Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ડોમેસ્ટિક ટ્રાવેલ વીમો: ભારત ભ્રમણ પૉલિસી

ચિંતા-મુક્ત થઈને ભારતને એક્સપ્લોર કરો, કારણ કે તમે અમારી પાસે પાછા આવી ગયા છો
Domestic Travel Insurance: Bharat Bhraman Plan

ચાલો શરૂઆત કરીએ

કૃપા કરીને નામ દાખલ કરો
https://www.bajajallianz.com/gujarati/travel-insurance-online/bharat-bhraman-domestic-travel-insurance/buy-online.html ક્વોટેશન મેળવો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

તમારા માટે તેમાં શું છે?

 

હોમ બર્ગલરી કવર

બાળકોના શિક્ષણ માટે કવર

તબીબી ખર્ચ અને અકસ્માત કવર

ભારત ભ્રમણ ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

ફરવા જવા માટે તૈયાર, અને તમે?
પ્રવાસ કરવાનું દરેકને પસંદ હોય છે, જે વિશ્વના લોકોને જોડતું સૌથી મોટું પરિબળ છે. તમારા પ્રિયજન સાથે નૈસર્ગિક સ્વચ્છ દરિયા કિનારે સૂર્યપ્રકાશનો આનંદ લેવાનો હોય, તમારા પરિવાર સાથે ક્વૉલિટી સમય પસાર કરવાનો હોય કે તમારા મિત્રો સાથે સૌથી રમણીય સ્થળોએ ટ્રેકિંગ કરવાનું હોય, પ્રવાસ તમને જીવનભરની શ્રેષ્ઠ યાદો આપે છે.

જો કે, આનંદ અને ઉત્તેજના સાથે હંમેશાં અનિશ્ચિતતાનું એક પરિબળ રહેલું હોય છે. પરંતુ જ્યારે તમને પ્રતિકૂળતાઓથી બચાવવા માટે તમારી પાસે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે, તો પછી ચિંતાની કોઈ વાત નથી! અહીં ધ્યાન ખેંચે તેવું વલણ એ છે કે લોકો દેશની અંદર મુસાફરી કરતા હોય તેના કરતાં વિદેશી મુસાફરી દરમિયાન જ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરતા જોવા મળ્યા છે.

જ્યારે વ્યાપક ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મુસાફરી સાથે જોડાયેલા તમામ અવરોધોને સંભાળી લે છે અને તમને તમારા દેશમાં પણ ચિંતા-મુક્ત અનુભવ પ્રદાન કરી શકે છે, તો પછી આ અસંગતતા શા માટે?! કોઈ તબીબી સારવાર, ફ્લાઇટ્સ મોડી પડવી કે રદ થવી, અકસ્માતો અથવા સામાન ખોવાઈ જવો.એવું ઘણું ઓછું છે કે જે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા કવર કરવામાં નહીં આવતું હોય.

સૌથી અગત્યનું તો એ છે કે તે તમને પૂર્ણ માનસિક શાંતિની ખાતરી આપે છે જેથી તમે ચિંતા વગર તમારી મુસાફરીનો આનંદ લઈ શકો. 

તમે પૅકિંગ કરો , અમે તમારી સાથે છીએ 

તમે જ્યાં પણ જાઓ ત્યાં અનિશ્ચિતતાઓ સાથે જ રહેવાની હોય, તો શું તમારે સતત તૈયાર ન રહેવું જોઈએ? બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી એવી વ્યાપક રીતે તૈયાર કરવામાં આવી છે કે તમે દેશના કોઈ પણ ભાગમાં પ્રવાસ કરી રહ્યા હોવ તો પણ તમારે તમારી મુસાફરીના કોઈપણ પાસા અંગે ચિંતા કરવાની જરૂર નથી
ત્યાં અમે તમને આરામની અનુભૂતિ કરાવીશું.

  • Personal Accident Cover પર્સનલ એક્સિડન્ટ કવર

    જો પ્રવાસ દરમ્યાન તમને ઈજા થાય (અકસ્માત કે અન્ય તબીબી કટોકટીના પરિણામે) તો અમે તરત જ સમગ્ર ખર્ચ કવર કરીશું અને ક્લેઇમની રકમની ચુકવણી કરીશું. જો તમારી પાસે વિસ્તૃત મેડિકલ કવર ન હોય, અથવા મર્યાદિત કવરેજ હોય તે તેવા કિસ્સામાં તે વધુ લાભદાયી બની શકે છે.

  • Permanent Total Disability કાયમી સંપૂર્ણ વિકલાંગતા

    ભગવાન ન કરે ને કોઈ ગંભીર ઇજાને કારણે દ્રષ્ટિ, હાથ અને અંગોનું નુકસાન થાય, તો વીમેદારના નૉમિની/કાનૂની પ્રતિનિધિને કુલ વીમાકૃત રકમ ચૂકવવામાં આવશે.

  • Child Education Bonus બાળકોના શિક્ષણ માટે બોનસ

    અમે આશ્રિત બાળક દીઠ (મહત્તમ બે બાળકો સુધી) શિક્ષણ ખર્ચ માટે કુલ વીમાકૃત રકમના વધારાના 2% ચુકવણી કરીશું.

    · આશ્રિત બાળક/બાળકો માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતાં હોવા જોઈએ

    · તે/તેણી/તેમની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ

ભારત ભ્રમણ: ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ઑન-ધ-ગો!

1 કોઈ વયમર્યાદા નથી. તમે 21 વર્ષના હોવ કે 50 વર્ષના, તમે કોઈ પણ સમયે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરી શકો છો અને તમારી મુસાફરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય દુર્ઘટનાઓ સામે સુરક્ષિત રહી શકો છો
2 પાસપોર્ટ કે મુસાફરીની ટિકિટ ખોવાઈ જવી વગેરે સામે કવરેજ પ્રદાન કરે છે.
3 કુલ વીમાકૃત રકમ સુધી 1 વર્ષના સમયગાળા માટે કવરેજ પ્રદાન કરે છે
4 ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થવાને કારણે અથવા ફ્લાઇટ રદ થવાને કારણે ઉદ્ભવતા ખર્ચને કવર કરી લે છે
5 રિપેટ્રિએશનના ખર્ચને કવર કરી લે છે
6 અન્યની માલિકીની મિલકતને તમારી કોઈ પ્રવૃત્તિને કારણે થતા નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે
7 સામાન ખોવાઈ જવા પર અથવા કેટલીક તબીબી પ્રક્રિયાઓ, અકસ્માતો વગેરેને કારણે થતા ખર્ચ સામે કવર પ્રદાન કરે છે.

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે જે મદદ કરી શકે છે

મને ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સથી કેવી રીતે લાભ મળશે?

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન લીધા પછી તમે ચિંતામુક્ત અને તણાવમુક્ત થઈને મુસાફરી કરી શકો છો. તે ફ્લાઈટ ચૂકી જવા પર/મોડી થવા પર, ચેક-ઇન કરેલ સામાનને નુકસાન થવા પર કે ખોવાઈ જવા પર, તબીબી કટોકટીની સ્થિતિમાં સ્થળ ખાલી કરીને જવું પડે તે સ્થિતિમાં કે રિપેટ્રિએશન પર, વ્યક્તિગત અકસ્માત કવર, આકસ્મિક હૉસ્પિટલાઈઝેશન પર થતા ખર્ચ પર, વ્યક્તિગત જવાબદારી, ટ્રિપ રદ થવા પર કે ટૂંકાવા પર, બાળકના શિક્ષણ માટે બોનસ, અને ઘણી અન્ય વસ્તુઓ સામે કવર પ્રદાન કરે છે!

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલા કૃપા કરીને નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.

તમારી આરામદાયક મુસાફરી એ ચોક્કસપણે બજાજ આલિયાન્ઝની જવાબદારી છે. 

આવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કોણ લઈ શકે છે?

કોઈપણ વ્યક્તિ જે દેશની અંદર મુસાફરી કરી રહ્યા છે (વિમાન, ટ્રેન, બસ અથવા પરિવહનના અન્ય માધ્યમો દ્વારા) તે આ વીમો લઈ શકે છે. 

જો મારે પ્રશ્નો હોય તો હું કોનો સંપર્ક કરું?

બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી તમને અવિરત રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તમારે માત્ર અમારો સંપર્ક કરવાનો રહેશે અથવા અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર મિસ્ડ કૉલ કરવાનો રહેશે. ભરોસો રાખો, અમે તમારો વહેલી તકે સંપર્ક કરીશું.

શું પૉલિસીધારકની કોઈ વયમર્યાદા છે?

ના. ઉંમર માત્ર એક નંબર છે અને તેની પર કોઈ મર્યાદા નથી.

'કપાતપાત્ર' નો અર્થ શું છે?

તે ક્લેઇમની એક પૂર્વ-નિર્ધારિત રકમ છે જેનો ખર્ચ તમારે ઉઠાવવાનો રહેશે.

શું પહેલેથી હોય તેવી બીમારીઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે?

ના. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિઓ અને બિમારીઓને કવર કરશે નહીં. જો કે, પૉલીસીમાં રોકાણ કરતા પહેલાં વેચાણ પુસ્તિકાને કાળજીપૂર્વક વાંચો.

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે મારે કયા ડૉક્યૂમેન્ટની જરૂર પડશે?

તમારા પસંદગીના ઇન્શ્યોરરના ગ્રાહક સેવા પ્રતિનિધિ તમને આ વિશે માહિતી આપશે. જો કે, એક સામાન્ય સૂચિમાં, તમારે મેડિકલ રિપોર્ટ્સ અને તેમની નકલો, રસીદો, બિલ, FIR વગેરે લાવવાની જરૂર પડશે. 

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ભારત ભ્રમણ પૉલિસી કોણ ખરીદી શકે છે?

ઘરેલું મુસાફરીની યોજના બનાવનાર કોઈપણ ભારતીય નિવાસી ભારત ભ્રમણ પૉલિસી ખરીદી શકે છે, જે મુસાફરી સંબંધિત વિવિધ જોખમો માટે કવરેજ સુનિશ્ચિત કરી શકે છે.

શું બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ભારત ભ્રમણ પૉલિસી હેઠળ પૉલિસીધારક માટે કોઈ વય મર્યાદા છે?

ના, કોઈ વય મર્યાદા નથી. યુવા મુસાફરોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ ઉંમરના વ્યક્તિઓ આ પૉલિસી ખરીદી શકે છે.

કપાતપાત્રનો અર્થ શું છે?

ઇન્શ્યોરન્સ કવરેજ ક્લેઇમ માટે શરૂ થાય તે પહેલાં તમારે જે રકમ ચૂકવવી પડશે તે કપાતપાત્ર છે.

શું હું બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની મારી ભારત ભ્રમણ પૉલિસી વધારી શકું છું?

હા, પૉલિસી સરળતાથી વધારી શકાય છે, જે દેશમાં તમારી મુસાફરીની જરૂરિયાતો માટે સતત કવરેજ પ્રદાન કરે છે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

અપ્પારાવ પાસુપુરેડ્ડી

સારો ઑનલાઇન અનુભવ

પાયલ નાયક

ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.

કિંજલ બોઘરા

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ

બજાજ આલિયાન્ઝ તમારા મુસાફરીના જુસ્સામાં ગર્વપૂર્વક તમારી સાથે છે અને ભારતમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સંબંધિત તમારી બધી જરૂરિયાતો માટે એક વ્યાપક ભારત ભ્રમણ પૉલીસી પ્રદાન કરે છે. વ્યવસાય માટે હોય, રજાઓનો આનંદ માણવા માટે હોય કે અંગત કારણોસર હોય, દેશમાં કોઈ પણ સમયે મુસાફરી કરતા સમયે તમે પૉલિસી દ્વારા સુરક્ષિત છો.
અમારી અવિરત સહાય એક વર્ષ જેટલી કેબ રાઇડ જેટલા ટૂંકા સમય થી લઈને એક વર્ષ માટે હોઈ શકે છે, જે પછી, તમારે પૉલીસીને રિન્યુ કરાવવી પડશે. હકીકતમાં, આ પ્રકારની આ પ્રથમ પૉલીસીમાં પાંચ યોજનાઓ છે, જેમાંની પ્રત્યેક તમારી જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ રચાયેલ છે:

1 પ્લાન A - ઇ-કૉમર્સ કેબ્સ દ્વારા ટ્રાવેલ
2 પ્લાન B- બસ દ્વારા ટ્રાવેલ માટે
3 પ્લાન C- ટ્રેન દ્વારા ટ્રાવેલ માટે
4 પ્લાન D- શેડ્યૂલ્ડ એરલાઇન્સ દ્વારા ટ્રાવેલ માટે
5 પ્લાન E - પરિવહનના અન્ય/એક થી વધુ માધ્યમો દ્વારા ટ્રાવેલ માટે
અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર અમારો સંપર્ક કરો અને અમે તમને પ્રાથમિકતાના ધોરણે મદદ કરીશું.

બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી શા માટે પસંદ કરવી?

તમારા ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી પસંદ કરવી સમગ્ર ભારતમાં ચિંતા-મુક્ત મુસાફરીની ખાતરી કરે છે. આ કોમ્પ્રિહેન્સિવ પ્લાન આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન, ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, ટ્રિપ કૅન્સલેશન અને બીજું ઘણું કવર કરે છે. તે અણધારી મુસાફરીના અવરોધો સામે માનસિક શાંતિ પ્રદાન કરે છે, જે તમને તણાવ વગર તમારી મુસાફરીનો આનંદ માણવાની સુવિધા આપે છે. વધુમાં, આ વાર્ષિક ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ, વિલંબિત સામાન કવરેજ અને વ્યક્તિગત જવાબદારી સુરક્ષા જેવા લાભો પ્રદાન કરે છે, જે તમને તમામ બાજુએથી કવર કરવામાં આવે છે તેની ખાતરી કરે છે. બજાજ આલિયાન્ઝમાં, તમને એક મજબૂત અને સસ્તો ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિકલ્પ મળે છે જે તમારી સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપે છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાં, તમને એક મજબૂત અને સસ્તો ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિકલ્પ મળે છે જે તમારી સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપે છે.

બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી ખરીદવા માટે પાત્રતાના માપદંડ

બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી ખરીદવા માટે પાત્રતાના માપદંડ સરળ છે. દેશની અંદર મુસાફરી કરવાની યોજના બનાવનાર કોઈપણ ભારતીય નિવાસી આ પૉલિસી ખરીદી શકે છે. તેમાં કોઈ વય મર્યાદા નથી, જેથી તે તમામ ઉંમરના વ્યક્તિઓ, યુવા મુસાફરો અથવા વરિષ્ઠ નાગરિકો માટે સુલભ છે. આ સમાવિષ્ટતા સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ઘરેલું મુસાફરી માટે આ વ્યાપક કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા પ્રદાન થતા લાભ મેળવી શકે છે. વધુમાં, પૉલિસી સરળતાથી ઑનલાઇન ખરીદી શકાય છે, જે ઝડપી અને ઝંઝટ-મુક્ત નોંધણીની સુવિધા આપે છે.

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિકલ્પોની તુલના કરો

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના કરતી વખતે, બજાજ આલિયાન્ઝ ભારત ભ્રમણ પૉલિસી તેના વ્યાપક કવરેજ અને સુગમતા માટે અલગ પડે છે. વિવિધ પૉલિસીઓનું મૂલ્યાંકન કરીને, તમે ખાતરી કરી શકો છો કે તમે તમારી ચોક્કસ જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ પૉલિસી પસંદ કરો છો.

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવા જેવી બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

હૉસ્પિટલ દૈનિક ભથ્થું

ઇમરજન્સી તબીબી ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન

વ્યક્તિગત જવાબદારી

ટ્રિપ રદ થવી અથવા ટ્રિપમાં વિલંબ

ઇમરજન્સી હોટલ એક્સટેન્શન

હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ

પરિવારના સભ્ય દ્વારા મુલાકાત

ચેક-ઇન સામાન મળવામાં વિલંબ

ચેક-ઇન સામાન ખોવાઈ જવો

મુસાફરીનો સમયગાળો ઘટાડવો

વિલંબિત પ્રવાસ (શેડ્યૂલ્ડ એરક્રાફ્ટમાં સમસ્યાઓને કારણે)

અવશેષોને સ્વદેશ પરત મોકલવા

એડવેન્ચર સ્પોર્ટ્સ બેનિફિટ કવર

1 of 1

પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિઓ

પોતે પોતાને જ કરેલ ઇજા, બીમારી

આત્મહત્યાનો પ્રયત્ન

ડૉક્ટર દ્વારા નિર્ધારિત તબીબી સલાહનું પાલન ન કરવાની ઘટનાઓ

આતંકવાદ, યુદ્ધ અથવા અન્ય રાષ્ટ્રીય વિક્ષેપના કાર્યથી ઉત્પન્ન થતી પરિસ્થિતિઓ

અનિયંત્રિત તણાવને કારણે ઉદ્ભવેલ ચિંતા, હતાશા, માનસિક વિકાર અને અન્ય માનસિક પરિસ્થિતિઓ

માદક દ્રવ્યોના વધુ પડતા ઉપયોગને કારણે અને જોખમી પ્રવૃત્તિઓમાં સ્વૈચ્છિક ભાગીદારીથી થતા અકસ્માતો

બિન-તબીબી ખર્ચ

બંજી જમ્પિંગ, સ્કૂબા ડાઇવિંગ, સર્ફિંગ, રાફ્ટિંગ, ઘોડેસવારી વગેરે જેવી સાહસિક રમતોમાં ભાગ લેવાથી થતા અકસ્માતો.

1 of 1

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ભારત ભ્રમણ ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

  • કોઈ વયમર્યાદા નથી. તમે 21 વર્ષના હોવ કે 50 વર્ષના, તમે કોઈપણ સમયે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને તમારી મુસાફરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય દુર્ઘટનાઓ સામે સુરક્ષિત રહી શકો છો
  • પાસપોર્ટ કે મુસાફરીની ટિકિટ ખોવાઈ જવી વગેરે સામે કવરેજ પ્રદાન કરે છે.
  • કુલ વીમાકૃત રકમ સુધી 1 વર્ષના સમયગાળા માટે કવરેજ પ્રદાન કરે છે
  • ફ્લાઇટમાં વિલંબ અથવા તેના કૅન્સલેશનને કારણે ઉદ્ભવતા ખર્ચને કવર કરે છે
  • રિપેટ્રિએશનના ખર્ચને કવર કરી લે છે
  • અન્યની માલિકીની મિલકતને તમારી કોઈ પ્રવૃત્તિને કારણે થતા નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે
  • સામાન ખોવાઈ જવા પર અથવા કેટલીક મેડિકલ પ્રક્રિયાઓને કારણે થતા ખર્ચ, અકસ્માતો વગેરે માટે કવર પ્રદાન કરે છે.

કેટલીક માન્યતાઓને દૂર કરવાનો સમય આવી ગયો છે!

  • માન્યતા#1:મારી મુસાફરી ખૂબ ઓછા સમયની છે, માટે મારે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર નથી

    કેટલીક આકસ્મિક પરિસ્થિતિઓ, જેમ કે તબીબી કટોકટી, શિડ્યૂલ્ડ ફ્લાઇટનું રદ કે મોડું થવું, જેને કારણે તમે તેને સંલગ્ન બીજી ફ્લાઇટ ચૂકી શકો છો, અને ચેક-ઇન સામાન ખોવાઈ જવો, વગેરે તમારી મુસાફરીના સમયગાળા પર આધારિત નથી. વ્યાપક ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઇન્વેસ્ટ કરવાથી તમે તણાવના આ સમયમાંથી બહાર નીકળી શકો છો.

  • માન્યતા #2: આ પ્લાન્સ ખૂબ મોંઘા હશે

    સૌથી વધુ આ માન્યતાને દૂર કરવાની જરૂર છે કારણ કે તેના વિશે લાંબા સમયથી ભ્રમણા ફેલાયેલી છે. ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરીને સુરક્ષા મેળવવા માટે ચૂકવવી પડતી રકમ એ તબીબી કટોકટી માટે તમારે કરવા પડતા ખર્ચ કે સામાન ખોવાઈ જવા પર થતા નુકસાનની સરખામણીમાં નજીવી છે.

    આમ, ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમે કટોકટીની સ્થિતિમાં અથવા મુસાફરી દરમ્યાન દુર્ઘટનાના કિસ્સામાં ઘણા પૈસા બચાવી શકો છો. અને તેનો અર્થ એક અન્ય મુસાફરીની યોજના બનાવવા માટે વધુ ભંડોળની ઉપલબ્ધિ! 

  • માન્યતા #3: ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવવો જટિલ છે

    સિસ્ટમ ઍલર્ટ: સૌથી મોટી માન્યતા મળી આવેલ છે.

    એ વાત સાચી છે કે પહેલાના સમયમાં ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો એ અગવડભર્યું હતું. પરંતુ એક દિવસ અમે બિનજરૂરી ગૂંચવણોને દૂર કરવાનું વિચાર્યું. અને આજે હવે તમે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઈન ખરીદી શકો છો, અને (રાહ જુઓ..) ચાલુ પૉલીસી સમાપ્ત થાય ત્યારે થોડીક જ સેકન્ડોમાં તેને રિન્યુ પણ કરાવી શકો છો. 

ડોમેસ્ટિક ટ્રાવેલ વિશે વિચારો ત્યારે બજાજ આલિયાન્ઝને યાદ કરો

ક્વોટેશન મેળવો

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

 4.62

(5,340 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

David Williams

ડેવિડ વિલિયમ્સ

ખૂબ સરળ પ્રક્રિયા. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ઝંઝટમુક્ત પ્રક્રિયા

Satwinder Kaur

સતવિંદર કૌર

મને તમારી ઑનલાઇન સેવા પસંદ છે. હું તે સાથે ખુશ છું.

Madanmohan Govindarajulu

મદનમોહન ગોવિંદરાજુલુ

સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત. ચુકવણી કરવામાં અને ખરીદવામાં સરળ

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો