ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ચાર્જિંગ સ્ટેશન શોધો
સરકારી ગાઇડલાઇન
IRDAI ગાઇડલાઇન
આઇઆરડીએઆઇ દ્વારા ટીપી રેટ સર્ક્યુલર
અમે અમારી ઇલેક્ટ્રિક વાહનની વિશેષ સર્વિસ સાથે હંમેશા તમને મદદ કરવા તત્પર છીએ અને તમને મનની શાંતિ મળે એ સુનિશ્ચિત કરીએ છીએ. તમે ભારતમાં ગમે ત્યાં હોવ, અમારી ટીમ તમને કોઈપણ પરિસ્થિતિમાં મદદ કરવા માટે માત્ર એક કૉલ અથવા એક ક્લિક દૂર છે.
તમારે ટાયર બદલવાની જરૂર હોય કે ઇલેક્ટ્રિક વાહનની મોટર/બૅટરીની તપાસ માટે નિષ્ણાતની જરૂર હોય, તમે કોઈપણ સમયે અમારો સંપર્ક કરી શકો છો અને વિવિધ પરિસ્થિતિઓ માટે સ્પૉટ આસિસ્ટન્સ મેળવી શકો છો.
* પસંદગીના શહેરોમાં
શરતો લાગુ
તમારા સ્મિતને સુરક્ષિત કરો, ઇલેક્ટ્રિક વાહન ચલાવો અને ભવિષ્યના પરિવહનને આજે ઇન્શ્યોર કરો
ઇલેક્ટ્રિક અને સસ્ટેનેબલ મોબિલિટીમાં પરિવર્તનમાં મુખ્ય યોગદાનકર્તા બની રહેલા ગ્રાહકોની નવી આદતોને અપનાવવાને સમર્પિત. બજાજ આલિયાન્ઝ ઇવી ઇન્શ્યોરન્સ એ ગ્રાહકની ચિંતાઓના સમાધાન માટે અનન્ય સર્વિસ પ્રદાન કરે છે:
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) વધુ લોકપ્રિય બની રહ્યા છે; ઇવી પર્યાવરણને અનુકૂળ, આર્થિક રીતે વાજબી હોય છે અને તેમનો મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો હોય છે, જેના લીધે તે ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ પસંદગી છે. વધુમાં, કેન્દ્ર સરકાર ઇવી વાહનોની સ્વીકૃતિ માટે સતત નવી પહેલ હાથ ધરે છે.
પર્યાવરણને અનુકૂળ અને વધુ ટકાઉ ઉકેલો પર સરકારો અને ઉદ્યોગ સંસ્થાઓના વધતા ફોકસને જોતા, સમય સાથે ઇવીની સ્વીકાર્યતા વધશે. દર વર્ષે વધુ ને વધુ લોકો ઇવીની ખરીદી કરે છે, ભારતમાં ઇવી ઉદ્યોગનું ભવિષ્ય આશાસ્પદ છે. ઇવી ધરાવતા અથવા ખરીદવા માંગતા લોકો પાસે ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માત જેવી ઘટનાઓના કિસ્સામાં કોઈપણ સંભવિત આર્થિક નુકસાન અથવા ક્ષતિથી ઇવીને કવર કરે છે. ઇવી માટેનો ઇન્શ્યોરન્સ કોઈપણ સંભવિત આર્થિક જોખમો સામે વાહન માલિકોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને જરૂરિયાતના સમયે તેમને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. અમારી પૉલિસી તમને તમારા વાહન માટે 11 રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ પણ પ્રદાન કરે છે, જેમાં સમર્પિત ઇવી હેલ્પલાઇન, ઑન-સાઇટ ચાર્જિંગ, એસઓએસ, બૅટરી ખતમ થવા પર ટોઇંગ અને અન્ય ઘણી સર્વિસ શામેલ છે.
હેલ્થ સીડીસી દ્વારા વ્યસ્ત સમયમાં ક્લેઇમ સેટલમેન્ટ.
મોટર ઇલેક્ટ્રિક વાહનના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. સર્વિસ માટે સૌથી ખર્ચાળ ભાગોમાંથી એક હોવાના કારણે, તમે તમારા વાહનની મોટરને ખોટકાઈ જવાથી અથવા અકસ્માતમાંથી રિકવર કરવા માટે વધુ ખર્ચ કરો છો વધુ વાંચો
મોટર પ્રોટેક્શન(તે એન્જિન પ્રોટેક્ટ ઍડ-ઑન હેઠળ કવર કરવામાં આવે છે) :
મોટર ઇલેક્ટ્રિક વાહનના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. સર્વિસ માટે સૌથી ખર્ચાળ ભાગોમાંથી એક હોવાના કારણે, તમે તમારા વાહનની મોટરને ખોટકાઈ જવાથી અથવા અકસ્માતમાંથી રિકવર કરવા માટે વધુ ખર્ચ કરો છો. તેથી જ મોટર પ્રોટેક્શન એ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની સૌથી આદર્શ સુવિધા છે. આ તમને તમારા વાહનની મોટરના સમારકામનો ખર્ચ બચાવવામાં મદદ કરે છે
ડેપ્રિશિયેશન રકમ, પૉલિસીના સમયગાળા દરમિયાન ઇન્શ્યોર્ડ વાહનને આંશિક નુકસાનની સ્થિતિમાં રિપેર દરમિયાન રિપ્લેસમેન્ટ માટે મંજૂર ક્ષતિગ્રસ્ત પાર્ટ પર આંશિક અથવા સંપૂર્ણ રકમ વધુ વાંચો
ડેપ્રિશિયેશન કવર :
ડેપ્રિશિયેશન રકમ, પૉલિસીના સમયગાળા દરમિયાન ઇન્શ્યોર્ડ વાહનને આંશિક નુકસાનની સ્થિતિમાં રિપેર દરમિયાન રિપ્લેસમેન્ટ માટે મંજૂર ક્ષતિગ્રસ્ત પાર્ટ પર આંશિક અથવા સંપૂર્ણ રકમ. ક્લેઇમ એ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.
તમારી તમામ મોટો ઓન ડેમેજ સંબંધિત ચિંતાઓ માટે વન-સ્ટૉપ સોલ્યુશન
ઇવીની ખરીદી કરવી અને ઇવીની જાળવણી કરવી એ બે અલગ બાબતો છે. તમારા વાહનની જાળવણીની વાત આવે, ત્યારે તેમાં વારંવાર થતા ખર્ચાઓ શામેલ હોય છે વધુ વાંચો
કન્ઝ્યુમેબલ ખર્ચ :
ઇવીની ખરીદી કરવી અને ઇવીની જાળવણી કરવી એ બે અલગ બાબતો છે. તમારા વાહનની જાળવણીમાં સ્પેર પાર્ટ્સની સર્વિસિંગથી લઈને તેને બદલવા સુધીની વાત આવે, ત્યારે તેમાં વારંવાર થતા ખર્ચાઓ શામેલ હોય છે, વિવિધ ખર્ચાઓ હંમેશા તમારા વાહનને ઘેરાયેલા હોય છે. અને અમે વિવિધ પ્રકારના પાર્ટ વિશે વાત પણ નથી કરી રહ્યા, જેને સમયાંતરે અને અકસ્માત દરમિયાન બદલવાની જરૂર પડતી હોય છે. કન્ઝ્યુમેબલ ખર્ચના કવરેજ સાથે, તમે સર્વિસિંગ સમયે અથવા અકસ્માત પછી તમારા વાહન માટે કન્ઝ્યુમેબલ્સના ઉપયોગ સાથે સંકળાયેલ ખર્ચની કાળજી અમને સોંપી શકો છો.
1. કિ.મી. આધારિત પ્લાન પસંદ કરવાનો વિકલ્પ 2. પૉલિસીના સમયગાળા દરમિયાન કિ.મી. સમાપ્ત થઈ જાય, તો તમે ટૉપ -અપ પ્લાન દ્વારા કિ.મી. ઉમેરી શકો છો અને લાભ ચાલુ રાખી શકો છો વધુ વાંચો
તમારું પોતાનું પ્રીમિયમ પસંદ કરો અને તમારી પોતાની પૉલિસી બનાવો
1. કિ.મી. આધારિત પ્લાન પસંદ કરવાનો વિકલ્પ
2. પૉલિસીના સમયગાળા દરમિયાન કિ.મી. સમાપ્ત થઈ જાય, તો તમે ટૉપ -અપ પ્લાન દ્વારા કિ.મી. ઉમેરી શકો છો અને લાભ ચાલુ રાખી શકો છો
3. નો ક્લેઇમ બોનસ - ટેરિફની જોગવાઈ મુજબ
4. ટેલિમેટિક્સ: ટેલિમેટિક્સ સક્ષમ ડિવાઇસ અથવા મોબાઇલ કનેક્ટેડ અથવા બીજેએઝેડ ડ્રિવન સ્માર્ટ એપ અને/અથવા ડ્રાઇવિંગ વર્તનના આધારે પ્રીમિયમ લાભ
આબોહવા પરિવર્તન, પર્યાવરણીય પ્રદૂષણ અને ઊર્જા સંકટ વિશેની ચિંતાથી પ્રેરિત, ભારતનો ઑટોમોબાઇલ ઉદ્યોગ એક અનોખા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક મોબિલિટી એ ભારતમાં પરંપરાગત જીવાશ્મ ઇંધણ પર આધારિત પરિવહનને બદલવા માટેનું વિશ્વાસપાત્ર માધ્યમ છે. લગભગ દરેક વિકસિત દેશ સ્વચ્છ મોબિલિટીના નવા યુગ માટે માર્ગ પ્રશસ્ત કરે છે.
ભારતમાં ઇવીની માંગ વધી રહી છે; ઇન્ટરનલ કમ્બશન એન્જિન (આઇસીઇ) માંથી ઇલેક્ટ્રિક મોટર તરફ થનાર આ બદલાવની ઇન્શ્યોરન્સ ધારક અને ઇન્શ્યોરન્સ પ્રદાતા સહિતની વ્યાપક ઑટોમોટિવ ઇકોસિસ્ટમ પર નોંધપાત્ર અસરો પ્રવર્તે છે. આ પરિવર્તન માટે ઇન્શ્યોરન્સ કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોર ટેક્નોલોજીના બદલાવને લીધે રજૂ થતા નવા જોખમના પરિબળોનું મૂલ્યાંકન કરવાની જરૂર પડશે. સરકાર પર્યાવરણ-સ્નેહી ઉકેલોને પ્રોત્સાહિત કરે છે અને ઇવીના વધતા વિકાસ સાથે, ઇન્શ્યોરન્સ કંપનીઓ અપેક્ષા રાખે છે કે તે નજીકના ભવિષ્યમાં એક મુખ્ય સેગમેન્ટ તરીકે ઉભરી આવશે.
ઇવી માત્ર પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ તેઓ ડીઝલ અને પેટ્રોલ વાહનો સામે એક હરિત વિકલ્પ પણ પ્રદાન કરે છે; આ ઉપરાંત, તેઓ લાંબા ગાળે નોંધપાત્ર રીતે વાજબી પણ છે. જો કે, એક પ્રાથમિક ચિંતા છે કે શું આપણી પાસે યોગ્ય ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી છે. ઇવી ઇન્શ્યોરન્સને સમજીએ પહેલાં, ચાલો આપણે ભારતના ઇવી માર્કેટને સંક્ષિપ્તમાં સમજીએ.
ભારતીય ઇવી ઉદ્યોગ પ્રમાણમાં નવો છે પરંતુ આ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. આપણી પાસે ફેમ I, ફેમ II અને રાજ્ય-સ્તરની સ્પર્ધાત્મક ઇવી સમર્થક પૉલિસીઓ જેવી મજબૂત પૉલિસીઓ છે. આજે, ભારત વૈશ્વિક ઇવી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા ધરાવે છે. ભારત એક યુનિક માર્કેટ છે કારણ કે ફ્લીટ ઓપરેટર, જાહેર પરિવહન અને શેર કરેલ મોબિલિટી પ્લેટફોર્મને આકર્ષિત કરવા સરળ છે. આગામી કેટલાક વર્ષો ભારતીય ઇવી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે કારણ કે માર્કેટ અભૂતપૂર્વ ગતિએ વિકાસ સાધવાની સંભાવના ધરાવે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે તમારી સુરક્ષા અને સલામતી હંમેશા અમારી મુખ્ય પ્રાથમિકતા છે. હવે તમે અમારી ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા મૂલ્યવાન ઇવીને સરળતાથી સુરક્ષિત કરી શકો છો અને મનની શાંતિ અનુભવી શકો છો.
મોટર વાહન અધિનિયમ મુજબ, ભારતીય રસ્તા પર ચાલતા તમામ વાહનો પાસે થર્ડ-પાર્ટી વાહન ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. આ નિયમનું પાલન કરવામાં ના આવે, તો અન્ય કાનૂની પરિણામો સહિત ભારે દંડ થઈ શકે છે. ઇવી ઇન્શ્યોરન્સ ધરાવતા ગ્રાહકોને તેમના વાહનો માટે શ્રેષ્ઠ સુરક્ષા મેળવવામાં ઇવી ઇન્શ્યોરન્સ મદદ કરશે.
ઇન્શ્યોરન્સની વાત આવે, ત્યારે ઇવીની ચોક્કસ જરૂરિયાતો હોય છે. અમારી ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, અમે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રદાન કરવાનું વચન આપીએ છીએ અને તમારા મૂલ્યવાન વાહનની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવીન પ્રૉડક્ટ અને સર્વિસ પ્રદાન કરીએ છીએ. અમારો ઇવી ઇન્શ્યોરન્સ પસંદ કરો અને તમારું વાહન જ્યારે રસ્તા પર દોડે ત્યારે ચિંતા-મુક્ત રહો!
અમારી ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસી વિવિધ વિશેષતાઓ ધરાવે છે, જે માત્ર વાહનના માલિક માટે જ નહીં પરંતુ અન્ય પક્ષો માટે પણ લાભદાયક છે તેમજ તે માલિકી ખર્ચના સંદર્ભમાં આર્થિક સુરક્ષા પણ પ્રદાન કરે છે. યોગ્ય ઇવી ઇન્શ્યોરન્સ લેવાથી વાહનના માલિકને કાયદાનું પાલન કરવામાં તેમજ તેમને તેમના વાહનને સુરક્ષિત કરવામાં મદદ મળે છે.
મોટર, કિલોવૉટ |
એક વર્ષની પૉલિસીઓ |
લોન્ગ ટર્મ પૉલિસી-5 વર્ષ (નવા વાહનો માટે) |
મહત્તમ 3 કિલોવૉટ |
₹457 |
₹2,466 |
3 કિલોવૉટથી વધુ પરંતુ 7 કિલોવૉટથી વધુ નહીં |
₹607 |
₹3,273 |
7 કિલોવૉટથી વધુ પરંતુ 16 કિલોવૉટથી વધુ નહીં |
₹1,161 |
₹6,260 |
16 કિલોવૉટથી વધુ |
₹2,383 |
₹12,849 |
મોટર, સીસી |
એક વર્ષની પૉલિસીઓ |
લોન્ગ ટર્મ પૉલિસી-5 વર્ષ (નવા વાહનો માટે) |
75 cc થી વધુ નથી |
₹538 |
₹2,901 |
75 cc થી વધુ પરંતુ 150 cc થી વધુ નથી |
₹714 |
₹3,851 |
150 cc થી વધુ પરંતુ 350 cc થી વધુ નથી |
₹1,366 |
₹7,365 |
350 cc થી વધુ |
₹2,804 |
₹15,117 |
મોટર, કિલોવૉટ |
એક વર્ષની પૉલિસીઓ |
લોન્ગ ટર્મ પૉલિસી-3 વર્ષ (નવા વાહનો માટે) |
મહત્તમ 30 કિલોવૉટ |
₹1,780 |
₹5,543 |
30 કિલોવૉટથી વધુ પરંતુ 65 કિલોવૉટથી વધુ નહીં |
₹2,904 |
₹9,044 |
65 કિલોવૉટથી વધુ |
₹6,712 |
₹20,907 |
મોટર, સીસી |
એક વર્ષની પૉલિસીઓ |
લોન્ગ ટર્મ પૉલિસી-3 વર્ષ (નવા વાહનો માટે) |
1000 cc થી વધુ નથી |
₹2,094 |
₹6,521 |
1000 cc થી વધુ પરંતુ 1500 cc થી વધુ નથી |
₹3,416 |
₹10,640 |
1500 cc થી વધુ |
₹7,897 |
₹24,596 |
ડિસ્ક્લેમર: ઇલેક્ટ્રિક મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વાહન મુજબ અલગ હોઈ શકે છે
નાણાંકીય વર્ષ 12 થી રજિસ્ટર્ડ ઇવી
આજ સુધી ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન
2030 સુધીમાં અપેક્ષિત ઇવીનું વેચાણ
આશરે ઇલેક્ટ્રિક વાહન ટૂ-વ્હીલર અને 3 વ્હીલર
વ્હીકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવું તમે વિચારો એટલું જટિલ નથી, જો તમે યોગ્ય ઇન્શ્યોરન્સ પ્રદાતા પસંદ કરો છો. અંતિમ રીતે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવાનો નિર્ણય લેતા પહેલાં, અહીં કેટલીક પૂર્વજરૂરિયાતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.
ક્લેઇમ માટે રજિસ્ટર કરવા માટે અમારી વેબસાઇટ પર લૉગ ઇન કરો અથવા અમારા ટોલ-ફ્રી નંબર પર કૉલ કરો. તમે ક્લેઇમ કરવામાં અને અમારો સંપર્ક કરવામાં જેટલો વિલંબ કરો છો, તેમાં તમે જે પુરાવાનો ઉપયોગ કરશો તેમાં ચેડાં થવાની સંભાવના વધી જાય છે.
મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા કોઈ પણ અવરોધ વગર આગળ વધે તેની ખાતરી કરવા માટે અમને નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની જરૂર પડશે:
તમે જે ક્ષણ ડૉક્યૂમેન્ટ સબમિટ કરો છો, અમે પ્રક્રિયા શરૂ કરીશું અને પ્રાપ્તકર્તા પાર્ટી સાથે સીધું વેરિફિકેશન કર્યા પછી પૈસા મોકલીશું.
જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, તો તેની ખાતરી કરો કે તમારી પાસે પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરવા માટે નીચેના ડૉક્યૂમેન્ટની સોફ્ટ કૉપી છે -
(18,050 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સિબા પ્રસાદ મોહંતી
આ વાહનનો ઉપયોગ અમારા ઝોનલ મેનેજર સર દ્વારા કરવામાં આવ્યો હતો. અમે ટૂંકા સમયમાં જ વાહનને ઉપયોગ કરવા હેતુ તૈયાર કરવા માટે તમારા દ્વારા શરૂ કરાયેલ સમયસર અને ઝડપી ઍક્શનની ખુબજ પ્રશંસા કરીએ છીએ. આ ઍક્શનની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
રાહુલ
“પસંદ કરવા માટેના વિકલ્પોની શ્રેણી.”
એક પરફેક્શનિસ્ટ હોવાથી, હું બધામાં બેસ્ટ પસંદ કરું છું. મને મારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ સઘન હોય એવું જોઈતું હતું. ઍડ-ઑન અને વ્યાપક પ્લાન સાથે,...
મીરા
“ઓટીએસ ક્લેઇમ એ એક છૂપા આશીર્વાદ સમાન હતો.”
મને અધરસ્તે આ દુર્ઘટના નડી હતી. રોકડની અછત વચ્ચે, મારા મગજમાં વિચારો ચાલતા હતા કે હું મારા માસિક બજેટને અસર કર્યા વિના મારી કારની સર્વિસ કેવી રીતે કરાવી શકું...
ડીઝલ, પેટ્રોલ અથવા સીએનજી સંચાલિત વાહનોની જેમ, તમે ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા ઇલેક્ટ્રિક વાહનને પણ ઇન્શ્યોર કરી શકો છો. કાયદા દ્વારા ફરજિયાત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ઇવીને સુરક્ષિત કરો.
હા, પેટ્રોલ અથવા ડીઝલ ચલાવતા વાહનોની તુલનામાં ઇલેક્ટ્રિક વાહનો મોંઘા હોય છે. ઇવીમાં ટેક્નોલોજીને કારણે વધુ રિપેર અથવા રિપ્લેસમેન્ટ ખર્ચ શામેલ હોય છે. ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વિવિધ પરિબળો જેમ કે વાહનની કિંમત, વેરિયન્ટ, ઇવી કેટલું જૂનું છે અને અન્ય પર આધારિત હોય છે. ઇવી વાહન ઇન્શ્યોરન્સના દરો દરેક ઇન્શ્યોરર માટે અલગ-અલગ હશે.
આઇઆરડીએઆઇ મુજબ, ભારતમાં ઇન્શ્યોરન્સ કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનો માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પર 15% ડિસ્કાઉન્ટ ઑફર કરવાનું હોય છે. જો કે, શ્રેષ્ઠ સુરક્ષા માટે, કોમ્પ્રિહેન્સિવ ઇલેક્ટ્રિક મોટર ઇન્શ્યોરન્સ પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે
કોઈપણ સંજોગોમાં વાહનની સંપૂર્ણ સુરક્ષા માટે ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી મહત્વપૂર્ણ છે. ઇવી ઑટો ઇન્શ્યોરન્સ હોવાથી તમારી ઉપર આર્થિક તણાવ પડશે નહીં અને તમને મનની શાંતિ પણ મળશે.
અતિરિક્ત પ્રીમિયમ ચૂકવીને, તમે બેઝ ઇવી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરેલા લાભો મેળવી શકો છો. ઍડ-ઑન માટેનું પ્રીમિયમ દરેક ઇન્શ્યોરર માટે અલગ-અલગ હશે. જરૂરિયાતોનું વિશ્લેષણ કરવાની ભલામણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ ઇવી ઇન્શ્યોરન્સ માટે યોગ્ય ઍડ-ઑન પસંદ કરો.
જો ઇલેક્ટ્રિક વાહનને કોઈપણ માનવ-નિર્મિત અથવા કુદરતી આપત્તિ વગેરેને કારણે કોઈપણ નુકસાન/ક્ષતિ થાય તો કોમ્પ્રિહેન્સિવ ઇલેક્ટ્રિક મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી કવર પ્રદાન કરે છે. જો થર્ડ-પાર્ટીના માલિક, વાહન અથવા સંપત્તિને નુકસાન અથવા હાનિ થાય તો તે પણ કવર પ્રદાન કરે છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો