ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ 60 અને વધુ ઉંમરના વ્યક્તિઓની સ્વાસ્થ્ય સંભાળની અનન્ય જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે બનાવવામાં આવેલ છે. તેઓ સ્વીકારે છે કે તબીબી જરૂરિયાતો ઉંમર સાથે વધતી થાય છે, જે આવા બદલાવ માટે વિશેષ કવરેજ પ્રદાન કરે છે. આ પ્લાન, જેને ઘણીવાર વરિષ્ઠ નાગરિકો માટે મેડિકલ ઇન્શ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે પહેલાંથી હાજર સ્થિતિઓ માટે કવરેજ, ઉચ્ચ વીમાકૃત રકમના વિકલ્પો અને વરિષ્ઠ નાગરિકોને સંબંધિત વિશિષ્ટ સારવાર જેવા લાભો પ્રદાન કરે છે. તેમનો હેતુ જીવનના એવા તબક્કા, જ્યારે સ્વાસ્થ્યની સમસ્યાઓ વારંવાર થઈ શકે છે, તે દરમિયાન સંપૂર્ણ હેલ્થ કેર ઍક્સેસ અને નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. યોગ્ય પ્લાન પસંદ કરવો ઉપયોગી છે કારણ કે તે પાછળના વર્ષોમાં થતા હેલ્થ કેર ખર્ચને અસરકારક રીતે મેનેજ કરવા માટે સુરક્ષા અને સહાય પ્રદાન કરી શકે છે.
એક મેડિક્લેમ પૉલિસી જે વરિષ્ઠ નાગરિકો માટે વિશાળ શ્રેણીની સુવિધાઓ સાથે સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉકેલો પ્રદાન કરે છે:
વેટિંગ પીરિયડ પછી પહેલેથી હોય તેવી બીમારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે
તમને સહ-ચુકવણી, તમારે ઇન્શ્યોરન્સ કંપનીને કરેલા ક્લેઇમ માટે એક નિશ્ચિત રકમની ચુકવણી કરવી પડી શકે છે, તે વિકલ્પમાંથી બહાર નીકળવાની સુવિધા આપે છે.
દરેક દાવા-મુક્ત વર્ષ માટે, તમારી વળતરની મર્યાદા સુધી 10% સંચિત બોનસ મેળવો, મહત્તમ 50% સુધી..
હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી થયેલા તબીબી ખર્ચને કવર કરે છે.
આ પૉલિસી 70 વર્ષની ઉંમર સુધીના સભ્યોને આવરી લે છે.
ઇમરજન્સી કિસ્સામાં એમ્બ્યુલન્સ સર્વિસ માટે નાણાંકીય સહાય પ્રદાન કરે છે.
ચોક્કસ ક્લેઇમ-મુક્ત સમયગાળા પછી નેટવર્ક મેડિકલ સેન્ટર પર મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ ઑફર કરે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા "હેલ્થ ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક" (સીડીસી) તરીકે ઓળખાતી એપ આધારિત ક્લેઇમને દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા તમને ₹20,000 સુધીના ક્લેઇમ માટે, એપ દ્વારા જ ક્લેઇમ રજિસ્ટર કરવાની અને ક્લેઇમના ડૉક્યૂમેન્ટને સબમિટ કરવાની સગવડ આપે છે.
નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધા વર્ષભર, સેવામાં કોઈપણ દખલગીરી વિના 24x7 ઉપલબ્ધ છે. પરંતુ કૅશલેસ સેટલમેન્ટ પ્રદાન કરનાર હૉસ્પિટલો કોઈપણ સૂચના વિના તેમની પૉલિસી બદલવા માટે જવાબદાર છે. તેથી, તમારે દાખલ થતા પહેલાં હૉસ્પિટલનું લિસ્ટ તપાસવું જોઈએ. અપડેટ કરેલી લિસ્ટ અમારી વેબસાઇટ પર અને અમારા કૉલ સેન્ટર સાથે ઉપલબ્ધ છે. કૅશલેસ સુવિધા મેળવતી વખતે ઓળખના સરકારી પુરાવા સાથે બજાજ આલિયાન્ઝ હેલ્થ કાર્ડ ફરજિયાત છે.
કૅશલેસ ક્લેઇમ પસંદ કરતી વખતે, નીચે આપેલા પગલાંઓને અનુસરો:
નોંધ કરવાના મહત્વપૂર્ણ બિંદુઓ
હૉસ્પિટલાઇઝેશન પહેલાના / પછીના ખર્ચનું વળતર
હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલાનો અને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદનો સુસંગત તબીબી ખર્ચ પૉલીસી અનુસાર ભરપાઈ કરી આપવામાં આવશે. આવી સેવાઓના પ્રિસ્ક્રિપ્શન અને બીલ/રસીદો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સને યોગ્ય રીતે સહી કરેલ દાવા ફોર્મ સાથે સબમિટ કરવાની રહેશે.
વળતરના દાવા માટે જરૂરી દસ્તાવેજો
તમામ અસલ દસ્તાવેજો નીચેના સરનામા પર સબમિટ કરવાના રહેશે:
હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ
બજાજ આલિયાન્ઝ હાઉસ, એરપોર્ટ રોડ, યેરવડા, પુણે-411006.
પરબીડિયા પર તમારો પૉલિસી નંબર, હેલ્થ કાર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટપણે લખો.
નોંધ: તમારા રેકોર્ડ્સ માટે દસ્તાવેજો અને કુરિયર રેફરન્સ નંબરની ફોટોકૉપી રાખો.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના HAT ને હૉસ્પિટલાઇઝેશન અંગે જાણ કરો. a) તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે અહીં ક્લિક કરો b)
નિવૃત્તિ વર્ષો તેમની સાથે તકલીફો અને કસોટી સાથે લાવે છે. આ એ વર્ષો છે જેમાં તમારે તબીબી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આ સમયે કોઈ મોટી તબીબી કટોકટીની સ્થિતિ સર્જાય છે, તો તમે તે માટે તૈયાર નહીં હોવ એટલું જ નહીં, પણ મોટી આર્થિક તકલીફમાં પણ આવી શકો છો. આ સ્થિતિમાંથી બચવા માટે એવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો જે, તમારે જ્યારે તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે તમારી સાથે હોય.
અમારો સિલ્વર હેલ્થ પ્લાન વરિષ્ઠ નાગરિકો માટેનો ખાસ હેલ્થ ઇન્શ્યોરન્સ છે. આ પ્લાન હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ, તબીબી સારવારનો ખર્ચ, અકસ્માત, ગંભીર બીમારીઓ અને તેવી અન્ય સ્થિતિઓ સામે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે.
ઉંમર સાથે તબીબી ખર્ચ વધી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ તમને આર્થિક રીતે સુરક્ષિત કરે છે અને આર્થિક તણાવ વિના બહેતર ક્વૉલિટીના હેલ્થ કેર સુવિધાનો ઍક્સેસ સુનિશ્ચિત કરે છે.
હૉસ્પિટલાઇઝેશન, પહેલેથી હોય તેવી સમસ્યાઓ, પ્રિવેન્ટિવ કેર માટે કવરેજ અને કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનના વિકલ્પોને ધ્યાનમાં લો. તમારી જરૂરિયાતોને અનુરૂપ વીમાકૃત રકમનો પ્લાન પસંદ કરો.
સામાન્ય પેપરવર્કમાં આઇડી પ્રૂફ, ઍડ્રેસ પ્રૂફ અને ઇન્કમ પ્રૂફ શામેલ છે. ઇન્શ્યોરન્સ કંપની પ્લાન અને તમારી ઉંમરના આધારે મેડિકલ રેકોર્ડ માટે પૂછી શકે છે.
કેટલાક પ્લાન, ખાસ કરીને વૃદ્ધ અરજદારો અથવા પહેલેથી હોય તેવી બીમારીઓ ધરાવતા લોકો માટે, મેડિકલ ચેક-અપની જરૂર પડી શકે છે.
ના, કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન એ ઇન્શ્યોરરના નેટવર્કમાં ભાગ લેનાર હૉસ્પિટલો દ્વારા ઑફર કરવામાં આવતો નેટવર્ક લાભ છે.
હા! પોર્ટિંગ વડે તમે સંચિત બોનસ જેવા હાલના લાભો જાળવી શકો છો અથવા પહેલેથી હોય તેવી બીમારીઓ માટે નવા વેટિંગ પિરિયડને ટાળી શકો છો.
તમારે આ ખર્ચ વહન કરવો પડી શકે છે. આ ચેક-અપ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિયુક્ત મેડિકલ સુવિધા અથવા તમારી પસંદગીની લેબ પર કરી શકાય છે.
કેટલાક પ્લાન પ્રિવેન્ટિવ હેલ્થ કેર બેનિફિટ તરીકે મફત વાર્ષિક ચેક-અપ ઑફર કરી શકે છે. વિગતો માટે પૉલિસી નિયમાવલીની સમીક્ષા કરો.
તેમને તમારી ક્લેઇમની પ્રક્રિયાને મેનેજ કરતા થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ) ને સબમિટ કરો. તેઓ ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરશે.
હા, ઘણા સિનીયર સિટિઝન હેલ્થ પ્લાન કૅન્સર અથવા હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે.
બંને વિકલ્પો ઉપલબ્ધ છે. ઈન્ડિવિજ્યુઅલ પ્લાન એક વ્યક્તિને કવર કરે છે, જ્યારે ફ્લોટર પ્લાન તમને અને તમારા જીવનસાથી અથવા આશ્રિત માતાપિતાને કવર કરી શકે છે.
હા, સામાન્ય રીતે, વૃદ્ધ લોકો સાથે સંકળાયેલા ઉચ્ચ હેલ્થ કેર જોખમોને કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થાય છે.
તમારી વેબસાઇટ પર ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ શ્રેષ્ઠ, વપરાશકર્તા માટે સુગમ અને સરળ છે.
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને બિરદાવવા માંગું છું. ધન્યવાદ.
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિએ પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.
સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ હેલ્થ કેર ખર્ચને મેનેજ કરવામાં મદદ કરે છે. તે હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ, ડૉક્ટરની સલાહ, દવાઓ અને અન્ય મેડિકલ બિલને કવર કરે છે, જે તમારા અને તમારા પ્રિયજનો પર આર્થિક બોજને ઘટાડે છે.
કેટલાક પ્લાન પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપને કવર કરે છે, જે સંભવિત સમસ્યાઓને વહેલી તકે શોધવાની સુવિધા આપે છે અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપે છે.
ઘણા પ્લાન નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન પ્રદાન કરે છે, જે ઇમરજન્સી દરમિયાન અગાઉથી ચુકવણીની જરૂરિયાતને દૂર કરે છે.
સિનીયર સિટિઝન મેડિકલ ઇન્શ્યોરન્સ માટે ટૅક્સ લાભોમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ કપાતનો સમાવેશ થાય છે. તે વરિષ્ઠ નાગરિકોને તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે ચૂકવેલ પ્રીમિયમ પર કપાત ક્લેઇમ કરવાની સુવિધા આપે છે.
તમારા જીવનના સોનેરી વર્ષો માટે અનુકૂળ ઇન્શ્યોરન્સ પ્લાન્સ
તમારી દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એકથી વધુ સુવિધાઓ અને લાભો.
ભારતમાં 18,400 + થી વધુ હૉસ્પિટલો* પર કૅશલેસ સુવિધાનો લાભ લો.
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.* વધુ વાંચો
ટૅક્સની બચત
ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો.*
*તમારા માતાપિતા માટે વરિષ્ઠ હેલ્થ પ્લાન પસંદ કરવા પર, તમે તમારા કર સામે કપાત તરીકે વાર્ષિક ₹25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુ ન હોય). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. વધુ વાંચો
અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી, સરળ અને આસાન બનાવે છે. ઉપરાંત, અમે સમગ્ર ભારતમાં 18,400 + થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં* કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવેલા તમારા પરિવારના પ્રત્યેક સભ્ય દીઠ 5% ફેમીલી ડિસ્કાઉન્ટ મેળવો.
આ પૉલિસી ખાસ કરીને તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કસ્ટમાઇઝ કરેલા નવીન પૅકેજો ઑફર કરે છે.
જેમ જેમ લોકોની ઉંમર વધે, તેમ મેડિકલ ખર્ચ મોટેભાગે વધતો હોય છે. સિનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ એક મહત્વપૂર્ણ નાણાંકીય સુરક્ષા તરીકે કામ કરે છે, જે આર્થિક ચિંતાઓના બોજ વિના બહેતર ક્વૉલિટીની હેલ્થ કેરનો ઍક્સેસ પ્રદાન કરે છે. આ પ્રકારનો ઇન્શ્યોરન્સ વૃદ્ધ લોકોને મેડિકલ સારવાર અને શસ્ત્રક્રિયાઓ સાથે સંકળાયેલા ખર્ચ વિશે ચિંતા કર્યા વિના તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સશક્ત બનાવે છે. તેમને જરૂરી હેલ્થ કેર સર્વિસ અને સારવાર પરવડે છે એ જાણ સાથે તે સુરક્ષા પ્રદાન કરે છે, જે તેમના સ્વર્ણિમ વર્ષો દરમિયાન બહેતર જીવનધોરણ માટે મદદ પ્રદાન કરે છે.
સિનીયર સિટિઝન મેડિક્લેમ પૉલિસીઓ વિવિધ કવરેજ વિકલ્પો પ્રદાન કરે છે, પરંતુ વરિષ્ઠ નાગરિકો માટેની શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા કેટલાક મુખ્ય લાભોમાં શામેલ છે:
હૉસ્પિટલાઇઝેશન દરમિયાન રૂમના શુલ્ક, સર્જનની ફી, દવાઓ અને અન્ય ખર્ચને કવર કરે છે.
24-કલાકથી ઓછા હૉસ્પિટલાઇઝેશનની જરૂર હોય તેવી પ્રક્રિયાઓ માટે સારવારના ખર્ચને કવર કરે છે.
હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી ડૉક્ટરની સલાહ, દવાઓ અને નિદાન પરીક્ષણો સંબંધિત ખર્ચને કવર કરે છે.
ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે પસંદ કરેલ પૉલિસીના આધારે ચોક્કસ કવરેજની વિગતો અલગ હોઈ શકે છે. તમારા પ્લાનમાં શું શામેલ છે તે સમજવા માટે હંમેશા પૉલિસી નિયમાવલીની કાળજીપૂર્વક સમીક્ષા કરો.
અનપેક્ષિત મેડિકલ બિલની ચિંતા કર્યા વિના તમારા રિટાયરમેન્ટનો આનંદ માણવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સિલ્વર હેલ્થ પ્લાન હૉસ્પિટલાઇઝેશન ખર્ચને મેનેજ કરવામાં, તમારી બચતને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
આ પ્લાન માત્ર હૉસ્પિટલાઇઝેશન ખર્ચથી વધુ પ્રદાન કરે છે. તે હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીની સંભાળ અને એમ્બ્યુલન્સ ખર્ચને કવર કરે છે અને મફત હેલ્થ ચેક-અપ પ્રદાન કરે છે.
સિલ્વર હેલ્થ પ્લાન એ ક્લેઇમ-મુક્ત વર્ષો માટે સંચિત બોનસ પ્રદાન કરીને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે, જે સમય જતાં તમારા કવરેજને પ્રભાવી રીતે વધારે છે.
જીવનમાં પાછળના તબક્કે પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં નોંધણી કરો. કેટલાક સ્ટાન્ડર્ડ પ્લાનની તુલનામાં, બજાજ આલિયાન્ઝ સિલ્વર હેલ્થ પ્લાન મોટી ઉંમરે લઈ શકાય છે.
તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો તેના માટે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સ કપાત મેળવો.
*ક્લેઇમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.
**ટૅક્સ લાભો લાગુ કાયદામાં ફેરફારને આધિન છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સતીશ ચંદ કટોચ
વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.
આશીષ મુખર્જી
દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.
જયકુમાર રાવ
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી. મને 10 મિનિટથી ઓછા સમયમાં મારી પૉલિસી મળી છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો