રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 Whatsapp Logo સર્વિસ ચૅટ: +91 75072 45858

Claim Assistance
  • ક્લેઇમ સહાયતા નંબરો

  • હેલ્થ ટોલ ફ્રી નંબર 1800-103-2529

  • 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ 1800-103-5858

  • મોટર ક્લેઇમ રજિસ્ટ્રેશન 1800-209-5858

  • મોટર ઑન ધ સ્પૉટ 1800-266-6416

  • ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન +91-124-6174720

  • એક્સટેન્ડેડ વોરંટી 1800-209-1021

  • કૃષિ ક્લેઇમ 1800-209-5959

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન: હેલ્થ ગાર્ડ

તમારા અને તમારા પરિવાર માટે હેલ્થ કવર

તમારી જરૂરિયાત મુજબના (Customised) ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ
Buy health insurance plans for family members

પોતાને અને તમારા પરિવારને સુરક્ષિત રાખો

કૃપા કરીને નામ દાખલ કરો
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

Health Category extra care

નવીન વિશેષતાઓ સાથે વરિષ્ઠ નાગરિકોની સંભાળ સ્માર્ટ અને સરળ બની

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર માટે મિસ્ડ કૉલ નંબર : 9152007550

Health Prime Rider

 હેલ્થ પ્રાઇમ રાઇડર સાથે 09 પ્લાન/વિકલ્પોનું કવર

Health Insurance Cover

 ઈએમઆઇના વિકલ્પો ઉપલબ્ધ છે

Travel insurance Comprehensive Covers

1 કરોડ સુધીના ઉચ્ચ વીમાકૃત રકમના વિકલ્પો

Health Insurance Cover

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવર

નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ

Sum Insured Index Sum Insured

₹1.5 લાખથી ₹1 કરોડ સુધીના વીમાકૃત રકમના વિકલ્પો

તમારે બજાજ આલિયાન્ઝની પરિવાર માટે હેલ્થ પૉલિસી શા માટે ઑનલાઇન ખરીદવી જોઈએ?

તબીબી ખર્ચાઓ આકસ્મિક રીતે આવતા હોય છે. તમારી મહેનતથી કમાયેલી જીવનભરની બચતને હોસ્પિટલના બિલ પર ખર્ચાતી બચાવવા માટે એક મજબૂત હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી એ સર્વોત્તમ વિકલ્પ છે.

બજાજ આલિયાન્ઝ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમારા પરિવારના દરેક સભ્ય માટે વ્યક્તિગત વીમાકૃત રકમનો લાભ લઈ શકાય છે અથવા તમે ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરી શકો છો. તમારા પરિવારને હૉસ્પિટલમાં દાખલ થવા પર, ડૉક્ટરની મુલાકાત માટે, એમ્બ્યુલન્સ સર્વિસ માટે થતા ખર્ચ, સારવારના શુલ્ક અને હૉસ્પિટલમાં દાખલ થતાં પૂર્વે અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ અને લાભો

બજાજ આલિયાન્ઝ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે વિશેષ છે? આ પૉલિસીની વિશેષતાઓ વિશે વધુ જાણવા માટે આગળ વાંચો:

  • પ્લેટિનમ પ્લાન   નવું

    દાવા મુક્ત વર્ષ દીઠ 50% સુપર કયુમ્યુલેટિવ બોનસ

  • રિચાર્જનો લાભ   નવું

    જ્યારે દાવાની રકમ વીમાકૃત રકમ કરતાં વધી જાય ત્યારે દાવાઓનું ધ્યાન રાખવા માટે

  • વીમાકૃત રકમના અનેક વિકલ્પો

  • ઇમીડિએટ ફેમીલી કવર

    આ પૉલિસીમાં તમને, તમારા જીવનસાથીને અને તમારા બાળકોને સમાવી લેવામાં આવે છે.

  • આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર

    ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન હેઠળ આ પૉલીસી માન્યતા પ્રાપ્ત આયુર્વેદિક / હોમિયોપેથિક હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કે જેઓને ઓછામાં ઓછા 24 કલાક માટે દાખલ કરેલ હોય, તેમના (રુ. 20,000 સુધીના) ખર્ચને આવરી લે છે.

  • ડે-કેર પ્રક્રિયાઓનું કવર

    સૂચિબદ્ધ ડે-કેર પ્રક્રિયાઓ અથવા શસ્ત્રક્રિયા સારવાર દરમિયાન થતા મેડિકલ ખર્ચ આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે.

  • સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

    સતત 10 દિવસથી વધુ હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, જો હોસ્પિટલાઇઝેશનનો દાવો સ્વીકારવામાં આવશે, તો તમને વર્ષ દર વર્ષે રુ. 7500 સુધીનો લાભ મળશે.

  • બેરિયાટ્રિક સર્જરી કવર

    કેટલાક નિયમો અને શરતોને આધિન, તબીબી સલાહ હેઠળ બેરિયાટ્રિક સર્જરી આવરી લેવામાં આવે છે.

  • વીમાકૃત રકમનું પુનઃસ્થાપન

    જો પોલિસી વર્ષ દરમિયાન સંચિત બોનસ (જો હોય તો) ની સાથે તમારી વીમાકૃત રકમ સંપૂર્ણ વપરાઇ જાય છે, તો અમે તેને ફરીથી ઉપલબ્ધ કરી આપીશું.

  • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

    આ પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશન પહેલાનાં 60 દિવસ અને હૉસ્પિટલાઇઝેશન પછીના 90 દિવસ નો મેડિકલ ખર્ચ આવરી લેવામાં આવે છે.

  • રોડ એમ્બ્યુલન્સ કવર

    આ પૉલિસીમાં પૉલિસીના સમયગાળા દરમિયાન રુ. 20,000 સુધીના એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લેવામાં આવે છે

  • અંગ દાતા ખર્ચ કવર

    દાન કરાયેલા અંગના હાર્વેસ્ટિંગ માટે અંગ દાતાની સારવારના ખર્ચને આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવ્યો છે.

  • દૈનિક રોકડ લાભ

    સ્વીકારાયેલ દાવા માટે, માતા કે પિતા/એક વાલીને પૉલીસીમાં સમાવિષ્ટ સગીર સાથે રહેવા માટે દર પૉલીસી વર્ષ દરમિયાન 10 દિવસ સુધી રોજના રુ. 500 દૈનિક રોકડ લાભ તરીકે ચૂકવવામાં આવશે.

  • માતૃત્વ /નવજાત બાળકનું કવર

    માતૃત્વ ખર્ચ અને નવજાત બાળકની સારવાર માટેના તબીબી ખર્ચ કેટલાક નિયમો અને શરતોને આધિન પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલ છે. આ સુવિધા ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન હેઠળ ઉપલબ્ધ છે.

તમને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત કરવા માટે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્લાન્સ.

Video

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક (CDC)

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સે ડાયરેક્ટ ક્લિક દ્વારા હેલ્થ ક્લેઇમ તરીકે ઓળખાતી એપ આધારિત ક્લેઇમ સબમિશન પ્રક્રિયા શરૂ કરી છે.

આ સુવિધા હેઠળ તમે રુ. 20,000 સુધીના દાવાઓ માટે એપ દ્વારા દાવાના દસ્તાવેજોની નોંધણી અને સબમિટ કરી શકો છો.

તમારે શું કરવાનું રહેશે?:

  • ઇન્શ્યોરન્સ વૉલેટ એપમાં તમારી પૉલિસી અને કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • એપમાં તમારી પૉલિસી અને હેલ્થ કાર્ડ નંબર રજિસ્ટર કરો.
  • ક્લેઇમ રજિસ્ટર કરો.
  • ક્લેઇમ ફોર્મ ભરો અને હૉસ્પિટલ સંબંધિત ડૉક્યૂમેન્ટની વ્યવસ્થા કરો.
  • એપ મેનુનો ઉપયોગ કરીને ડૉક્યૂમેન્ટ અપલોડ કરો.
  • આગળની પ્રક્રિયા માટે ક્લેઇમ સબમિટ કરો.
  • થોડા કલાકોની અંદર કન્ફર્મેશન મેળવો.

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા (માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર પર લાગુ):

નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર અને 24x7 કોઈ પણ વિક્ષેપ વગર ઉપલબ્ધ છે. હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં તમારે હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. કૅશલેસ સેટલમેન્ટ પ્રદાન કરનાર હૉસ્પિટલો કોઈ સૂચના વિના તેમની પૉલિસી બદલવા માટે જવાબદાર છે. અપડેટ કરેલી લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.

જ્યારે તમે કૅશલેસ દાવાઓ પસંદ કરો છો, ત્યારે પ્રક્રિયા નીચે મુજબ છે:

  • હૉસ્પિટલના ઇન્શ્યૉરન્સ ડેસ્ક પરથી સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલ દ્વારા ભરેલું અને સહી કરેલું અને તમે કે તમારા કુટુંબીજન દ્વારા સહી કરેલ પ્રી-ઓથોરાઈઝેશન ફોર્મ મેળવો.
  • નેટવર્ક હૉસ્પિટલ દ્વારા વિનંતી ફોર્મ HAT ને ફેક્સ કરવામાં આવશે.
  • HAT ડૉક્ટરો પ્રી-ઑથોરાઇઝેશન વિનંતી ફોર્મની ચકાસણી કરશે અને પૉલિસીની માર્ગદર્શિકા મુજબ, કૅશલેસ સગવડની ઉપલબ્ધતા નક્કી કરશે.
  • યોજના અને તેના ફાયદાઓના આધારે અધિકૃતતા પત્ર/અસ્વીકાર અંગેનો પત્ર/વધારાની જરૂરિયાત અંગે જાણ કરતો પત્ર 3 કલાકની અંદર જારી કરવામાં આવે છે.
  • હૉસ્પિટલમાંથી રજા આપવાના સમયે હૉસ્પિટલ છેલ્લું બિલ અને રજા આપ્યાની વિગતો એચએટીને જણાવશે અને તેમના મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.

નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ:

  • પૂર્વનિર્ધારિત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, દાખલ થવા માટે નેટવર્ક હૉસ્પિટલની પ્રક્રિયા મુજબ તમારો પ્રવેશ અગાઉથી નોંધાવો/રિઝર્વ કરો.
  • નેટવર્ક હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતાને આધારે દાખલ કરવામાં આવશે.
  • કૅશલેસ સુવિધા હંમેશા તમારી પૉલિસીના નિયમો અને શરતોને આધિન રહેશે.
  • પૉલીસીમાં આનો સમાવેશ થતો નથી: ટેલિફોન ખર્ચ સગાઓ માટે નાસ્તા અને પીણાં વ્યક્તિગત સંભાળની વસ્તુઓ ઉપરોક્ત સેવાઓના ખર્ચની જવાબદારી તમારી રહેશે અને હૉસ્પિટલમાંથી રજા મેળવતા પહેલા સીધી હોસ્પિટલને ચૂકવણી કરવાની રહેશે.
  • ઇન-રૂમ રેન્ટ નર્સિંગ શુલ્ક સામેલ છે. જો કે, જો તેથી વધુ ભાડાની રૂમનો ઉપયોગ કરવામાં આવે તો થતા વધારાના ખર્ચની જવાબદારી તમારી રહેશે.
  • જો પૉલિસીના નિયમો અને શરતો અનુસાર સારવાર આવરી લેવામાં આવતી નહીં હોય, તો તમારા દાવા-કૅશલેસ કે વળતર, તેને સ્વીકારવામાં આવશે નહીં.
  • અપર્યાપ્ત તબીબી માહિતીના કિસ્સામાં, કૅશલેસ દાવા માટે પ્રી-ઓથોરાઈઝેશન નો અસ્વીકાર થઈ શકે છે.
  • કૅશલેસ સુવિધા નકારવાનો અર્થ એ સારવારનો ઇન્કાર કરવો એમ નથી અને તમને જરૂરી તબીબી સારવાર મેળવવાથી અથવા હૉસ્પિટલાઇઝેશન થી કોઈપણ રીતે અટકાવતું નથી.

હૉસ્પિટલાઇઝેશન પહેલાના / પછીના ખર્ચનું વળતર:

હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.

વળતર માટે દાવાની પ્રક્રિયા (નૉન-નેટવર્ક હૉસ્પિટલના કિસ્સામાં)

  • હૉસ્પિટલાઇઝેશન વિશે બેજિક એચએટી ટીમને જાણ કરો. તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો તમારો દાવો ઑફલાઇન નોંધવા માટે કૃપા કરીને અમારા ટોલ-ફ્રી નંબર પર અમને કૉલ કરો: 1800-209-5858.
  • તમારે અથવા તમારા કુટુંબના સભ્યે હૉસ્પિટલમાંથી રજા મળ્યાના 30 દિવસની અંદર નીચે જણાવેલ દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે:મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી સાથે યોગ્ય રીતે ભરેલ અને હસ્તાક્ષર કરેલ દાવા ફોર્મ. હોસ્પિટલનું અસલ બિલ અને ચુકવણીની રસીદ. તપાસનો રિપોર્ટ ડિસ્ચાર્જ કાર્ડ પ્રિસ્ક્રિપ્શન્સ દવાઓ અને સર્જિકલ સાધનોના બીલ હોસ્પિટલમાં દાખલ થયા પહેલાંના ખર્ચની વિગતો (જો કોઈ હોય તો) દાખલ દર્દીના કાગળો, જો જરૂરી હોય તો.
  • વધુ પ્રક્રિયા માટે અને મૂલ્યાંકનના આધારે, અંતિમ સેટલમેન્ટ 10 કાર્યકારી દિવસોમાં કરવામાં આવશે.
  • હૉસ્પિટલમાં દાખલ થયા પછીના દાવાના દસ્તાવેજો હૉસ્પિટલમાંથી રજા મળ્યા તારીખથી 90 દિવસની અંદર મોકલવાના રહેશે.

વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો:

  • હૉસ્પિટલની ચુકવણીની યોગ્ય રીતે સહી-સિક્કા કરેલ પ્રી-નંબર્ડ અસલ રસીદ.
  • મૂળ પ્રિસ્ક્રિપ્શન અને દવાઓનું બિલ.
  • ડૉક્ટરની મુલાકાતના મૂળ પેપર (જો કોઈ હોય તો).
  • તપાસ અને નિદાનના અસલ અહેવાલો સાથે હોસ્પિટલની અંદર અને બહારની તપાસના અસલ બિલ અને ચુકવણીની રસીદ.
  • જો તમે અથવા પરિવારના સભ્યએ કૅશલેસ ક્લેમની સુવિધા લીધી છે પરંતુ તેનો ઉપયોગ કર્યો નથી, તો તેમ જણાવતો હૉસ્પિટલમાં દ્વારા આપવામાં આવેલ પત્ર.
  • ઘટનાની વિગતોના ઉલ્લેખ સાથેનો સારવાર કરનાર ડૉક્ટરનો પત્ર (અકસ્માતના કિસ્સામાં).
  • લેટરહેડ પર હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
  • IFSC કોડ અને ઇન્શ્યોરન્સ ધારકનું નામ ધરાવતો કૅન્સલ કરેલ ચેક.
  • હૉસ્પિટલમાં દાખલ કર્યા તારીખ થી રજા આપ્યાની તારીખ સુધીના, વિસ્તૃત તબીબી ઇતિહાસ અને તાપમાન, નાડી અને શ્વસન ચાર્ટ સહિતની ડૉકટરની નોંધ સાથેના હૉસ્પિટલ દ્વારા ખરાઈ કરેલ ઇન્ડોર કેસ પેપર.
  • એક્સ-રે ફિલ્મ (ફ્રેક્ચરના કિસ્સામાં).
  • સારવાર કરતાં ડૉક્ટર દ્વારા પ્રસૂતિનો લગતો ઇતિહાસ (માતૃત્વના કિસ્સામાં).
  • એફઆઇઆરની કૉપી (અકસ્માતના કિસ્સામાં).
  • કેટલાક વિશેષ કિસ્સાઓમાં બીજી અન્ય જરૂરિયાતો: મોતિયાના ઑપરેશન ના કિસ્સામાં બિલની નકલ સાથે લેન્સ સ્ટિકર. સર્જરીના કિસ્સામાં, બિલની નકલ સાથે ઇમ્પ્લાન્ટ સ્ટિકર. હૃદય સંબંધિત સારવારના કિસ્સામાં બિલની નકલ સાથે સ્ટેન્ટ સ્ટિકર.

ક્લેઇમના તમામ અસલ ડૉક્યૂમેન્ટ નીચેના ઍડ્રેસ પર સબમિટ કરવાના રહેશે:

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે-411006

પરબીડિયા પર તમારો પૉલિસી નંબર, હેલ્થ કાર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટપણે લખો.

નોંધ: તમારા રેકોર્ડ્સ માટે દસ્તાવેજો અને કુરિયર રેફરન્સ નંબરની ફોટોકૉપી રાખો.

મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!

ક્વોટેશન મેળવો
Claim settlement

હેલ્થ સીડીસી દ્વારા વ્યસ્ત સમયમાં ક્લેઇમ સેટલમેન્ટ.

તમારી ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે મળતા અતિરિક્ત લાભો

અમારો ફેમિલી મેડિકલ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પ્રિયજનોને વિવિધ લાભો પ્રદાન કરે છે:
Claim settlement

વેલનેસ લાભ

વેલનેસ લાભ : સારું સ્વાસ્થ્ય જાળવો અને પૉલીસી નવીકરણ પર 12.5% સુધી વેલનેસ લાભ ડિસ્કાઉન્ટનું વળતર મેળવો

individual-benefits-lifetime-renewal

રિન્યુએબિલિટી

આ પૉલિસી લાઇફટાઇમ રિન્યુઅલના લાભ સાથે આવે છે.

Individual Tax benefits

ટૅક્સની બચત

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો. વધુ વાંચો

*તમારા માટે, તમારી જીવનસાથી, બાળકો અને માતાપિતા માટે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુના નથી). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

Individual benefit Claim settlement

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે.... વધુ વાંચો

અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. તદુપરાંત, અમે સમગ્ર ભારતમાં 18,400+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

health Cover Individual Benefit

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

કવરેજમાં ઉલ્લેખિત પ્રત્યેક સળંગ સમયગાળો, જે દરમિયાન તમે અમારી હેલ્થ ગાર્ડ પૉલિસી ધરાવો છો, તેના અંતે તમે મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ મેળવો છો.

Individual Benefits portability

પોર્ટેબિલિટીનો લાભ

જો તમે અને તમારા પ્રિયજન કોઈપણ અન્ય ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તમે .. માં સ્વિચ કરી શકો છો વધુ વાંચો

જો તમે અને તમારા પ્રિયજન કોઈપણ અન્ય ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તમે, પ્રતીક્ષાના જરૂરી સમયગાળા બાદ, ઉપાર્જિત થયેલ બધાં જ લાભ સાથે આ પૉલીસીમાં સ્વિચ કરી શકો છો અને પૉલિસી સાથે ઉપલબ્ધ લાભોનો ઉપયોગ કરી શકો છો.

Individual benefits long term

લાંબા ગાળાની પૉલિસી

આ પૉલિસી 1, 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે ખરીદી શકાય છે.

Individual benefits

પૉલિસી પર ડિસ્કાઉન્ટ

2 વર્ષ માટે 4% અને 3 વર્ષ માટે 8% લાંબા ગાળાનું પૉલિસી ડિસ્કાઉન્ટ મેળવો.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

કવરેજમાં ઉલ્લેખિત પ્રત્યેક સળંગ સમયગાળો, જે દરમિયાન તમે અમારી હેલ્થ ગાર્ડ પૉલિસી ધરાવો છો, તેના અંતે તમે મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ મેળવો છો.

આયુર્વેદિક / હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

(માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે લાગુ) : જો તમને ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, 

વધુ વાંચો

આયુર્વેદિક / હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ (માત્ર ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાન માટે લાગુ) : જો તમને ઓછામાં ઓછા 24 કલાક માટે કોઈ સરકારી આયુર્વેદિક / હોમિયોપેથિક હૉસ્પિટલ અથવા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને/અથવા ભારતીય ગુણવત્તા પરિષદ / નેશનલ એક્રેડિશન બોર્ડ ઓન હેલ્થ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સંસ્થામાં વ્યવસાયી ચિકિત્સકની સલાહ પર પૉલીસીની અવધિ દરમ્યાન બીમારી અથવા કોઈ આકસ્મિક શારીરિક ઇજાને લીધે અથવા દાખલ કરવામાં આવે છે, તો તમને ચૂકવણી કરવામાં આવશે:

1 ઇન-પેશન્ટ સારવાર- આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર માટે તબીબી ખર્ચ:

2 રૂમનું ભાડું, બોર્ડિંગ ખર્ચ

3 નર્સિંગ કેર

4 કન્સલ્ટેશન ફી

5 ઔષધો, દવાઓ અને તબીબી વપરાશની વસ્તુઓ,

6 આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારની પ્રક્રિયાઓ

માનસિક બીમારીને કવર કરી લે છે

2 વર્ષની પ્રતીક્ષા અવધિ સાથે નીચેની માનસિક બીમારી વીમાકૃત છે

વધુ વાંચો

માનસિક બીમારીને કવર કરી લે છે : 

2 વર્ષની પ્રતીક્ષા અવધિ સાથે નીચેની માનસિક બીમારી વીમાકૃત છે

1 અલ્ઝાઇમર રોગમાં ડિમેન્શિયા

2 પરસિસ્ટન્ટ ડીલ્યુઝનલ ડિસઑર્ડર્સ

3 અન્યત્ર વર્ગીકૃત અન્ય રોગોમાં ડિમેન્શિયા

4 તીવ્ર અને ક્ષણિક માનસિક તકલીફો

5 અનિર્દિષ્ટ ડિમેન્શિયા

6 ઇનડયુસ્ડ ડીલ્યુઝનલ ડિસઑર્ડર્સ

7 ચિતભ્રમ કે જે આલ્કોહોલ અને મનને પ્રભાવિત કરતા પદાર્થો દ્વારા પ્રેરિત નથી

8 સ્કિઝોએફેક્ટિવ ડિસઓર્ડર

9 મગજના રોગ, નુકસાન અને અસામાન્ય કામગીરી ને કારણે વ્યક્તિત્વ અને વર્તન સંબંધી વિકારો

10 બાયપોલર અફેક્ટિવ ડિસઓર્ડર

11 અનિર્દિષ્ટ ઑર્ગેનિક અથવા સિમ્પ્ટમૅટિક માનસિક વિકાર

12 ડિપ્રેસિવ એપિસોડ

13 સ્કિઝોફ્રેનિઆ

14 રિકરન્ટ ડિપ્રેસિવ ડિસઑર્ડર

15 સ્કિઝોટિપલ ડિસઓર્ડર

16 ફોબિક ઍંગ્ઝાયટિ ડિસઓર્ડર

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચને આવરી લે છે, જે હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલા અથવા 90 દિવસ પછી થયેલ હોવો જોઈએ.

ફેમિલી કવર

માતાપિતા, સાસુ-સસરા, પૌત્ર-પૌત્રીઓ અને આશ્રિત ભાઈઓ સહિત તમારા સંપૂર્ણ પરિવારને આવરી લે છે.

એમ્બ્યુલન્સ ખર્ચ

પૉલિસી વર્ષમાં ₹20,000 ની મર્યાદાને આધિન એમ્બ્યુલન્સ ખર્ચને આવરી લે છે.

ડે-કેર

સૂચિબદ્ધ તમામ ડે-કેર સારવારના ખર્ચને આવરી લે છે.

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ દાતાના ખર્ચાઓને વીમા રકમને આવરી લે છે.

1 of 1

પહેલેથી હોય તેવી બિમારીઓના કિસ્સામાં 3 વર્ષની પ્રતીક્ષા અવધિ લાગુ થશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરૂ થયાના પહેલા 30 દિવસ દરમિયાન કોઈપણ રોગનો ચેપ લાગ્યો હોય ...

વધુ વાંચો

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરૂ થવાના પ્રથમ 30 દિવસો દરમિયાન થયેલ કોઈપણ રોગને કવરેજમાંથી બાકાત કરવામાં આવશે. જો કે, પ્રતીક્ષા અવધિ દરમિયાન આકસ્મિક ઈજાઓ આવરી લેવામાં આવે છે.

સારણગાંઠ, હરસ, મોતિયા અને સાઇનસાઇટિસ જેવા રોગો 2 વર્ષની પ્રતીક્ષા અવધિ પછી કવર કરવામાં આવશે.
બેરિયાટ્રિક સર્જરી, સાંધાનું રિપ્લેસમેન્ટ અને પ્રોલેપ્સ્ડ ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક માટે પ્રતીક્ષા અવધિ 3 વર્ષની છે.

માદક દ્રવ્યો અને / અથવા વ્યસનકારક પદાર્થો જેવા કે આલ્કોહોલ, ડ્રગ્સ વગેરેના ઉપયોગ ની સારવારને આવરી લેવામાં આવશે નહીં.

માતૃત્વ/નવજાત ખર્ચ માટે 6 વર્ષનો પ્રતીક્ષા અવધિ.

1 of 1

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

અશોક પ્રજાપતિ

મને આ સમયે મળેલા સહયોગથી હું ખૂબ જ ખુશ છું અને હું આકાંક્ષાનો વિશેષ આભાર માનું છું. તેણીએ ક્લેઇમની મંજૂરી મેળવવામાં અમારી મદદ કરી. અમને ખૂબ જ તણાવમાં હતા...

કૌશિક ગઢાઈ

પ્રિય શ્રી ગોપી, મારી માતાના કૅન્સર સારવાર દરમિયાન ઇન્શ્યોરન્સની મંજૂરીના દરેક પગલે મદદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર...

SACHIN VERMA

Dear Gaurav, I'm grateful for the settlement of my father's health claim. As my father was admitted in Max-Patparganj from <n1> to...

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

FAQs

વારંવાર પૂછાતા પ્રશ્નો

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ શું છે?

હેલ્થ એડમિનિસ્ટ્રેશન ટીમમાં ડોકટરો અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે, જે હેલ્થ અન્ડરરાઇટિંગ અને દાવાની પતાવટની જવાબદારી સંભાળે છે. તે આરોગ્યસંભાળ સંબંધિત સેવાઓ માટે તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી ધારકોને એક જ જગ્યાએથી સહાય પ્રદાન કરે છે. આ ઇન-હાઉસ ટીમ હેલ્થ ઇન્શ્યોરન્સના ગ્રાહકોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ટીમ સંપર્કના એક જ સ્થળ તરીકે દાવાની ઝડપી પતાવટ સુનિશ્ચિત કરે છે અને ગ્રાહકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અસરકારક છે.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ મૂળભૂત રીતે શું આવરી લેવામાં આવે છે?

અમારા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આવરી લેવામાં આવતા મુખ્ય ઘટકો ખૂબ જ વ્યાપક છે. તમને હોસ્પિટલમાં દાખલ થતા પહેલાના અને પછીના ખર્ચ, તબીબી બીલ, એમ્બ્યુલન્સ ખર્ચ સામે કવર મળે છે અને બીજું ઘણું બધુ મળે છે.

પૉલિસીધારક તરીકે, મારા હેલ્થ ઇન્શ્યોરન્સ/મેડિક્લેમ પ્રીમિયમને શું અસર કરે છે?

અહીં જણાવેલ કેટલાક પરિબળો તમે કેટલું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવશો તેના પર અસર કરશે:

  • ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડના કિસ્સામાં તમારી ઉંમર અને પરિવારના સૌથી મોટા સભ્યની ઉંમર.
  • વીમાકૃત રકમ
  • તમારી અને બધા વીમાકૃત સભ્યોની શારીરિક સ્થિતિ (સ્વાસ્થ્ય).
  • ઍડ-ઑન કવર સાથેની કેટલીક પ્રોડક્ટના કિસ્સામાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ લેવામાં આવેલા કવરેજ પર પણ પ્રીમિયમનો આધાર રહેલ છે.

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કોને આવરી શકાય છે?

ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના હેઠળ તમે પોતાને, તમારા જીવનસાથીને અને વધુમાં વધુ 4 આશ્રિત બાળકોને આવરી શકો છો. માતાપિતા માટે તમે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકો છો.

ઝોન મુજબ (zone-wise) પ્રીમિયમ શું છે?

  • ઝોન A

નીચેના શહેરોને ઝોન A માં સાથે રાખવામાં આવ્યા છે:-

દિલ્હી/NCR, (નવી મુંબઈ, થાણે અને કલ્યાણ) સહિત મુંબઈ, હૈદરાબાદ અને સિકંદરાબાદ, કોલકાતા, અમદાવાદ, વડોદરા અને સુરત.

  • ઝોન B

ઝોન A અને ઝોન C હેઠળ વર્ગીકૃત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/શહેરો સિવાયના ભારતના બાકીના પ્રદેશોને ઝોન B તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે.

  • ઝોન C

નીચેના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઝોન C માં સાથે રાખવામાં આવેલ છે:-

આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંડીગઢ, છત્તીસગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ

 

 Written By : Bajaj Allianz - Updated : <n1>th April <n2>

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો