રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જીવન અનિશ્ચિત છે. ઘણી વખત, શ્રેષ્ઠ રીતે બનાવેલ પ્લાન પણ અવળા પડી શકે છે, ખાસ કરીને કોવિડ-19 મહામારીને કારણે, તાજેતરમાં મુસાફરીમાં વિલંબ જેવી અનપેક્ષિત ઘટનાઓ. જો તમે દુબઈની મુસાફરીની યોજના બનાવી રહ્યા છો અને આવી પરિસ્થિતિઓ વિશે ચિંતિત છો, તો દુબઈ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઉપયોગી નિવડી શકે છે.
તેથી, તમારી મુસાફરી શરૂ કરતાં પહેલાં, યુએઇ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદીને તમે પોતાની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો.
દુબઈ માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને તમારી મુસાફરી દરમિયાન અનિશ્ચિતતાઓ સામે સુરક્ષિત કરે છે.
જીવન અનિશ્ચિત છે, અને તે વેકેશન માટેના પ્લાનને પણ લાગુ પડે છે. ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દુબઈ માટે, તમને દુબઈની તમારી મુસાફરી પહેલાં અથવા તે દરમિયાન ઉદ્ભવતી અણધારી ઘટનાઓ સમયે તમારી સંભાળ રાખે છે. આમાં, અચાનક બીમાર થવાને કારણે ફ્લાઇટ ચૂકી જવી, સામાન ખોવાઈ જવો અથવા એરપોર્ટ પર વિલંબ થવો, અથવા દુબઈ જતાં કે ત્યાંથી આવતા સમયે તબીબી કટોકટીની સ્થિતિ ઉદ્ભવવી, વગેરેનો સમાવેશ થાય છે.
પરિણામે, તમારા વેકેશનને અસર કરી શકે તેવી અણધારી ઘટનાઓ સામે પોતાને સુરક્ષિત કરવા માટે, દુબઈ માટે ઑનલાઇન આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે.
દુબઈ માટે બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમે અણધારી ઘટનાઓ વિશે ચિંતા કર્યા વિના તમારા વેકેશનનો આનંદ માણી શકો છો. અમારો દુબઈ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિવિધ લાભો પ્રદાન કરે છે, જેમાં શામેલ છે:
અમારા વિવિધ પ્લાન વડે, તમે વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટેના વિશેષ કવર સહિત, તમારી જરૂરિયાતોને અનુકૂળ હોય તેવી પૉલિસી પસંદ કરી શકો છો.
દુબઈમાં કોઈ પણ સ્થળેથી એક મિસ્ડ કૉલ કરીને ત્વરિત સહાય મેળવો.
અમારી ઝંઝટ-મુક્ત પ્રક્રિયા વડે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ઝડપથી ચૂકવવામાં આવે છે.
મુસાફરી કરતી વખતે તમે અનેક વિવિધ અનપેક્ષિત ઘટનાઓ સામે આર્થિક સુરક્ષાનો આનંદ માણી શકો છો. ઉદાહરણ તરીકે, હૉસ્પિટલાઇઝેશન, તમારી ટ્રિપનું કૅન્સલેશન, સામાન ખોવાઈ જવો , અને તમારા ઘરમાં ઘરફોડ ચોરી.
અગાઉથી વિઝા લેવા માટે અરજી કરતી વખતે નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા જરૂરી છે:
નીચે જણાવેલ વ્યક્તિઓ ચોક્કસ કિંમતે ભારતીયો માટેના 14-દિવસના દુબઈ વિઝા માટે અરજી કરી શકે છે. વધારાની ચુકવણી કરીને, કોઈપણ વ્યક્તિ તેમનું રોકાણ થોડા વધુ દિવસો માટે લંબાવી શકે છે.
પૂર્વ-મંજૂર વિઝા ધરાવતા દુબઈના બધા મુલાકાતીઓ પાસે નીચેના ડૉક્યુમેન્ટ હોવા જરૂરી છે:
અચાનક કરવામાં આવતી તપાસ, જે હવે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયાનો ભાગ છે, તે સમયે વિઝિટર વિઝા અથવા વિઝા કન્ફર્મેશન નંબરની હાર્ડ કૉપી પ્રસ્તુત કરવી આવશ્યક છે.
દુબઈની મુલાકાત લેનાર તમામ ભારતીય નાગરિકો પાસે - વર્તમાન પાસપોર્ટ અને અગાઉથી જારી કરવામાં આવેલ વિઝા - બંને હોવા જરૂરી છે. દુબઈની મુલાકાત લેતા પહેલાં, માન્ય ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી અને સાથે રાખવી એ પણ એક સારો વિકલ્પ છે. દુબઈની મુલાકાત લેવા માંગતા ભારતીય નાગરિકોએ વહેલી ટેક ઑનલાઇન વિઝા માટે અરજી કરવી જરૂરી છે. ભારતીયો માટે દુબઈના નીચે જણાવેલ પ્રકારના વિઝા ઉપલબ્ધ છે:
વિઝિટ પરમિટ, જે 48 કલાક માટે માન્ય છે
મુલાકાતીઓ માટે 96-કલાકની વિઝિટ પરમિટ
દુબઈમાં ઉપયોગ કરવા માટે 30-દિવસના, એક જ વખત પ્રવેશ માટે માન્ય, ટ્રાન્ઝિટરી ટૂરિસ્ટ વિઝા
દુબઈમાં પ્રવેશ માટે 30-દિવસના શૉર્ટ-ટર્મ મલ્ટિપલ-એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા
દુબઈમાં પ્રવેશના દિવસથી 90 દિવસ માટેના એક જ વખત પ્રવેશ માટે માન્ય ટુરિસ્ટ વિઝા
દુબઈમાં પ્રવેશના દિવસથી 90 દિવસ માટે લોંગ-ટર્મ મલ્ટિપલ-એન્ટ્રી ટુરિસ્ટ વિઝા
તમારી વસ્તુઓને ખાસ કરીને ગીચ વિસ્તારો અને લોકપ્રિય પ્રવાસન સ્થળોએ સાચવીને રાખો.
દુબઈ માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને દુર્ઘટનાઓ અને અનપેક્ષિત તબીબી ખર્ચથી ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરશે.
દુબઈમાં ભારતીય દૂતાવાસ નીચેના ઍડ્રેસ પર સ્થિત છે:
દૂતાવાસની સંપર્ક વિગતો, જ્યારે તમારે મદદ જોઈએ અને તમારી પાસે હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન:
ટેલિફોન નંબર: 00-971-2-4492700
ફૅક્સ નંબર: 00-971-2-4444685
કાર્યકારી કલાકો: રવિવાર થી ગુરુવાર, સવારે 08:30 - સાંજે 05:00
જાહેર સંપર્કના કલાકો: રવિવાર થી ગુરુવાર, સવારે 09:00 થી સાંજે 12:30
દુબઈમાં મુખ્ય બે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે:
સંયુક્ત અરબ અમીરાત દિરહમ (AED), જેને "દિરહમ" પણ કહેવાય છે, તે દેશનું સત્તાવાર ચલણ છે. તમારું વેકેશન શરૂ થાય તે પહેલાં પૂરતાં AED પાસે રાખવાની સલાહ આપવામાં આવે છે.
દુબઈમાં તમારે અચૂક મુલાકાત લેવા જોઈએ તેવા કેટલાક સ્થાનો અહીં જણાવેલ છે:
દુબઈ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદીને તમે યુએઇમાં ઉપર ઉલ્લેખિત સ્થળોની મુલાકાત લેતી વખતે તણાવ-મુક્ત વેકેશન અનુભવી શકો છો.
નવેમ્બરથી માર્ચ, જે એક મધ્યમ શિયાળાનો સમય છે, ત્યારે દુબઈમાં મુસાફરી કરવાનો અને તેના તમામ વૈભવને અનુભવવાનો શ્રેષ્ઠ સમય છે. આ સમયગાળા દરમિયાન આ શહેરમાં સામાન્ય રીતે તાપમાન 19 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે.
જો તમે વ્યાપક દુબઈ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજ ઈચ્છો છો તો અમારી વેબસાઇટની મુલાકાત લો અને દુબઈ માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો. આ પેજ પર, તમને જરૂરી વ્યક્તિગત માહિતી ભરવા માટે અને તમે જે કવરેજ ખરીદવા માંગો છો તેનું લેવલ પસંદ કરવાનું કહેવામાં આવશે.
શહેરમાં તમારા રોકાણનો સમયગાળો જેવા ઘણા મહત્વપૂર્ણ પરિબળો તમારા દુબઈ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમત પર અસર કરે છે. દુબઈના મુલાકાતીઓ તેમના બજેટને તથા તેમને જરૂરી વિવિધ કવરેજ પરિબળોને ધ્યાનમાં રાખીને દુબઈ માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે.
મુસાફરીના સમગ્ર સમયગાળા માટે તમારી પાસે પૂરતી સુરક્ષા ઉપલબ્ધ રહે તે માટે યોગ્ય વીમાકૃત રકમ પસંદ કરો. જો તમે પરિવાર સાથે દુબઈ જઈ રહ્યા છો, તો તમને દુબઈમાં પણ ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ મળી રહે તેવી વીમાકૃત રકમ પસંદ કરવી જરૂરી છે.
હા, દુબઈ કવરેજ માટે માન્ય ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી છે. તમે આ પૅકેજ ખરીદીને યુએઇની તમારી મુસાફરીને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો