ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
આપણામાંથી ઘણા લોકો માટે, આપણા પાળતુ પ્રાણીઓ આપણા પરિવારની જેમ છે. અમે તેમની કાળજી લેવા માટે બધું જ કરીએ છીએ. અમે ખાતરી કરીએ છીએ કે આપણા પાળતુ પ્રાણીઓ સારી રીતે ખોરાક લે, ટ્રેનિંગ મેળવે, તેમણે ચાલવા અને દોડવા માટે પૂરતી જગ્યા મળે, અને ફિટ રહે અને ચોક્કસપણે, પ્રેમ અને ધ્યાન મેળવે. તો તેમને બજાજ આલિયાન્ઝ પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સંરક્ષણના સર્કલમાં શું કામ ન શામેલ કરીએ.
બજાજ આલિયાન્ઝ પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે તમારા બેંક એકાઉન્ટને અનપેક્ષિત અને ખર્ચાળ, વેટરનરી બિલથી બચાવવાની સાથે જ તમારા કૂતરાને શ્રેષ્ઠ તબીબી કાળજી આપી શકો છો. આ વાર્ષિક પૉલિસી માત્ર ડૉગ હેલ્થ ઇન્શ્યોરન્સ તરીકે કાર્ય કરતી નથી, પરંતુ જો તમારું પાળતુ પ્રાણી ખોવાય જાય તો પણ સપોર્ટ પ્રદાન કરે છે.
3 મહિનાથી 10 વર્ષની ઉંમર વચ્ચેના તમારા પાળતું કૂતરાને, તેમના જીવનકાળ દરમિયાન કવર કરે છે
*નિયમો અને શરતો લાગુ
કોઈપણ પ્રતીક્ષા અવધિ વિના, પૉલિસી જારી કરવાના ક્ષણે કોઈપણ અકસ્માતના પરિણામે થતી કોઈપણ ઈજા/સર્જરીની સારવાર અથવા મૃત્યુને આવરી લે છે
જો તમારા પાળતું પ્રાણી પાસે માઇક્રો-ચિપ છે અથવા RFID ટૅગ કરેલ છે, તો તમને તમારા પ્રીમિયમ પર 5% વધારાની બચત મળે છે
પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ #CaringlyPaws
જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થાય છે, અને તમારે ક્લેઇમ કરવાની જરૂર છે, તો ઘટનાના
નંબર 1800-209-5858 24 કલાકની અંદર માત્ર અમારા ટોલ ફ્રી નંબર પર કૉલ કરો.
ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે, જેમાં શામેલ છે::
● યોગ્ય રીતે ભરેલું ક્લેઇમ ફોર્મ
● વેક્સિનેશન સર્ટિફિકેટ
● મૃત કૂતરાની કલર ફોટો સાથે મૃત્યુ પ્રમાણપત્ર (મૃત્યુ લાભ કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
● પશુ ચિકિત્સકના તબીબી પેપર્સ અને બિલ (સર્જરી ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશન કવર, મૃત્યુ લાભ કવર, લોન્ગ ટર્મ કેર કવર અને OPD કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
● પોલીસ દ્વારા લૉજ કરેલ સામાન્ય ડાયરી એન્ટ્રીની કૉપી (ચોરી/ખોવાયેલ/ભટકાય જવાના કવર હેઠળ ક્લેઇમ કરવાના કિસ્સામાં)
● FIR (થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
● જાહેરાતની કૉપી (ચોરી/ખોવાયેલ/ભટકાઇ જવાના કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
● હૉસ્પિટલ બિલ (હૉસ્પિટલાઇઝેશન હેઠળ ક્લેઇમ કરવાના કિસ્સામાં)
● અદાલતના ઑર્ડર (થર્ડ પાર્ટી લાયબિલિટી કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં)
● ડાયગ્નોસ્ટિક્સ રિપોર્ટ (ટર્મિનલ ડિઝીઝ કવર હેઠળ ક્લેઇમના કિસ્સામાં, લોન્ગ ટર્મ કેર કવર અને OPD કવર)
● સમાચાર પત્રની દેખાતી તારીખ સાથે, ક્લેઇમના રજિસ્ટ્રેશનની તારીખના સમાચાર પત્ર સાથે તમારા પાળતું કૂતરાના કલર ફોટા.
● જો તમારા પાળતુ પ્રાણી પાસે RFID ટૅગ/માઇક્રોચિપ છે, તો RFID ટૅગનો કલર ફોટો, જે સ્પષ્ટપણે ઓળખ નંબરને કૅપ્ચર કરે છે તે પણ કામ કરશે.
● જો કંપની દ્વારા ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે જરૂરી હોય તો કોઈ અન્ય ડૉક્યૂમેન્ટ
પાળતું પ્રાણીઓની એકંદર સુખાકારી જાળવવા માટે, દરેક પાળતું પ્રાણીના માલિક પાસે પૅટ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. યોગ્ય પૅટ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે, તમારા પાળતું કૂતરાને મેડિકલ સંભાળ મળી શકે છે અને પશુચિકિત્સા સંબંધિત અણધાર્યા બિલથી તમને બચાવી શકે છે.
જ્યારે તમારા કૂતરા માટે પૅટ ઇન્શ્યોરન્સ ખરીદવાની વાત આવે છે, ત્યારે તેમની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. માત્ર પ્રીમિયમ ઓછું હોવાના કારણે સસ્તો ડૉગ ઇન્શ્યોરન્સ પસંદ કરશો નહીં. નીચે આપેલ સૂચિબદ્ધ પગલાં અનુસરીને તમારા પાળતું કૂતરાને અમારી સાથે સુરક્ષિત કરો: https://www.bajajallianz.com/pet-insurance/dog-insurance.html ની મુલાકાત લો
1. તમારું નામ દાખલ કરો અને 'ક્વોટ મેળવો' પર ક્લિક કરો
2. 'ચાલો, શરૂ કરીએ' પર ક્લિક કરો
3. 'કૉલબૅકની વિનંતી કરો' ફોર્મમાં જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ કરો
તમને અમારી 'ગ્રાહક સહાયતા' ટીમ તરફથી એક કૉલ પ્રાપ્ત થશે, જે આ પ્રક્રિયા દરમિયાન ઝંઝટ-મુક્ત અનુભૂતિ માટે તમને મદદ કરશે.
અમારો પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ વેક્સિનેશનની નિષ્ફળતા માટે કવર પ્રદાન કરે છે. આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. તમે પૅટ ડૉગ હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરો તે પહેલાં, ભવિષ્યમાં કોઈપણ મૂંઝવણ ના થાય એ માટે કવરેજના લાભો યોગ્ય રીતે વાંચી જાઓ.
હા, તમારા પાળતું કૂતરાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો અને પછી પૅટ ડૉગ ઇન્શ્યોરન્સને ઑનલાઇન ઝંઝટ-મુક્ત રીતે ખરીદો.
પાળતું પ્રાણીઓના સારસંભાળ, મેડિકલ કેર વગેરેના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને. પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક ચતુરાઈભર્યો નિર્ણય છે. યોગ્ય પૅટ ઇન્શ્યોરન્સ સાથે, કદાચ તમારે અલગથી ડૉગ મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર રહેશે નથી. અમારો પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ તમારા પાળતું કૂતરાને વિવિધ જોખમો સામે કવર કરે છે, જેથી તમે ચિંતા-મુક્ત રહી શકો.
પૅટ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પૉલિસીની મુદત, પાળતું પ્રાણીની પ્રજાતિ, ઉંમર વગેરે જેવા કેટલાક પરિબળો પર આધારિત હોય છે. પાળતું કૂતરા માટેનો સરેરાશ મેડિકલ ખર્ચ અને પૅટ ડૉગ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે ચૂકવવા પડતા પ્રીમિયમની તુલના કર્યા બાદ શાણપણ એમાં છે કે પૅટ ડૉગ ઇન્શ્યોરન્સની પસંદગી કરવામાં આવે, કારણકે તે વાજબી છે.
હા, તમે રસ્તા પરથી દત્તક લીધેલ કૂતરા માટે પૅટ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. ઇન્શ્યોરન્સ ધરાવતા પાળતું કૂતરાને સ્થાનિક સરકારી અધિકારી/ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સર્ટિફાઇડ કેનલ ક્લબ ઑફ ઇન્ડિયા પાસે રજિસ્ટર કરવવાનું રહેશે. આ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે.
*નિયમો અને શરતો લાગુ
જુઓ, ઇન્શ્યોરન્સ ધરાવતા પાળતું કૂતરાની ચોરી થઈ/ભટકી જવાના કિસ્સામાં થતા કોઈપણ જાહેરાત સંબંધિત ખર્ચ માટે કવર પ્રદાન કરવામાં આવે છે. આ ઉપરાંત, અમે ગ્રાહક દ્વારા પસંદ કરેલ વીમાકૃત રકમની પણ ચુકવણી કરીએ છીએ.
*નિયમો અને શરતો લાગુ
તે પાળતું પ્રાણીના માલિકની થર્ડ-પાર્ટી જવાબદારીને ₹15, 00,000 સુધીની વીમાકૃત રકમના વિકલ્પ સાથે કવર કરે છે. આ લાભ કદાચ તમામ પૅટ ઇન્શ્યોરન્સ કંપનીઓ ઑફર કરતી નથી. તેથી, તેના વિશે ઇન્શ્યોરન્સ કંપની પાસે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
*નિયમો અને શરતો લાગુ
* નોંધ : આ ઇન્શ્યોરન્સ પ્લાનનું પ્રીમિયમ કૂતરાની ઉંમર, પ્રજનન અને લિંગ પર આધારિત રહેશે. કૂતરાની નસ્લના આધારે પાળતું કૂતરાઓને નાના, મધ્યમ, મોટા અથવા વિશાળ સાઇઝને વર્ગીકૃત કરવામાં આવે છે.
અમે તમારા કૂતરા માટે ટર્મિનલ ડિઝીઝ કવર પણ પ્રદાન કરીએ છીએ
તમારા પાળતું કૂતરા માટે કોઈ પૉલિસી પહેલાના મેડિકલ ટેસ્ટ અનિવાર્ય નથી, ભલે તમારું પાળતું પ્રાણી મોટી ઉંમરમાં હોય. જોકે કેટલીક બિમારીઓ માટે કેટલીક પ્રતીક્ષા અવધિ રહેશે.
અમને ખાતરી છે કે જ્યારે જરૂર હોય ત્યારે તમારા પાળતું કૂતરાને વેક્સિનેશન આપવામાં આવે છે, આ સમયાવધિ દરમિયાન... વધુ વાંચો
વેક્સિનેશન :
અમને ખાતરી છે કે પૉલિસીના સમયગાળામાં, જરૂર પડે ત્યારે તમારા પાળતું કૂતરાનું વેક્સિનેશન કરવામાં આવે છે. અને જો હા હોય, તો આ ઇન્શ્યોરન્સ વેક્સિનેશનની નિષ્ફળતાને પણ કવર કરી લેશે. કૃપા કરીને નોંધ કરો કે કવરેજ માન્ય રહે તે માટે, પૉલિસીના સંપૂર્ણ સમયગાળા દરમિયાન તમારા કૂતરાનું વેક્સિનેશન કરાવેલું હોવું જોઈએ.
* નોંધ : તમે પ્લાન A ની ખરીદી કરવા માટે વેબસાઇટ પર જઈ શકો છો, જો કે, તમારે નજીકની શાખાનો સંપર્ક કરવાનો રહેશે અથવા કૉલ કરવાનો રહેશે અમારા 24 કલાકના ટોલ ફ્રી નંબર 1800-209-5858 / 1800-102-5858 પર, જો તમારે જોઈતો હોય વૈકલ્પિક પ્લાન B
* નોંધ : મૃત્યુ લાભ કવર અને ચોરી/ખોવાય/ભટકાય જવાના કવર માટે, તમે મહત્તમ કિંમત સુધી વીમાકૃત કોઈપણ રકમ પસંદ કરી શકો છો (જે કૂતરાની બ્રીડ અને કૂતરો વંશાવલિનો છે અથવા બિન-વંશાવલિનો છે તેના પર આધારિત છે). જો તમે એક એવી વીમાકૃત રકમ પસંદ કરવા માંગો છો જે માત્ર વંશાવલિના કૂતરા માટે લાગુ પડે છે, તો તમારે વંશાવલિના વંશને સાબિત કરવા માટે અમને કેનલ ક્લબ ઑફ ઇન્ડિયા (KCI) તરફથી એક સર્ટિફિકેટ પ્રદાન કરવાની જરૂર પડશે. જો તમે મહત્તમ કિંમતથી વધુ વીમાકૃત રકમ પસંદ કરવા માંગો છો, તો તમારે અમને બિલ અથવા ખરીદી કિંમતનો કોઈ અન્ય પુરાવો પણ પ્રદાન કરવાની જરૂર છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
અમને લાગે છે કે તમે પૅટ ડૉગ ઇન્શ્યોરન્સના વિકલ્પો જોઈ રહ્યા છો, તે એક શ્રેષ્ઠ વિચાર છે.. આ કવર માટે પાત્ર બનવા માટે, ખુબજ મોટી બ્રીડ માટે તમારા કૂતરાની ઉંમર 3 મહિનાથી 4 વર્ષની વચ્ચે અથવા નાની/મધ્યમ/મોટી બ્રીડ માટે 3 મહિનાથી 7 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો સતત અમારી સાથે રિન્યુ કરવામાં આવે તો અમે તમારા ખુબજ મોટી બ્રીડના કૂતરા માટે 6 વર્ષની ઉંમર સુધી અથવા નાના/મધ્યમ/મોટી બ્રીડ માટે 10 વર્ષ સુધીનું ઇન્શ્યોરન્સ ઑફર કરી શકીએ છીએ.
હવે, તમે વિચારતા હશો કે પૉલિસી ખરીદતી વખતે તમારે કયા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની જરૂર છે. સારું, તમને શરૂ કરવામાં મદદ કરવા માટે એક લિસ્ટ અહીં આપી છે:
✓ તમારે ફોર્મ ભરવાની જરૂર પડશે અને અમારી વેબસાઇટ પર તમારા પાળતું કૂતરા સંબંધિત વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે
✓ તમારા પાળતું પ્રાણીને ઓળખવામાં મદદ કરવા માટે, અમને તમારા પાળતું પ્રાણીના 5 બાજુથી, આગળ, પાછળ, ડાબે, જમણે અને ઉપરથી કલર ફોટાની જરૂર પડશે. જો તમારા પાળતું પ્રાણીમાં RFID ચિપ હોય, તો એક કલર ફોટો, જે સ્પષ્ટપણે ઓળખ નંબરને કૅપ્ચર કરે છે તે પણ કામ કરશે. સમાચારપત્રની દેખાતી તારીખ સાથે, ફોટોમાં અરજીની તારીખનું સમાચાર પત્ર શામેલ કરવાની જરૂર છે.
✓ તમારે સ્વયં જાહેર કરવાની જરૂર પડશે કે તમારા પાળતું પ્રાણીએ સમયસર તેમની બધી રસીદ પ્રાપ્ત થઈ છે
✓ જો તમારા પાળતું પ્રાણીની ઉંમર 4 વર્ષથી વધુ છે, અને તમે 90 દિવસની પ્રતીક્ષા અવધિ (જેમ કે વિશેષ પરિસ્થિતિઓમાં સમજાવેલ છે) ને માફ કરવાનું પસંદ કરી રહ્યાં છો, તો અમને બાયો-કેમિસ્ટ્રી ટેસ્ટ, સર્ક્યુલેટરી બ્લડ કાઉન્ટ, યુરિન ટેસ્ટ અને ચેસ્ટ એક્સ-રે જેવા કેટલાક ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટના પરિણામોની જરૂર પડશે.
✓ જો તમે એક વીમાકૃત રકમ પસંદ કરી રહ્યા છો જે વંશાવલિ માટે લાગુ પડે છે, તો તમારે કેનલ ક્લબ ઑફ ઇન્ડિયા તરફથી પણ વંશાવલિ સર્ટિફિકેટ પ્રદાન કરવાની જરૂર પડશે
✓ જો તમે તે બ્રીડ માટે વ્યાખ્યાયિત મહત્તમ કિંમત કરતાં વધુ વીમાકૃત રકમ પસંદ કરી રહ્યાં છો, તો તમારે ખરીદીનો પુરાવો પ્રદાન કરવાની જરૂર પડશે
જો તમે 4 વર્ષથી વધુની ઉંમરમાં પાળતું કૂતરા માટે અરજી કરી રહ્યા છો, તો તમારે આમાંથી કોઈ પણ પસંદગી કરવી પડશે:
નીચેના મેડિકલ ટેસ્ટ માટે છેલ્લા 7 દિવસોમાં કરવામાં આવેલા કૂતરાના મેડિકલ ટેસ્ટ રિપોર્ટ્સ પ્રસ્તુત કરવા; જેમ કે બાયો-કેમિસ્ટ્રી ટેસ્ટ, સર્ક્યુલેટરી બ્લડ કાઉન્ટ, યુરિન ટેસ્ટ અને ચેસ્ટ એક્સ-રે.
અથવા
નીચેની બિમારીઓના સંદર્ભમાં કોઈપણ સર્જરી, હૉસ્પિટલાઇઝેશન, મૃત્યુ, ટર્મિનલ રોગો, લોન્ગ ટર્મ કેર અથવા OPD સંબંધિત કવર માટે પૉલિસીની શરૂઆતની તારીખથી 90 દિવસો માટે કોઈ કવર નથી:
ક્રમાંક. | બીમારીનું નામ |
1 | લિવર ડિસફંક્શન |
2 | કિડની ડિસફંક્શન |
3 | સ્વાદુપિંડ ડિસફંક્શન |
4 | કુશિંગ સિંડ્રોમ |
5 | ડાયાબિટીસ |
6 | થાઇરોઇડ ડિસફંક્શન |
7 | બધા પ્રકારના કેન્સર અને ટ્યૂમર |
8 | મેનિન્જાઇટિસ |
9 | એપિલેપ્સી |
10 | પેરિટોનાઇટિસ |
11 | પ્રોસ્ટેટ ગ્રંથીમાં સોજો |
12 | કોઍગ્યુલેશન વિકારો |
13 | કાર્ડિયાક ડિસફંક્શન |
14 | ઓટિટિસ |
15 | હિપ ડિસ્પલાસિયા |
16 | અસાઇટીસ |
17 | પરવો વાઇરસ ઇન્ફેક્શન |
18 | ડિસ્ટેમ્પર |
19 | કેનાઇલ લેપટોસ્પાઇરોસિસ |
20 | અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન |
21 | પેશાબ ટ્રેક્ટ સંક્રમણ |
22 | વેસ્ટિબ્યુલર વિકાર |
23 | ન્યૂમોનિયા |
24 | પ્યોમેટ્રા |
25 | ઓસ્ટિઓ આર્થરાઇટિસ |
26 | વેનેરિયલ ગ્રેનુલોમા |
27 | ઇન્સુલિનોમા |
28 | કાનમાં હેમટોમા |
29 | આંખ સંબંધિત તમામ સમસ્યાઓ |
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો