ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ સૌથી મૂળભૂત ઇન્શ્યોરન્સ કવર છે, જે તમે તમારી કાર માટે લઈ શકો છો; તે તમારી કાર માટે એજ ગરજ સારે છે, જેમ માખણ બ્રેડ માટે સારે છે.
તેના વિના, તમારી કાર વર્ચ્યુઅલી બેકાર છે કારણ કે તમે ઓછામાં ઓછા થર્ડ પાર્ટી લાયબિલિટી કવરેજ માટે માન્ય કાર ઇન્શ્યોરન્સ કવર વિના કાનૂની રીતે તમારા વાહનને ડ્રાઇવ કરી શકતા નથી. ભારતીય મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, રસ્તા પર ચાલતી દરેક કાર માટે થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હોવું ફરજિયાત છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માત્ર તમને વૈધાનિક જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરતું નથી, પરંતુ તે તમને અનપેક્ષિત ખર્ચથી પણ બચાવે છે. થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા આકસ્મિક મૃત્યુ માટેનો વળતર ખર્ચ ખૂબ જ વધુ હોઈ શકે છે, અને તે તમારી બચતને મુઠ્ઠીમાંથી રેતી સરકી જાય એ ઝડપે સમાપ્ત કરી શકે છે.
આ ઉપરાંત, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમને તમારા મનની શાંતિ જાળવવામાં મદદ કરે છે. ફાઇનાન્શિયલ અને કાનૂની અસરો તો એક તરફ, કોઈ તમારા કારણે પીડિત છે તેની જાણ તમારી વ્યક્તિગત સુખાકારી માટે શ્રેષ્ઠ નથી.
અમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, અમે તમને અને તમારી કારને લગતી કોઈપણ દુર્ઘટનાઓ માટે, તેના ફાઇનાન્શિયલ બોજાનું ધ્યાન રાખીને, તેની જવાબદારી લેવામાં તમને મદદ કરીએ છીએ.
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, જેને થર્ડ-પાર્ટી લાયબિલિટી (ટીપીએલ) ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, તે ભારતમાં એક મૂળભૂત ફરજિયાત કાર ઇન્શ્યોરન્સ પૉલિસી છે. તે તમને અકસ્માતમાં તમારી કાર દ્વારા થર્ડ પાર્ટી (લોકો અથવા વાહનો)ને થયેલી ઈજાઓ અથવા સંપત્તિના નુકસાનથી ઉદ્ભવતી કાનૂની અને ફાઇનાન્શિયલ જવાબદારીઓથી ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે અકસ્માત કરો છો અને કોઈને ઈજા પહોંચાડો છો અથવા અન્ય વ્યક્તિની કારને નુકસાન પહોંચાડો છો, તો 3rd પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તે નુકસાન સાથે સંકળાયેલા ખર્ચને કવર કરે છે, તમારી કારના રિપેર ખર્ચને નહીં.
ઑનલાઇન થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ આવશ્યક કવરેજ પ્રદાન કરે છે:
થર્ડ-પાર્ટી શારીરિક ઈજા : તમારા વાહન દ્વારા થયેલા અકસ્માતમાં ઈજા થયેલ થર્ડ પાર્ટી માટે તબીબી ખર્ચ, અપંગતા માટે વળતર અથવા મૃત્યુના લાભોને કવર કરે છે.
થર્ડ-પાર્ટી પ્રોપર્ટીનું નુકસાન : અન્ય વાહનો, ઇમારતો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમારી કાર દ્વારા નુકસાન પામેલ સંપત્તિ (પ્રોપર્ટી) માટે રિપેર અથવા રિપ્લેસમેન્ટ ખર્ચને કવર કરે છે.
કાયદા દ્વારા ફરજિયાત : ભારતમાં કારની માલિકી અને ડ્રાઇવિંગ માટે માન્ય થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે. તેના વિના ડ્રાઇવિંગ કરવાથી દંડ અને સજા થઈ શકે છે.
કૃપા કરીને નોંધ કરો : થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમારી પોતાની કારના રિપેર અથવા તમારા અથવા તમારા મુસાફરોને થતી ઈજાઓને કવર કરતું નથી.
*ક્લેઇમ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.
ઘણા કારણોસર 3rd પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે:
ફાઇનાન્શિયલ સુરક્ષા : જો તમે અકસ્માત કરો છો તો તે તમને નોંધપાત્ર ફાઇનાન્શિયલ બોજથી સુરક્ષિત કરે છે. કાનૂની ખર્ચ અને થર્ડ-પાર્ટીના નુકસાનના રિપેર ખર્ચ નોંધપાત્ર હોઈ શકે છે.
મનની શાંતિ : તમારી પાસે આ મૂળભૂત કવરેજ હોવાથી તમે માનસિક શાંતિ સાથે ડ્રાઇવ કરી શકો છો, કેમ કે તમે જાણતા હોવ છો કે તમે થર્ડ પાર્ટી સાથે સંકળાયેલા અકસ્માતના ફાઇનાન્શિયલ પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો નહીં.
કાનૂની પાલન : આ ભારતમાં કાનૂની જરૂરિયાત છે. માન્ય ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવાથી દંડ, વાહન જપ્તી અને સંભવિત કાનૂની ઝંઝટ થઈ શકે છે.
થર્ડ પાર્ટી સાથે સંકળાયેલ અકસ્માતના કિસ્સામાં, આ પગલાંઓને અનુસરો:
1. . અધિકારીઓને જાણ કરો : નજીકના પોલીસ સ્ટેશન પર પોલીસ રિપોર્ટ (એફઆઇઆર) ફાઇલ કરો.
2. . તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરો : અકસ્માત વિશે તમારી ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો.
3. . ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો : એફઆઇઆર ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક અને કોઈપણ મેડિકલ બિલ જેવા જરૂરી ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો (જો લાગુ હોય તો).
4. . ક્લેઇમની પ્રક્રિયા : ક્લેઇમની પ્રક્રિયા માટે તમારી ઇન્શ્યોરન્સ કંપનીમાં ડૉક્યૂમેન્ટ સબમિટ કરો. ત્યારબાદ તેઓ થર્ડ પાર્ટીનો સંપર્ક કરશે અને પૉલિસીની શરતો અનુસાર ક્લેઇમની રકમ સેટલ કરશે.
તમારી કાર તમારા જીવનની સૌથી કિંમતી અને આકર્ષક સંપત્તિઓમાંથી એક છે. કાર માલિકો માટે તેમના વાહનને આ સાથે સુરક્ષિત કરવું જરૂરી છે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી.
જેમ દરેક સિક્કામાં બે બાજુ હોય છે, તેમ રસ્તા પરની દુર્ઘટનાઓ બે તરફના લોકોને અસર કરે છે - તમને અને થર્ડ પાર્ટીને. વિડિયો ગેમ્સથી વિપરીત, જેમાં રસ્તા પરના અકસ્માત અને થર્ડ પાર્ટીના નુકસાનને કોઈ પરિણામો વગર કેઝુઅલ ઘટના તરીકે ગણવામાં આવે છે, વાસ્તવિક દુનિયામાં, તમારે તેના ફાઇનાન્શિયલ અને કાનૂની પરિણામો સહન કરવાના રહે છે. આ પૉલિસી તમને થર્ડ પાર્ટીને થયેલા નુકસાનથી ઉદ્ભવતા સંભવિત કાનૂની અને ફાઇનાન્શિયલ જવાબદારીઓ સામે રક્ષણ આપે છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, જેને ફોર વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પણ કહેવાય છે, તે તમને તમારી કાર દ્વારા થયેલ થર્ડ પાર્ટીના નુકસાનને કારણે ઉદ્ભવતી કોઈપણ જવાબદારી સામે કવરેજ પ્રદાન કરે છે. થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા આકસ્મિક મૃત્યુ પણ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર થાય છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની કામગીરી એકદમ સરળ છે. આમાં, તમે, ઇન્શ્યોરન્સ કરેલ વ્યક્તિ પ્રથમ પાર્ટી છો, ઇન્શ્યોરન્સ કંપની એ બીજી પાર્ટી છે, અને નુકસાની ક્લેઇમ કરનાર ઘાયલ વ્યક્તિ એ થર્ડ પાર્ટી છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે કામ કરે છે, તે અહીં આપેલ છે:
✓ પીડિત (એટલે કે થર્ડ પાર્ટી) અથવા તેના કાનૂની પ્રતિનિધિ તમારા, વાહનના માલિક, સામે ક્લેઇમ કરે છે
✓ અકસ્માતની વિગતો સાથે પોલીસમાં એક FIR ફાઇલ કરવામાં આવે છે
✓ મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલ અકસ્માત હેઠળ એક કેસ રજિસ્ટર કરવામાં આવે છે
✓ ટ્રિબ્યુનલ દ્વારા નિર્દેશિત અનુસાર, ઇન્શ્યોરર પીડિતને વળતરની રકમ ચૂકવે છે
હા. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ દરેક કાર માટે આ પૉલિસી હોવી ફરજિયાત છે. જો તમારી પાસે પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણ સાથે રજિસ્ટર કરેલ કોઈ કાર હોય, તો તમારી પાસે આ પૉલિસી હોવી જરૂરી છે.
આ પૉલિસી મેળવવી આસાન છે. માત્ર અમારી વેબસાઇટની મુલાકાત લો અને પ્રપોઝલ ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મમાં આપેલી વિગતો ભરો અને તેને અમારા નજીકના શાખા કાર્યાલયમાં સબમિટ કરો. તમે તે ઑનલાઇન પણ કરી શકો છો.
એકવાર અમારા અન્ડરરાઇટર્સ તમારી એપ્લિકેશનનું મૂલ્યાંકન કરે અને તમને માન્ય કરે પછી, તમારે પ્રીમિયમની ચુકવણી કરવાની રહેશે અને બસ પ્રક્રિયા પૂર્ણ. વધુ જાણવા માટે તમે અમારા ટોલ ફ્રી નંબર પર પણ કૉલ કરી શકો છો.
આ પૉલિસી તમને મનની શાંતિ આપે છે અને નીચેના મુદ્દાઓ કવર કરે છે:
● થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ.
● થર્ડ પાર્ટીનું અકસ્માતને કારણે મૃત્યુ.
● થર્ડ પાર્ટી પ્રોપર્ટીને નુકસાન.
● થર્ડ પાર્ટીને થયેલી શારીરિક ઈજાઓ.
● થર્ડ પાર્ટીને થયેલી કાયમી વિકલાંગતા.
બજાજ આલિયાન્ઝ થર્ડ પાર્ટી ઓન્લી કવર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમને થર્ડ પાર્ટીના નુકસાનને કારણે થયેલા ખર્ચાઓ સામે વ્યાપક કવરેજ મળે છે. ત્વરિત સપોર્ટ સાથે, તમને અમારી આવશ્યકતા હોય ત્યારે અમે તમારી સાથે જ છીએ.
ના, તમને કોઈ લાભ મળતો નથી. જેમ નામ સૂચવે છે, તેમ આ પૉલિસી માત્ર થર્ડ પાર્ટીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થયેલા નુકસાન માટે તમને કવર કરે છે. દુર્ઘટનાના કિસ્સામાં, તમને અથવા તમારી કારને થયેલા નુકસાન, ઈજાઓ અથવા ખોટ માટે તમને કોઈ કવરેજ મળશે નહીં.
આ પૉલિસી હેઠળ, જો થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે તમને કાનૂની રીતે જવાબદાર ઠેરવવામાં આવે, તો ઇન્શ્યોરન્સ કંપની તેની ક્ષતિપૂર્તિ કરે છે.
હા, તમે કરી શકો છો. તેની પ્રક્રિયા અંગે જાણવા માટે, અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિનો 1800 209 5858 (ટોલ-ફ્રી નંબર) પર સંપર્ક કરો.
સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ ) ના આદેશ મુજબ, કાર માલિકો માટે ત્રણ વર્ષનું થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હોવું ફરજિયાત છે. આ સુનિશ્ચિત કરે છે કે તમે લાંબા સમય સુધી ઇન્શ્યોરન્સ ધરાવો.
ભારતમાં, તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી (ટીપીએલ) ઇન્શ્યોરન્સ (ફરજિયાત) અને કોમ્પ્રિહેન્સિવ કવરેજ વચ્ચે પસંદ કરી શકો છો, જે અકસ્માત, ચોરી અથવા નુકસાનના કિસ્સામાં તમારા પોતાના વાહનને અતિરિક્ત રીતે સુરક્ષિત કરે છે.
ના, માન્ય થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વગર ભારતમાં કાર ચલાવવી ગેરકાયદેસર છે. એક સારા ડ્રાઇવર પણ અકસ્માતમાં શામેલ હોઈ શકે છે, અને આ ઇન્શ્યોરન્સ તમને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે.
તમારા ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે, તમારે સામાન્ય રીતે એફઆઇઆર, ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક અને કોઈપણ મેડિકલ બિલની જરૂર પડશે (જો લાગુ હોય તો).
કોઈ નિર્ધારિત સમય મર્યાદા નથી, પરંતુ અકસ્માત પછી તરત જ તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે. ક્લેઇમની પ્રક્રિયામાં વિલંબ થવાથી જટિલતાઓ થઈ શકે છે.
ભારતમાં કાર ધરાવતા કોઈપણ વ્યક્તિ થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે.
હા, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તમને સુવિધાજનક અને ઝંઝટ-મુક્ત અનુભવ માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની સુવિધા આપે છે.
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓની મુદત સામાન્ય રીતે એક વર્ષની હોય છે, જોકે કેટલીક ઇન્શ્યોરન્સ કંપની લાંબા સમયગાળા સુધી ઑફર કરી શકે છે. સતત કવરેજ માટે સમયસર રિન્યુ કરવું મહત્વપૂર્ણ છે.
ના, ઝીરો ડેપ્રિશિયેશન એક ઍડ-ઑન કવર છે જે સામાન્ય રીતે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે ઑફર કરવામાં આવે છે. તે થર્ડ-પાર્ટી પૉલિસીઓ પર લાગુ પડતું નથી.
હા, થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે ભારતમાં સૌથી વ્યાજબી કાર ઇન્શ્યોરન્સ વિકલ્પ છે, જેથી તે તમામ કારના માલિકોની વિશાળ શ્રેણી માટે સુલભ છે.
તમારી કારનું મોડેલ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમ રકમને અસર કરી શકે છે. સામાન્ય રીતે, જો થર્ડ પાર્ટી દ્વારા ક્લેઇમ કરવામાં આવે તો વધુ સંભવિત રિપેર ખર્ચને કારણે મોંઘી કાર માટે પ્રીમિયમ વધુ હોય છે.
વેબ સેલ્સના પ્રતિનિધિ દ્વારા કાર ઇન્શ્યોરન્સનું વેચાણ ખૂબ જ આનંદદાયક રીતે કરવામાં આવ્યું! આભાર
તમારી સર્વિસ સારી છે. છેલ્લે જયારે મારો અકસ્માત થયો હતો, ત્યારે ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન તમારા સર્વેક્ષક અને કંપની તરફથી મૈત્રીપૂર્ણ અનુભવ થયો.
માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.
અમે તમારી રાઇડને તમારી જેમ જ પસંદ કરીએ છીએ
ક્વોટેશન મેળવોરિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(18,050 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
પ્રતિમા થિમૈયા
વેબ સેલ્સના પ્રતિનિધિ દ્વારા કાર ઇન્શ્યોરન્સનું વેચાણ ખૂબ જ આનંદદાયક રીતે કરવામાં આવ્યું! આભાર
એમડી પરવેઝ અહમદ
તમારી સર્વિસ સારી છે. છેલ્લે જયારે મારો અકસ્માત થયો હતો, ત્યારે ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન તમારા સર્વેક્ષક અને કંપની તરફથી મૈત્રીપૂર્ણ અનુભવ થયો.
અજય તલેકર
માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો