ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ચાર્જિંગ સ્ટેશન શોધો
સરકારી ગાઇડલાઇન
IRDAI ગાઇડલાઇન
આઇઆરડીએઆઇ દ્વારા ટીપી રેટ સર્ક્યુલર
વર્તમાન સમયના વાહન ઉદ્યોગમાં સૌથી આકર્ષક પ્રવેશકોમાંથી એક ઇલેક્ટ્રિક કાર છે. એક સમયે જે માત્ર વિચાર હતો, તે હવે મુખ્ય પ્રવાહનો ભાગ છે.
હવે તેને વધુ ને વધુ લોકો પસંદ કરી રહ્યા છે. વધુ ગ્રાહકો દ્વારા ઇલેક્ટ્રિક વાહનો, ખાસ કરીને કાર, પસંદ કરવા પાછળનું એક કારણ ઍક્સેસિબિલિટી છે.
આ વાહનો પર્યાવરણને અનુકુળ માનવામાં આવે છે, જેને પણ એક કારણ માનવામાં આવે છે.
ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાના કેટલાક આર્થિક ફાયદા પણ છે. ઇંધણના ખર્ચ પર થતી નોંધપાત્ર બચત એ આવો એક ફાયદો છે.
તમને આ વાહનો ખરીદવા માટે કેટલાક પ્રોત્સાહનો પણ પ્રાપ્ત થઈ શકે છે.
આજે બજારમાં મુખ્યત્વે ચાર પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ છે. તે અહીં આપેલ છે:
✓ બૅટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો
✓ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો
✓ પ્લગ-ઇન પ્રકારના હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો
✓ ફ્યૂઅલ સેલ ઇલેક્ટ્રિક વાહનો
ઇંધણ સંચાલિત વાહનોની જેમ જ ઇલેક્ટ્રિક વાહનો માટે પણ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ એવા પ્લાન છે જે તમારી ઇલેક્ટ્રિક કારને થતા નુકસાન સામે આર્થિક કવર પ્રદાન કરે છે.
તમે પસંદ કરેલી પૉલિસીના પ્રકારના આધારે, ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ તમને થર્ડ-પાર્ટીના નુકસાન અથવા તમારી કાર કે પોતાને થયેલ ક્ષતિ સામે સુરક્ષા પ્રદાન કરી શકે છે.
ઉદાહરણ તરીકે, થર્ડ પાર્ટીને થયેલા કોઈપણ ક્ષતિ માટે જો તમે શામેલ હોવ, તો થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર દ્વારા તે સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. બીજી તરફ, કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ છે.
જો તમે તમારી ઇલેક્ટ્રિક કારને નુકસાનના આર્થિક ખર્ચ સામે કવર કરવા માંગો છો, તો કોમ્પ્રિહેન્સિવ પૉલિસી કવર ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
શું તમારે ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવી જરૂરી છે?
1988 ના મોટર વ્હીકલ ઍક્ટ મુજબ, તમારી કાર માટે તમારે થર્ડ-પાર્ટીની જવાબદારી મેળવવી ફરજિયાત છે. આ જરૂરિયાત તમારી ઇલેક્ટ્રિક કાર માટે પણ લાગુ પડે છે. જો કે, તમારા વાહન માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ મેળવવું ફરજિયાત નથી. તેમ છતાં, ખાસ કરીને જો તમે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની શક્યતા સામે આર્થિક કવરેજ મેળવવા ઇચ્છો છો, તો તે ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
ઇવી માટે કાર ઇન્શ્યોરન્સના મહત્વને સંપૂર્ણપણે સમજવા માટે તમારે ઇન્શ્યોરન્સની કાર્યપદ્ધતિ સમજવી જરૂરી છે. ધારો કે તમારી કારને કોઈપણ નુકસાન થાય છે.
રિપેરીંગ માટે નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે, જે સંભવત: તમારી બચત પર અસર કરી શકે છે. તેની સરખામણીમાં, જ્યારે તમારી પાસે ઇન્શ્યોરન્સ હોય, ત્યારે તમારી બચત અપ્રભાવિત રહે છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા, તમારી પૉલિસીની વિગતોના આધારે, તમને રિપેરના ખર્ચ માટે કવરેજ પ્રદાન કરશે. તેવી જ રીતે, થર્ડ-પાર્ટી પૉલિસી તમને અન્ય વ્યક્તિના વાહનને થયેલા કોઈપણ નુકસાન માટે ચુકવણી કરવા સામે સુરક્ષિત કરશે.
તેથી, તમારે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી મેળવવી ફરજિયાત નથી, છતાં તેને ખરીદવી એ તમારા માટે હિતકારી છે.
ઇલેક્ટ્રિક કાર માટે ઇન્શ્યોરન્સનાઅનેક વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યારે બજાજ આલિયાન્ઝની પૉલિસી નીચેના લાભો ધરાવે છે:
વિશેષતા |
સુવિધાઓ |
કૅશલેસ રિપેર |
7200+ નેટવર્ક ગેરેજ |
કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનની સુવિધા |
8600+ હૉસ્પિટલો |
ખરીદવા માટે ઝડપી પ્રક્રિયા |
3 મિનિટથી ઓછો સમય લાગે છે |
ક્લેઇમની સુવિધા |
કૅશલેસ ક્લેઇમ |
નો ક્લેઇમ બોનસનું ટ્રાન્સફર |
ઉપલબ્ધ, 50% સુધી |
કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઍડ-ઑન્સ |
મોટર પ્રોટેક્શન કવર સહિત 7+ ઍડ-ઑન્સ |
ક્લેઇમની પ્રક્રિયા |
20 મિનિટની અંદર ડિજિટલ સુવિધા |
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો |
98%* |
ઑન-ધ-સ્પૉટ સેટલમેન્ટ |
કેરિંગલી યોર્સ એપ પર ઉપલબ્ધ |
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇલેક્ટ્રિક કાર ધરાવતી અથવા તે ખરીદવાની યોજના ધરાવતી કોઈપણ વ્યક્તિએ યોગ્ય ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું વિચારવું જોઈએ. ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પ્લાન ઇન્શ્યોરન્સ કરેલ વાહનને અથવા તેના દ્વારા થયેલા કોઈપણ અનપેક્ષિત નુકસાન અથવા ક્ષતિ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, તમે બજાજના ગ્રાહકો માટે તૈયાર કરેલ અમારી વિશેષ રોડ સાઇડ આસિસ્ટન્સ સર્વિસનો લાભ લઈ શકો છો:
* પસંદગીના શહેરોમાં
શરતો લાગુ
ઇલેક્ટ્રિક કાર ખરીદીને તમે પર્યાવરણને બચાવવા માટેનું પગલું પહેલેથી જ લઈ રહ્યા છો.
પરંતુ તમારી કાર માટે બજાજ આલિયાન્ઝની ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાના કેટલાક ફાયદા અહીં જણાવેલ છે:
તમારા નવા ઇવી માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી આર્થિક સુરક્ષા પૂરી પાડે છે, કારણ કે ઇન્શ્યોરર તમારી કારના નુકસાનને કવર કરે છે.
ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સના દરો સંભવિત નુકસાન ખર્ચ કરતાં નોંધપાત્ર રીતે ઓછા હોઈ શકે છે, આમ તમારા ખિસ્સા પર બોજ વિના તમને સુરક્ષા પ્રદાન કરે છે.
બજાજ આલિયાન્ઝની ઇ-કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વડે તમે તમારી કાર માટે ફરજિયાત થર્ડ-પાર્ટી કવરેજ ખરીદવાની સાથે સાથે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી પણ ખરીદી શકો છો.
કોમ્પ્રિહેન્સિવ પ્લાન બહેતર કવરેજ આપે છે, જેમાં તમારી કારને થયેલ નુકસાનનો સમાવેશ થાય છે. વધુમાં, ઍડ-ઑન વડે કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં વધારો કરી શકાય છે, જેની મદદથી તમે યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ મેળવી શકો છો.
તમારી કારની ઇવી પૉલિસી દ્વારા, થયેલ નુકસાનને ઝડપથી રિપેર કરાવી શકાય છે. આજે જયારે રિપેરિંગ ખર્ચ ખૂબ ઊંચા છે, ત્યારે તમારી પાસે ઇવી પૉલિસી હોવાને કારણે તમારે ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
ખર્ચને ધ્યાનમાં લીધા બાદ તમે, નુકસાન માટે ચુકવણી કરવાને બદલે ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ માટે ચુકવણી કરવાનું પસંદ કરશો.
વાહનના માલિક તરીકે, તમારી પાસે 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ કાર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે.
તેથી, ઇ-કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે કાયદાનું પણ પાલન કરો છો.
છેલ્લે, તમે ઇ-કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને માનસિક શાંતિ મેળવી શકો છો. તમારી કારના રિપેરિંગનો ખર્ચ તમારા ઇવી ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ચૂકવવામાં આવે છે, અને તેથી, તમારે ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
ઍડ-ઑન એ તમારા ઇ-કાર ઇન્શ્યોરન્સ સાથે ઉપલબ્ધ વૈકલ્પિક વધારાની વિશેષતા છે. આ વધારાની સુવિધાઓ પૉલિસી કવરેજને તમારી જરૂરિયાતોના આધારે વ્યક્તિગત બનાવવામાં મદદ કરી શકે છે.
અહીં કેટલાક ઍડ-ઑન આપેલ છે જે તમે પસંદ કરી શકો છો –
ઝીરો-ડેપ્રિશિયેશન કવર : ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન, જે બમ્પર-ટુ-બમ્પર કવર તરીકે પણ ઓળખાય છે, તે એક ઍડ-ઑન ડેપ્રિશિયેશનને કવર કરવામાં મદદ કરે છે, જે સામાન્ય બાકાતનો ભાગ છે તમારા ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી.
ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑનનો ઉપયોગ કરીને, તમારા ક્લેઇમની રકમની ચુકવણી સમયે કમ્પોનન્ટ પર ડેપ્રિશિયેશન કાપવામાં આવશે નહીં.
મોટર પ્રોટેક્ટર કવર : ઇલેક્ટ્રિક કારમાં મોટર એ તમારા વાહનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
જો કે, સ્ટાન્ડર્ડ પૉલિસીની મર્યાદાને કારણે, આ રિપેરીંગ સ્ટાન્ડર્ડ ઇ-કાર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતા નથી.
તેથી, મોટર પ્રોટેક્ટર કવરની મદદથી તમે જરૂરી રિપેરીંગનો ખર્ચ ચૂકવી શકો છો.
આ ઉપરાંત, મોટરનું કોઈપણ રિપેરીંગ ખર્ચાળ સાબિત થઈ શકે છે.
તમારા ઇવી સંબંધિત રિપેરીંગનો ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મોટર પ્રોટેક્ટર ઍડ-ઑન કવર હેઠળ કવર કરવામાં આવે છે.
24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર : વાહન બ્રેકડાઉન થવાનો અનુભવ વાહન ધરાવતા તમામ લોકોને હશે. કેટલાક લોકોને સર્વિસ ગેરેજની સગવડ ઉપલબ્ધ હોય છે, કેટલાકને નથી હોતી.
જો તમે મુસાફરી કરી રહ્યા છો, અને તમારે તમારી મુસાફરી દરમિયાન બ્રેકડાઉનની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તો રોડસાઇડ આસિસ્ટન્સ કવર તેને ઠીક કરવામાં તમને મદદ કરતું એક ઉપયોગી ઍડ-ઑન છે.
પછી તે બગડી ગયેલું એન્જિન હોય કે ફ્લેટ ટાયર હોય, તમે તે મુશ્કેલીમાંથી એક કૉલ અથવા એક ક્લિક વડે બહાર આવી શકો છો.
લૉક અને કી રિપ્લેસમેન્ટ કવર : કારની ચાવીઓ ખોવાઈ જવી એક સામાન્ય બાબત છે. તે તમારા પોતાના ઘરમાં પણ ખોવાઈ જઈ શકે છે અને તેને કૅફેમાં પણ ભૂલી જઈ શકાય છે.
પરંતુ જ્યારે ચાવી બદલવાની વાત આવે છે, ત્યારે માત્ર ચાવી જ નથી, પરંતુ તમારી કારની સંપૂર્ણ લૉકિંગ સિસ્ટમ બદલવી પડે છે.
વધુમાં, આધુનિક કારોમાં તેમની અંદર ઇલેક્ટ્રોનિક ચિપ્સ હોય છે, જે તેમને વધુ મોંઘી બનાવે છે. લૉક અને કી રિપ્લેસમેન્ટ કવર વડે આ રિપ્લેસમેન્ટ ખર્ચ તમારી ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવે છે, જે તમારો રિપેરીંગ ખર્ચ નોંધપાત્ર રીતે બચાવે છે.
કન્ઝ્યુમેબલ્સ ઍડ-ઑન કવર : ઇવી કાર ખરીદવી અને તેની જાળવણી કરવી એ બે અલગ વસ્તુઓ છે. તે ખરીદવી સરળ હોઈ શકે છે, પરંતુ તેની જાળવણી કરવી પડકારજનક છે - આર્થિક રીતે નહીં, પરંતુ સ્પેર અને કમ્પોનન્ટ બદલવાના સંદર્ભમાં.
પ્રોસેસ દરમિયાન જો ક્યારેક આ રિપ્લેસમેન્ટની ઉપેક્ષા કરવામાં આવે, તો તમારી કારના એકંદર પરફોર્મન્સ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
તેથી, જરૂરી ફ્લુઇડ અને કમ્પોનન્ટ સમયસર બદલવા જરૂરી છે.
કન્ઝ્યુમેબલ્સ ઍડ-ઑન કવર ને કારણે આ રિપ્લેસમેન્ટ અંગે તમે ચિંતા-મુક્ત રહી શકો છો, કારણ કે તમારી ઇલેક્ટ્રિક કાર પૉલિસી દ્વારા વિવિધ ખર્ચાઓને કવર કરવામાં આવે છે.
પર્સનલ બેગેજ કવર: તમારી કારમાં રાખવામાં આવેલી વસ્તુઓ, જેમ કે લૅપટૉપ, મોબાઇલ ફોન અને અન્ય મૂલ્યવાન વસ્તુઓની ચોરી થઈ શકે છે.
પર્સનલ બેગેજ કવર ઍડ-ઑન કવર દ્વારા તમારા વ્યક્તિગત સામાનની ચોરીને કારણે થતા આર્થિક નુકસાનને આવરી લેવામાં આવે છે.
કન્વેયન્સ બેનિફિટ ઍડ-ઑન : બજાજ આલિયાન્ઝનું ઇવી કાર ઇન્શ્યોરન્સ એક અન્ય ઉપયોગી ઍડ-ઑન ધરાવે છે, જેમાં અકસ્માત પછી તમારી કારની કરવામાં આવતી સર્વિસ માટે ચુકવણી ઇન્શ્યોરર દ્વારા કરવામાં આવે છે.
આમ, જ્યારે તમારી કાર રીપેર થઈ રહી હોય ત્યારે તમારા પરિવહનની વ્યવસ્થા વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
ઇવી કાર ઇન્શ્યોરન્સ એ તમામને લાગુ પડતી સમાન પ્રૉડક્ટ નથી. તેથી, તમારી અને તમારા મિત્રની કાર સમાન હોવા છતાં પ્રીમિયમની રકમ અલગ હોઈ શકે છે.
પ્રીમિયમની ગણતરીમાં એકસાથે અનેક પરિબળો અસર કરે છે.
અહીં કેટલાક પરિમાણો છે જેના લીધે પ્રીમિયમની રકમ પર અસર પહોંચે છે અને તે સાથે પ્રભાવિત થાય છે તમારી ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી –
1. કારનો પ્રકાર :
તમારી ઇવી કારનું મોડેલ અને મેક તેના પ્રીમિયમ સાથે સીધો સંબંધ ધરાવે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ વિવિધ ઉત્પાદકોના વિવિધ મોડેલોના ક્લેઇમ રેશિયોનો એક અલગ રિપોર્ટ જાળવે છે.
આ રીતે, આંકડાકીય અભિગમ દ્વારા ઇન્શ્યોરર તમારી કારને રહેલું જોખમ નક્કી કરી શકે છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા જોખમના આધારે પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે.
વધુમાં, તેવા જ પ્રકારની મિડ-રેન્જ અને લો-એન્ડ કારની તુલનામાં લક્ઝરી કાર અને હાઇ-એન્ડ મોડેલનું પ્રીમિયમ વધુ હોય છે.
2. ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ :
ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ અથવા આઇડીવી એ સંપૂર્ણ નુકસાનની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવતી મહત્તમ રકમ છે.
આમ, તમારી કારની આઇડીવી એ ઇન્શ્યોરર દ્વારા ચૂકવવામાં આવશે તે મહત્તમ વળતર છે.
આઇડીવી એ ઇન્શ્યોરર દ્વારા અન્ડરરાઇટ કરવામાં આવતી મહત્તમ રકમ છે, તેથી તેનો સીધો સંબંધ ઇલેક્ટ્રિક કાર પૉલિસીના પ્રીમિયમ સાથે છે.
આમ, આઇડીવી જેટલી વધુ હશે, પરિણામી પ્રીમિયમ તેટલું વધુ હશે, અને આઇડીવી જેટલી ઓછી હશે, પરિણામી પ્રીમિયમ તેટલું ઓછું હશે.
3. ભૌગોલિક પ્રદેશ:
તમારી ઇવી કારના રજિસ્ટ્રેશનનું સ્થળ ઇલેક્ટ્રિક કાર પૉલિસીના પ્રીમિયમ પર અસર કરે છે.
આનું કારણ એ છે કે ભારતને બે ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવેલ છે - ઝોન એ માં આઠ મેટ્રો શહેરો અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી અને પુણે શામેલ છે અને ઝોન બી માં બાકીના ભારતનો સમાવેશ થાય છે.
ભારી ગીચતા ધરાવતા મેટ્રો ક્ષેત્રોમાં વાહનોને નુકસાન થવાનું વધુ જોખમ હોવાથી અંડરરાઇટ કરેલ જોખમ વધુ હોય છે, જેથી પ્રીમિયમની રકમ વધુ હોય છે.
4. ઍડ-ઑન કવરેજ :
ઉપર ચર્ચા કર્યા મુજબ, ઍડ-ઑન કવર એવા વૈકલ્પિક રાઇડર છે જે તમારી ઇલેક્ટ્રિક કાર પૉલિસીના કવરેજને બહેતર કરશે. તેઓ સ્ટાન્ડર્ડ પૉલિસીના સ્કોપમાં શામેલ ન હોય તેવા પાસાઓને કવર કરે છે, જેની અસર પ્રીમિયમ પર થાય છે.
પસંદ કરવામાં આવતા ઍડ-ઑનની સંખ્યાના આધારે તમારું પ્રીમિયમ નક્કી થાય છે.
5. નો-ક્લેઇમ બોનસ:
નો-ક્લેઇમ બોનસ અથવા એનસીબી એ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અગાઉની પૉલિસી અવધિ દરમિયાન કોઈપણ ક્લેઇમ ન કરવા બદલ આપવામાં આવતી છૂટ છે.
પ્રીમિયમમાં ઘટાડો એનસીબી દ્વારા પાછલી પૉલિસીના સમયગાળાને ધ્યાનમાં લઇને કરવામાં આવે છે, તેથી તે બીજા વર્ષનું પ્રીમિયમ શરૂ થતાં જ ઉપલબ્ધ થાય છે.
એનસીબી બેનિફિટ સાથે તમે સળંગ ક્લેઇમ-મુક્ત પૉલિસી રિન્યુઅલના આધારે તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની એકંદર રકમ 20% થી 50% સુધી ઓછી કરી શકો છો.
6. સ્વૈચ્છિક કપાત:
દરેક ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કપાતપાત્રની ફરજિયાત રકમ હોય છે જેને સ્ટાન્ડર્ડ અથવા ફરજિયાત કપાતપાત્ર તરીકે ઓળખવામાં આવે છે.
આ કપાતપાત્ર રકમ પૉલિસીધારક દ્વારા દરેક ક્લેઇમના સમયે ચૂકવવાની રહેશે.
જો કે, સ્વૈચ્છિક કપાત અથવા કપાતપાત્ર એ રકમ છે જે તમારે, એટલે કે પૉલિસીધારકે, સ્ટાન્ડર્ડ કપાતપાત્ર રકમ ઉપરાંત ચૂકવવાની હોય છે.
પૉલિસીધારક દ્વારા પસંદ કરવામાં આવેલ સ્વૈચ્છિક કપાતની રકમના આધારે પ્રીમિયમની ગણતરીમાં છૂટ આપવામાં આવે છે.
7. સિક્યોરીટી ઍક્સેસરીઝ:
કારની સુરક્ષામાં વૃદ્ધિ કરતી સુરક્ષા સુવિધાઓ ઇલેક્ટ્રિક કાર પૉલિસી પ્રીમિયમ પર હકારાત્મક રીતે અસર કરે છે.
આ સુવિધાઓને કારણે એકંદર જોખમ ઓછું થાય છે, તેથી તેમને કારણે પ્રીમિયમ ઓછું થાય છે.
8. વિશેષ છૂટ :
ઉપરોક્ત કારણો સિવાય, કેટલીક વિશેષ છૂટને કારણે તમારી ઇલેક્ટ્રિક કાર પૉલિસીનું પ્રીમિયમ ઘટી શકે છે, જે માન્યતા પ્રાપ્ત ઑટોમોબાઇલ એસોસિએશન સાથે જોડાણના રૂપમાં, તમારી ઇવી કારમાં ફિટ કરેલા એન્ટી-થેફ્ટ ડિવાઇસના રૂપમાં અને સ્વૈચ્છિક કપાતના વિકલ્પના સ્વરૂપમાં હોઇ શકે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ એ વિચારીને ખરીદવાની બાબત છે, અને તેથી, નીચેની બાબતો તમને યોગ્ય પ્લાન પસંદ કરવામાં મદદ કરી શકે છે.
1. વાહનની કિંમત
કોઈપણ વાહનના રિપેરીંગનો ખર્ચ તેની કિંમતના પ્રમાણમાં હોય છે. તેથી, ઇલેક્ટ્રિક કાર પૉલિસી પસંદ કરતી વખતે, તમારે આઇડીવી કાળજીપૂર્વક સેટ કરવી જરૂરી છે, કારણ કે તેના આધારે જરૂરી રિપેરીંગ ખર્ચ માટે પર્યાપ્ત વળતર સુનિશ્ચિત થાય છે.
2. ઇલેક્ટ્રિક વાહનની વિશેષતાઓ
પરંપરાગત આંતરિક દહન એન્જિન ધરાવતી કારની તુલનામાં ઇલેક્ટ્રિક કારની કાર્યપદ્ધતિ અલગ હોય છે. તેથી, તમારી ઇવી કારની વિશેષતાઓના કવરેજ પર ધ્યાન આપવું જરૂરી છે. બૅટરી રિપ્લેસમેન્ટ અને રિપેર એક મહત્વપૂર્ણ કમ્પોનન્ટ છે, અને તેથી તમારી પૉલિસીમાં તેને કવર કરવામાં આવે છે કે નહીં તે ચેક કરવું આવશ્યક છે.
3. ઑફર કરવામાં આવતી ઍડ-ઑન સુવિધાઓ
તમારી પૉલિસીમાં ઑફર કરવામાં આવતી ઍડ-ઑન સુવિધાઓ તમારી પૉલિસીના સ્કોપમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. તેની અસર સમગ્ર પ્રીમિયમ પર થાય છે, તેથી તેમનું કવરેજ પણ લક્ષ્યમાં લેવું જોઇએ, તેમજ કિંમત પર તેની અસર પણ ધ્યાનમાં લેવી જોઈએ.
આ ડિજિટલ યુગમાં, પરંપરાગત ઑફલાઇન ખરીદીની સાથે તમારી ઇલેક્ટ્રિક કાર પૉલિસી ઑનલાઇન પણ ખરીદી શકાય છે.
જ્યારે તમે ડિજિટલ રીતે ખરીદવાનું પસંદ કરો છો, ત્યારે કોઈ અડચણ વિના ખરીદી માટે કેટલીક સોફ્ટ કૉપી હાથવગી હોવી જરૂરી છે –
અલગ અલગ ઇન્શ્યોરન્સ કંપનીઓની ડૉક્યૂમેન્ટની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે છે, પરંતુ પૉલિસીધારકની ઓળખની વિગતો સાથે વાહનની ઓળખ અને રજિસ્ટ્રેશનની વિગતો આવશ્યક છે.
તમે પાંચ સરળ પગલાંઓમાં બજાજ આલિયાન્ઝ પાસેથી તમારી ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો:
1. બજાજ આલિયાન્ઝના કાર ઇન્શ્યોરન્સ પેજ ની મુલાકાત લો.
2. તમારી કારની વિગતો, જેમ કે ઉત્પાદક, તેનું મોડેલ અને મેક, અને નોંધણીનું સ્થાન જણાવો.
3. તમારી જરૂરિયાતો અનુસારની પૉલિસી પસંદ કરો.
4. જો તમે તમારી પૉલિસી રિન્યુ કરાવી રહ્યા છો, તો તમારા ઇવીના હાલના ઇન્શ્યોરન્સની વિગતોની સાથે તમે કરેલા કોઈપણ ક્લેઇમ અને ઉપલબ્ધ નો-ક્લેઇમ બોનસની વિગતોનો ઉલ્લેખ કરો.
5. તમારો ક્વોટ તૈયાર થયા પછી, તમે પસંદ કરેલી પૉલિસીના પ્રકારના આધારે ઍડ-ઑન પસંદ કરી શકો છો. આ તબક્કે તમે તમારી કારની આઇડીવી પણ બદલી શકો છો અને પ્રીમિયમ પર થતી એકંદર અસર તપાસી શકો છો.
6. આખરમાં, તમારી પૉલિસી માટે કરેલી પસંદગીઓના આધારે ચુકવણી કરો. થોડી જ ક્ષણોમાં તમારા ઇનબૉક્સમાં પૉલિસી મેળવો.
તમારા સ્મિતને સુરક્ષિત કરો, ઇલેક્ટ્રિક વાહન ચલાવો અને ભવિષ્યના પરિવહનને આજે ઇન્શ્યોર કરો
જો તમને તમારી ઇલેક્ટ્રિક કાર પૉલિસીની વિગતો યાદ ન હોય, અથવા તમારા પૉલિસીના ડૉક્યૂમેન્ટ ખોવાઈ ગયા હોય, તો પણ તમારી ઇલેક્ટ્રિક કારના કાર ઇન્શ્યોરન્સની સ્થિતિ ઑનલાઇન તપાસવાની એક સરળ રીત છે.
ઑનલાઇન પદ્ધતિ એ તમારી પૉલિસી વિશે માહિતી મેળવવાની કાર્યક્ષમ અને ઝડપી પદ્ધતિ છે.
તમારી પૉલિસીની સ્થિતિ ઑનલાઇન જાણવા માટેના પાંચ પગલાં અહીં આપેલ છે –
1. આઇઆઇબીના અધિકૃત વેબ-પોર્ટલ પર લૉગ ઇન કરો.
2. વેબ પોર્ટલમાં જરૂરી વિગતો દાખલ કરો. આ વિગતોમાં નામ, ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબર, ઍડ્રેસ, કાર રજિસ્ટ્રેશન નંબર વગેરે શામેલ છે.
3. તમામ વિગતો ભરીને તેમની ચકાસણી કર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો.
4. તમારી પૉલિસી સાથે સંકળાયેલી વિગતો દર્શાવવામાં આવશે.
5. તેનો અર્થ એ છે કે તમારી પૉલિસી હજુ પણ સક્રિય છે.
જો કે, જો તે સક્રિય ન હોય, તો પાછલી પૉલિસીની વિગતો દર્શાવવામાં આવશે.
6. જો આ પદ્ધતિને અનુસરીને તમને જરૂરી પરિણામો મળતા નથી, તો તમે તમારી કારના એન્જિન અને ચેસિસ નંબરનો ઉપયોગ કરીને ફરીથી શોધી શકો છો.
સમાપ્ત થયેલી પૉલિસીને કારણે તમને અકસ્માત અને કાયદાના ઉલ્લંઘનનું જોખમ રહે છે.
ઑનલાઇન રિન્યુઅલ સુવિધા વડે તમે તમારી પૉલિસીને તેના કવરેજમાં કોઈ બ્રેક વગર સમયસર રિન્યુ કરાવી શકો છો.
તમે તમારી ઇલેક્ટ્રિક વાહન પૉલિસીને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરી શકો છો તે અહીં જણાવેલ છે –
પગલું 1: બજાજ આલિયાન્ઝના કાર ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લો અને રિન્યુઅલ સેક્શન પર જાઓ.
પગલું 2: ઑનલાઇન રિન્યુઅલ માટે, તમારે તમારી હાલની પૉલિસીની વિગતો પ્રદાન કરવાની રહેશે, જેમાં પૉલિસી નંબરનો સમાવેશ થાય છે.
આ ઇન્શ્યોરરને તમારી ઇવી કાર માટે કોઈપણ વર્તમાન ઇન્શ્યોરન્સ કવરની માહિતી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
પગલું 3: પૉલિસીને રિન્યુ કરતી વખતે તમે માહિતી અપ-ટૂ-ડેટ રાખવા માટે કોઈપણ વિગતોમાં સુધારો કરી શકો છો.
આ તબક્કે, પૉલિસીનો પ્રકાર પસંદ કરો અને તેના કવરેજમાં જરૂરી ફેરફાર કરો, જેમ કે ઍડ-ઑન કવર ઉમેરવું.
પગલું 4: પૉલિસીની વિગતો નિર્ધારિત થવા પર, ચુકવણી કરો. પૉલિસી ઑનલાઇન રિન્યુ કરવામાં આવેલ હોવાથી, તમારી ચુકવણી સફળ થઈ ગયા બાદ કવરેજ શરૂ થાય છે, અને તમારા મેઇલબૉક્સમાં પૉલિસી ડૉક્યૂમેન્ટ મોકલવામાં આવે છે.
ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ એ વિચારીને ખરીદવાની બાબત છે, અને તેથી, નીચેની બાબતો તમને યોગ્ય પ્લાન પસંદ કરવામાં મદદ કરી શકે છે.
1. વાહનની કિંમત
કોઈપણ વાહનના રિપેરીંગનો ખર્ચ તેની કિંમતના પ્રમાણમાં હોય છે. તેથી, ઇલેક્ટ્રિક કાર પૉલિસી પસંદ કરતી વખતે, તમારે આઇડીવી કાળજીપૂર્વક સેટ કરવી જરૂરી છે, કારણ કે તેના આધારે જરૂરી રિપેરીંગ ખર્ચ માટે પર્યાપ્ત વળતર સુનિશ્ચિત થાય છે.
2. ઇલેક્ટ્રિક વાહનની વિશેષતાઓ
પરંપરાગત આંતરિક દહન એન્જિન ધરાવતી કારની તુલનામાં ઇલેક્ટ્રિક કારની કાર્યપદ્ધતિ અલગ હોય છે. તેથી, તમારી ઇવી કારની વિશેષતાઓના કવરેજ પર ધ્યાન આપવું જરૂરી છે. બૅટરી રિપ્લેસમેન્ટ અને રિપેર એક મહત્વપૂર્ણ કમ્પોનન્ટ છે, અને તેથી તમારી પૉલિસીમાં તેને કવર કરવામાં આવે છે કે નહીં તે ચેક કરવું આવશ્યક છે.
3. ઑફર કરવામાં આવતી ઍડ-ઑન સુવિધાઓ
તમારી પૉલિસીમાં ઑફર કરવામાં આવતી ઍડ-ઑન સુવિધાઓ તમારી પૉલિસીના સ્કોપમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. તેની અસર સમગ્ર પ્રીમિયમ પર થાય છે, તેથી તેમનું કવરેજ પણ લક્ષ્યમાં લેવું જોઇએ, તેમજ કિંમત પર તેની અસર પણ ધ્યાનમાં લેવી જોઈએ.
ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર કાયદાના પાલન માટે ખરીદવામાં આવતી નથી, પરંતુ અણધાર્યા નુકસાન અથવા ક્ષતિના કિસ્સામાં સમયસર આર્થિક કવરેજ માટે પણ ખરીદવામાં આવે છે.
કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને ત્યારે તમારે નીચે જણાવેલ પગલાંઓને અનુસરવા જરૂરી છે –
✓ સૌ પ્રથમ તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરો.
થયેલ નુકસાન માટે ક્લેઇમ કરવાનું આ પ્રથમ પગલું છે.
✓ તમારી કારને થયેલ નુકસાનને પ્રમાણિત કરતા ફોટા લો.
આ ઇન્શ્યોરરને સબમિટ કરવાના પુરાવા તરીકે કાર્ય કરે છે.
✓ ક્લેઇમ કરતી વખતે ક્લેઇમ ફોર્મ સહિત તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો.
✓ ઇન્શ્યોરન્સ સર્વેક્ષક દ્વારા થયેલ નુકસાનનું પ્રમાણ નિર્ધારિત કરવા માટે નિરીક્ષણ પૂર્ણ થયા પછી તમારી ઇલેક્ટ્રિક કારને રીપેર કરાવી શકાય છે.
✓ છેલ્લે, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વળતર વિતરિત કરવામાં આવે છે.
વળતરના પ્રકારના આધારે, ઇલેક્ટ્રિક કાર માટે કાર ઇન્શ્યોરન્સને કૅશલેસ પ્લાન અને રિઇમ્બર્સમેન્ટ પ્લાનમાં વિભાજિત કરી શકાય છે.
કૅશલેસ પ્લાન્સ તે પૉલિસીઓ છે જેમાં ઇન્શ્યોરર કપાતપાત્રની રકમ બાદ કરીને રિપેરનો ખર્ચ સીધો સર્વિસ ગેરેજને ચૂકવે છે.
માત્ર એટલું ધ્યાનમાં રાખો કે તમારી ઇલેક્ટ્રિક કારને કોઈ પણ નેટવર્ક ગેરેજમાં રિપેર કરાવવી જરૂરી છે. રિઇમ્બર્સમેન્ટ પ્લાન એ વળતરની પરંપરાગત રીત છે, જેમાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૉલિસીધારકને રિપેરીંગ ખર્ચનું વળતર ચુકવવામાં આવે છે.
ઇવી ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર એક નિફ્ટી ટૂલ છે જે અતિરિક્ત સુવિધા તરીકે પ્રદાન કરવામાં આવે છે, જેની મદદથી તમે પસંદ કરેલ પ્લાનના આધારે તેમજ તેની સાથેના વિવિધ ઍડ-ઑન્સના આધારે તમારી પૉલિસીના પ્રીમિયમનો અંદાજ મેળવી શકો છો.
આ સુવિધા સામાન્ય રીતે કોઈ અતિરિક્ત શુલ્ક વગર ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.
તેની મદદથી યોગ્ય આઇડીવી નક્કી કરી શકાય છે, તમને યોગ્ય ઍડ-ઑન પસંદ કરવામાં મદદ મળે છે અને પ્રીમિયમની રકમ તમારા બજેટ અનુસાર હોય તેની ખાતરી કરી શકાય છે, અને આ તેના ફાયદા છે.
વળી, તમે વિવિધ પ્લાનની તુલના કરવા અને તમારી જરૂરિયાતોના આધારે પસંદ કરવા માટે ઇવી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો પણ ઉપયોગ કરી શકો છો.
(18,050 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સિબા પ્રસાદ મોહંતી
આ વાહનનો ઉપયોગ અમારા ઝોનલ મેનેજર સર દ્વારા કરવામાં આવ્યો હતો. અમે ટૂંકા સમયમાં જ વાહનને ઉપયોગ કરવા હેતુ તૈયાર કરવા માટે તમારા દ્વારા શરૂ કરાયેલ સમયસર અને ઝડપી ઍક્શનની ખુબજ પ્રશંસા કરીએ છીએ. આ ઍક્શનની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
રાહુલ
“પસંદ કરવા માટેના વિકલ્પોની શ્રેણી.”
એક પરફેક્શનિસ્ટ હોવાથી, હું બધામાં બેસ્ટ પસંદ કરું છું. મને મારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ સઘન હોય એવું જોઈતું હતું. ઍડ-ઑન અને વ્યાપક પ્લાન સાથે,...
મીરા
“ઓટીએસ ક્લેઇમ એ એક છૂપા આશીર્વાદ સમાન હતો.”
મને અધરસ્તે આ દુર્ઘટના નડી હતી. રોકડની અછત વચ્ચે, મારા મગજમાં વિચારો ચાલતા હતા કે હું મારા માસિક બજેટને અસર કર્યા વિના મારી કારની સર્વિસ કેવી રીતે કરાવી શકું...
જો તમારી પાસે ઇલેક્ટ્રિક કે અન્ય કાર છે, તો તમારે તેના માટે ઇન્શ્યોરન્સ કવર મેળવવું જરૂરી છે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, તમારે તમારા વાહન માટે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી જવાબદારી કવર મેળવવું જરૂરી છે.
કોમ્પ્રિહેન્સિવ કવર મેળવવું આદર્શ છે, કારણ કે જો તમને અથવા તમારા વાહનને કોઈપણ નુકસાન થાય છે તો તે તમને આર્થિક સુરક્ષા પૂરી પાડી શકે છે.
તમારા ઇલેક્ટ્રિક વાહન માટે મહત્તમ સંભવિત કવરેજ મેળવવું શ્રેષ્ઠ છે.
મોટર વાહન અધિનિયમ દ્વારા ફરજિયાત હોવાથી થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ મેળવવું જરૂરી છે. જો કે, આ તમને માત્ર થર્ડ પાર્ટીને થતા નુકસાન સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
જો તમે વિસ્તૃત કવરેજ મેળવવા માંગો છો, તો કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરો.
તમારી ઇલેક્ટ્રિક કાર માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી ઘણા પરિબળોને આધારે કરવામાં આવે છે.
તમારી કારનું મેક અને મોડેલ, તેને થયેલો સમય અને એન્જિનની ક્ષમતા એ આમાંના કેટલાક પરિબળો છે.
તમારી ઇલેક્ટ્રિક કારના કાર ઇન્શ્યોરન્સની કિંમત તમારા વાહનની કિંમત પર આધારિત હોઈ શકે છે. કેટલીક ઇલેક્ટ્રિક કારની કિંમત તેમના પેટ્રોલ અને ડીઝલ સમકક્ષો કરતાં વધુ હોઈ શકે છે.
વધુમાં, ઇલેક્ટ્રિક વાહનોના પાર્ટ્સ પણ ખૂબ મોંઘા હોય છે. તેથી, ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ નો ખર્ચ પ્રમાણમાં વધુ હોઈ શકે છે
થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર હેઠળ આ શક્ય પરિસ્થિતિઓમાં તમારા વાહનને કવર કરવામાં આવશે નહીં. જો કે, કોમ્પ્રિહેન્સિવ પ્લાન તમને તેમની સામે સુરક્ષા પ્રદાન કરી શકે છે.
પૉલિસી ખરીદતી વખતે પ્લાનના કવરેજ અને તેમાં આવરી લેવામાં આવતી બાબતો તપાસો. આ તમને તમે શેની સામે સુરક્ષિત છો તે સમજવામાં મદદ કરશે.
જો તમે કોમ્પ્રિહેન્સિવ ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તો ઘણા ઍડ-ઑન વિકલ્પો ઉપલબ્ધ છે.
આમાંથી કેટલાક ઝીરો ડેપ્રિશિયેશન કવર, ઓન ડેમેજ કવર અને વ્યક્તિગત અકસ્માત કવર છે. આ દરેક તમને અલગ અલગ રીતે સુરક્ષા પૂરી પાડે છે.
તમારી જરૂરિયાતોના આધારે અને તમારા માટે શું શક્ય છે તેના આધારે કવર પસંદ કરો.
મોટર વાહનના નિયમો અનુસાર તમારે ઇલેક્ટ્રિક કાર માટે કોમ્પ્રિહેન્સિવકાર ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી નથી. માત્ર થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર ફરજિયાત છે.
જો કે, કોમ્પ્રિહેન્સિવ કવર મેળવવાથી તમને વિવિધ શક્ય પરિસ્થિતિઓ સામે અતિરિક્ત કવરેજ મળી શકે છે.
તમારા ઇન્શ્યોરન્સની અવધિ સમાપ્ત થાય તે પહેલા તેને રિન્યુ કરાવવો જરૂરી છે. જો તમે પહેલાં તમારા ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરેલ નથી તો વધુ સારા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ રેટ્સ મેળવી શકો છો.
આમ કરવાથી તમને 'નો-ક્લેઇમ બોનસ' મળી શકે છે’.
જો તમારી પાસે રોડસાઇડ આસિસ્ટન્સ પ્રદાન કરતું કોમ્પ્રિહેન્સિવ કવર હોય, તો તમારી કારને નજીકના સર્વિસ સેન્ટર પર ટોઇંગ કરીને લઈ જવાના ખર્ચને તમારા ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરી લેવામાં આવશે.
જો કે, તે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીના સમાવેશને પણ આધિન છે.
જ્યારે તમે કોમ્પ્રિહેન્સિવ કાર માટે ઇવી ઇન્શ્યોરન્સ ખરીદો છો, ત્યારે તે તમને નીચેની બાબતો સામે કવર કરી શકે છે:
- અકસ્માત
- કુદરતી આપત્તિઓ
- આગ
- ચોરી
થર્ડ-પાર્ટી કવરેજ એ કોમ્પ્રિહેન્સિવ ઇવી કાર માટે ઇન્શ્યોરન્સનો ભાગ છે અને તે સ્ટેન્ડઅલોન તરીકે પણ ઉપલબ્ધ છે, જે તમને થર્ડ-પાર્ટીને થતા નુકસાન સામે કવર કરી શકે છે.
જો તમે બૅટરી રિપ્લેસમેન્ટ કવર પસંદ કરો છો તો ઇલેક્ટ્રિક વાહનોની કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા બૅટરી રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરવામાં આવી શકે છે.
અતિરિક્ત કવર પસંદ કરવાથી તમારા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ દરો પર થોડી અસર થઈ શકે છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો