ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ચાર્જિંગ સ્ટેશન શોધો
સરકારી ગાઇડલાઇન
IRDAI ગાઇડલાઇન
આઇઆરડીએઆઇ દ્વારા ટીપી રેટ સર્ક્યુલર
ઔદ્યોગિક ક્રાંતિની સાથે ટેક્નોલોજીમાં થયેલી પ્રગતિએ માનવ પ્રજાતિ માટે નવી ક્ષિતિજો વિકસાવી છે. તેમ છતાં, આપણે એ હકીકતને નકારી શકતા નથી કે આ માટે કિંમત ચૂકવવી પડે છે. દરેક ખર્ચ માત્ર નાણાંકીય રીતે જ માપવામાં આવતો નથી.
આપણે સૌ વધતા વૈશ્વિક તાપમાન અને દિવસે દિવસે વધી રહેલા પ્રદૂષણના સ્તર વિશે જાણીએ છીએ. કુદરતી સંસાધનો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. તેથી, રિન્યુએબલ ઉર્જા એ તેનો એક વિકલ્પ છે જેનો ઉપયોગ ટેકનોલોજીની પ્રગતિને વેગ આપવા માટે થવો જોઈએ. તે અનુસાર, ભારતમાં ઑટોમોબાઇલ ઉદ્યોગને ફોર અને ટૂ-વ્હીલર બંનેને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર પડે છે.
ઇલેક્ટ્રિક બાઇક એ ટુ-વ્હિલર ઉદ્યોગનું ભવિષ્ય છે. તેથી, ભારતમાં ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ખરેખર લાંબા ગાળા માટેનું એક પ્રગતિશીલ પગલું છે. આ તમામને કારણે ઇ-બાઇક્સની રજૂઆતની અસર ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પર પણ થઈ રહી છે. ભારતમાં ઇ-બાઇક માટેના ઇન્શ્યોરન્સ વિશે વધુ જાણવા માટે આગળ વાંચો!
ઇ-બાઇક ઇન્શ્યોરન્સને સમજતા પહેલાં, આપણે ઇ-બાઇક એટલે શું તે સમજીએ. વીજળીથી ચાલતા કોઈપણ ટૂ-વ્હીલરને ઇલેક્ટ્રિક બાઇક/ટૂ-વ્હીલર અથવા ઇ-બાઇક તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે એક ટૂ-વ્હીલર અથવા મોટરબાઇકને ચલાવવા માટે શેની જરૂર પડે છે? પેટ્રોલ, ખરું? તેવી જ રીતે, જ્યારે ઇલેક્ટ્રિક બાઇક અથવા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની વાત આવે છે ત્યારે તેમને વીજળીની જરૂર પડે છે. જેમ તમે તમારા કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ અથવા ઉપકરણને ચાર્જ કરો છો, તે જ રીતે ઇ-વાહનોને ચાર્જ કરવામાં આવે છે.
ભારતમાં ઇલેક્ટ્રિક બાઇક માટે ફ્યુઅલ સ્ટેશનના બદલે ચાર્જિંગ સ્ટેશન હોય છે. ભારતમાં, ઇલેક્ટ્રિક બાઇક એક નવી કલ્પના છે, જેને ધીમે ધીમે લોકો અપનાવી રહ્યા છે. આવનારા વર્ષોમાં ભારતમાં ચોક્કસપણે ઇલેક્ટ્રિક બાઇક એક વ્યવહારુ વિકલ્પ હશે.
તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી તમારી જરૂરિયાતો અને ઉપયોગ પર આધારિત છે. મુખ્યત્વે બે પ્રકારની ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હોય છે:
આ ઇન્શ્યોરન્સનો સૌથી મૂળભૂત પ્રકાર છે અને કાયદા દ્વારા ફરજિયાત છે. તે તમને થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાઓથી ઉદ્ભવતી કોઈપણ કાનૂની જવાબદારીઓ સામે કવર કરે છે.
કોમ્પ્રિહેન્સિવ પૉલિસી થર્ડ-પાર્ટીની જવાબદારી, પોતાના નુકસાન, ચોરી અને કુદરતી આફતોને કવર કરે છે. જેઓ તેમની ઇલેક્ટ્રિક બાઇક માટે સંપૂર્ણ સુરક્ષા ઈચ્છતા હોય તેમના માટે ખૂબ જ ભલામણ કરવામાં આવે છે.
હેલ્થ સીડીસી દ્વારા વ્યસ્ત સમયમાં ક્લેઇમ સેટલમેન્ટ.
આપણે સૌ જાણીએ છીએ કે અકસ્માતો માત્ર માનસિક, શારીરિક અથવા ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ગંભીર અસર કરે છે. જો અકસ્માતમાં ઇલેક્ટ્રિક બાઇકને નુકસાન થાય છે, તો વધુ વાંચો
નુકસાન સામે સુરક્ષા :
આપણે સૌ જાણીએ છીએ કે અકસ્માતો માત્ર માનસિક, શારીરિક અથવા ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ગંભીર અસર કરે છે. જો અકસ્માતમાં ઇલેક્ટ્રિક બાઇકને નુકસાન થાય છે, તો જો તમારી પાસે ઇન્શ્યોરન્સ ન હોય તો રિપેર ખર્ચ મોંઘો સાબિત થઈ શકે છે. તમારી ભૂલ ન હોય તેમ છતાં પણ તમને નુકસાન થાય તેમ ક્યારેક બની શકે છે. તેથી, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું મહત્વપૂર્ણ છે.
જો તમે ઇલેક્ટ્રિક બાઇક ધરાવો છો, તો તમે ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન સરળતાથી ખરીદી શકો છો. ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની પ્રક્રિયા બિલકુલ લાંબી નથી પરંતુ સરળ અને ઝડપી છે તથા તેમાં નગણ્ય પેપરવર્કની જરૂર પડે છે વધુ વાંચો
ન્યૂનતમ પેપરવર્ક:
જો તમે ઇલેક્ટ્રિક બાઇકના માલિક છો, તો તમે સરળતાથી ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો. ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની પ્રક્રિયા બિલકુલ લાંબી નથી પરંતુ સરળ અને ઝડપી છે તથા તેમાં નગણ્ય પેપરવર્કની જરૂર પડે છે. ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવામાં આવે તો સામાન્ય રીતે તે ઑફલાઇન ખરીદીની તુલનામાં વધુ કૉસ્ટ-ઇફેક્ટિવ હોય છે. જો કે, દરેક ઇન્શ્યોરર માટે તે અલગ હોઈ શકે છે.
જો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરને કોઈપણ નુકસાન થાય છે તો તમે કોઈપણ નેટવર્ક ગેરેજમાં વાહનને રિપેર કરાવી શકો છો. વધુ વાંચો
નેટવર્ક ગેરેજ :
જો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરને કોઈપણ નુકસાન થાય છે તો તમે કોઈપણ નેટવર્ક ગેરેજમાં વાહનને રિપેર કરાવી શકો છો. જો જરૂરી જણાય, તો દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી તમે ઇલેક્ટ્રિક બાઇકની સ્થિતિના મૂલ્યાંકનનો અહેવાલ પણ માંગી શકો છો.
અમે અમારી વિશેષ ઇલેક્ટ્રિક વાહન સર્વિસ દ્વારા તમારી મદદ કરવા અને મનની શાંતિની પ્રદાન કરવા માટે હાજર છીએ. ભારતમાં કોઈપણ સમયે અને કોઈ પણ સ્થળે મદદ માટે અમારી ટીમનો માત્ર એક કૉલ વડે સંપર્ક કરી શકો છોવધુ વાંચો
ઇલેક્ટ્રિક વાહન માટે રોડસાઇડ 24x7 આસિસ્ટન્સ :
અમે અમારી વિશેષ ઇલેક્ટ્રિક વાહન સર્વિસ દ્વારા તમારી મદદ કરવા અને મનની શાંતિની પ્રદાન કરવા માટે હાજર છીએ. ભારતમાં કોઈપણ સમયે અને કોઈ પણ સ્થળે મદદ માટે અમારી ટીમનો માત્ર એક કૉલ વડે સંપર્ક કરી શકો છો. તમારે ટાયર બદલવાની જરૂર હોય, ઇલેક્ટ્રિક વાહનના મોટર/બૅટરી વગેરે માટે નિષ્ણાતની જરૂર હોય. તમે કોઈપણ સમયે અમારો સંપર્ક કરી શકો છો અને વિવિધ પરિસ્થિતિઓ માટે સ્પૉટ આસિસ્ટન્સ મેળવી શકો છો
વિશેષતા
1. સમર્પિત ઇવી હેલ્પલાઇન
2. રહેવાની સગવડનો લાભ
3. પિક અપ અને ડ્રૉપ
-તાત્કાલિક મુસાફરી માટે ટૅક્સી બેનિફિટ
-ટોઇંગ- આઉટ ઑફ એનર્જી, બ્રેકડાઉન અને આકસ્મિક
4. રોડસાઇડ રિપેર:
- ટાયર પંચર, સ્પેર ટાયર
5. માઇનર રિપેર
6. તાત્કાલિક સંદેશાવહન
7. ઑન-સાઇટ ચાર્જિંગ (પસંદ કરેલ શહેરોમાં)
8. કાનૂની સહાયતા
9. તબીબી સહાય
*ખાસ 05 શહેરોમાં ઉપલબ્ધ: બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને પુણે
અમારી સહાયની સાથે ક્લેઇમની પ્રક્રિયા પણ ઝડપી છે વધુ વાંચો
અમારી સહાયની સાથે ક્લેઇમની પ્રક્રિયા પણ ઝડપી છે. પૉલિસીધારકે ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ મંજૂર કરાવવા માટે દિવસો સુધી રાહ જોવાની જરૂર પડતી નથી. પૉલિસીના ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો
કેટલીક સ્માર્ટ પસંદગીઓ સાથે તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઓછું કરવું શક્ય છે:
ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવાથી તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે, પરંતુ ખાતરી કરો કે ક્લેઇમ દરમિયાન તમને તે પરવડી શકે.
નો ક્લેઇમ બોનસ જાળવવા માટે નાના ક્લેઇમ કરવાનું ટાળો.
સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવાથી ચોરીના જોખમને ઘટાડી શકાય છે અને પ્રીમિયમ ઓછું થઈ શકે છે.
ઘણા પરિબળો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમની રકમને પ્રભાવિત કરે છે. આને સમજવાથી તમને માહિતગાર નિર્ણય લેવામાં મદદ મળી શકે છે:
ઇલેક્ટ્રિક બાઇકનું મેક અને મોડેલ, તેની મોટર ક્ષમતા (કિલોવોટમાં માપવામાં આવે છે) સાથે, પ્રીમિયમ નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉચ્ચ ક્ષમતા ધરાવતી અને ઍડવાન્સ્ડ સુવિધાઓ ધરાવતી બાઇકનું પ્રીમિયમ સામાન્ય રીતે વધુ હોય છે.
આઇડીવી એ ઇન્શ્યોરર દ્વારા સંપૂર્ણ નુકસાન અથવા ચોરીના કિસ્સામાં ચૂકવવામાં આવતી મહત્તમ રકમ છે. ઉચ્ચ આઇડીવીનો અર્થ એ છે કે ઉચ્ચ પ્રીમિયમ, પરંતુ વધુ સારું કવરેજ પ્રદાન કરે છે.
ઝીરો ડેપ્રિશિયેશન કવર, મોટર પ્રોટેક્ટર અને રોડસાઇડ આસિસ્ટન્સ જેવા ઍડ-ઑન પૉલિસીમાં વધારો કરે છે પરંતુ તે અતિરિક્ત ખર્ચ પર આવે છે. યોગ્ય ઍડ-ઑન પસંદ કરવાથી તમારા પ્રીમિયમને નોંધપાત્ર રીતે અસર થઈ શકે છે.
એનસીબી એ પૉલિસીની મુદત દરમિયાન કોઈપણ ક્લેઇમ ન કરવા બદલનું ડિસ્કાઉન્ટ છે. તે સમય જતાં તમારા પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરી શકે છે, જે તેને વધુ વાજબી બનાવે છે.
બાઇકની ઉંમર અને તેનું સ્થાન પણ પ્રીમિયમને અસર કરે છે. જૂની બાઇકનું પ્રીમિયમ ઓછું હોઈ શકે છે, જ્યારે વધારે ટ્રાફિક અને ચોરીની શક્યતાવાળા શહેરી વિસ્તારોમાં બાઇકનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે.
ઇલેક્ટ્રિક બાઇક સ્વચ્છ અને વધુ ટકાઉ પરિવહન પદ્ધતિ પ્રદાન કરે છે. જો કે, અન્ય વાહનોની જેમ, તે અકસ્માતો, ચોરી અથવા નુકસાનથી સુરક્ષિત નથી. તેમની ઍડવાન્સ્ડ ટેક્નોલોજી અને ઘટકોને કારણે, ઇલેક્ટ્રિક બાઇકના રિપેર અને રિપ્લેસમેન્ટનો ખર્ચ પરંપરાગત બાઇક કરતાં નોંધપાત્ર રીતે વધુ હોઈ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સને દરેક ઇ-બાઇકના માલિક માટે એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ બનાવે છે.
ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માત, ચોરી અથવા નુકસાનના કિસ્સામાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે અનપેક્ષિત રિપેર ખર્ચ અથવા જવાબદારીઓ તમારી બચત પર અસર ન કરે.
ભારતીય કાયદા મુજબ, ઇલેક્ટ્રિક બાઇક સહિતના તમામ વાહનોનો ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. જરૂરી ઇન્શ્યોરન્સ ન હોવાને કારણે કાનૂની દંડ થઈ શકે છે.
તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે ઇન્શ્યોરન્સનો અર્થ એ છે કે તમે અણધારી ઘટનાઓ સામે સુરક્ષિત છો તે જાણીને મનની શાંતિ સાથે રાઇડ કરી શકો છો.
તમારી પાસે ઇન્શ્યોરન્સ છે, પરંતુ તમે કવરેજમાં વૃદ્ધિ કરવા માંગો તેમ બની શકે છે.
ઘબરાશો નહીં!! તમે અમારા દ્વારા ઑફર કરવામાં આવતા ઍડ-ઑન્સ પસંદ કરીને આમ કરી શકો છો.
ઍડ-ઑન્સને સામાન્ય રીતે રાઇડર તરીકે પણ ઓળખવામાં આવે છે જે ઇલેક્ટ્રિક વાહનના ઇન્શ્યોરન્સ કવરેજમાં એકંદર વૃદ્ધિ કરે છે. ઍડ-ઑન્સના લાભો મેળવવા માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.
ચાલો ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના, તમારે માટે લાભદાયી એવા ઍડ-ઑન્સ પર નજર કરીએ:
ડેપ્રિશિયેશન કવર:
તેને ઝીરો ડેપ્રિશિયેશન કવર અથવા નીલ ડેપ્રિશિયેશન કવર અથવા બમ્પર ટુ બમ્પર કવર પણ કહેવામાં આવે છે
વિતેલા સમય અને વપરાશની સાથે ઇવીને ઘસારો પહોંચે છે. ત્યારબાદ ક્લેઇમ કરવામાં આવે ત્યારે ઘસારાની કપાત કરવામાં આવે છે, અને ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને ક્લેઇમ સેટલમેન્ટની ઓછી રકમ મળે છે અને તેને ખિસ્સા ખર્ચ પણ જોવા પડે છે.
ઇવી પૉલિસી હેઠળ ઝીરો ડેપ્રિશિયેશન કવર ક્લેઇમ સેટલમેન્ટ માટે ઉપયોગી સાબિત થયું છે. આ અતિરિક્ત કવરેજ હેઠળ, ઘસારાની ગણતરી કરવામાં આવતી નથી અને ક્લેઇમ માટે પૂરી બાકી રકમ વળતર આપવામાં આવે છે. ઇવી પૉલિસી ડેપ્રિશિયેશનના કોઈપણ નુકસાન વગર થયેલા તમામ ખર્ચાઓ માટે ચુકવણી કરે છે.
મોટર પ્રોટેક્ટર (તે એન્જિન પ્રોટેક્ટ ઍડ-ઑન હેઠળ કવર કરવામાં આવે છે):
મોટર ઇલેક્ટ્રિક વાહનના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. સર્વિસ માટે સૌથી ખર્ચાળ ભાગોમાંથી એક હોવાના કારણે, તમે તમારા વાહનની મોટરને ખોટકાઈ જવાથી અથવા અકસ્માતમાંથી રિકવર કરવા માટે વધુ ખર્ચ કરો છો. તેથી જ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મોટર પ્રોટેક્શન સૌથી આદર્શ સુવિધા છે. આ તમને તમારી બાઇકની મોટરના રિપેરિંગ ખર્ચના પૈસા બચાવવામાં મદદ કરે છે.
કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ:
ટૂ-વ્હીલરને થયેલ નુકસાનના કિસ્સામાં, આ ઍડ-ઑન ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ફ્લુઇડ, વૉશર્સ, ક્લિપ્સ વગેરે સહિત કન્ઝ્યુમેબલ્સના ખર્ચ માટે કવર પ્રદાન કરે છે.
તમે માનો કે ન માનો, પરંતુ ઇ-બાઇક્સ અપનાવવું એ ખરેખર આ દાયકાની ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની મોટી બાબત છે. ઇલેક્ટ્રોનિક ટૂ-વ્હીલર રિચાર્જ કરી શકાય તેવી બૅટરીનો ઉપયોગ કરે છે. ઇ-બાઇક્સથી બિલકુલ પ્રદૂષણ થતું નથી તથા તે ખર્ચ બચાવે છે અને ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે.
જો તમે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો યોગ્ય ઇન્શ્યોરન્સ કવર ખરીદવાનું ભૂલશો નહીં. ઇલેક્ટ્રિક બાઇક સુવિધાજનક છે, તેથી આ દિવસોમાં ઇ-બાઇકના વધુ સારા મોડેલો બજારમાં આવી રહ્યા છે, જે ભારતના રસ્તાઓ પર અને બહાર સરળતાથી ચાલી શકે છે.
ઇલેક્ટ્રોનિક ટૂ-વ્હીલર્સ એ નિયમિત ટૂ-વ્હીલરનું ઇકો-ફ્રેન્ડલી મેકઓવર છે જે ટકાઉ ફ્યુઅલ ટેક્નોલોજીની જરૂરિયાતો અનુસાર છે. ઈ-બાઇક્સ માત્ર જાળવણીના સંદર્ભમાં પણ કૉસ્ટ-ઇફેક્ટિવ છે એટલું જ નહીં છે.
જ્યારે કંઈ પણ ખરીદવાની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર ફાયદો અને ખર્ચને ધ્યાનમાં લઈએ છીએ કારણ કે તે બંને મહત્વપૂર્ણ છે. તે ભારતમાં ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની પ્રક્રિયા પર પણ લાગુ પડે છે.
ઑનલાઇન ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવો સરળ, ઝંઝટ મુક્ત છે અને તમારા ઘર, ઑફિસ વગેરેમાંથી આરામથી ખરીદી શકાય છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારે માત્ર નીચે જણાવેલ કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવાના રહેશે:
હવે, ચાલો ભારતમાં ઇવી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા નીચેના પરિબળોને સંક્ષિપ્તમાં સમજીએ:
✓ ટૂ-વ્હીલરનો પ્રકાર
✓ ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ
✓ ઍડ-ઑન કવરેજ
✓ નો ક્લેઇમ બોનસ
✓ વાહનને થયેલો સમય
✓ વાહનની ક્ષમતા દા.ત. કિલોવૉટ
✓ વાહનની સમ ઇન્શ્યોર્ડ
નોંધ: ઉપરોક્ત પરિમાણો ઉપરાંત અન્ય ઘણા પરિમાણો પણ ઇવી ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરી શકે છે
ભારતમાં ઇન્શ્યોરન્સ વગર ટુ-વ્હિલર ચલાવવું એ કાયદાનો ભંગ કર્યાનું માનવામાં આવે છે અને તે દંડપાત્ર અપરાધ છે. તે જ રીતે, જો તમે ઇલેક્ટ્રિક વાહન ધરાવો છો, તો ઇ-બાઇકનો ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરને કોઈપણ નુકસાન અથવા ક્ષતિ સામે સુરક્ષિત કરવું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રતિકૂળ પરિસ્થિતિ કોઈપણ સમયે ઉદ્ભવી શકે છે.
તેથી, કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં, જો ઇ-બાઇકને કોઈપણ નુકસાન થાય, તો તમારે વાહનોથી ઉદ્ભવતી જવાબદારી અને અન્ય ખર્ચ માટે તમારા ખિસ્સામાંથી નોંધપાત્ર ચુકવણી કરવી પડી શકે છે. તમે જરૂરિયાત અને સ્પેસિફિકેશન મુજબ કવર પસંદ કરી શકો છો.
અમે સમજીએ છીએ કે અકસ્માત અથવા દુર્ઘટના માત્ર લોકોના જીવનને જ નહીં પરંતુ વાહનોને પણ સરળતાથી અસર કરે છે. તમારી બચત પર અસર પહોંચાડયા વિના, યોગ્ય બાઇક ઇન્શ્યોરન્સ કવર ખરીદીને તમે તમારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને સુરક્ષિત કરી શકો છો. ઇ-બાઇકને અકસ્માત થવાના કિસ્સામાં થયેલા ખર્ચ માટે ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા યોગ્ય કવર પ્રદાન કરવામાં આવે છે.
આ મોટર વાહન અધિનિયમ , બાઇકના માલિકો પાસે વાહનનો ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. તેથી એક જવાબદાર નાગરિક ભારે દંડ ચૂકવવાના બદલે ભારતીય રસ્તાઓ પર ઇ-બાઇક ચલાવતા પહેલાં તેનો ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદો.
યોગ્ય ઇન્શ્યોરન્સ કવર કોઈપણ જવાબદારી સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવાની સાથે સાથે. સમગ્ર પરિસ્થિતિ તમને મનની શાંતિ પણ આપે છે. બાઇક ઇન્શ્યોરન્સ હોવાથી, જો દુર્ઘટના થાય તો પણ, તમારે આર્થિક પરિણામો વિશે ચિંતા કરવાની જરૂર નથી.
જો તમે ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ક્વોટ વિશે ચિંતિત છો, તો તમારી ચિંતાઓ અમારી પર છોડી દો. ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરને સમજવું અને ઉપયોગ કરવાનું સરળ છે.
ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર સાથે, તમારે માત્ર લૅપટૉપ, એક સારું ઇન્ટરનેટ કનેક્શન અને ઇલેક્ટ્રિક વાહન રજિસ્ટ્રેશન નંબરની જરૂર છે. ઇલેક્ટ્રિક વાહન કેલ્ક્યુલેટર થોડીક જ ક્ષણોમાં પ્રીમિયમની ગણતરી કરી દર્શાવે છે. હા, તે ખૂબ જ સરળ છે.
ઇવી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો આધાર મોટરની ક્ષમતા, KW, મેક, મોડેલ અને વિતેલો સમય વગેરે જેવા વિવિધ પરિબળો પર આધારિત છે. નીચે આપેલ ટેબલ ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સનું લાંબા ગાળાનું પ્રીમિયમ દર્શાવે છે:
મોટર, કિલોવૉટ |
એક વર્ષની પૉલિસીઓ |
લોન્ગ ટર્મ પૉલિસી-5 વર્ષ (નવા વાહનો માટે) |
મહત્તમ 3 કિલોવૉટ |
₹457 |
₹2,466 |
3 કિલોવૉટથી વધુ પરંતુ 7 કિલોવૉટથી વધુ નહીં |
₹607 |
₹3,273 |
7 કિલોવૉટથી વધુ પરંતુ 16 કિલોવૉટથી વધુ નહીં |
₹1,161 |
₹6,260 |
16 કિલોવૉટથી વધુ |
₹2,383 |
₹12,849 |
ડિસ્ક્લેમર: આઇઆરડીએઆઇ એ ભારતમાં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના રેગ્યુલેટર છે. ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સના દરો તેમના દ્વારા સૂચિત કરવામાં આવે છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી પ્રીમિયમ દરો પણ આઇઆરડીએઆઇ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આઇઆરડીએઆઇ દ્વારા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટેના થર્ડ-પાર્ટી પ્રીમિયમ દરો પર 15% ની 15% છૂટ નિર્ધારિત કરવામાં આવી છે.
જે કોઈપણ વ્યક્તિ ઇલેક્ટ્રિક બાઇક ધરાવે છે અથવા ખરીદવા માંગે છે, તેમણે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું વિચારવું જોઈએ. આ માત્ર તમારી આર્થિક સુરક્ષા માટે જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક બાઇકના રિપેરીંગ અથવા રિપ્લેસમેન્ટનો ખર્ચ વધુ હોવાને કારણે પણ જરૂરી છે.
ભારતના માર્ગો પર સુરક્ષા અનિશ્ચિત છે. ઇ-બાઇક્સનો ઇન્શ્યોરન્સ એ તમારી સુરક્ષા અને અન્ય લોકો તરફની જવાબદારી છે. હવે તમે ઑનલાઇન ઇન્શ્યોરન્સ કવરેજ સરળતાથી ખરીદી શકો છો. ઑનલાઇન ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાના પગલાં અહીં જણાવેલ છે:
ઇ-બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના વિકલ્પો અને પ્લાન વિશે જરૂરિયાત મુજબ તપાસ કરી શકાય છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમારે નીચેનામાંથી પસંદ કરવાનું રહે છે:
કોમ્પ્રિહેન્સિવ કવર
થર્ડ-પાર્ટી કવર
ઓન ડેમેજ સ્ટેન્ડઅલોન કવર (જો ઍક્ટિવ ટીપી ઉપલબ્ધ હોય તો)
બંડલ્ડ પૉલિસી (નવા વાહન માટે 1 વર્ષનું ઓન ડેમેજ + 3 વર્ષનું ટીપી)
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ થર્ડ-પાર્ટી, ઇન્શ્યોરન્સ લેનાર અને રાઇડર્સ, જો કોઈ હોય તો, તેને માટેનું એકંદર સેટલમેન્ટને કવર કરવામાં આવે છે અને નિયમો અને શરતોને આધિન નુકસાનને કવર કરે છે.
થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ કાયદા અનુસાર જરૂરી છે અને થર્ડ-પાર્ટી તરફ ઉદ્ભવતી જવાબદારીને કવર કરે છે. આ પસંદગી કર્યા બાદ, ઇલેક્ટ્રિક બાઇકની ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ સેટ કરો, જે તમને ઇ-બાઇક ઇન્શ્યોરન્સની કિંમત/પ્રીમિયમ જાણવા તરફ એક પગલું નજીક લઈ જશે.
યાદ રાખો, ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ખર્ચમાં ઍડ-ઑન્સ અતિરિક્ત પ્રીમિયમ ચૂકવીને અને સુરક્ષામાં વૃદ્ધિ સાથે આવે છે. એકવાર તમારા ઇલેક્ટ્રિક બાઇક માટે યોગ્ય ઍડ-ઑન પસંદ કર્યા બાદ તમને ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમનું અંતિમ ક્વોટ પ્રાપ્ત થાય છે.
* પસંદગીના શહેરોમાં
શરતો લાગુ
તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવો એ એક સરળ પ્રક્રિયા છે, પરંતુ કવરેજમાં કોઈપણ કપાતથી બચવા માટે તેને સમયસર રિન્યુ કરવો જરૂરી છે. તમે તમારા ઇ-બાઇક ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યુ કરી શકો છો તે અહીં આપેલ છે:
ખાતરી કરો કે તમે તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં તેને રિન્યુ કરો છો. સમાપ્ત થયેલી પૉલિસીને કારણે કાનૂની સમસ્યાઓ થઈ શકે છે અને નો-ક્લેઇમ બોનસનું નુકસાન થઈ શકે છે.
રિન્યુ કરતા પહેલાં, તમે વધુ સારી ડીલ મેળવી શકો છો કે નહીં તે જોવા માટે વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની ઑનલાઇન તુલના કરો. ડિસ્કાઉન્ટ અને અતિરિક્ત સુવિધાઓ શોધો જે તમને લાભ આપી શકે છે.
રિન્યુ કરતી વખતે, તમે તમારી વર્તમાન જરૂરિયાતોના આધારે અતિરિક્ત કવર પસંદ કરી શકો છો. રોડસાઇડ આસિસ્ટન્સ અથવા ઝીરો ડેપ્રિશિયેશન જેવા ઍડ-ઑન વધુ સુરક્ષા પ્રદાન કરી શકે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સહિતની મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ સરળ ઑનલાઇન રિન્યુઅલ પ્રક્રિયા પ્રદાન કરે છે. અમારી વેબસાઇટની મુલાકાત લો, તમારી પૉલિસીની વિગતો દાખલ કરો, ઍડ-ઑન પસંદ કરો અને ચુકવણી કરો.
દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં, તમારા ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવા માટે કેટલાક ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે. તમને જે જોઈએ તે અહીં આપેલ છે:
ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રક્રિયા માટે આ તમામ ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો.
બજાજ આલિયાન્ઝ GIC માં, ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ માટેની ક્લેઇમની પ્રક્રિયા ઝંઝટ-મુક્ત છે. જો તે વિશે જ્ઞાન અથવા માહિતી ન હોય તો લોકો માટે અગવડરૂપ બની શકે છે. નીચે જણાવેલ પગલાંઓને અનુસરીને તમે ક્લેઇમની પ્રક્રિયા સરળ બનાવી શકો છો.
કસ્ટમર ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અથવા અમારા ટોલ-ફ્રી નંબર પર કૉલ કરી શકે છે. ક્લેઇમ સમયસર ફાઇલ કરવો જરૂરી છે, કારણ કે તેમાં પુરાવાઓ સાથે છેડછાડ થવાની સંભાવના રહેલી હોય છે.
ક્લેઇમની ઝંઝટ-મુક્ત પ્રક્રિયા માટે અહીં જણાવેલ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા જરૂરી છે.
ક્લેઇમ સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તમને ક્લેઇમનો રેફરન્સ નંબર આપવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા પછી પૉલિસીધારકને ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ કવરેજ દ્વારા જાણ કરવામાં આવશે
તમે ક્લેઇમ રેફરન્સ નંબર પ્રદાન કરીને ઑનલાઇન અથવા ગ્રાહક સહાય દ્વારા પણ ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમની સ્થિતિ તપાસી શકો છો. ક્લેઇમ નીચેના કોઈપણ રીતે સેટલ થઈ શકે છે
કૅશલેસ ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ: જો ઇલેક્ટ્રિક બાઇકને નેટવર્ક ગેરેજ પર લઈ જવામાં આવે છે, તો કવર કરવામાં આવેલી વસ્તુઓ માટે પૉલિસીધારકે ઇલેક્ટ્રિક બાઇક માટે નેટવર્ક ગેરેજ પર ચુકવણી કરવાની જરૂર નથી. બિલ સીધું ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે.
રિઇમ્બર્સમેન્ટ ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ: જો ઇલેક્ટ્રિક બાઇકને નૉન-નેટવર્ક ગેરેજ પર લઈ જવામાં આવે, તો તમારે તમામ બિલને સુરક્ષિત અને તૈયાર રાખવાના રહેશે. ચૂકવેલ રકમ તમે પછીથી ક્લેઇમ કરી શકો છો.
ઇલેક્ટ્રિક બાઇક સ્વચ્છ અને વધુ ટકાઉ પરિવહન પદ્ધતિ પ્રદાન કરે છે. જો કે, અન્ય વાહનોની જેમ, તે અકસ્માતો, ચોરી અથવા નુકસાનથી સુરક્ષિત નથી. તેમની ઍડવાન્સ્ડ ટેક્નોલોજી અને ઘટકોને કારણે, ઇલેક્ટ્રિક બાઇકના રિપેર અને રિપ્લેસમેન્ટનો ખર્ચ પરંપરાગત બાઇક કરતાં નોંધપાત્ર રીતે વધુ હોઈ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્શ્યોરન્સને દરેક ઇ-બાઇકના માલિક માટે એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ બનાવે છે.
ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવાથી તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે પરંતુ ખાતરી કરો કે ક્લેઇમ દરમિયાન તેમને પરવડી શકે.
તમારું નો ક્લેઇમ બોનસ જાળવવા માટે નાના ક્લેઇમ કરવાનું ટાળો, જે સમય જતાં તમારા પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરે છે.
સુરક્ષા ડિવાઇસ ઉમેરવાથી ચોરીનું જોખમ ઓછું થઈ શકે છે અને તેના પરિણામે પ્રીમિયમ ઓછું થઈ શકે છે.
તમારી ઇ-બાઇક અને ઉપયોગ માટે વધુ સારા દરો જાણવા માટે વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ જુઓ.
સુરક્ષિત રાઇડિંગ આદતોનું પાલન કરવાથી જવાબદાર રાઇડર્સ માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી ડિસ્કાઉન્ટ મળી શકે છે.
ઇલેક્ટ્રિક બાઇક માટે ઇન્શ્યોરન્સ અનેક કારણોસર પરંપરાગત બાઇક કરતાં વધુ ખર્ચાળ હોય છે:
મોંઘી બૅટરી અને મોટર પાર્ટ્સને કારણે ઇલેક્ટ્રિક બાઇકને વધુ રિપેર ખર્ચની જરૂર પડે છે.
સ્પેર પાર્ટ્સની મર્યાદિત ઉપલબ્ધતા રિપેર ખર્ચને વધારી શકે છે.
ઇલેક્ટ્રિક બાઇક ઘણીવાર ચોરો માટે વધુ આકર્ષક હોય છે, જેના કારણે તેનું પ્રીમિયમ વધુ હોય છે.
ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ એક કાનૂની જરૂરિયાત છે અને તમારી આર્થિક સુરક્ષાને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી લોકપ્રિયતા સાથે, કોમ્પ્રિહેન્સિવ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સમજદારીભર્યું છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તમારી જરૂરિયાતોને અનુરૂપ, મનની શાંતિ અને તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે સુરક્ષા પ્રદાન કરવા માટે વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે. સમજદારીપૂર્વક પસંદ કરો, વિકલ્પોની તુલના કરો અને સુરક્ષિત રીતે રાઇડ કરો!
અણધારી ઘટનાના કિસ્સામાં શું કરવું અને ન કરવું તે ધ્યાનમાં રાખવી જેવી બાબતો નીચે આપેલ ટેબલમાં દર્શાવેલ છે:
શું કરવું |
શું ન કરવું |
ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના અકસ્માતના ફોટા પાડો. ઇ-બાઇકની ચોક્કસ જગ્યા સહિતના આસપાસના ફોટા પાડયાની ખાતરી કરો |
અકસ્માતની સ્થિતિમાં બાઇકને ક્યારેય ખસેડશો નહીં કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે |
ઇજા પામેલ વ્યક્તિની માહિતીની નોંધ કરો અને જ્યાં સારવાર કરવાની હોય તે હૉસ્પિટલની નોંધ કરો |
થર્ડ-પાર્ટીની જવાબદારીના કિસ્સામાં, વહેલી તકે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો. કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય જતા ન રહો |
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
તમારા સ્મિતને સુરક્ષિત કરો, ઇલેક્ટ્રિક વાહન ચલાવો અને ભવિષ્યના પરિવહનને આજે ઇન્શ્યોર કરો
નાણાંકીય વર્ષ 12 થી રજિસ્ટર્ડ ઇવી
આજ સુધી ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન
2030 સુધીમાં અપેક્ષિત ઇવીનું વેચાણ
આશરે ઇલેક્ટ્રિક વાહન ટૂ-વ્હીલર અને 3 વ્હીલર
(18,050 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સિબા પ્રસાદ મોહંતી
આ વાહનનો ઉપયોગ અમારા ઝોનલ મેનેજર સર દ્વારા કરવામાં આવ્યો હતો. અમે ટૂંકા સમયમાં જ વાહનને ઉપયોગ કરવા હેતુ તૈયાર કરવા માટે તમારા દ્વારા શરૂ કરાયેલ સમયસર અને ઝડપી ઍક્શનની ખુબજ પ્રશંસા કરીએ છીએ. આ ઍક્શનની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
રાહુલ
“પસંદ કરવા માટેના વિકલ્પોની શ્રેણી.”
એક પરફેક્શનિસ્ટ હોવાથી, હું બધામાં બેસ્ટ પસંદ કરું છું. મને મારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ સઘન હોય એવું જોઈતું હતું. ઍડ-ઑન અને વ્યાપક પ્લાન સાથે,...
મીરા
“ઓટીએસ ક્લેઇમ એ એક છૂપા આશીર્વાદ સમાન હતો.”
મને અધરસ્તે આ દુર્ઘટના નડી હતી. રોકડની અછત વચ્ચે, મારા મગજમાં વિચારો ચાલતા હતા કે હું મારા માસિક બજેટને અસર કર્યા વિના મારી કારની સર્વિસ કેવી રીતે કરાવી શકું...
ભારતના માર્ગો પર ચાલતા તમામ વાહનોનો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે, જે કાયદા અનુસાર જરૂરી છે. ઇન્શ્યોરન્સ ન હોય તેવી કોઈપણ વ્યક્તિએ ભારે દંડ ભરવો પડી શકે છે અથવા કોઈ કિસ્સામાં જેલ પણ થઈ શકે છે.
ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, પ્લાન હેઠળ શું કવર કરવામાં આવે છે અને શું કવર કરવામાં આવતું નથી તે સમજવું મહત્વપૂર્ણ છે. વધુમાં, પ્રત્યેક ઇન્શ્યોરરની વિશેષતાઓ, લાભો અને ક્વોટ્સ અલગ હોઇ શકે છે. તેથી, ઇન્શ્યોરન્સ પૉલિસી ઉતાવળે ખરીદશો નહીં. ખરીદીની સરળતા માટે ઇ-બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો વધુ સારું છે.
જ્યારે તમારા વાહનને સુરક્ષિત કરવાની વાત આવે છે, ત્યારે હંમેશા કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ઇ-બાઇક ધરાવો છો, તો પૂરતું કવર પૂરું પાડતી શ્રેષ્ઠ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો. જો જરૂર જણાય તો તમે બેઝ પ્લાનમાં ઍડ-ઑન પણ ઉમેરી શકો છો જે અનિશ્ચિતતાના કિસ્સામાં ઇ-બાઇકને વધુ સુરક્ષિત બનાવે છે.
હા, ક્લેઇમ કરવાની પ્રક્રિયા સરળ છે. તમારું પ્રીમિયમ સમયસર ચૂકવો અને તમારી પાસે મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે તેની ખાતરી કરો. તમે ઇ-બાઇક ઇન્શ્યોરન્સના ક્લેઇમની સ્થિતિ ઑનલાઇન પણ તપાસી શકો છો.
નવા વાહન માટે, 5 વર્ષનું થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ હોવું ફરજિયાત છે, જ્યારે જૂના વાહન માટે 1 વર્ષ, 2 વર્ષ, કે 3 વર્ષના સમયગાળાના વિકલ્પો ઉપલબ્ધ છે.
ના, મોટાભાગની બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ બૅટરી રિપ્લેસમેન્ટને કવર કરતી નથી કારણ કે તેને કન્ઝ્યુમેબલ ભાગ માનવામાં આવે છે. જો કે, કેટલાક ઇન્શ્યોરર તેને ઍડ-ઑન તરીકે ઑફર કરી શકે છે.
હા, મોટર વાહન અધિનિયમ મુજબ, ઇલેક્ટ્રિક બાઇકમાં ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે.
તમારે તમારી બાઇકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓળખનો પુરાવો, ઍડ્રેસનો પુરાવો અને અગાઉની પૉલિસીની વિગતો જો કોઈ હોય તો તેની જરૂર પડશે.
ના, ઇલેક્ટ્રિક બાઇકને પ્રદૂષણ નિયંત્રણ (PUC) સર્ટિફિકેટની જરૂર નથી કારણ કે તેઓ ઉત્સર્જન-મુક્ત છે.
મુખ્ય બે પ્રકારના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ છે.
હા, ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વાહનના પ્રકારના આધારે અલગ હોય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરતી ચોક્કસ પૉલિસીઓ છે.
હા, તમામ ઇ-બાઇક્સને કાયદા દ્વારા ફરજિયાત હોવાથી ઓછામાં ઓછા થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની જરૂર પડે છે.
હા, અન્ય કોઈપણ વાહનની જેમ જ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે.
તમે વિવિધ ઇન્શ્યોરન્સ વેબસાઇટની મુલાકાત લઈને, કવરેજ તપાસીને અને પ્રીમિયમ અને સુવિધાઓની તુલના કરીને ઇ-બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરી શકો છો.
હા, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ માન્ય અને ફરજિયાત છે કારણ કે તે થર્ડ પાર્ટીને થયેલા નુકસાનથી ઉદ્ભવતી કાનૂની જવાબદારીઓને કવર કરે છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો