને તમારા કાનૂની રીતે લગ્ન કરેલ જીવનસાથી, આશ્રિત બાળકો, માતાપિતા, સાસુ સસરા માટે કવરેજ મેળવી શકો છો

સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ વીમાકૃત રકમના વિકલ્પો શું છે?

સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળના SI વિકલ્પોને સમજવા માટે કૃપા કરીને નીચેના ટેબલનો સંદર્ભ લો:

અનુક્રમાંક કવરેજ વીમાકૃત રકમ (ન્યૂનતમ) વીમાકૃત રકમ (મહત્તમ) વિશેષ નોંધ
1 હૉસ્પિટલાઇઝેશન ₹ 1,00,000 ₹ 5,00,000

1 રૂમનું ભાડું, બોર્ડિંગ, નર્સિંગ ખર્ચ- વીમાકૃત રકમના 2%, મહત્તમ ₹5000/-, પ્રતિ દિવસ

2 ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) / ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ (ICCU) - વીમાકૃત રકમના 5%, મહત્તમ ₹10,000/-, પ્રતિ દિવસ

3 રોડ એમ્બ્યુલન્સ મહત્તમ ₹ 2000/- દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ

2 આયુષ (AYUSH) સારવાર ₹ 1,00,000 ₹ 5,00,000  
3 મોતિયાની સારવાર એક પૉલિસી મુદતમાં એક આંખ દીઠ વીમાકૃત રકમના 25% અથવા ₹ 40,000/-, જે ઓછું હોય.  
4 હૉસ્પિટલાઇઝેશન પહેલાં હૉસ્પિટલાઇઝેશન વીમાકૃત રકમ સુધી અને તેની અંદર 30 દિવસ
5 હૉસ્પિટલાઇઝેશન પછી 60 દિવસ
6 આધુનિક સારવાર પદ્ધતિઓ હૉસ્પિટલાઇઝેશન SI ના 50%

1 યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન અને HIFU (હાઇ ઇન્ટેન્સિટી ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ)

2 બલૂન સિનુપ્લાસ્ટી

3 ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન

4 ઓરલ કીમોથેરેપી

5 ઇમ્યુનોથેરેપી - ઇન્જેક્શન તરીકે આપવામાં આવતી મોનોક્લોનલ એન્ટીબોડી

6 ઇન્ટ્રા વિટ્રિયલ ઇન્જેક્શન

7 રોબોટિક સર્જરી

8 સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી

9 બ્રોન્ચિકલ થર્મોપ્લાસ્ટી

10 પ્રોસ્ટ્રેટનું વેપોરાઇઝેશન (ગ્રીન લેઝર સારવાર અથવા હોલમિયમ લેઝર સારવાર)

11 IONM – (ઇન્ટ્રા ઓપરેટિવ ન્યૂરો મૉનિટરિંગ)

12 સ્ટેમ સેલ થેરેપી: હેમેટોલોજિકલ પરિસ્થિતિઓ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હેમેટોપોઇટિક સ્ટેમ સેલ્સ પણ કવર કરવામાં આવે છે

આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળ કયા તબીબી ખર્ચાઓ કવર કરી લેવામાં આવે છે?

આરોગ્ય સંજીવની પૉલિસી હેઠળ હૉસ્પિટલાઇઝેશન, પ્રી-હૉસ્પિટલાઇઝેશન અને હોસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ કવર કરી લેવામાં આવે છે.

હું આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ કેવી રીતે મેળવી શકું?

તમે નીચે ઉલ્લેખિત પગલાંઓ સાથે આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો:

  • 1 વિગતો માટે અમારી વેબસાઇટ (www.bajajallianz.com) ની મુલાકાત લો.
  • 2 તમારી વ્યક્તિગત વિગતો અને હેલ્થ પ્રોફાઇલ જણાવતા પ્રપોઝલ ફોર્મ ભરો.
  • 3 અમે તમારા પ્રપોઝલ પર પ્રક્રિયા કરીશું. પ્રદાન કરેલી માહિતીના આધારે, તમારે અમારા નેટવર્ક ડાયાગ્નોસિસ કેન્દ્રો પર પ્રી-પૉલિસી મેડિકલ પરીક્ષા (તમારા દ્વારા ખર્ચ કરવાની કિંમત) કરવાની જરૂર પડી શકે છે.
  • 4 જો તમારું પ્રપોઝલ સ્વીકારવામાં આવે, તો અમારા મૂલ્યાંકનના આધારે, અમે એક પ્રીમિયમ પ્રાપ્ત થયા પછી પૉલિસી જારી કરીશું.
  • 5 જો પૉલિસી જારી કરવામાં આવે છે તો અમે તમને પ્રી-પૉલિસી મેડિકલ પરીક્ષાના ખર્ચના 100% રિફંડ કરીશું.
  • 6 પૉલિસી શેડ્યૂલ, પૉલિસી નિયમાવલી, કૅશલેસ કાર્ડ્સ અને હેલ્થ ગાઇડ પ્રપોઝલ ફોર્મ પર ઉલ્લેખિત તમારા મેઇલ ID પર મોકલવામાં આવશે.

કૃપા કરીને નોંધ કરો કે તમે આ પૉલિસી માટે હપ્તાઓમાં પ્રીમિયમ ચૂકવી શકો છો, જે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે ચૂકવી શકાય છે.

હું સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે પાત્રતા કેવી રીતે ચેક કરી શકું?

તમે આ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો લાભ લેવા માટે પાત્ર છો જો:

  • 1 તમે/તમારા કાનૂની રીતે લગ્ન કરેલ જીવનસાથી/માતાપિતા/સાસુ સસરા જે 18 વર્ષથી 65 વર્ષની વય જૂથમાં છે
  • 2 તમારા આશ્રિત બાળકો 3 મહિનાથી 25 વર્ષની વય જૂથમાં છે

કૃપા કરીને નોંધ કરો કે જો તમારા બાળકોની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને ફાઇનાન્શિયલ રીતે સ્વતંત્ર હોય, તો તેઓ પછીના રિન્યુઅલમાં કવરેજ માટે અયોગ્ય રહેશે.

વીમાકૃત રકમ હેઠળ સબ-લિમિટ શું છે?

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળની સબ-લિમિટ છે:

વાર્ષિક પૉલિસીનો લાભ/પ્રક્રિયા સબ-લિમિટ
પ્રતિ દિવસ રૂમ ભાડું- સામાન્ય વીમાકૃત રકમના 2% મહત્તમ ₹ 5000 ને આધિન/-
પ્રતિ દિવસ ICU/ICCU ખર્ચ વીમાકૃત રકમના 5% મહત્તમ ₹ 10,000 ને આધિન/-
મોતિયાની સર્જરી દરેક આંખ માટે વીમાકૃત રકમના 25% અથવા ₹ 40,000/- જે ઓછું હોય
રોડ એમ્બ્યુલન્સ દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹ 2000/
આધુનિક સારવાર પદ્ધતિઓ વીમાકૃત રકમના 50%

હું મારી વીમાકૃત રકમને ક્યારે વધારી શકું છું?

વીમાકૃત રકમ ફક્ત રિન્યુઅલના સમયે અથવા કોઈપણ સમયે, કંપની દ્વારા અંડરરાઇટિંગને આધિન, બદલી શકાય છે (વધારી/ઘટાડી શકાય છે). SI માં કોઈપણ વધારા માટે, પ્રતીક્ષા અવધિ માત્ર વીમાકૃત રકમના વધારેલા ભાગ માટે જ નવી શરૂ કરવામાં આવશે.

ક્લેઇમના સમયે કોઈ સહ-ચુકવણી છે?

હા, જ્યારે તમે આ પૉલિસી પસંદ કરો ત્યારે ફરજિયાત 5% સહ-ચુકવણી લાગુ કરવામાં આવશે.

જો ઇન્શ્યોરન્સ લેનાર હૉસ્પિટલમાં દાખલ થવા માંગે છે, તો 5% સહ-ચુકવણી કન્ઝ્યૂમેબલ અને દવાઓ સિવાયના તમામ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ પર લાગુ પડશે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

રમા અનિલ માટે

તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.

સુરેશ કાડૂ

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.

અજય બિંદ્રા

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.

હૉસ્પિટલાઇઝેશન દરમિયાન તમારા ફાઇનાન્શિયલ બોજાને સંભાળવા માટે આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ

ક્વોટેશન મેળવો

તમે તમારા વિસ્તૃત પરિવારને પણ કવર કરી શકો છો જેમકે સાસુ સસરા.

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સના અતિરિક્ત લાભો

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બહુવિધ લાભો સાથે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે:
Renewability

રિન્યુએબિલિટી

આ પૉલિસી હેઠળ લાઇફટાઇમ રિન્યુઅલ લાભ ઉપલબ્ધ છે.

Hassle-free claim settlement

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા સાથે, અમે તમારી ફાઇલિંગ, ટ્રેકિંગ અને ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ખૂબ સરળ અને સુવિધાજનક બનાવીએ છીએ.

Premium Payment in Instalment

હપ્તામાં પ્રીમિયમની ચુકવણી

પ્રીમિયમ હપ્તાના આધારે ચૂકવી શકાય છે- વાર્ષિક, અર્ધ વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક.

No Pre-policy check-up till 45 years of age

45 વર્ષની ઉંમર સુધી કોઈ પ્રી-પૉલિસી ચેક-અપ નથી

નવા પ્રસ્તાવો માટે, તમારે 45 વર્ષની ઉંમર સુધીની કોઈપણ મેડિકલ ટેસ્ટ કરવાની જરૂર નથી.

Cumulative Bonus

સંચિત બોનસ

પ્રત્યેક ક્લેઇમ મુક્ત પૉલિસી વર્ષના સંદર્ભમાં સંચિત બોનસ 5% વધારવામાં આવશે (જો કોઈ ક્લેઇમ જાણ કરવામાં આવશે નહીં), જો પૉલિસી વધુ વાંચો

પ્રત્યેક ક્લેઇમ મુક્ત પૉલિસી વર્ષના (જો કોઈ ક્લેઇમ કર્યો ના હોય) સંદર્ભમાં સંચિત બોનસમાં 5% નો વધારો કરવામાં આવશે, તે શરતે કે કોઇપણ બ્રેક વગર કંપની પાસે પૉલિસી રિન્યૂ કરવામાં આવે, અને હાલના પૉલિસી વર્ષ હેઠળ વીમાકૃત રકમના મહત્તમ 50% ને આધિન છે.

Free Look Period

ફ્રી લુક પીરિયડ

ઇન્શ્યોર્ડ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિ(ઓ)ને પૉલિસીની પ્રાપ્તિની તારીખથી પંદર દિવસનો સમયગાળો શરતોની સમીક્ષા કરવા માટે દેવામાં આવશે વધુ વાંચો

ઇન્શ્યોર્ડ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિ(ઓ)ને નિયમો અને શરતોની સમીક્ષા કરવા માટે અને જો સ્વીકાર્ય ન હોય તો તેને રિટર્ન કરવા માટે પૉલિસીની પ્રાપ્તિની તારીખથી પંદર દિવસનો સમયગાળો દેવામાં આવશે.

આરોગ્ય સંજીવની પૉલિસી: ખરીદતા પહેલાં જાણવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

અનુક્રમે 30 અને 60 દિવસ સુધીના હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચને આવરી લે છે.

રોડ એમ્બ્યુલન્સ ખર્ચ

રોડ એમ્બ્યુલન્સ પર થયેલા ખર્ચનો સમાવેશ થાય છે, જેમાં દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ મહત્તમ ₹ 2000/- હોય છે.

પ્રી-પૉલિસી ચેક-અપ ખર્ચ

જો પ્રપોઝલ સ્વીકારવામાં આવે છે અને પૉલિસી જારી કરવામાં આવે તો પ્રી-પૉલિસી ચેક-અપનો 100 % ખર્ચ રિફંડ કરવામાં આવશે.

ડે કેર સારવારના ખર્ચ

તમામ ડે કેર સારવારના ખર્ચને આવરી લે છે.

1 of 1

 હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરુ થયાના 30 દિવસની અંદર લાગુ પડતી, અકસ્માતને કારણે થયેલ ઈજા સિવાયની કોઈ બીમારી આવરી લેવામાં આવશે નહીં.

પહેલાંથી હાજર બિમારીઓના કિસ્સામાં, 48 મહિનાની પ્રતીક્ષા અવધિ લાગુ થશે.

હર્નિયા, હરસ, હિસ્ટરેક્ટોમી અને ટિમ્પેનોપ્લાસ્ટી જેવા રોગો માટે 24 મહિનાની પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.

ભારતની ભૌગોલિક મર્યાદા બહાર લેવામાં આવેલી સારવારને કવરેજમાંથી બાકાત કરવામાં આવશે.

અકસ્માતને કારણે જરૂરી ના હોય તો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે 48 મહિનાની પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Juber Khan

સુંદર કુમાર મુંબઈ

કોઈ મૅન્યુઅલ હસ્તક્ષેપ વગર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સરળ ઑનલાઇન ખરીદી.

પૂજા મુંબઈ

બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિઓ ખૂબ જ માહિતીપૂર્ણ અને મદદરૂપ બને છે.

નિધિ સુરા મુંબઈ

પૉલિસી ખૂબ જ ઝડપથી અને સરળતાથી જારી કરવામાં આવી. યૂઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો