રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Advantages And Disadvantages Of Having Siblings
23 નવેમ્બર, 2024

ભાઈ-બહેન હોવાના 10 ફાયદા અને ગેરફાયદા

એ સમય યાદ છે, કે જ્યારે તમે તમારા માતાપિતાની આંખોના તારલિયા હતા અને તેમનું ધ્યાન સતત તમારી પર રહેતું? સુંદર દિવસો! પરંતુ ત્યારબાદ એક અન્ય નાના સભ્યનું આગમન થયું, અને કહેવા માટે અચાનક તમારા માતાપિતા માટે એક કરતા વધુ આંખોના તારલિયા અસ્તિત્વમાં આવ્યા. છેવટે તમે પણ આ 'એલિયન ક્રિચર' થી ટેવાઈ ગયા અને આખરે તેને પ્રેમ કરવા લાગ્યા. ભાઈ-બહેન આપણા પ્રથમ 'મિત્રો' છે અને આ પ્રેમ અને નફરતનો સંબંધ આપણા જીવન માટે અભિન્ન બની જાય છે. હવે જ્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક છે, ત્યારે અમે ભાઈ-બહેન હોવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા સૂચિબદ્ધ કરવાનું વિચાર્યું છે.

ફાયદા અને ગેરફાયદા

ફાયદો– તમે મિત્ર સાથે મોટા થાઓ છો, કોઈ હંમેશા તમારી પડખે હોય છે અને મોટેભાગે તમારા કામમાં તેમનો સાથ હોય છે. ગેરફાયદો– એક જ સંતાન તરીકે જીવન અદ્ભૂત હતું, અને ત્યાર બાદ એક અન્ય જીવનું આગમન થયું, અને તે પણ માતપિતાનું ધ્યાન ઇચ્છતું હતું. શા માટે? ફાયદો– તમને તેમના રમકડાં/રમતો સાથે રમવા મળે છે (રમકડાં રમવા માટે કોઈ ક્યારેય મોટું નથી) અને બજારમાં નવીનતમ રમતની માહિતી અથવા તે રમવા માટે હંમેશા એક જોડીદાર હોય છે. ગેરફાયદો– અને તમારે તમારા રમકડાં વહેંચીને રમવાની નૈતિક જવાબદારી પણ છે! ફાયદો– તમારી સાથે તમારા માતાપિતાના ગુસ્સાનો ભોગ બનવા હંમેશા કોઈ સાથે હોય છે. ગેરફાયદો– જ્યારે તેઓ ગુસ્સા માટે જવાબદાર હોય છે! ફાયદો– જ્યારે ઘરમાં પાર્ટી હોય ત્યારે તમે વધુ એક પ્લેટનો આનંદ લઈ શકો છો. ગેરફાયદો– તેમને માટે વધારાની પ્લેટ મેળવવામાં પણ તમે મદદરૂપ થાઓ છો. ફાયદો– મોડી રાત સુધી પાર્ટી? ઘરના જ બોડીગાર્ડ, વૉચમેન અને શૉફર. ગેરફાયદો– તેઓ તમારા લોકો માટે ડબલ એજન્ટ તરીકે પણ કાર્ય કરે છે. ફાયદો– તમારા ઘરનું જ સભ્ય, તમને સહાયક બની તમારા તમામ નાના-મોટાં કામ કરી આપે છે. ગેરફાયદો– હે ભગવાન! જ્યારે તેઓ તેમણે શું કર્યું છે તે ગણાવવાનું શરૂ કરે છે અને અચાનક તમે નૈતિક રીતે તેમની મદદ કરવા માટે બાધ્ય બની જાઓ છો. ફાયદો– જો તમને બંનેને ટીખળ પસંદ હોય, તો તમને યોગ્ય પાર્ટનર મળ્યા છે. ગેરફાયદો– જ્યારે તમે અન્ય લોકો સાથે મળીને ટીખળ કરો છો તો બરોબર છે, પરંતુ ત્યારે નહીં કે જ્યારે ટીખળ તમારી થઈ રહી હોય. ફાયદો– જ્યારે તમારે મનોબળ મજબૂત કરવાની જરૂર હોય છે, અથવા તમને છેલ્લી મિનિટે પ્રોત્સાહનની જરૂર હોય છે, ત્યારે તે કામ તમારા ભાઈ-બહેનો કરતાં વધુ સારી રીતે કોઈ કરી શકતું નથી. ગેરફાયદો– લડાઈ! તમારા માતાપિતાના હસ્તક્ષેપને કારણે ઘણા વિશ્વયુદ્ધ થતા અટકાવવામાં આવ્યા હતા. ફાયદો– ટ્રાવેલ, મૂવી પાર્ટનર, શૉપિંગ પાર્ટનર, આ યાદી ઘણી લાંબી છે. ગેરફાયદો– વૉશરૂમ જવાની રેસ, પલંગની સારી બાજુ, કેકનો મોટો ટુકડો બધું વાસ્તવિક છે. ફાયદો– તેઓ તમારી પડખે ઊભા રહે છે, તમારા માટે દુનિયા સામે લડે છે, સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. ગેરફાયદો – ડબલ્યુડબલ્યુઈની 'પ્રેક્ટિસ' કરતી વખતે એક બીજાના શરીર પર ઈજાના કેટલા નિશાન કર્યા હતા? ભાઈ-બહેન આપણા જીવનને સુંદર પણ બનાવે છે અને અસહ્ય પણ બનાવે છે. આપણે તેમને પસંદ કરી શકીએ છીએ, તેમને નફરત કરી શકીએ છીએ, પણ આપણે ચોક્કસપણે તેમને અવગણી શકતા નથી. તેઓ આપણા જીવનમાં સુંદર રંગો ઉમેરે છે અને હંમેશા આપણી સાથે એક મિત્ર, માર્ગદર્શક અને રક્ષક તરીકે હોય છે. આ રક્ષાબંધને તેમને સુરક્ષાની ભેટ આપવા કરતાં વધુ સારી ભેટ હોઈ શકે નહી.

સો વાતની એક વાત

તેથી વધુ ધ્યાન આપશો નહીં અને તમારા ભાઈ-બહેનને અમારી સુરક્ષાની ભેટ આપીને જુઓ વ્યાપક વાહન ઇન્શ્યોરન્સ, ટ્રાવેલ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. દરેક કેટેગરી વિશે વધુ જાણવા માટે, અમારી વેબસાઇટ પર જાઓ અને તમારા જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિને સર્વોત્તમ સુરક્ષા પ્રદાન કરો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • શેહઝાદ - October 12, 2017 at 1:45 pm

    નમસ્તે!
    તાજેતરમાં જ મેં તે ધ્યાનપૂર્વક વાંચ્યું, તે ખૂબ જ વિશિષ્ટ છે. તે માટે આભાર!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે