અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Motor Insurance Act: Key Features
જાન્યુઆરી 29, 2023

મોટર વાહન ઇન્શ્યોરન્સનું મહત્વ: પ્રકૃતિ, કાર્યક્ષેત્ર અને મુખ્ય લાભો

આજે વાહન એ જરૂરીયાત છે, મોજશોખનું સાધન નથી. મોટર વાહન હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે જવું વધુ સુગમ બને છે. વાહન હોવાથી જાહેર પરિવહન પરની નિર્ભરતા પણ ઓછી થાય છે. તેમ છતાં, આપણે એ હકીકતને પણ નકારી શકતા નથી કે ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવામાં જોખમ પણ રહેલું છે. કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતને કારણે વાહનને નુકસાન થઈ શકે છે અને ઘણીવાર મૃત્યુ થઈ શકે તેવી શારીરિક ઈજા પણ થઈ શકે છે. આવી કોઈપણ ઘટનાઓ અથવા અકસ્માતોથી પોતાને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે, એક મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ સમજદારીપૂર્ણ નિર્ણય છે. તેને વાહન ઇન્શ્યોરન્સ પણ કહેવામાં આવે છે. મોટર ઇન્શ્યોરન્સના લાભ મેળવવા માટે સમયસર પ્રીમિયમ ચૂકવવું જરૂરી છે. કારનું મોડેલ, કારને થયેલો સમય અને અન્ય વિવિધ મહત્વપૂર્ણ પરિબળોના આધારે મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિર્ધારિત કરવામાં આવે છે. આ લેખમાં આપણે મોટર વાહન ઇન્શ્યોરન્સના મહત્વને વ્યાપકપણે કવર કરીશું અને તેનું મહત્વ જાણીશું.

મોટર ઇન્શ્યોરન્સ એટલે શું?

જ્યારે અકસ્માત અથવા દુર્ઘટનામાં ટૂ-વ્હીલર અથવા કારને નુકસાન થાય છે ત્યારે મોટર ઇન્શ્યોરન્સ તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. અકસ્માત, હુલ્લડ વગેરેને કારણે વાહનને થયેલા નુકસાન સામે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી વળતર જેવા વિવિધ લાભો પ્રદાન કરે છે. જો વાહન ચોરાઈ જાય છે તો તે કવરેજ પ્રદાન કરે છે.

ભારતમાં કેટલા પ્રકારના મોટર ઇન્શ્યોરન્સ છે?

ભારતમાં નીચે જણાવ્યા મુજબના મોટર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે:
  1. થર્ડ-પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ: આ પ્રકારના મોટર ઇન્શ્યોરન્સ હેઠળ, ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને કારણે થર્ડ-પાર્ટીને થયેલા નુકસાનને કારણે ઉદ્ભવતી જવાબદારીઓ સામે કવરેજ પ્રદાન કરવામાં આવે છે. સરળ શબ્દોમાં, તે વાહન દ્વારા થયેલી ઈજા/મૃત્યુને કારણે થર્ડ પાર્ટીને વળતર પ્રદાન કરે છે. ભારતમાં વાહન ચલાવવા માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે.
  2. કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી: A કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઓન ડેમેજ કવર અને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સનો લાભ શામેલ છે. તે મોટર વાહનને 360-ડિગ્રી સુરક્ષા પ્રદાન કરે છે. ચોરી, આગ, દુર્ઘટના જેવા અનેક જોખમો સામે મોટર ઇન્શ્યોરન્સ કવરેજનો લાભ લો. સંપૂર્ણ સુરક્ષા માટે મોટર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે.

મોટર ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે તેના 04 કારણો

તમારી પાસે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોય કે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમે વાહનને થતાં નુકસાન અથવા શારીરિક ઈજા સામે આર્થિક રીતે સુરક્ષિત છો. ચાલો, મોટર ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે હોવો જોઈએ તેના નીચે જણાવેલ મુખ્ય કારણો વિશે ચર્ચા કરીએ:
  1. આર્થિક સુરક્ષા: મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આર્થિક મુશ્કેલીની સ્થિતિથી બચાવે છે. તે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે અને સંકટના સમયમાં આર્થિક ટેકો પૂરો પાડે છે.
  2. કાયદા અનુસાર જરૂરિયાત: મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે અને તેને અવગણવો જોઈએ નહીં. આ ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવનાર વ્યક્તિએ તેમની સામે કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.
  3. થર્ડ-પાર્ટી લાયાબિલિટી: તમારા વાહનને કારણે થયેલા કોઈપણ નુકસાનને કારણે ઉદ્ભવતી થર્ડ-પાર્ટી પ્રત્યેની જવાબદારીઓને આવરી લે છે. ઇન્શ્યોરર દ્વારા થર્ડ-પાર્ટીની સારવાર માટે ચુકવણી કરવામાં આવશે. થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ તમને કોઈપણ કાનૂની દાવાઓ સામે સુરક્ષિત કરે છે.
  4. મૃત્યુના કિસ્સામાં કવર: દુર્ઘટના અથવા અકસ્માતને પરિણામે થતું મૃત્યુ એ સૌથી ડરામણાં પરિણામોમાંથી એક છે. જ્યારે પરિવારની આવકનું મુખ્ય સાધન એવા વ્યક્તિનું અકસ્માતમાં અવસાન થાય છે ત્યારે પરિસ્થિતિ વધુ કઠીન બની જાય છે. તેમના ઉપર નિર્ભર રહેલું તેમનું કુટુંબ કે તેમના આશ્રિતો પર આર્થિક સંકટ ઊભું થઈ જાય છે. તેથી, મોટર ઇન્શ્યોરન્સ પ્લાનમાં ચુકવણીનો વિકલ્પ પરિવારને દૈનિક ખર્ચની કાળજી લેવા માટે આર્થિક રીતે સ્વતંત્ર બનાવી શકે છે. ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતો ધ્યાનથી વાંચવા જરૂરી છે, કારણ કે તે દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે.

સંક્ષિપ્તમાં

ખરીદવો ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ તે લાભદાયી છે કારણ કે તમે સરળતાથી વિવિધ પ્લાન, તેમની વિશેષતાઓ અને ક્વોટ્સની તુલના કરી શકો છો. તે યોગ્ય અને માહિતીપૂર્ણ નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. તમે તેને ઑનલાઇન ખરીદો કે ઑફલાઇન, ડૉટેડ લાઇન્સની નીચે સાઇન કરતા પહેલાં પૉલિસીના ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વારંવાર વાંચો. કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરો અને આજીવન માનસિક શાંતિ મેળવો. ઉપરાંત, મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરવાનું અને તેમને તરત રિન્યુ કરવાનું ભૂલશો નહીં.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે