ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
સરળ સુરક્ષા બીમા એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવતી એક સ્ટાન્ડર્ડ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. આ પ્લાન અણધાર્યા અકસ્માતો સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં આકસ્મિક મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા અને કાયમી આંશિક વિકલાંગતાને કવર કરવામાં આવે છે. તે સરળ અને કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે, જે સુનિશ્ચિત કરે છે કે પૉલિસીધારકો અને તેમના પરિવારોને આકસ્મિક ઈજાઓના નાણાંકીય પરિણામોથી સુરક્ષિત કરવામાં આવે.
આ પૉલિસી ન્યૂનતમ ₹25,000 ની વીમાકૃત રકમ ઑફર કરે છે, જેમાં ₹5,000 ના ગુણાંકમાં મહત્તમ ₹1 કરોડ સુધીનું કવરેજ વધારવાના વિકલ્પો છે. આ સુગમતા લોકોને તેમની નાણાંકીય જરૂરિયાતોને અનુરૂપ કવરેજ પસંદ કરવાની સુવિધા આપે છે. આ પૉલિસીનો સમયગાળો એક વર્ષ છે, જે વાર્ષિક રિન્યુઅલના વિકલ્પ સાથે, સતત સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
બેઝ કવર ઉપરાંત, સરળ સુરક્ષા બીમા વૈકલ્પિક લાભો જેમકે અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા, અકસ્માતને કારણે હૉસ્પિટલાઇઝેશન ખર્ચ અને આશ્રિત બાળકો માટે શિક્ષણ અનુદાન પ્રદાન કરે છે. આ વૈકલ્પિક કવર પૉલિસીની વ્યાપકતાને વધારે છે, જે અકસ્માતની સ્થિતિમાં અતિરિક્ત નાણાંકીય સહાય પ્રદાન કરે છે.
પારદર્શક અને એકસમાન ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ઑફર કરીને, સરળ સુરક્ષા બીમા સુનિશ્ચિત કરે છે કે પૉલિસીધારકોને આકસ્મિક ઈજાઓ સામે વિશ્વસનીય કવરેજ પ્રાપ્ત થાય, જે લોકોને અને તેમના પરિવારોને મનની શાંતિ પ્રદાન કરે છે.
સ્ટાન્ડર્ડ વ્યક્તિગત અકસ્માત પૉલિસી અકસ્માતને કારણે કાયમી અથવા આંશિક વિકલાંગતા અને મૃત્યુના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર અથવા તેમના કાનૂની વારસદાર/નૉમિનીને વળતર પ્રદાન કરે છે.
આ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માતને કારણે અસ્થાયી વિકલાંગતા અને હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ પ્રદાન કરે છે.
સરળ સુરક્ષા પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ સાથે સંચિત બોનસ કમાવવામાં મદદ કરે છે. આઇઆરડીએઆઇ દ્વારા તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે તેમના ગ્રાહકોને સરળ સુરક્ષા બીમા પ્લાન ઑફર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
પૉલિસી હેઠળ ઉપલબ્ધ બેઝ કવરેજ
1. મૃત્યુ: ઈજાને કારણે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના પરિવારને વળતરની રકમના 100% મળે છે.
2. કાયમી સંપૂર્ણ વિકલાંગતા: જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ વિકલાંગતાનો સામનો કરવો પડે, તો પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત વીમાકૃત રકમના 100% જેટલો લાભ કંપની ચૂકવશે
3. કાયમી આંશિક વિકલાંગતા: અકસ્માતને કારણે કોઈપણ આંશિક વિકલાંગતાથી પીડિત ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ સારવારના હેતુસર વીમાકૃત રકમ મેળવવા માટે ક્લેઇમ કરી શકે છે.
પૉલીસીનો પ્રકાર
સરળ સુરક્ષા બીમા વ્યક્તિગત ધોરણે ઉપલબ્ધ છે. વીમાકૃત રકમ પરિવારના દરેક સભ્ય માટે અલગથી લાગુ પડશે .
વાર્ષિક પૉલિસી
સરળ સુરક્ષા બીમા સાથે, તમને અને તમારા પરિવારના સભ્યોને 1 વર્ષ માટે કવર કરવામાં આવશે.
હપ્તામાં પ્રીમિયમની ચુકવણી
પૉલિસીને વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક હપ્તાના આધારે ચૂકવી શકાય છે. દરેક પ્લાનના નિયમો અને શરતોના આધારે પ્રીમિયમ શુલ્ક અલગ હોઈ શકે છે. અન્ય પૉલિસી પ્લાનથી વિપરીત, સરળ સુરક્ષા બીમા પૉલિસીના પ્રીમિયમના દરો ઓછા અને વ્યાજબી છે.
સંપૂર્ણ ફેમિલી કવર
આ પૉલિસીમાં પોતાને, કાનૂની રીતે લગ્ન કરેલ જીવનસાથી, આશ્રિત બાળકો, માતાપિતા અને સાસુ-સસરાને કવર કરવામાં આવે છે.
સંચિત બોનસ
દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે, કુલ વીમાકૃત રકમની સાપેક્ષમાં સંચિત બોનસમાં 5% નો વધારો કરવામાં આવે છે. જો કે, લાગુ પડવાની પૂર્વશરત એ છે કે વીમાકૃત રકમના મહત્તમ 50% સુધી કોઈ પણ વિક્ષેપ વિના પૉલિસીને રિન્યુ કરવામાં આવે છે. જો કોઈપણ ચોક્કસ વર્ષોમાં ક્લેઇમ કરવામાં આવે છે, તો સીબીને જે પ્રમાણમાં તેમાં સુધારો થયો છે તે જ પ્રમાણમાં ઘટાડવામાં આવે છે.
વીમાકૃત રકમ
આ પૉલિસી હેઠળ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા પસંદ કરેલ કવરેજ માટે વીમાકૃત રકમ એ ઇન્શ્યોરન્સ કંપનીની મહત્તમ જવાબદારી છે. આ પૉલિસી હેઠળ ન્યૂનતમ વીમાકૃત રકમ ₹2.5 લાખ છે અને મહત્તમ વીમાકૃત રકમ ₹1 કરોડ છે
અકસ્માત સામે વ્યાપક કવરેજ
સંપૂર્ણ અસ્થાયી વિકલાંગતા હેઠળ, ઇન્શ્યોરન્સ લેનાર દર અઠવાડિયે વીમાકૃત રકમના 0.2% મહત્તમ 100 અઠવાડિયા સુધી મેળવવા માટે જવાબદાર છે. વધુ વાંચો
સંપૂર્ણ અસ્થાયી વિકલાંગતા હેઠળ, ઇન્શ્યોરન્સ લેનાર દર અઠવાડિયે વીમાકૃત રકમના 0.2% મહત્તમ 100 અઠવાડિયા સુધી મેળવવા માટે જવાબદાર છે. આ તે શરત હેઠળ કરવામાં આવે છે કે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને એ હદ સુધી ઈજા થઈ છે કે અકસ્માતને કારણે વ્યક્તિ કામ કરવામાં અસમર્થ થઈ ગઈ છે.
અકસ્માતને કારણે ઉદ્ભવતા હૉસ્પિટલાઇઝેશન ખર્ચને મૂળ વીમાકૃત રકમના 10% સુધીની મર્યાદા સુધી ક્ષતિપૂર્તિ કરવામાં આવશે.
ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિનો પરિવાર ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના દરેક બાળક માટે એક વખતની 10% શિક્ષણ ગ્રાન્ટનો ક્લેઇમ કરી શકે છે. વધુ વાંચો
ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિનો પરિવાર ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના દરેક બાળક માટે એક વખતની 10% શૈક્ષણિક ગ્રાન્ટનો ક્લેઇમ કરી શકે છે. ઇન્શ્યોરન્સનો ક્લેઇમ માત્ર નીચેની શરતો માટે જ કરી શકાય છે:
અગત્યની નોંધ:
પૉલિસીના લાભો દરેક વૈકલ્પિક કવર હેઠળ ચૂકવવાપાત્ર છે અને વીમાકૃત રકમ મૂળ રકમથી સ્વતંત્ર છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
વિક્રમ અનિલ કુમાર
મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર.
પૃથ્વી સિંહ મિયાન
લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો
આમાગોંડ વિત્તપ્પા આરાકેરી
બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર...
સરળ સુરક્ષા બીમા પૉલિસી એ રેગ્યુલેટર દ્વારા ફરજિયાત એક સ્ટાન્ડર્ડ વ્યક્તિગત અકસ્માત પૉલિસી છે. તે અકસ્માત, આંશિક વિકલાંગતા અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિઓ અને તેમના પરિવારને ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.
જો તમે અકસ્માતને કારણે વિકલાંગ અથવા ઈજાગ્રસ્ત થાવ છો તો વ્યક્તિગત અકસ્માત પૉલિસી તમને ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરે છે. તમામ અનપેક્ષિત તબીબી ખર્ચ ફાઇનાન્શિયલ રીતે નોંધપાત્ર અવરોધ હોઈ શકે છે. વ્યાપક વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને અણધારી ઘટના પછી આર્થિક રીતે સુરક્ષિત રહેવાની મંજૂરી આપે છે. તે ₹2.5 લાખથી ₹1 કરોડની વીમાકૃત રકમ પ્રદાન કરે છે.
ના, સરળ સુરક્ષા બીમા પૉલિસી માત્ર અકસ્માત અથવા આકસ્મિક ઈજાઓને કારણે થતા મૃત્યુને કવર કરે છે.
પૉલિસી હેઠળ કવરેજ નીચે મુજબ છે:
બેઝ કવર:
વૈકલ્પિક કવર:
આ પ્લાન હેઠળ ઇન્શ્યોરન્સ મેળવવા માટે પુખ્ત વયના લોકો પ્રવેશની ઉંમર 18 થી 70 વર્ષ છે. જો કે, 3 મહિનાના બાળકોને પણ આ પ્લાન હેઠળ કવર કરી શકાય છે, પરંતુ આશ્રિત બાળકો માટે મહત્તમ ઉંમર માત્ર 25 વર્ષ છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો