રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
કવર કરો અકસ્માત
નુકસાન અથવા ક્ષતિ
પર્સનલ એક્સિડન્ટ
કવર
મેળવો ત્વરિત ક્લેઇમ
સેટલમેન્ટ
આની વિશાળ શ્રેણી
ઍડ-ઑન કવર
બાઇક ઇન્શ્યોરન્સ એક સુરક્ષા પ્લાન છે જે બાઇકના માલિકોને ટૂ-વ્હીલરનો ઉપયોગ કરવાથી ઉદ્ભવતી થર્ડ પાર્ટીની જવાબદારીથી સુરક્ષિત કરે છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એક કરાર છે, જેમાં ઇન્શ્યોરન્સ કંપની બાઇકને થયેલા કોઈપણ નુકસાન કે ક્ષતિ સંબંધિત નાણાંકીય પાસાઓને કવર કરે છે. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ, ટૂ-વ્હીલર ધરાવતા દરેક વ્યક્તિ માટે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. જ્યારે અકસ્માતને કારણે વાહનને નુકસાન થાય છે, ત્યારે ઑનલાઇન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિપેર માટેની ચુકવણી કરીને તમને આર્થિક રીતે કવર કરે છે. તે કુદરતી આફતો અથવા થર્ડ-પાર્ટીની જવાબદારીઓ/વ્યક્તિગત અકસ્માતોને કારણે લાગતા ફટકાને પણ ઘટાડે છે.
તમારી સ્માઇલ્સને પ્રતિ માઇલ સુરક્ષિત કરો
ક્વોટેશન મેળવોઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ માટે ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવા જરૂરી છે. જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ નીચે મુજબ છે:
બધું જમા થતા લાભો અને તેના અભાવ પર આધારિત છે. તરત જ સમાપ્ત થયેલી બાઇકને રિન્યુ કરવા માટે તમારું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ મેળવવું તમારી સુરક્ષા અને મનની શાંતિ માટે છે. સમાપ્ત થયેલ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન પૉલિસીને રિન્યુ કરવું આજકાલ ખૂબ જ સરળ છે. તે માત્ર થોડા પગલાં જ અને ક્લિક દૂર હોય છે. માત્ર તમારી વિગતો દાખલ કરો.
1 સમાપ્ત થયેલ બાઇક ઇન્શ્યોરન્સના રિન્યુઅલ પ્રીમિયમ માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્વોટ ઑનલાઇન તપાસો.
2 તમારી જરૂરિયાત મુજબ તમારી બાઇક ઇન્શ્યોરન્સમાં ફેરફાર કરો.
3. પૂછવામાં આવેલી વિગતો અને તમારી પાછલી પૉલિસીની માહિતી ભરો.
4 આઇડીવી અને જરૂરી એડ-ઑન સેટ કરો.
5 તેના માટે તરત જ ઑનલાઇન ચુકવણી કરો.
1. દંડપાત્ર અપરાધ : ફરજિયાત થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ અથવા કોઈપણ ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ દંડને પાત્ર છે. જો પૉલિસી સમાપ્ત થઈ ગઈ હોય, તો એનસીબીનો લાભ એકત્રિત થયેલ હોવા છતાં, સમાપ્ત થયેલા ઇન્શ્યોર્ડ વાહનોના કોઈપણ અકસ્માતના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કંપની જવાબદાર રહેતી નથી.
2. પૉલિસી લૅપ્સ થવી : જો તમારું બાઇક ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયું હોય અને રિન્યુ કરવામાં આવ્યું ના હોય, તો તમારી પૉલિસી લૅપ્સ થઈ શકે છે, અને ઇન્શ્યોરન્સ કંપની કોઈપણ રીતે જવાબદાર ગણાશે નહીં.
3. નો ક્લેઇમ બોનસ: જો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખના 90 દિવસની અંદર તેને રિન્યુ કરવામાં ના આવે, તો નો ક્લેઇમ બોનસના લાભો બંધ કરવામાં આવે છે.
(16,977 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
ફેઝ સિદ્દિકી
બજાજ આલિયાન્ઝ પ્રતિનિધિ ખૂબ જ મદદગાર હતો અને બધું ઉપયોગ કરવામાં સરળ હતું.. મને તમારી સર્વિસ સાથે ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી.
રેખા શર્મા
એકદમ યૂઝર ફ્રેન્ડલી, ઉપયોગ કરવામાં સરળ અને ચૅટ પર ઝડપી પ્રતિસાદ મળ્યો અને ચૅટ દરમિયાન જ ઑનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરી.
સુશીલ સોની
બજાજ આલિયાન્ઝ સાથે નવું બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કસ્ટમર કેર સાથેનો અનુભવ અદ્ભુત હતો. આભાર
માત્ર સરકારે રસ્તા પર ચાલતા દરેક ટૂ-વ્હીલર માટે ઇન્શ્યોરન્સ કરવું ફરજિયાત કર્યું નથી. ઇન્શ્યોરન્સ નીચેના લાભો પણ પ્રદાન કરે છે;
સરકાર ટૂ-વ્હીલર પૉલિસીને ફરજિયાત બનાવે છે કારણ કે તે અકસ્માત દ્વારા થતા સંભવિત નુકસાન સામે પીડિતને સુરક્ષિત કરે છે. વાહનને ચોરી, આગ, અકસ્માત, રમખાણો, વિસ્ફોટને કારણે થયેલા કોઈપણ નુકસાન અને ભૂસ્ખલન, પૂર, ભૂકંપ, તોફાન વગેરે જેવી કુદરતી આફતો દ્વારા થયેલા નુકસાન સામે પણ સુરક્ષિત કરવામાં આવે છે.
ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા બે પ્રકારના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑફર કરવામાં આવે છે.
ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા પસંદ કરેલી પૉલિસીના પ્રકારના આધારે કવરેજ અલગ હોઈ શકે છે.
થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ:
કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ: ઉપરોક્ત ઉપરાંત નીચેની બાબતો પણ કવર કરવામાં આવે છે.
જોખમ કવર વધારવા માટે કોઈપણ આ પૉલિસીમાં અનેક એડ-ઑન રાઇડર શામેલ કરી શકે છે.
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની તુલનામાં, બાઇક માટેની કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ઇન્શ્યોર્ડને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, ઘણીવાર કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ હેઠળ નીચેની બાબતો કવર કરવામાં આવે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગની પેનલ્ટી હવે ₹2000 અને/અથવા 3 મહિના સુધીની કેદ નક્કી કરવામાં આવી છે. માત્ર પેનલ્ટી જ નહીં પરંતુ સરકાર મૃત્યુ (5 લાખ) અથવા ગંભીર ઈજાઓ (2.5 લાખ) ના કિસ્સામાં સખત દંડ પણ પ્રદાન કરે છે; તેથી કાનૂની રીતે ચલાવવા અને મુકદ્દમાની અસુવિધાને ટાળવા માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવાની સલાહ આપવામાં આવે છે.
કૅશલેસ રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમનો અર્થ એ છે કે અકસ્માત પછી ઇન્શ્યોરન્સ કંપની તમારા વાહનને રિપેર કરાવશે અને નુકસાન માટે તમને કોઈ ચુકવણી કરશે નહીં. નૉન-કૅશલેસ રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમનો અર્થ એ છે કે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ વાહન માટે સંપૂર્ણ રિપેર માટે પ્રથમ ચુકવણી કરશે અને ઇન્શ્યોરન્સ કંપનીને ડૉક્યૂમેન્ટ અને બિલ સબમિટ કરશે. ત્યારબાદ કંપની ઇન્શ્યોર્ડને રકમ ચૂકવે છે.
થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર, જેમ નામ સૂચવે છે, આ થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન - ઇજા અથવા તેમની સંપત્તિનું નુકસાનને કારણે ઉદ્ભવતી કાનૂની જવાબદારીને કવર કરે છે. 2 વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, એક વ્યક્તિને કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ-પાર્ટી પૉલિસી વચ્ચે પસંદ કરવાનું રહે છે. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીને કવર કરતી નથી, પરંતુ તમારા વાહનના નુકસાનને પણ આવરી લે છે.
PA (પર્સનલ એક્સિડન્ટ) કવર એ વ્યક્તિગત અકસ્માત કવર છે. બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, કોઈપણ શરીરના ભાગની ઇજાઓથી માંડીને કાયમી અપંગતા અથવા મૃત્યુ જેવી અકસ્માતની સ્થિતિમાં વળતર ચૂકવવામાં આવશે. હા, ટૂ-વ્હીલર ડ્રાઇવર અને માલિક માટે વ્યક્તિગત અકસ્માત કવર હોવું ફરજિયાત છે.
2019 માં, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, જેને IRDA તરીકે પણ ઓળખાય છે, તેણે લગભગ ત્રણ વર્ષના સમયગાળા માટે લોન્ગ ટર્મ 2 વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ રાખવાની મંજૂરી આપી છે. જેના અનેક ફાયદા છે, જેમકે 30% થી વધુ છૂટ, વાર્ષિક રિન્યુઅલની કોઈ જરૂર નથી, વાહનની કોઈ વાર્ષિક તપાસ કરવાની જરૂર નથી અને વધુ.
એડ-ઑન કવરનો અર્થ એ છે કે વિવિધ ચુકવણીઓ સામે સુરક્ષિત કરવા માટે એક ખરીદેલું અતિરિક્ત કવરેજ. આ એડ-ઑન્સ કોઈની સ્ટાન્ડર્ડ પૉલિસી માટે વૈકલ્પિક છે, પરંતુ ખૂબ જ ફાયદાકારક છે અને અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરે છે. આ કોઈ પૉલિસીનું વિસ્તૃત વર્ઝન બનાવે છે; વધુમાં, આ સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ તેમજ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ જેવા પૉલિસી પ્લાન્સ સાથે ખરીદી શકાય છે.
એડ-ઑન કવર તમને નુકસાનની કોઈપણ પરિસ્થિતિમાં ક્લેઇમની મહત્તમ રકમ મેળવવાની શક્યતા આપીને તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમને અસર કરે છે. પૉલિસીધારકને જે લાભો અને સુરક્ષાનું લેવલ એડ-ઑન આપે છે તેની તુલનામાં અતિરિક્ત પ્રીમિયમની રકમ ઓછામાં ઓછી લાગે છે.
બમ્પરથી બમ્પર ઇન્શ્યોરન્સ કવર ટૂ-વ્હીલરના માલિક માટે એક મહત્વપૂર્ણ એડ-ઑન કવર છે. તે વાહનના સામાન્ય ઘસારા, જેના કારણે તેની વેલ્યૂમાં ઘસારો થાય છે, તેમાં ક્લેઇમ પ્રદાન કરે છે. આ એડ-ઑન કવરેજ વિના, ઇન્શ્યોરન્સ લેનારને ક્લેઇમ પ્રદાન કરવામાં આવતું નથી.
ટૂ-વ્હીલર પૉલિસી લેતી વખતે, પ્રીમિયમનો અંદાજ લગાવવા માટે દરેક વ્યક્તિએ જે પ્રદેશ કે સ્થાન પર વાહન ચલાવવાનું હોય, તે જણાવવાનું રહે છે. પરંતુ ભલે અકસ્માત કે નુકસાન જુદા પ્રદેશમાં થયું હોય, તો પણ ઇન્શ્યોરન્સ પૉલિસી એ ક્લેઇમ માટે ચુકવણી કરવા માટે જવાબદાર છે કારણ કે ઇન્શ્યોરન્સ કવરેજ ભારતભરમાં માન્ય છે. દરેક વ્યક્તિએ પૉલિસી લેતા પહેલાં તે હેઠળ આ વાંચવું આવશ્યક છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ એ ઇન્શ્યોરન્સ લેનારે તેમના વાહનને ભવિષ્યમાં લાયબિલિટી કવરેજથી સુરક્ષિત રાખવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને ચૂકવવાની રકમ છે. આ રકમની ગણતરી મોડેલ, જે શહેરમાં વાહન ચલાવાય તે, એડ-ઑન કવર, ઇલેક્ટ્રિકલ/નૉન-ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝ, રજિસ્ટ્રેશનની તારીખ વગેરે જેવા કેટલાક આધારો પર કરવામાં આવે છે.
હા, ટૂ-વ્હીલરના મોડેલ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કિંમતને અસર કરે છે. સામાન્ય રીતે, બેસિક ટૂ-વ્હીલર મોડેલ માટે વસૂલવામાં આવતું પ્રીમિયમ ઘણી સ્ટેટસ બાઇકના લેટેસ્ટ મોડેલ કરતાં ઓછું હોય છે. તેનું કારણ એ છે કે કંપની ઇન્શ્યોરન્સ ધરાવતા ટૂ-વ્હીલર માટે ક્લેઇમ પાસ કરે છે અને રિપેર માટે નહીં.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે, બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરનાર/ઘટાડનાર પરિબળોમાં એક ચુકવણીની પદ્ધતિ છે. ડિજિટલ ચુકવણીઓ પ્રીમિયમને ડિસ્કાઉન્ટ તરીકે ઘટાડશે, અને જો થર્ડ પાર્ટી પૉલિસીની લિમિટ વધારવામાં આવે, તો પ્રીમિયમ ઘટાડવામાં આવે છે. બાકી તમામ મૂળભૂત પરિબળો છે, જે સામાન્ય રીતે બાઇક ઇન્શ્યોરન્સને અસર કરે છે.
બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કોઈ ગ્રાહક ઘણા અલગ અલગ ચુકવણીના વિકલ્પો પસંદ કરી શકે છે. મોટેભાગે, ઇન્શ્યોરન્સ કંપનીઓ ભૌતિક અને ડિજિટલ બંને ચુકવણીના વિકલ્પો પ્રદાન કરે છે. ભૌતિક ચુકવણીની પદ્ધતિઓ જેમ કે કૅશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ચેક ડિપોઝિટ અને ડિજિટલ ચુકવણીની પદ્ધતિઓ જેમ કે ગૂગલ પે, ઑનલાઇન ક્રેડિટ/ડેબિટ કાર્ડ ટ્રાન્ઝૅક્શન વગેરે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાનો લાભ એ છે કે તેના માટે ન્યૂનતમ ડૉક્યૂમેન્ટની જરૂર અને સરળ પ્રક્રિયા છે. પ્રપોઝર દ્વારા જેમનું ઇન્શ્યોરન્સ કરવાનું હોય તેમની મૂળભૂત વ્યક્તિગત વિગતો અને ટૂ-વ્હીલરની વિગતો (જેમકે એન્જિન નંબર, ચેસિસ નંબર, રજિસ્ટ્રેશન નંબર, વાહન ઉત્પાદનની વિગતો વગેરે) પ્રદાન કરવાની જરૂર હોય છે.
વ્યક્તિગત હૉસ્પિટલના ખર્ચની ભરપાઈ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર ઉમેરીને કરી શકાય છે, એટલે કે; માલિક-ડ્રાઇવર માટે કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ (CPA). કોઈપણ વ્યક્તિની ઈજા, આંશિક અપંગતા, કાયમી સંપૂર્ણ અપંગતા અથવા મૃત્યુ માટે પણ તબીબી ખર્ચનો ક્લેઇમ કરી શકાય છે. તે કાયદા હેઠળ પણ ફરજિયાત છે.
જો ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિને અકસ્માતના પરિણામ રૂપે ઈજાઓ થાય અને હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો, ખર્ચને પહોંચી વળવા માટે ઇન્શ્યોરન્સ લેનારને કૅશ ભથ્થું આપવામાં આવશે. હૉસ્પિટલમાં દાખલ થવાની તારીખથી 50 દિવસ સુધી કૅશ ભથ્થું મેળવી શકાય છે.
રાઇડરને ખરીદવા માટે એક કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સૌથી અનુકૂળ પ્લાન છે કારણ કે તે તમારા વાહનના નુકસાન તેમજ થર્ડ પાર્ટીના વાહન અથવા સંપત્તિના નુકસાન સામે વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. તે પૉલિસીધારકને ચોરી, ટૂ- વ્હીલરના નુકસાન સામે પણ સુરક્ષિત કરે છે અને અનેક આપત્તિઓ સામે તમારા વાહનને કવર કરે છે.
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ (IRDA) દ્વારા મંજૂર કરેલી ઇન્શ્યોરન્સ કંપનીઓ કેટલીક છૂટ પ્રદાન કરે છે જેમકે વાહનમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસ જેવી મંજૂર કરેલ સિસ્ટમ્સ લગાવવી તેમજ પ્રતિષ્ઠિત ઑટોમોટિવ એસોસિએશનની મેમ્બરશિપ માટે ઓછું પ્રીમિયમ. છૂટ મેળવવા માટે મેમ્બરશિપ અને વાહનોમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસના ઇન્સ્ટૉલેશનને સાબિત કરતા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની જરૂર છે.
કેટલીક બાઇક ઇન્શ્યોરન્સ કંપનીઓ ક્રેડિટ કાર્ડ અથવા ચોક્કસ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન પૉલિસી ખરીદવા પર પણ છૂટ પ્રદાન કરે છે.
હા, બાઇક માટેની ઇન્શ્યોરન્સ પૉલિસી સરળતાથી નવા માલિકને ટ્રાન્સફર કરી શકાય છે. બાઇકના નવા માલિકે રજિસ્ટ્રેશન ટ્રાન્સફરના 14 દિવસની અંદર ઇન્શ્યોરન્સ કંપનીને અરજી સબમિટ કરવાની રહે છે. આવશ્યક ડૉક્યૂમેન્ટ નીચે મુજબ છે:
એકવાર આ ડૉક્યૂમેન્ટ અને ટ્રાન્સફર શુલ્ક સબમિટ થયા પછી, ઇન્શ્યોરન્સ કંપની ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરશે.
ટૂ-વ્હીલર/બાઇકમાં તમારી પાછળ બેસનાર વ્યક્તિ પિલિયન કહેવાય છે. પિલિયન રાઇડરને થર્ડ પાર્ટી માનવામાં આવે છે અને અકસ્માત સંબંધિત ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતો હેઠળ કવર કરવામાં આવે છે.
પૉલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં, ઇન્શ્યોરન્સ પૉલિસીને કાનૂની વારસદાર અથવા પૉલિસીધારકના નૉમિનીને ટ્રાન્સફર કરવામાં આવે છે.
જો પૉલિસીમાં કોઈ નૉમિની લિસ્ટ કરેલ ના હોય, તો પૉલિસી કાનૂની વારસદારને ટ્રાન્સફર કરવામાં આવશે. આમ કરવા માટે, પૉલિસીધારકના પરિવારે યોગ્ય કાર્યવાહી કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી પડશે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ અનેક જોખમો કવર કરવામાં આવતા નથી, જેમ કે યુદ્ધ જેવી આત્યંતિક સ્થિતિમાં વાહનનું નુકસાન, ડેપ્રિશિયેશનને કારણે નુકસાન, સામાન્ય ઘસારો, દારૂ અથવા તેવા પદાર્થોના પ્રભાવ હેઠળના ડ્રાઇવિંગને કારણે નુકસાન, લાઇસન્સ વગરના ડ્રાઇવરથી થયેલ નુકસાન વગેરે.
ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝમાં ફોગ લાઇટ, જે ફૅક્ટરીમાંથી ફિટ કરાવેલ નથી, અને નૉન-ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝમાં લેધર સીટ શામેલ છે. પ્રીમિયમની રકમની ગણતરી ઍક્સેસરીઝની રકમ અને ટકાવારી માર્જિનના આધારે કરવામાં આવે છે. ઇન્શ્યોરન્સ કંપની મોટેભાગે આ ઍક્સેસરીઝની કિંમતના આધારે અલગ પ્રીમિયમ સેટ કરે છે.
પ્રીમિયમની ગણતરી કર્યા પછી, તેના પર @18%એ GST લાગુ કરવામાં આવે છે, જેના કારણે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમની રકમ વધે છે. પ્રીમિયમની ગણતરી કર્યા પછી, એડ-ઑન્સ અને તમામ ઇલેક્ટ્રિકલ અને નૉન-ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝ સહિત અંતે GST લાગુ કરવામાં આવે છે.
ના, તમે હપ્તાઓમાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરી શકતા નથી. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા સંપૂર્ણ પ્રીમિયમ રકમ ચૂકવવામાં ન આવી હોય ત્યારે કોઈપણ નુકસાનના કિસ્સામાં ક્લેઇમ કરવાની સંભાવના આના પાછળનું કારણ છે. આ સ્થિતિમાં, ઇન્શ્યોરન્સ કંપની, ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિએ સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવ્યું ના હોવા છતાં, તેમના નુકસાન માટે ચુકવણી કરવા માટે જવાબદાર રહે છે.
સૌપ્રથમ, તમે ઑનલાઇન ફોર્મ ભરવું પડશે અથવા ઇન્શ્યોરન્સ કંપનીની ઑફિસમાંથી ક્લેઇમ સૂચના ફોર્મ મેળવવું પડે. અકસ્માતની વિગતો, વાહન નંબર, ડ્રાઇવરના લાઇસન્સ, RC કૉપી, ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી વગેરે સંબંધિત તમામ કૉલમ ભરો. ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાનું આ પ્રથમ પગલું છે.
બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરતી વખતે RC ની ફોટોકૉપી, ઇન્શ્યોરન્સ પૉલિસીની ફોટોકૉપી, એફિડેવિટ, FIR જો કોઈ હોય તો, ડ્રાઇવરના લાઇસન્સ, મેડિકલ રિપોર્ટ્સ, નુકસાન થયેલ વાહનના ફોટોગ્રાફ વગેરેની વિગતો/ડૉક્યૂમેન્ટ તૈયાર રાખવાની જરૂર છે. ક્લેઇમ કરવા માટે આ તમામ ડૉક્યૂમેન્ટ ખૂબ જ જરૂરી છે.
ચોરાયેલ કે ખોવાયેલ મોટરસાઇકલના કિસ્સામાં, તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં એક FIR રજિસ્ટર કરો અને પછી ઇન્શ્યોરરનો સંપર્ક કરો. ક્લેઇમની માંગણી કરતી વખતે, નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા જરૂરી છે;
છેલ્લે, નો ટ્રેસ સર્ટિફિકેટ મેળવવું આવશ્યક છે, જે ચોરીના એક મહિના પછી પોલીસ પાસેથી પ્રાપ્ત કરી શકાય છે.
લાભ માટે માત્ર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ઇન્શ્યોરન્સ લેનારને ચોરી સામે કવર કરી શકે છે.
બાઇકના નુકસાનના ક્લેઇમના ઘણા કિસ્સાઓ હોય છે. રિપેર કરી શકાય એવા નુકસાનના કિસ્સામાં, કંપની કૅશલેસ/ નોન-કૅશલેસ વળતરનો વિકલ્પ પસંદ કરે છે. બંને કિસ્સાઓમાં, લગભગ તમામ નુકસાન કંપની દ્વારા કવર થાય છે. બાઇકના સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં, કંપની રકમના 60% ની ચુકવણી કરે છે, પરંતુ તે વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ અલગ હોય છે.
બદલી છતાં પૉલિસી અપ્રભાવિત રહેશે. જો કે, ઍડ્રેસમાં ફેરફાર અને સંપર્કની વિગતો અપડેટ કરવાની જરૂર રહેશે, જે ઑનલાઇન અથવા નજીકની શાખામાં જઈને કરી શકાય છે. ઉપરાંત, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રજિસ્ટ્રેશન ઝોનના આધારે બદલાઈ શકે છે કારણ કે મેટ્રોપોલિટન શહેરોમાં બાકીના દેશ કરતાં વધુ પ્રીમિયમ દર હોય છે.
ના, કોઈ વ્યક્તિ એક સમયે બાઇક માટે માત્ર 1 ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવી શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે 2 પૉલિસીઓ હોય, તો તેમણે તે ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી કોઈપણ 1 ને કૅન્સલ કરવી પડશે.
હા, તમે તમારી વર્તમાન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નવા વાહનને બદલી શકો છો. આ માટે, પૉલિસીધારકને વર્તમાન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નોંધપાત્ર ફેરફારો કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીના કોર્ડિનેટરનો સંપર્ક કરવાનો રહેશે.
હા, નીચેની પરિસ્થિતિઓ હેઠળ પૉલિસી વર્ષ દરમિયાન બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી રદ કરી શકાય છે:
એનસીબી એટલે કે નો ક્લેઇમ બોનસ, બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના સમયગાળા દરમિયાન ઇન્શ્યોરન્સ લેનારે જો કોઈ ક્લેઇમ ન કર્યો હોય, તો તેમને તે મળે છે. એનસીબી અથવા નો ક્લેઇમ બોનસ, જો પાછલી પૉલિસીની સમાપ્તિ તારીખના 90 દિવસની અંદર પૉલિસી રિન્યુ કરવામાં આવે તો જ આગળ વધારવામાં આવે છે
જો તમારું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ સમાપ્ત થયું હોય, તો તમે ઑનલાઇન ચુકવણી કરીને પૉલિસીને રિન્યુ કરી શકો છો, અને ચુકવણી પ્રાપ્ત થયાના 3 દિવસ પછી પૉલિસીનો સમયગાળો શરૂ થશે. જ્યારે તમે સમયસર પૉલિસીને રિન્યુ કરવા માટે પ્રીમિયમ ચૂકવો નહીં ત્યારે પૉલિસી લૅપ્સ થઈ જશે. પૉલિસીને રિન્યુ કરવા માટે 90 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે. પૉલિસી લૅપ્સ થયાના 90 દિવસ પછી નો ક્લેમ બોનસ (એનસીબી) જેવા લાભ ગુમાવવા પડે છે.
પૉલિસીની સમાપ્તિ અને પૉલિસીના રિન્યુઅલ વચ્ચેના સમય અંતરને બ્રેક-ઇન પીરિયડ તરીકે ઓળખાય છે. આ સમયગાળા દરમિયાન તમારી પૉલિસી નિષ્ક્રિય રહેશે, અને જો તમારા વાહનમાં કોઈ સમસ્યા થાય તો, તે પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં. નો ક્લેઇમ બોનસ (એનસીબી) જતો કરવો પડે છે, અને જો પૉલિસી 90 દિવસના ગ્રેસ પીરિયડમાં રિન્યુ કરવામાં ના આવે, તો ઇન્શ્યોરન્સ કંપની આગામી સાઇકલ માટે તમારું પ્રીમિયમ વધારી શકે છે.
બ્રેક-ઇનના કિસ્સામાં, તમે તમારી બ્રેક-ઇન પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો, અને તે તરત જ સક્રિય થઈ જાય છે. પૉલિસીની સૉફ્ટ કૉપી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવશે, અને ચુકવણીની તારીખના થોડા દિવસ પછી પૉલિસી સંપૂર્ણપણે સક્રિય થઈ જશે.
બ્રેક-ઇન પીરિયડના કિસ્સામાં સમાપ્ત થયેલી પૉલિસીને બે રીતે રિન્યુ કરી શકાય છે, એટલે કે, ઑનલાઇન અને ઑફલાઇન.
ઑનલાઇન મોડ:
ઑફલાઇન મોડ:
પૉલિસીને ઇન્શ્યોરન્સ કંપનીની શાખાની મુલાકાત લઈને અને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરીને રિન્યુ કરી શકાય છે. આ કિસ્સામાં, ડૉક્યૂમેન્ટની ચકાસણી સાથે બાઇકનું નિરીક્ષણ કરવામાં આવશે.
પૉલિસીધારકને એનસીબી અથવા નો ક્લેઇમ બોનસ આપવામાં આવે છે. તેને પૉલિસી રિન્યુઅલ પર તમે પાછલી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી હકદાર હો તે દરે જ એક ઇન્શ્યોરર પાસેથી બીજા પાસે ટ્રાન્સફર કરી શકાય છે. જો તમે તમારી પાછલી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી એનસીબી માટે હકદાર છો તેનું પ્રમાણ દર્શાવો, તો એનસીબી પ્રાપ્ત કરી શકાય છે.
ના, ગ્રાહકને તેમના પૈસા/ઉપયોગમાં ના લીધેલ પ્રીમિયમ રિફંડ મેળવવાનો કોઈ વિકલ્પ પ્રદાન કરવામાં આવતો નથી. જોકે, ઇન્શ્યોરન્સ લેનારે પૉલિસીના સમયગાળામાં કોઈ ક્લેઇમ કર્યો ના હોય, તો પૉલિસીને રિન્યુ કરતી વખતે તેમને પ્રીમિયમમાં એનસીબીની છૂટ આપવામાં આવે છે.
ડેપ્રિશિયેશન, એડ-ઑન કવર, મોડેલ, અતિરિક્ત ઍક્સેસરીઝ વગેરે જેવા કેટલાક પરિબળોને કારણે રિન્યુઅલ દરમિયાન બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં બદલાવ થાય છે. આ પરિબળોને કારણે દર વર્ષે પ્રીમિયમમાં વધારો તેમજ ઘટાડો થઈ શકે છે.
રિન્યુઅલના સમયે, ઇન્શ્યોરન્સ લેનારે કોઈપણ ક્લેઇમ ના કર્યો હોય તેવા સતત વર્ષોના આધારે, નો ક્લેઇમ બોનસની ગણતરી કરવામાં આવે છે. નો ક્લેઇમ બોનસની છૂટ પ્રીમિયમને લગભગ 50% ની મહત્તમ મર્યાદા સુધી ઘટાડી શકે છે. તેની છૂટની ટકાવારી દર વર્ષે વધે છે.
અકસ્માત અથવા કુદરતી આપત્તિના કારણે તોડફોડ, નુકસાનની ઘટનાઓ, પોતાના નુકસાનના ક્લેઇમ હેઠળ આવે છે. આ કિસ્સામાં, ઇન્શ્યોર્ડ એ તરત જ ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી પડશે, અને કંપની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સર્વેક્ષકને કહેશે.
સર્વેક્ષકની તપાસ અને નિરીક્ષણોના આધારે, ક્લેઇમની પ્રક્રિયા કરી શકાય છે. જો કે, બજાજ આલિયાન્ઝ કૅશલેસ સર્વિસમાં, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ બાઇકને ગેરેજ પર લઈ જઈને કોઈપણ ચુકવણી કર્યા વગર રિપેર કરાવી શકે છે. કંપની કરેલા કામ માટે પાર્ટનર ગેરેજને વળતર આપશે.
તમે, જેમના માધ્યમથી ક્લેઇમ કર્યો હોય, તે ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરી શકો છો. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં, એકવાર દાખલ કરવામાં આવેલો ક્લેઇમ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં દેખાય છે અને તેમ છતાં સ્કોર નીચે જવાની સંભાવના રહે છે.
કોઈપણ જવાબદારી માટે વિસ્તૃત કવરેજના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે એડ-ઑન કવર ખરીદવામાં આવે છે, તેથી બજાજ આલિયાન્ઝ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પાસે ઘણાં બધા એડ-ઑન્સ ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ તેમની ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે કેટલાં એડ-ઑન્સ કવર ખરીદવા માંગે છે તે સંખ્યા ઉપર કોઈ લિમિટ નથી.
બાઇક ઇન્શ્યોરન્સના કિસ્સામાં, પછીથી ઉમેરેલી ઍક્સેસરીઝનું ફરીથી નિરીક્ષણ જવલ્લે જ થાય છે. છતાં, ક્લેઇમ મેળવવાના કિસ્સામાં, સામાન્ય રીતે, તેમની જવાબદારી વિશિષ્ટ એડ-ઑન કવર હેઠળ કવર કરવામાં આવે છે. કંપની ઇન્શ્યોરન્સ વગરની મોંઘી ઍક્સેસરીઝનો ક્લેઇમ આપવા માટે જવાબદાર નથી.
જો પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ રજિસ્ટર ન કર્યો હોય, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા બાઇકના માલિકને નો ક્લેઇમ બોનસ (એનસીબી) તરીકે એક પુરસ્કાર આપવામાં આવે છે. એનસીબીની રેન્જ પોતાની નુકસાનીના પ્રીમિયમ પર 20% થી લઈને અને દરેક સતત ક્લેઇમ-મુક્ત વર્ષમાં વધારા સાથે 50% સુધી વધે છે.
પૉલિસી રિન્યુઅલના સમયે તમને પાછલા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી મળતા દર પર જ એનસીબી ટ્રાન્સફર કરવામાં આવશે. તમારે નીચેના ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાની જરૂર રહે છે:
નવી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યુઅલના સમયે નિરીક્ષણ પ્રક્રિયા કરવામાં આવે છે. નિરીક્ષણ તરફ દોરી જતા અન્ય પરિબળો નીચે મુજબ છે:
એકવાર ઑનલાઇન નિરીક્ષણની વિનંતી કર્યા પછી, નિરીક્ષણ 24 થી 48 કલાકની અંદર કરવામાં આવશે, ત્યારબાદ સર્વેક્ષક દ્વારા માલિકને ઑનલાઇન ભલામણ કરવામાં આવશે.
48 કલાકની અંદર, તમારે વેબસાઇટ પર લૉગ-ઇન કરવાનું રહેશે અને તમારી પૉલિસીને રૂપાંતરિત કરવાની રહેશે. સમયસીમાની અંદર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને રૂપાંતરિત કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, તમારે ફરીથી સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
વિવિધ પોર્ટલ યૂઝરને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કૉપી ઑનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા પ્રદાન કરે છે. તમારે માત્ર ઇન્શ્યોરન્સ વેબસાઇટ પર લૉગ ઇન કરીને તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું હોય છે. સોફ્ટ કૉપી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે, અને આ ડૉક્યૂમેન્ટનું પ્રિન્ટઆઉટ મૂળ પૉલિસી ડૉક્યૂમેન્ટ તરીકે ગણાશે.
બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ બીયરિંગ એન્ડોર્સમેન્ટ એ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સંમત કરેલ બદલાવનો પુરાવો છે, જેમાં તમારે તમારા ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટમાં બદલાવ, જેમ કે માલિકીનું ટ્રાન્સફર, RTO માં ફેરફાર વગેરે માટે અતિરિક્ત પ્રીમિયમની ચુકવણી કરવાની રહે છે.
નૉન-પ્રીમિયમ બીયરિંગ એન્ડોર્સમેન્ટ એ એક પ્રકારનું એન્ડોર્સમેન્ટ છે જ્યાં તમારે તમારા ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટમાં બદલાવ અથવા ફેરફારો માટે ચુકવણી કરવી પડતી નથી. જેમ કે સંપર્ક વિગતોમાં સુધારો, નામમાં સુધારો, એન્જિન અથવા ચેસિસ નંબરમાં સુધારો, હાઇપોથિકેશનમાં ઉમેરો વગેરે.
તમે નીચે મુજબની રીત દ્વારા તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનો નંબર જાણી શકો છો:
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની સ્થિતિ તપાસવી એ આજકાલ ખૂબ જ સરળ થઈ ગયું છે. તે નીચેની પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.
અકસ્માતમાં, થર્ડ પાર્ટી એ તમે નથી એવા વ્યક્તિ છે, પ્રથમ પાર્ટી ઇન્શ્યોરન્સ લેનાર છે, બીજી પાર્ટી ઇન્શ્યોરર છે, અને થર્ડ પાર્ટી અકસ્માતમાં શામેલ અન્ય વ્યક્તિ છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કંપની માત્ર તમને તમારી બાઇક, જે તમારા નામ હેઠળ રજિસ્ટર્ડ છે, તેના માટે કવર કરશે. જો કોઈ અન્ય વ્યક્તિ તમારી બાઇક ચલાવી રહ્યું હોય અને તેને નુકસાન પહોંચાડે તો બાઇક ઇન્શ્યોરન્સ કંપની ક્લેઇમ સેટલ કરશે નહીં.
હા, બીજા કોઈની બાઇકની સવારી કરતી વખતે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ જરૂરી છે, કારણકે જો તમારો કોઈ અકસ્માત થાય, તો તમે અકસ્માતને ક્લેઇમ કરવા માટે પાત્ર નથી કારણ કે તમે બાઇકના રજિસ્ટર્ડ યૂઝર નથી. તમારા નામે બાઇક ઇન્શ્યોરન્સ લેવું શ્રેષ્ઠ છે કારણ કે તે તમને તમામ ફાઇનાન્શિયલ જવાબદારીઓથી સુરક્ષિત કરી શકે છે.
એકવાર તમને બાઇક ઇન્શ્યોરન્સ મળ્યા પછી, તમે તમામ પૉલિસીના લાભો મેળવી શકો છો અને જો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ચોરી અને અકસ્માતના કિસ્સામાં સરળતાથી ક્લેઇમ માટે અપ્લાઇ કરી શકો છો.
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ફેરફારો નીચેની પરિસ્થિતિઓમાં કરી શકાય છે,
આ ફેરફારો ઇન્શ્યોરરને લેખિત વિનંતી પ્રદાન કરીને કરી શકાય છે, દા.ત. શાખામાં વિનંતી, ગ્રાહક સેવા દ્વારા અથવા કસ્ટમર સર્વિસ પોર્ટલ પર વિનંતી કરવી.
કુલ કન્સ્ટ્રક્ટિવ નુકસાનને TCL તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ છે કે નુકસાનના કિસ્સામાં રિપેરનો ખર્ચ વાહનની કિંમત અથવા ઇન્શ્યોર્ડ લિમિટથી વધુ હોય.
જો તમારું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખોવાઈ ગયું હોય, તો તમે તેને ઇન્શ્યોરર પાસેથી ફરીથી જારી કરાવી શકો છો. તમે ઑફલાઇન ડુપ્લિકેટ કૉપીની વિનંતી કરી શકો છો.
ઑનલાઇન પ્રક્રિયા
હા, બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરી શકાય છે, કોઈપણ વ્યક્તિ ઇન્શ્યોરન્સ કંપનીના પોર્ટલ અથવા ઑનલાઇન ઇન્શ્યોરન્સ સુવિધાઓ પ્રદાન કરતા વિવિધ પોર્ટલ / મોબાઇલ એપ્સમાં સીધા લૉગ ઇન કરીને આ સુવિધાનો લાભ લઈ શકે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ નીચે મુજબ છે:
આ તમામ ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ ફોર્મ સાથે સબમિટ કરવાના રહેશે.
જો કોરોનાવાઇરસ લૉકડાઉન દરમિયાન તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાની જરૂર હોય, તો તમારે તરત જ તમારી ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવો જોઈએ અને રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. ઑનલાઇન પૉલિસીને રિન્યુ કરવું એ લૉકડાઉન દરમિયાન શ્રેષ્ઠ રિન્યુઅલ પદ્ધતિ છે કારણ કે આ પ્રક્રિયા સુરક્ષિત રીતે ઑનલાઇન, ઝંઝટ મુક્ત અને સ્પર્શ-મુક્ત રીતે પૂર્ણ કરવામાં આવશે.
ના, જો ચાલુ પૉલિસીના સમયગાળા દરમિયાન થર્ડ-પાર્ટી પ્રીમિયમમાં સુધારો થાય, તો પણ ગ્રાહક પાસેથી અતિરિક્ત પ્રીમિયમ એકત્રિત કરવામાં આવશે નહીં. જોકે, આગામી ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુઅલના સમયે, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સુધારા મુજબ પ્રીમિયમ વસૂલવામાં આવશે.
ના, પ્રીમિયમની ગણતરી કરવાનું લોજિક વ્યવસાયિક અને ખાનગી વાહનો માટે સમાન નથી. વ્યવસાયિક વાહનોનો ઉપયોગ વધુ કરવામાં આવે છે અને તેમાં જોખમનું પ્રમાણ પણ વધુ હોય છે. તેથી આ માટે વસૂલવામાં આવતા પ્રીમિયમની ગણતરીનું લોજિક ખાનગી વાહનો માટે વસૂલવામાં આવતા પ્રીમિયમના ગણતરી લોજિક કરતાં અલગ અને થોડું વધારે હોય છે.
ARAI નો અર્થ છે ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા. કોઈપણ પ્રકારના ઑટોમોટિવ અને નૉન-ઑટોમોટિવ હેતુઓમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ વિવિધ પ્રકારના એન્જિન અથવા વાહનો આ એજન્સી દ્વારા પ્રમાણિત અને પરીક્ષણ કરવામાં આવે છે. તે ભારતની અધિકૃત એજન્સી છે, જે આ બાબતોની કાળજી રાખે છે.
ના, ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ભારતના ઑટોમોબાઇલ એસોસિએશનના મેમ્બરને આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી. તેમને લોન પર ઘણા પ્રોત્સાહનો અને છૂટ મળે છે પરંતુ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મળતા નથી.
ટૂ-વ્હીલર માટે દર વર્ષે એનસીબી ડિસ્કાઉન્ટ રેટ હેઠળ પ્રીમિયમ પર છૂટ આપવામાં આવે છે. જો કોઈએ ક્લેઇમ કર્યો હોય, તો આ છૂટ હટાવવામાં આવશે, અને પૉલિસી રિન્યુઅલના સમયે ઇન્શ્યોરન્સ લેનારને મૂળ દરો પર પ્રીમિયમ ચૂકવવું પડશે. હા, છૂટ લાગુ કર્યા વિના પ્રીમિયમમાં વધારો થશે.
ઇન્શ્યોરન્સ લેનાર અકસ્માત પછી તરત જ પોલીસને શક્ય એટલી વહેલી તકે રિપોર્ટ કરવા માટે જવાબદાર છે. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને ગંભીર ઈજાઓના કિસ્સામાં, તે વ્યક્તિ અથવા તેમના જાણીતા દ્વારા અકસ્માતના 24 કલાકની અંદર રિપોર્ટ કરવાનું રહેશે.
ઇન્શ્યોરન્સ કંપનીઓએ કૅશલેસ રિઇમ્બર્સમેન્ટ કરવા માટે તેમના ટાઇ-અપ્સ કરેલા ગેરેજનું લિસ્ટ, સામાન્ય રીતે ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સના કિસ્સામાં તેમની વેબસાઇટ્સ પર ઉપલબ્ધ હોય છે અથવા તેમની ઑફિસ પર તેના વિશે પૂછપરછ કરી શકાય છે.
હા, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવા માટે એક સમયસીમા હોય છે. ક્લેઇમની માહિતી રજિસ્ટર કરવા અને સબમિટ કરવાની સમયસીમા 24 કલાકની છે. માત્ર ગંભીર તબીબી પરિસ્થિતિઓમાં ક્લેઇમ માટે સમયસીમા વધારી શકાય છે, પરંતુ મૂળભૂત રીતે, તે 24 કલાક હોય છે.
સર્વેક્ષક સંપૂર્ણ ઘટના વિશે પૂછપરછ કરે છે. તેઓ નુકસાન થયેલા વાહનના ફોટો લેશે, ડ્રાઇવરનું લાઇસન્સ, RC કૉપી, ઇન્શ્યોરન્સ કૉપી, જો થર્ડ-પાર્ટીને કોઈ નુકસાન ન થયું હોય તો એફિડેવિટ, FIR જો કોઈ હોય, તપાસશે. છેલ્લે, સર્વેક્ષક કેસ રિપોર્ટ બનાવશે અને પછી ક્લેઇમ સાથે આગળ વધવા માટે કંપનીને સબમિટ કરશે.
ક્લેઇમ સૂચના પર પ્રક્રિયા કરવા માટે ક્લેઇમની ન્યૂનતમ રકમ 1000-1200 રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ તે જવલ્લે જ બને છે. આનું કારણ ક્લેઇમ ન કરવાના ફાયદાઓ, અર્થાત, પૉલિસીના રિન્યુઅલ સમયે ઇન્શ્યોર્ડને પ્રાપ્ત થતી નો ક્લેઇમ બોનસની છૂટ છે.
પૉલિસીના સમયગાળામાં ભરપાઈ કરી શકાય તેવા ક્લેઇમની સંખ્યા પૉલિસીના સમયગાળા પર આધારિત છે. વાર્ષિક પૉલિસીમાં, કોઈપણ વ્યક્તિ મેળવી શકે તેવા ક્લેઇમની સંખ્યા 3 છે. લાંબા ગાળાની પૉલિસીમાં, કુલ નંબર 9 છે, 3 પ્રતિ વર્ષ. જો ક્લેઇમની સંખ્યા વર્ષમાં 3 કરતાં વધી જાય, તો ઇન્શ્યોર્ડને કોઈ સુરક્ષા રકમ મળશે નહીં.
ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયામાં લેવાતો સમય અનેક ઘટકોને કારણે અલગ હોય છે. જો તમામ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં આવે, અને કોર્ટની પ્રક્રિયામાં કોઈ વિલંબ ના થાય, તો સેટલમેન્ટ માટે મહત્તમ સમય 10-15 દિવસ છે. અન્યથા, સેટલમેન્ટમાં 30-45 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
PA એટલે પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ ક્લેઇમ. ઇન્શ્યોરન્સ પૉલિસીના સમયગાળા હેઠળ વિવિધ પરિસ્થિતિઓમાં, જો ઇન્શ્યોરન્સ લેનારનો અકસ્માત થાય અને કોઈ ઈજા થાય, કોઈપણ કાયમી અપંગતા થાય, અથવા તેમની મૃત્યુ થાય, તો કોઈ વ્યક્તિ PA ક્લેઇમ કરી શકે છે.
ના, તમે ઉચ્ચ રિપેર ખર્ચના કિસ્સામાં પણ ઍડવાન્સ તરીકે કોઈપણ રકમ માંગી શકતા નથી, કારણ કે બિન-કૅશલેસ વળતર હેઠળ તમારે રિપેરના બિલની ચુકવણી પહેલાં કરવી પડે છે અને જરૂરી ડૉક્યૂમેન્ટ અને બિલ સબમિટ કરવા પડે છે, પછી તમને ક્લેઇમ મળે છે.
હા, જો નુકસાન ન્યૂનતમ હોય તો તમે ક્લેઇમ ના કરવાનું પસંદ કરી શકો છો. આનાથી નો ક્લેઇમ બોનસ દ્વારા છૂટ મેળવી શકાય છે. પૉલિસીના રિન્યુઅલ સમયે નો ક્લેઇમ બોનસની છૂટ આપવામાં આવે છે. પ્રીમિયમ પરની છૂટ એ સાવ ન્યૂનતમ ક્લેઇમ મેળવવા કરતાં વધુ લાભદાયી છે.
હા, જો તમારું ટુ વ્હીલર ગ્રેસ પીરિયડ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થાય, તો તમે કલેઇમ કરી શકો છો. ગ્રેસ પીરિયડનો અર્થ તમારી પૉલિસીના તે સમયગાળાથી છે જે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વધારી આપવામાં આવ્યો છે, જેથી તમે પૉલિસીના લૅપ્સ થતા પહેલા પ્રીમિયમ ચૂકવી શકો. આ સમયગાળો ઇન્શ્યોરન્સ કંપનીની પૉલિસીના આધારે 30 દિવસ જેટલો લાંબો અથવા 24 કલાક સુધીના ટૂંકા સમયનો હોઈ શકે છે.
કૉલ બૅક માટે વિનંતી કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો