રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
થાઇલેન્ડની મુલાકાત રોમાંચક હોય છે, પરંતુ તમારી મુસાફરીનું આયોજન ચોક્સાઈપૂર્વક કરવું જરૂરી છે. તમારા શેડ્યૂલ અને વ્યક્તિગત સામાનનું આયોજન કરવાની સાથે, તમારે થાઇલેન્ડ માટે વિઝા અરજી પ્રક્રિયા શરૂ કરવી આવશ્યક છે અને તમામ જરૂરી કાનૂની જરૂરિયાતોને અનુસરવી આવશ્યક છે. વધુમાં, યોગ્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને તમારી સમગ્ર મુસાફરી દરમિયાન યોગ્ય કવરેજ પૂરું પાડે છે.
થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમામ ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં લઇને તમે વિવિધ સંભવિત જોખમો સામે પોતાને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે પ્લાન કરી શકો છો.
તે સાથે, તમે બજાજ આલિયાન્ઝની ઝડપી અને સરળ થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી કોઈ ખરીદી શકો છો!
થાઇલેન્ડની મુસાફરી કરતી વખતે, તમારા હેતુ અને રોકાણના સમયગાળાના આધારે વિવિધ પ્રકારના વિઝા ઉપલબ્ધ હોય છે.
તમારી પાસે ઉત્તમ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોય તો તમે મુસાફરી દરમિયાન તમામ અનપેક્ષિત પરિસ્થિતિઓનો સામનો કરી શકો છો. થાઇલેન્ડ માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે ચિંતા-મુક્ત રહી સંપૂર્ણ આનંદ માણી શકો છો. થાઇલેન્ડ માટે બજાજ આલિયાન્ઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના કેટલાક નોંધપાત્ર લાભો અહીં આપેલ છે:
બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં અકસ્માત, બીમારીઓ, ફ્લાઇટ કૅન્સલેશન અથવા વિલંબ, ચોરી, સામાન ખોવાઈ જવો, પાસપોર્ટ ખોવાઈ જવો અને તેવી અન્ય વિવિધ પરિસ્થિતિઓને કવર કરવામાં આવે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ માત્ર એક કૉલ કર્યાથી ત્વરિત સપોર્ટ પ્રદાન કરે છે. ત્વરિત આપવામાં આવતી ગ્રાહક સેવા તમારી મુસાફરીને લગતી તકલીફોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલશે.
બજાજ આલિયાન્ઝ દરેક પ્રકારના મુસાફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રદાન કરે છે - તમે એકલા મુસાફરી કરી રહ્યાં હોવ, તમારા વૃદ્ધ માતાપિતા અથવા તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યાં હોવ, દરેક માટે એક પ્લાન ઉપલબ્ધ છે.
ટૂંકા ટર્નઅરાઉન્ડ સમયને કારણે, તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કોઈપણ ઝંઝટ વગર ઝડપથી સેટલ કરવામાં આવશે
થાઇલેન્ડની તમારી ટ્રિપને પ્લાન કરતી વખતે, કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુરક્ષિત કરવું આવશ્યક છે. થાઇલેન્ડ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઘણી પરિસ્થિતિઓને કવર કરે છે, જે સમગ્ર મુસાફરી દરમિયાન તમને મનની શાંતિ પ્રદાન કરે છે. પ્રમુખ કવરેજમાં મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન, સામાન ખોવાઈ જવો અને ફ્લાઇટમાં વિલંબ શામેલ છે. મેડિકલ કવરેજમાં હૉસ્પિટલાઇઝેશન, ઇમરજન્સી મેડિકલ સારવાર અને જરૂરી હોય તો ઇવેક્યુએશન પણ કવર થાય છે. વધુમાં, પૉલિસી વ્યક્તિગત સામાન ખોવાઈ જવો, ચોરી થવો અને ચેક-ઇન કરેલ સામાનના વિલંબને કવર કરે છે. પાસપોર્ટ હોવી જવાની સ્થિતિ હોય કે ઇમરજન્સી મેડિકલ પરિસ્થિતિઓ હોય, થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કારણે તમે નાણાંકીય રીતે સુરક્ષિત રહી શકો છો.
થાઇલેન્ડમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જ્યારે વિશિષ્ટ બાકાત લાગુ.
તમામ બાકાતને સમજવા માટે પૉલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે, જે તમને ખાતરી જણાવે છે કે તમારી ટ્રિપ દરમિયાન શું કવર કરવામાં આવતું નથી.
જો તમે ભારતથી થાઇલેન્ડ જાઓ છો તો તેની મુલાકાત લેવા માટે તમારે વિઝાની જરૂર પડશે. તમે ભારતમાં થાઈ એમ્બેસી અથવા થાઈ દૂતાવાસ પર ભારતીયો માટે થાઇલેન્ડ વિઝા માટે અરજી કરી શકો છો.
કાળજીપૂર્વક અરજી પ્રક્રિયાને અનુસરો, ફોર્મ ભરો, તમામ જરૂરી ડૉક્યુમેન્ટ પ્રદાન કરો, અને મેળવો માન્ય થાઇલેન્ડ ભારતીયો માટે વિઝા.
ભારતીય નાગરિકો માટે થાઇલેન્ડ વિઝા ઓન અરાઇવલ: જો તમે 30 દિવસ અથવા તેનાથી ઓછા સમય માટે, પર્યટનના હેતુથી થાઇલેન્ડની મુલાકાત લઈ રહ્યા છો, તો તમારે અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. તે પરિસ્થિતિમાં, તમે આગમન સમયે વિઝા મેળવી શકો છો.
ભારતીય નાગરિક તરીકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે તમારે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડશે:
વિદેશ મંત્રાલય (MFA) ની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય રીતે ભરવામાં આવેલ અરજી ફોર્મ સબમિટ કરો.
તમારે તમારી એપ્લિકેશન સાથે પોતાનો 4x6-cm ફોટો શામેલ કરવો આવશ્યક છે.
તમારે ઓછામાં ઓછા બે ખાલી પાનાં ધરાવતો તમારો પાસપોર્ટ રજૂ કરવો આવશ્યક છે, જે ઓછામાં ઓછા છ મહિના માટે માન્ય હોવો જરૂરી છે.
આ ડૉક્યુમેન્ટ પ્રદાન કરીને, તમે થાઇલેન્ડમાં તમારી મુસાફરી અને લૉજિંગ ખર્ચ માટે ચુકવણી કરવાની તમારી ક્ષમતા પર પ્રમાણિત કરો છો. તમારે આવકના પુરાવા તરીકે તમારા છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે
જે પ્રકારના વિઝા માટે અરજી કરવામાં આવી હોય તેના આધારે, તમારે તમારા લોજિંગનું પ્રમાણ પણ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.
તમારી કન્ફર્મ્ડ રિટર્ન ફ્લાઇટ ટિકિટની એક કૉપી પણ પ્રસ્તુત કરવી આવશ્યક છે. જો કે, તમારા વિઝાના પ્રકારના આધારે, તમારે તમારી ઇચ્છિત પ્રસ્થાનની તારીખ જણાવવાની જરૂર પડી શકે છે.
જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ નીચે જણાવેલ કેટલાક સ્થાનોની તમારે મુલાકાત લેવી જરૂરી છે. અને તમારી સુરક્ષાની ખાતરી કરવા માટે, તમારે થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ થાઇલેન્ડ માટેનું પ્રીમિયમ ટ્રિપની અવધિ, મુસાફરની ઉંમર અને પસંદ કરેલ કવરેજ મર્યાદા જેવા પરિબળોના આધારે અલગ હોય છે. થાઇલેન્ડની અઠવાડિયું લાંબી ટ્રિપ માટેના બેસિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની સરેરાશ કિંમત ₹300 થી ₹500 સુધીની હોઈ શકે છે. ઉચ્ચ તબીબી મર્યાદા અને એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ જેવા અતિરિક્ત લાભો સહિત વધુ વ્યાપક કવરેજ માટેનું પ્રીમિયમ ₹1,000 થી ₹2,000 સુધીનું હોઈ શકે છે. વાજબી પ્રીમિયમ પર શ્રેષ્ઠ કવરેજ શોધવા માટે વિવિધ પૉલિસીઓની ઑનલાઇન તુલના કરવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી તમારી મુસાફરી દરમિયાન મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત થાય.
થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, આ આવશ્યક પરિબળોને ધ્યાનમાં લો.
થાઇલેન્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવો સરળ છે. મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં:
1. ઇન્શ્યોરન્સ પ્રદાતાની 24/7 હેલ્પલાઇનનો તરત જ સંપર્ક કરો.
2. તમામ જરૂરી વિગતો પ્રદાન કરો અને હૉસ્પિટલાઇઝેશન અથવા સારવાર માટે તેમની સૂચનાઓને અનુસરો.
3. ખોવાયેલ સામાન અથવા ટ્રિપ કૅન્સલેશન માટે, પોલીસ રિપોર્ટ, રસીદ અને ખરીદીના પુરાવા જેવા સંબંધિત ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો.
4. ક્લેઇમ ફોર્મ અને જરૂરી ડૉક્યૂમેન્ટ ઑનલાઇન અથવા ઇન્શ્યોરન્સ પ્રદાતાની એપ દ્વારા સબમિટ કરો.
5. ખાતરી કરો કે તમે તમારા રેકોર્ડ માટે તમામ ડૉક્યૂમેન્ટની કૉપી રાખો છો. ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવશે, અને પૉલિસીની શરતોના આધારે વળતર કરવામાં આવશે.
થાઈલેન્ડની મુલાકાત લેતી વખતે, નીચે જણાવેલ સુરક્ષા અને નિવારક પગલાં લેવા મહત્વપૂર્ણ છે:
ઍડ્રેસ: એમ્બેસી ઑફ ઇન્ડિયા, 46, પ્રસારમિત્ર, સુખુમવિત, સોઇ 23, બેંગકોક – 10110
વર્તમાન રાજદૂત: રાજદૂત સુચિત્રા દુરાઈ
ઇમેઇલ: enquiries.bangkok@mea.gov.in
ટેલિફોન નંબર: 02-2580300-6
ઇમરજન્સી કોન્સ્યુલર સર્વિસ:
ફૅક્સ નંબર: 02-2584627 / 2621740
કાર્યકારી કલાકો: 0830-1300 કલાક અને 1330-1700 કલાક (સોમવારથી શુક્રવાર)
થાઇલેન્ડમાં સાત હવાઈ મથકો છે, જે આવેલા છે:
થાઇલેન્ડનું અધિકૃત ચલણ બાત (฿) છે, જે બેંક ઑફ થાઇલેન્ડ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે. થાઇલેન્ડની મુલાકાત લેતી વખતે, તમારી મોટાભાગની ખરીદી બાતમાં કરવામાં આવશે, અને ભારતીય રૂપિયા (₹) માંથી કન્વર્ઝન દરમાં ઘણીવાર વધઘટ હોઇ શકે છે. તમે કેટલા પૈસા લઈ જઈ/રૂપાંતરિત કરી શકો છો તે જાણવા માટે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
જોવાલાયક સ્થળો ઘણા છે, પરંતુ નીચે જણાવેલ કેટલાક સ્થાનોની તમારે મુલાકાત લેવી જરૂરી છે. અને તમારી સુરક્ષાની ખાતરી કરવા માટે, તમારે થાઇલેન્ડ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે.
થાઇલેન્ડની મુલાકાત લેવા માટે ઠંડો અને સૂકું વાતાવરણ ધરાવતો સમય શ્રેષ્ઠ છે. નવેમ્બરના અંતથી એપ્રિલની શરૂઆત વચ્ચે તાપમાન 20 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે, જે મુલાકાત માટે આનંદદાયક સમય છે.
કેટલાક લોકો સપ્ટેમ્બરમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે તે સમયે મુલાકાતીઓની સંખ્યા ઓછી હોય છે અને ફ્લાઇટ્સ અને લૉજિંગનો ખર્ચ ઓછો હોય છે. તમારો પ્રવાસ પ્લાન કરતી વખતે તમારી પાસે તમારી વધારાની સુરક્ષા માટે થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા, વેકેશન દરમિયાન ઉદ્ભવતી કોઈપણ જરૂરી ઇમરજન્સીને કવર કરવામાં આવે છે.
હા, થાઇલેન્ડ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી ટ્રિપ દરમિયાન અનપેક્ષિત મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને વ્યક્તિગત સામાનના નુકસાનને કવર કરવા માટે આવશ્યક છે.
થાઇલેન્ડની તમારી મુસાફરી માટે, તમારે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે જે મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન, સામાનનું નુકસાન અને મુસાફરીના વિલંબને કવર કરે છે.
પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ જેમ કે બજાજ આલિયાન્ઝ તરફથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ થાઇલેન્ડમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે.
ફરજિયાત ન હોવા છતાં, થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની ભલામણ અનપેક્ષિત ઘટનાઓ સામે સુરક્ષિત કરવા અને તણાવ-મુક્ત પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે.
થાઇલેન્ડ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ખર્ચ કવરેજ અને સમયગાળાના આધારે અલગ હોય છે, જે સામાન્ય રીતે એક અઠવાડિયાની મુસાફરી માટે ₹300 થી ₹2,000 સુધીનો હોય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો