રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જ્યારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વાત આવે છે ત્યારે ડિજિટલ માધ્યમ અદ્વિતીય વિવિધતા અને માહિતી પ્રદાન કરે છે, જેનાથી તુલના કરવી માત્ર સરળ જ નહીં પરંતુ અનિવાર્ય પણ બની જાય છે. બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના તમને માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી માહિતી પ્રદાન કરે છે; તમારી જરૂરિયાતો અને બજેટને સંપૂર્ણપણે અનુરૂપ પૉલિસી મેળવવાની ખાતરી રાખો.
ઑનલાઇન પ્લેટફોર્મ એક જ જગ્યાએ વિશાળ માત્રામાં માહિતી એકત્રિત કરે છે. તમે વિવિધ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ, તેમના કવરેજ વિકલ્પો, પ્રીમિયમ ખર્ચ અને ગ્રાહક સમીક્ષાઓ વિશેની વિગતોને પ્રત્યક્ષ રીતે મુલાકાત લીધા વગર અથવા અસંખ્ય ફોન કૉલ કર્યા વગર મેળવી શકો છો.
તમે તમારી બાઇક અને ઇન્શ્યોરન્સની જરૂરિયાતો વિશે ચોક્કસ વિગતો દાખલ કરીને ખાસ તૈયાર કરેલ અનુકૂળ ઇન્શ્યોરન્સ ક્વોટેશન ઝડપથી પ્રાપ્ત કરી શકો છો. આ કસ્ટમાઇઝેશન તમારી જરૂરિયાતોની પૂર્તિ ન કરતી મોંઘી પૉલિસીઓને હટાવવામાં મદદ કરે છે.
ઑનલાઇન ઇન્શ્યોરન્સ માર્કેટની સ્પર્ધાને લીધે ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના પ્રતિસ્પર્ધીઓથી આગળ વધવા માટે આકર્ષક કિંમતો ઑફર કરે છે. આ સ્પર્ધાને લીધે ઓછા પ્રીમિયમ અને વધુ વ્યાપક કવરેજ વિકલ્પો સહિત વધુ સારી ડીલ મળી શકે છે. જો તમે ભારતમાં સૌથી સસ્તો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ શોધી રહ્યા હોવ, તો ઑનલાઇન તુલના તમને તે શોધવામાં મદદ કરી શકે છે.
ઑનલાઇન તુલનાઓ દરેક પૉલિસીના નિયમો અને શરતોની સ્પષ્ટપણે રૂપરેખા આપે છે. આ પારદર્શિતા તમને વિશેષતાઓ અને ખર્ચની એકસાથે તુલના કરવાની સુવિધા આપે છે, જે છુપા શુલ્કનું જોખમ ઘટાડે છે અને સુનિશ્ચિત કરે છે કે તમે જેના માટે ચુકવણી કરી રહ્યા હોવ તે ચોક્કસપણે સમજો.
ઇન્શ્યોરન્સ કંપનીઓ ઘણીવાર ઑનલાઇન પ્લેટફોર્મ પર વિશેષ ડિસ્કાઉન્ટ અને ત્વરિત અપડેટ કરેલ ઑફર પ્રદાન કરે છે. વાસ્તવિક સમયમાં આ ઑફરની તુલના કરવાથી તમને તમારી ખરીદીના સમયે ઉપલબ્ધ સૌથી વાજબી અને સુસંગત ઇન્શ્યોરન્સ કવરેજ મળે છે.
બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરીને, તમે માહિતીની શક્તિનો ઉપયોગ કરો છો, જે સુનિશ્ચિત કરે છે કે તમે એવી પસંદગી કરો છો જે તમને બાઇક સુરક્ષામાં તમારા રોકાણ માટે સૌથી વધુ મૂલ્ય પ્રદાન કરે.
કુદરતી આપત્તિ દ્વારા કેટલું નુકસાન થશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પ્રકૃતિના ક્રોધને નિયંત્રિત કરવો શક્ય નથી, પરંતુ નાણાંકીય રીતે સુરક્ષિત રહેવું અને નુકસાનનું પ્રમાણ ઓછું કરવું ચોક્કસપણે શક્ય છે. વધુ વાંચો
કુદરતી આપત્તિ દ્વારા કેટલું નુકસાન થશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પ્રકૃતિના ક્રોધને નિયંત્રિત કરવો શક્ય નથી, પરંતુ નાણાંકીય રીતે સુરક્ષિત રહેવું અને નુકસાનનું પ્રમાણ ઓછું કરવું ચોક્કસપણે શક્ય છે.
અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કુદરતી આપત્તિઓ જેમ કે આગ, વિસ્ફોટ, સેલ્ફ-ઇગ્નિશન અથવા વીજળી પડવી, ભૂકંપ, પૂર, ટાઇફૂન, હરિકેન, તોફાન, વાવાઝોડું, જળપ્રલય, ચક્રવાત, કરા, હિમ, ભૂસ્ખલન અને રૉકસ્લાઇડને કારણે થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે.
ટૂ-વ્હીલરનો અકસ્માત તમારા જીવનને બીજી જ ક્ષણે બદલી શકે છે. કુદરતી આપત્તિઓની જેમ, વધુ વાંચો
ટૂ-વ્હીલરનો અકસ્માત તમારા જીવનને બીજી જ ક્ષણે બદલી શકે છે. કુદરતી આપત્તિઓની જેમ જ, અન્ય વાહનો માટે પણ તેની આગાહી કરવી મુશ્કેલ છે. અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને અને તમારી બાઇકને માનવસર્જિત આપત્તિઓ જેમ કે ઘરફોડી, ચોરી, રમખાણ, હડતાલ, અકસ્માત અથવા કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિને કારણે થતા નુકસાન સામે આર્થિક ટેકો આપે છે.
વધુમાં, અમે રેલ, રસ્તા, અંતર્દેશીય જળમાર્ગ, એલિવેટર્સ અથવા હવાઇ માર્ગે પરિવહનમાં થયેલા નુકસાન અથવા ખોટ સામે પણ કવરેજ પ્રદાન કરીએ છીએ.
કમનસીબે, તમારી બાઇક સાથે સંકળાયેલ દુર્ઘટનાઓમાં થતું નુકસાન માત્ર વ્યક્તિગત ઇજા અથવા નુકસાન સુધી મર્યાદિત નથી. વધુ વાંચો
કમનસીબે, તમારી બાઇક સાથે સંકળાયેલ દુર્ઘટનાઓમાં થતું નુકસાન માત્ર વ્યક્તિગત ઇજા અથવા નુકસાન સુધી મર્યાદિત નથી. થર્ડ-પાર્ટીને થયેલું કોઈપણ નુકસાન પણ તમને આર્થિક રીતે બોજારૂપ બની શકે છે.
અમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી અન્ય વ્યક્તિ અથવા તેની/તેણીની સંપત્તિને થયેલા નુકસાન, મૃત્યુ અથવા શારીરિક નુકસાનને કારણે ઉદ્ભવતી થર્ડ-પાર્ટીની જવાબદારીને આવરી લે છે. ઉપરાંત, મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ થર્ડ પાર્ટી કવર હોવું ફરજિયાત છે.
અકસ્માતને કારણે ઘણાં ખર્ચા તથા તણાવ ઉદ્ભવી શકે છે. અમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન વડે, વધુ વાંચો
અકસ્માતને કારણે ઘણાં ખર્ચા તથા તણાવ ઉદ્ભવી શકે છે. અમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનમાં તમને ₹1 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર મળે છે, જે તમને ડ્રાઇવિંગ, માઉન્ટિંગ અથવા ડિસ્માઉન્ટ કરતી વખતે થતા અકસ્માતો સામે આવરી લે છે.
પિલિયન રાઇડરને કવરેજ પ્રદાન કરવા માટે, તમે તમારી પૉલિસીમાં સહ-યાત્રીઓ માટે પર્સનલ એક્સિડેન્ટ કવર પણ ઉમેરી શકો છો.
તમને પ્રશ્ન થશે કે, તેમાં મારા માટે શું છે? સૌ પ્રથમ તો અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી બાઇકને કૉસ્ટ-ઇફેક્ટિવ પ્રીમિયમ પર વ્યાપક કવરેજ પૂરું પાડે છે.
બજાજ આલિયાન્ઝ માટે સસ્તો બાઇક ઇન્શ્યોરન્સ એ છે જે વ્યાજબી હોવાની સાથે મજબૂત સુરક્ષા પૂરી પાડે છે. અમારે માટે બંનેનું મહત્વ સરખું છે. જ્યારે તમે અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે તમને મળે છે:
અકસ્માત આકસ્મિક હોય છે, અને તેથી અમે તેવી આપત્તિજનક સ્થિતિમાં મદદ કરવા માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છીએ. તમારા ઇન્શ્યોરર તરીકે, તમારી જરૂરના સમયે તમારી સાથે રહેવું એ અમારું લક્ષ્ય છે. અમારી 24x7 કૉલ ક્લેઇમ સપોર્ટ ટીમ દિવસના કોઈપણ સમયે તમને સહાય કરવા માટે તૈયાર છે.
તમારે માત્ર અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર ફોન કરવાનો રહેશે. અમે ક્લેઇમની પ્રક્રિયા વિશે તમને માર્ગદર્શન આપીશું. નવી પૉલિસી ખરીદવાથી લઈને ક્લેઇમ સેટલ કરવા સુધી તમારો કોઈ પણ પ્રશ્ન હોય - અમે તમારી સાથે છીએ. તમને એસએમએસ દ્વારા તમારા ક્લેઇમની સ્થિતિ પર ત્વરિત અપડેટ પણ મળે છે.
તમારી કમાણી તમારી પાસે જ રહેવી જોઈએ એમ અમે માનીએ છીએ. જ્યારે એનસીબીની વાત આવે છે, ત્યારે તમારી બાઇક ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બજાજ આલિયાન્ઝને પસંદ કરવા પર, તમે હાલના એનસીબીના 50% જેટલું ટ્રાન્સફર કરી શકો છો.
આ ફ્લેક્સિબિલિટી ને કારણે તમે બજારમાં ઉપલબ્ધ હોય તેવા ઉત્તમ કાર ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સનો લાભ લઈ શકો છો. બજાજ આલિયાન્ઝ માટે ગ્રાહકનું સશક્તિકરણ એ એના વ્યવસાયના કેન્દ્રમાં રહેલું છે.
અકસ્માત બાદ તમે કેટલી જલ્દી તમારા બાઈકનો ઉપયોગ કરી શકશો તેનો આધાર તમારો ક્લેઇમ કેટલી જલ્દી સેટલ થાય છે તેની પર રહેલો છે. અને ત્યાં અમે ભાગ ભજવીએ છીએ. અમારી ઝડપી અને સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા દ્વારા તમે અકસ્માતની ઘટના બાદ શક્ય તેટલી ઝડપથી પૂર્વવત સ્થિતિ મેળવી શકો છો.
ઉપરાંત, પ્રચલિત એવા કૅશલેસ માધ્યમથી, સમગ્ર ભારતમાં નેટવર્ક ગેરેજ સાથે અમારા ટાઇ-અપ દ્વારા ક્લેઇમ ઝડપી અને કૅશલેસ રીતે સેટલ થઈ શકે છે. તમે ક્લેઇમ ઑનલાઇન કરી શકો છો અથવા તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા માટે ટોલ-ફ્રી નંબર પર અમારો સંપર્ક કરી શકો છો.
આ તો ડેઝર્ટના પ્રથમ રાઉન્ડનો આનંદ માણ્યા બાદ, જમવા માટે ફરી વાર કતારમાં ઊભા રહેવાની જરૂર ન પડે તેના જેવું છે! અમારી ઝંઝટ-મુક્ત રિન્યુઅલ પ્રક્રિયા વડે તમે અને તમારી બાઇક હંમેશા ઇન્શ્યોર્ડ રહી શકો છો.
તમારે માત્ર અમારી વેબસાઇટ પર લોગીન કરીને રિન્યુઅલ માટે જરૂરી વિગતો ભરવાની રહેશે, અને રિન્યુઅલનું કામ પૂરું થાય છે! તમે વિશ્વના કોઈપણ ખૂણેથી સરળતાથી અમારી સાથેની તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો.
તમે કદાચ લૉટરીમાં ભાગ્ય અજમાવ્યું હશે, પરંતુ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે અમારી પાસે કેટલીક ઇનસાઇડર ટિપ્સ છે જેની મદદથી તમે દર વખતે આગળ રહી શકો છો! વધુ જાણવા માંગો છો? આગળ વાંચો.
તમને ભાવ-તાલ પસંદ છે? થોડા સંશોધન દ્વારા તમે તમારી જરૂરિયાતો અનુસારનો શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો એટલું જ નહીં, પરંતુ તમારા મિત્રો અને સહકર્મીઓ તમને એક નિષ્ણાત માની શકે છે. સમય અને પૈસાની થતી બચતને ધ્યાનમાં રાખો, તો હોમવર્ક કરવાના ફાયદાઓ છે.
તમારી જરૂરિયાતો માટે સર્વોત્તમ પ્લાન શોધવો ,એ નવા વૉર્ડરોબ ખરીદવા જેવુ છે, જેમાં તમારે યોગ્ય અલગ-અલગ સાઇઝનો પ્રયત્ન કરવાનો હોય છે. તમારી જરૂરિયાતની ટોચની 3 સુવિધાઓની સૂચિ બનાવો. ત્યાર બાદ તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને વધુ વ્યાપક બનાવી શકે તેવા કોઈપણ ડિસ્કાઉન્ટ, છૂટ અથવા ઍડ-ઑન્સ જુઓ.
થોડા વિશ્લેષણની મદદથી તમે એક ગાઈડેડ મિસાઇલની ચોકસાઇ જેટલી ચોકસાઈથી તમારો આદર્શ ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ શોધી શકો છો! માત્ર થોડી સંબંધિત વિગતો ભરીને તમે વિવિધ ઇન્શ્યોરરથી તરત જ ક્વોટ્સ મેળવી શકો છો. લક્ષ્ય નજરની સામે છે, હવે લૉન્ચ કરવા માટે તૈયાર રહો!
શું ક્રૉસ કન્ટ્રી બાઇક ટ્રિપ્સ પસંદ છે? તમે સ્પીડ અને આકર્ષક સુપરબાઇકના શોખીન જણાઓ છો. બાઇકના હાઇ એન્ડ મોડેલના ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ થોડું વધુ હોઇ શકે છે. યોગ્ય કવર પસંદ કરીને તમારા પસંદગીનું કવર મેળવો.
બીજી તરફ, નીચી રેન્જના મોડેલનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેટલીક હદ સુધી ઓછું કરી શકે છે. એક કૉસ્ટ-બેનિફિટ વિશ્લેષણ તમને તમારા વાહન માટે યોગ્ય કવર મેળવવામાં મદદ કરી શકે છે.
આર્થિક રીતે તમારી ઘણી પ્રાથમિકતાઓ હોઇ શકે છે, ત્યારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કપાતપાત્ર વડે તમે કેટલાક અનન્ય ફાયદાઓ મેળવી શકો છો. પૉલિસીના લાભો મળે તે પહેલાં તમારે પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની રકમને કપાતપાત્ર કહે છે.
ઉચ્ચ કપાતપાત્રને કારણે તમારું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછું થઈ શકે છે પરંતુ જો તમારી બાઇકને અકસ્માત થાય તો થતો નોંધપાત્ર ખર્ચ તમારે કરવો પડી શકે છે. તેથી, સરળતાથી ચૂકવી શકાય તેવું કપાતપાત્ર પસંદ કરો.
તમે જ્યારે પણ બીમાર થાવ ત્યારે પ્રત્યેક વખતે કોઈ મેડિકલ પ્રોફેશનલ પાસે જાઓ છો? ચોક્કસપણે નહીં. તેવી જ રીતે, નાના સમારકામ માટે ક્લેઇમ કરવો એ સમજદારીભર્યું નથી, કારણ કે તેને કારણે તમે એનસીબી ગુમાવો છો. ઉદાહરણ તરીકે, જો તમારી હેડલાઇટ તૂટી ગઈ હોય, તો તેનું સમારકામ સ્થાનિક મિકેનિક પાસે કરાવવું યોગ્ય છે, અને આમ કરવાથી તમે તમારું એનસીબી અકબંધ રાખી શકો છો.
સુરક્ષિત એનસીબી તમને રિન્યુઅલના સમયે ઉપયોગી બને છે. તેના દ્વારા તમારું પ્રીમિયમ ઘણું ઓછું થઈ શકે છે. વધુ શું છે? તે કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કેટલાક અતિરિક્ત લાભો ઉમેરી શકે છે. તેથી, ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવાનો નિર્ણય વિચારીને લેવો.
કસ્ટમ બાઇક એક્સેસરીઝ અને ફીટીંગ વડે સ્ટાઇલ સ્ટેટમેન્ટ. જો કે, તેને કારણે તમારા બાઇકના ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધી શકે છે. તેનું કારણ એ છે, કે કસ્ટમ ફીટીંગના રિપેરનો ખર્ચ સ્ટાન્ડર્ડ ટૂ-વ્હીલર કરતાં વધુ હશે.
અન્ય શબ્દોમાં, તેમાં જોખમ વધુ રહેલું છે, અને તેથી પ્રીમિયમની રકમ વધારે છે. અમારી સલાહ: એક્સેસરીઝ સાથે સજાવટ સંભાળીને કરો!
કેટલાક કિસ્સાઓમાં, જો તમે તમારી બાઇકમાં ફેરફારો કરો છો અને તે વિશે ઇન્શ્યોરરને સૂચિત ન કરો તો તમારો ક્લેઇમ નકારી શકાય છે.
વાહનોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે માર્ગ સલામતી એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. બદલાતા સમયની સાથે રસ્તા પર તમારી સુરક્ષા માટે તમે તમારી રાઇડિંગ કુશળતા વધુ સારી બનવો તે જરૂરી છે.
આના ઘણાં ફાયદાઓ છે. તે અકસ્માતને રોકવામાં, તમારા એનસીબીને સુરક્ષિત રાખવામાં અને થર્ડ-પાર્ટીને કોઈપણ નુકસાન થતું રોકવામાં મદદ કરે છે. તમે પ્રોફેશનલ ટ્રેનરની મદદ મેળવી શકો છો અથવા રાઇડિંગ ક્લબમાં જોડાઈ શકો છો.
જેની તમારે હવે જરૂર નથી એવા ઍડ-ઑન કવરને કારણે તમારું પ્રીમિયમ વધી શકે છે. તમારી પર્યાપ્ત સુરક્ષાની ખાતરી કરવા અને બિનજરૂરી કવર દૂર કરવા માટે તમારા કવરેજનું મૂલ્યાંકન કરો.
ઉદાહરણ તરીકે, એન્જિન કવર અને ઝીરો ડેપ્રિશિયેશન કવર લેવું ડહાપણભર્યું છે, પરંતુ ઍક્સેસરીઝનું કવર તેટલું મહત્વપૂર્ણ ન હોઈ શકે. આ કવરને કારણે તમારું પ્રીમિયમ બિનજરૂરી રીતે વધી શકે છે. તેથી, તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં જરૂરી હોય તેવા જ ઍડ-ઑન્સ પસંદ કરવાની ખાતરી કરો.
સસ્તા બાઇક ઇન્શ્યોરન્સની રમત એક એવી રમત છે જે તમારે હોંશિયારીપૂર્વક રમવાની જરૂર પડે છે. તમારી વર્તમાન અને અપેક્ષિત ઇન્શ્યોરન્સની જરૂરિયાતોના આધારે, ખરીદવા આવશ્યક હોય તેવા અને સારા પરિબળોમાંથી યોગ્ય પસંદગી ફાયદાકારક નીવડે છે.
તમે આ રીતે મોટો ખર્ચ કર્યા વિના અસરકારક બાઇક ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરી શકો છો.
જ્યારે તમે વેકેશનમાં બહાર જાઓ છો, ત્યારે કદાચ જરૂર પડે તો, એમ વિચારીને તમારી સાથે વધારાની રોકડ લઈ નથી રાખતા? તેવી જ રીતે, ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, દુર્ઘટનાના કિસ્સામાં તમારા ખિસ્સામાંથી કરવો પડતો ખર્ચ ઓછો થાય તેવી કવરેજ રકમ પસંદ કરો.
થોડા વધારાનું કવરેજ લેવું ખરાબ નથી.
ઍડ-ઑન્સ તમારા બાઇક ઇન્શ્યોરન્સને મજબૂત બનાવે છે અને તમને વ્યાપક કવરેજ આપે છે. વિવિધ બાઇક ઇન્શ્યોરન્સ કવર શોધતી વેળાએ, ઉપલબ્ધ ઍડ-ઑન્સની તુલના કરો અને તેની તમારા બાઇક ઇન્શ્યોરન્સના ખર્ચ પર કેવી અસર થાય છે તે સરખાવો. પોતાને અને તમારી બાઇકને 360-ડિગ્રી સુરક્ષા આપવા માટે સુસંગત ઍડ-ઑન કવર પસંદ કરો.
ફેસ વેલ્યૂ પર ક્લેઇમ કરશો નહીં! જ્યારે સસ્તું બાઇક ઇન્શ્યોરન્સ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ક્લેઇમ સેટલમેન્ટનો દર ચોક્કસપણે ધ્યાનમાં લેવો જોઈએ. બજારમાં ઉપલબ્ધ વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઝીણવટથી તપાસો અને યોગ્ય પસંદગી કરવા માટે ક્લેઇમ રેશિયોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો.
ઇન્શ્યોરર પાસે કરવામાં આવેલ ક્લેઇમ સામે સેટલ થયેલા ક્લેઇમની સંખ્યા એ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો દર્શાવે છે. કહેવાની જરૂર નથી કે, રેશિયો જેટલો વધુ, તમારા માટે તેટલું સારું છે.
બાઇક ઇન્શ્યોરન્સ કવર ખરીદવા પર પૈસા બચાવવાનું અર્થપૂર્ણ લાગી શકે છે, પરંતુ જ્યારે તમારે તેની જરૂર પડે ત્યારે તે તમારી અપેક્ષાઓ પ્રમાણે નહીં હોવાનો ખ્યાલ આવે છે. સૌથી સસ્તા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઘણીવાર તમને નિરાશ કરી શકે છે!
બાઇક ઇન્શ્યોરન્સનો અભ્યાસ કરતી વખતે - ઑનલાઇન વિવિધ સમીક્ષાઓ વાંચવી, શોરૂમની મુલાકાત લેવી, વિશિષ્ટતાઓ તપાસવી - જો તમે તેને માત્ર સૌથી ઓછી કિંમતની દ્રષ્ટિએ નથી જોઈ રહ્યા તો, તમને તે સંપૂર્ણ યોગ્ય સૉલ્યુશન મળી શકે છે. અહીં શા માટે.
જ્યારે તમે તમારા મોબાઇલ ફોનની સ્ક્રીનને સુરક્ષિત કરવા માટે ટેમ્પર્ડ ગ્લાસ શોધો છો, ત્યારે શું તમે એવો ગ્લાસ ખરીદો છો જે તેની કિનારોને કવર ન કરતો હોય? ના, કારણ કે ફોનની ધારને થતું સામાન્ય નુકસાન પણ તેની કામ કરવાની અસરકારકતા ઓછી કરી શકે છે.
તેવી જ રીતે, સસ્તા બાઇક ઇન્શ્યોરન્સ દ્વારા પર્યાપ્ત કવરેજ ન મળે તેમ શક્ય છે જેના પરિણામે તમારે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવાની જરૂર પડી શકે છે. જ્યારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ બાબતની વાત આવે છે, ત્યારે પર્યાપ્ત કવરેજ પ્રદાન કરતી પૉલિસી પસંદ કરવી જરુરી છે.
હાઇન્ડસાઇટમાં તે હંમેશા 20/20 હોય છે. ભરચક ટ્રાફિકમાંથી પસાર થતી વખતે, તમારા રિયર વ્યૂ મિરરમાંથી તમે તમારા માટે જોખમી અને ખૂબ જ નજીક હોય તેવી વસ્તુઓને જોઈ શકો છો. જ્યારે 2W ઇન્શ્યોરન્સની વાત આવે છે ત્યારે, તમારી તમામ પ્રૉડક્ટ્સ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવું જરૂરી નથી.
ઍડ-ઑન્સ દ્વારા ખૂટતું કવરેજ પૂરું કરી શકાય છે અને ભવિષ્યને સુરક્ષિત કરી શકાય છે. બીજા શબ્દોમાં, તેઓ તમારા કવરેજ માટે પૂરક બને છે અને જ્યારે તમારે રોડ સાઇડ સહાયની જરૂર હોય ત્યારે અથવા ડેપ્રિશિયેશન સામે રક્ષણ આપે છે.
જોકે, આ ઍડ-ઑન્સને કારણે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના ખર્ચ, માં વધારો થઈ શકે છે, પરંતુ તે ઇમરજન્સીની સ્થિતિમાં તમારે માટે સહાયરૂપ બને છે.
ગ્રાહક સેવાની ગુણવત્તાના આધારે સારા અને સરેરાશ વચ્ચેનો તફાવત જાણી શકાય છે. સસ્તા બાઇક ઇન્શ્યોરન્સ કવર વડે તમે પૈસા બચાવી શકો છો, પરંતુ જરૂરના સમયે તમે ત્વરિત અને કાર્યક્ષમ રીતે તમારા બધા પ્રશ્નોના જવાબની આશા રાખી શકતા નથી.
જ્યારે ક્લેઇમ સેટલમેન્ટ જેવી મહત્વપૂર્ણ બાબત હોય, ત્યારે 24X7 ક્લેઇમ સપોર્ટ અને વર્લ્ડ ક્લાસ કસ્ટમર સર્વિસ માટે વધુ ચૂકવણી કરી શકાય છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓની ઑનલાઇન તુલના કરવી સરળ છે, પરંતુ યોગ્ય પગલાં જાણવાથી તમને શક્ય તેટલી શ્રેષ્ઠ ડીલ મેળવવામાં મદદ મળશે. વિવિધ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓની અસરકારક રીતે ઑનલાઇન તુલના કેવી રીતે કરવી તે અહીં આપેલ છે.
એક વિશ્વસનીય ઑનલાઇન તુલના પ્લેટફોર્મ પસંદ કરો, જે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી ડેટા એકત્રિત કરે. વિવિધ પૉલિસીઓ જોવા અને તેની તુલના કરવા માટે આ તમારા માટે એકમાત્ર સ્થળ હશે.
તમારી બાઇક વિશેની વિગતો, જેમ કે મેક, મોડેલ, ઉત્પાદનનું વર્ષ અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો. આ વિગતો તમને તમારા ચોક્કસ ટૂ-વ્હીલર માટે સૌથી યોગ્ય ઇન્શ્યોરન્સ વિકલ્પો શોધવામાં મદદ કરશે.
તમે થર્ડ-પાર્ટી લાયબિલિટી અથવા કોમ્પ્રિહેન્સિવ કવરેજ શોધી રહ્યા હોવ, તમારી જરૂરિયાતોને જણાવવાથી શ્રેષ્ઠ અનુકૂળ પૉલિસીઓ માટેના વિકલ્પો શોધવામાં મદદ મળે છે.
એકવાર તમારી પાસે લિસ્ટ હોય, પછી દરેક પૉલિસીના કવરેજની તપાસ કરો. જુઓ કે કવરેજમાં શું શામેલ છે, જેમ કે અકસ્માત કવરેજ, ચોરી, કુદરતી આપત્તિઓ અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ.
પ્રીમિયમની રકમ દરેક પૉલિસીમાં નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે. પ્રદાન કરેલ કવરેજ સામે આ કિંમતોની તુલના કરો, જેથી કઈ પૉલિસી તેની કિંમત પ્રમાણે વધુ મૂલ્ય પ્રદાન કરે છે તે નિર્ધારિત કરી શકાય.
ગ્રાહકના ટેસ્ટિમોનિઅલ્સ અને રિવ્યૂ એ ઇન્શ્યોરન્સ કંપનીઓની ગ્રાહક સર્વિસ, ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અને એકંદર સંતુષ્ટિ વિશે જાણકારી પ્રદાન કરી શકે છે. તમારી નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ એક મહત્વપૂર્ણ પરિબળ હોઈ શકે છે.
આખરે, તમારા પ્રીમિયમના ખર્ચને વધુ ઘટાડવા માટે અતિરિક્ત ડિસ્કાઉન્ટ, નો-ક્લેઇમ બોનસ અને અન્ય ઑફરની તપાસ કરો.
આ પગલાંઓને અનુસરીને, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો છો, જે સૌથી વાજબી કિંમતે શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરે છે અને તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવેલ છે.
ઑનલાઇન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરવી એ વિકલ્પો અને માહિતીની ભૂલભૂલામણીમાંથી તમારા માર્ગને શોધવા જેવું છે. કેટલાક મુખ્ય પરિબળો તમને તુલના કરવામાં અને યોગ્ય પૉલિસી મેળવવામાં મદદ કરશે.
આ બંને વચ્ચેનો તફાવત જાણો, થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ. તમારી પસંદગી તમારી રાઇડિંગ ફ્રીક્વન્સી, બાઇકની ઉંમર અને વ્યક્તિગત જોખમ પસંદગી પર આધારિત હોવી જોઈએ.
ખાસ કરીને ગ્રાહક સેવા અને ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો સંબંધિત ઇન્શ્યોરરની માર્કેટમાં પ્રતિષ્ઠા વિશે માહિતી મેળવો. ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો જરૂરિયાતના સમયે વિશ્વસનીય ઇન્શ્યોરરને સૂચવે છે.
દરેક પૉલિસીના સમાવેશ અને બાકાતને કાળજીપૂર્વક વાંચો. ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન કોઇપણ સરપ્રાઇઝ ટાળવા માટે શું કવર કરવામાં આવતું નથી તે જાણવું જેટલું જ મહત્વપૂર્ણ છે.
ફાઇન પ્રિન્ટ સહિત પૉલિસીના નિયમો અને શરતો પર ધ્યાન આપો. પૉલિસી રિન્યુઅલ, કૅન્સલેશન અને રિફંડ પૉલિસી સંબંધિત શરતો જુઓ.
ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (આઇડીવી) ચોરી અથવા સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં તમને પ્રાપ્ત થયેલ વળતરની રકમ નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ છે. સુનિશ્ચિત કરો કે આઇડીવી તમારી બાઇકની માર્કેટ વેલ્યૂની સૌથી નજીક છે.
નક્કી કરો, કયા એડ-ઑન્સ, જેમ કે ઝીરો ડેપ્રિશિયેશન કવર અને રોડસાઇડ આસિસ્ટન્સ, તમારા માટે લાભદાયક છે. આ પ્રીમિયમમાં વધારો કરી શકે છે, પરંતુ તે ચોક્કસ સુરક્ષા પ્રદાન કરે છે જે મૂલ્યવાન હોઈ શકે છે.
આ પૉઇન્ટને યાદ રાખીને, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમારી પસંદ કરેલી પૉલિસી તમારા બજેટને અનુરૂપ છે અને તમારી રાઇડિંગ આદતો અને જોખમોને અનુરૂપ પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમની ગણતરીમાં કેટલાક પરિબળો શામેલ છે જે અંતિમ ખર્ચને અસર કરે છે. આને સમજવાથી તમને તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો સચોટ અંદાજ લગાવવામાં મદદ મળી શકે છે.
તમારી બાઇકની આઇડીવી (ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ) પ્રીમિયમ નિર્ધારિત કરે છે. ઉચ્ચ આઇડીવી વધુ પ્રીમિયમ તરફ દોરી જાય છે.
થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સામાન્ય રીતે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કરતાં ઓછું હોય છે, જે ચોરી, નુકસાન અને થર્ડ-પાર્ટીની જવાબદારી સહિત વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
તમારી માલિકીની બાઇકનો પ્રકાર પ્રીમિયમને અસર કરે છે. હાઇ-પરફોર્મન્સ બાઇક અથવા લક્ઝરી મોટરસાઇકલ સામાન્ય રીતે તેમના ઉચ્ચ રિપ્લેસમેન્ટ ખર્ચને કારણે વધુ પ્રીમિયમ આકર્ષિત કરે છે.
જૂની બાઇકનું પ્રીમિયમ ઓછું થઈ શકે છે, પરંતુ જો તેમને બ્રેકડાઉનનું જોખમ વધુ માનવામાં આવે તો તેનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે.
રાઇડરની ઉંમર, રાઇડિંગ હિસ્ટ્રી અને ભૌગોલિક સ્થાન જેવા પરિબળો પ્રીમિયમ ખર્ચને પ્રભાવિત કરી શકે છે. યુવાન રાઇડર્સ માટે ડ્રાઇવિંગ માટે અનુભવ ન હોવાના જોખમના કારણે વધુ પ્રીમિયમનો સામનો કરવો પડી શકે છે.
જો તમે કોઇપણ ક્લેઇમ ભૂતકાળમાં કર્યો ન હોય તો, ઇન્શ્યોરર ઘણીવાર ઑફર કરી શકે છે નો ક્લેઇમ બોનસ, જે તમારા પ્રીમિયમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
આ પરિબળોને ધ્યાનમાં રાખીને, તમે તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો યોગ્ય અંદાજ મેળવી શકો છો, જે તમને આ આવશ્યક સુરક્ષા માટે અસરકારક રીતે બજેટ મેળવવામાં મદદ કરે છે.
બાઇક ઇન્શ્યોરન્સ પર બચત કરવાનો અર્થ એ નથી કે સૌથી સસ્તી પૉલિસી પસંદ કરવી. તેના બદલે, જ્યાં શક્ય હોય ત્યાં ખર્ચને ઘટાડવાની સાથે તમારી ચોક્કસ જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વેલ્યૂ શોધવા વિશે છે. કવરેજમાં સમાધાન કર્યા વિના તમે બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર કેવી રીતે બચત કરી શકો છો તે અહીં આપેલ છે.
વિવિધ પૉલિસીઓની તુલના કરવા માટે ઑનલાઇન તુલના સાધનોનો ઉપયોગ કરો. આ તમને તમારી કવરેજની જરૂરિયાતોને પૂર્ણ કરતી સૌથી ખર્ચ-અસરકારક પૉલિસીને ઓળખવામાં મદદ કરશે.
તમારા વપરાશની પેટર્ન સાથે મેળ ખાતું કવરેજ પસંદ કરો. જો તમે વારંવાર રાઇડ કરો છો, તો તમારે વ્યાપક પૉલિસીની જરૂર નથી.
નાના ક્લેઇમને ટાળીને તમારું નો ક્લેઇમ બોનસ સુરક્ષિત રાખો. એનસીબી વર્ષોથી તમારા પ્રીમિયમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
ઉચ્ચ કપાતપાત્ર સાથેનો પ્લાન પસંદ કરવાથી તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે. આનો અર્થ એ છે કે તમે ક્લેઇમના કિસ્સામાં ખિસ્સામાંથી વધુ ચુકવણી કરવા માટે સંમત થાવ છો, જે ઇન્શ્યોરરની જવાબદારીને ઘટાડે છે.
તમારી બાઇકમાં મંજૂર થયેલ એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવાથી તમારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે કારણ કે તે બાઇક સાથે સંકળાયેલા જોખમને ઘટાડે છે.
લૅપ્સ થયા પછી નવી પૉલિસી ખરીદવા સાથે સંકળાયેલા ઉચ્ચ પ્રીમિયમને ટાળવા માટે સમયસર બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલની ખાતરી કરો.
આ વ્યૂહરચનાઓને લાગુ કરવાથી તમારા ટૂ-વ્હીલર માટે મજબૂત કવરેજ સુનિશ્ચિત કરતી વખતે તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકાય છે.
શ્રેષ્ઠ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે તમને સૌથી યોગ્ય કવરેજ મળે તેની ખાતરી કરવા માટે ઘણા પરિબળોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાની જરૂર છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું તે અહીં આપેલ છે.
તમારી જરૂરિયાતના કવરેજના પ્રકારને નિર્ધારિત કરવા માટે તમે કેટલી વાર તમારી બાઇક, બાઇક મોડેલ અને તમારી ડ્રાઇવિંગ આદતોનો ઉપયોગ કરો છો તેના આધારે તમારી ચોક્કસ જરૂરિયાતોને સમજો.
તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ મૅચ શોધવા માટે કવરેજ વિકલ્પો, પ્રીમિયમ ખર્ચ અને બાકાત પર ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરવા માટે ઑનલાઇન ટૂલનો ઉપયોગ કરો.
ખાસ કરીને ગ્રાહક સેવા અને ક્લેઇમ સેટલમેન્ટ સંબંધિત, માર્કેટમાં ઇન્શ્યોરરની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લો. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તેની વિશ્વસનીય સેવાઓ માટે જાણીતી છે અને તે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
કવરેજ મર્યાદા, શું શામેલ છે અને બાકાત છે, અને ક્લેઇમ અને રિન્યુઅલ માટેની પ્રક્રિયા સમજવા માટે પૉલિસીના નિયમો અને શરતોને સંપૂર્ણપણે વાંચો.
તમારા વપરાશના આધારે, ઝીરો ડેપ્રિશિયેશન, રોડસાઇડ આસિસ્ટન્સ અથવા એન્જિન પ્રોટેક્શન જેવા સંબંધિત ઍડ-ઑનને ધ્યાનમાં લો. આ ઍડ-ઑન તમારા કવરેજને વધારે છે પરંતુ તમારા પ્રીમિયમમાં વધારો કરશે.
કસ્ટમર સપોર્ટ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ક્લેઇમ કરતી વખતે. તપાસો કે ઇન્શ્યોરર 24/7 સપોર્ટ ઑફર કરે છે અને તેમની સર્વિસ ક્વૉલિટી રિવ્યૂ સકારાત્મક છે કે નહીં.
આ ગાઇડલાઇનને અનુસરીને, તમે એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો જે તમારી જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જે સવારી કરતી વખતે મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.
'સસ્તું' શબ્દ સારા ભાવ-તાલ પસંદ કરનાર ખરીદદારોને લાંબા સમયથી આકર્ષિત કરતો આવ્યો છે. થોડામાં વધુ મેળવવાની ઇચ્છા એ મનુષ્ય માટે સ્વાભાવિક છે, અને ખરીદી બાદના મળતા આનંદને કારણે જે ઉત્સાહ હોય છે તે અજોડ છે.
પરંતુ એક ચેતવણી! સસ્તી વસ્તુઓ ખરીદવામાં કંઈ ખોટું નથી, પરંતુ જ્યારે વાત બાઇક ઇન્શ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ બાબતની હોય, ત્યારે સૌથી સસ્તા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન અંતે મોંઘો પૂરવાર થઈ શકે છે.
સસ્તું બાઇક ઇન્શ્યોરન્સ તમારા ખિસ્સા માટે હળવું હોઈ શકે છે પરંતુ તેમાં મળતું કવરેજ અપર્યાપ્ત હોઇ શકે છે. તેથી, જો તમે સૌથી ઓછું પ્રીમિયમ હોય તેવા સૌથી સસ્તા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન શોધી રહ્યા છો, તો ઘણું મોડું થઈ જાય તે પહેલા તમારે થોભી જવું જોઈએ!
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર આર્થિક સુરક્ષા કરતાં બીજુ ઘણું ઑફર કરે છે; તે મનની શાંતિ પ્રદાન કરે છે અને કાનૂની જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરે છે. તમને સામાન્ય રીતે મજબૂત ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી જે મળે છે તે અહીં આપેલ છે.
તે તમારી કાનૂની જવાબદારીને પૂર્ણ કરે છે, જે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે, જે ભારતીય મોટર વાહન અધિનિયમ હેઠળ ફરજિયાત છે.
આ પૉલિસી અકસ્માત, ચોરી અથવા કુદરતી આફતો દ્વારા તમારા વાહનને થયેલા નુકસાન સાથે સંકળાયેલા ખર્ચને કવર કરે છે અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ પ્રદાન કરે છે.
મોટાભાગની પૉલિસીઓ રાઇડર માટે વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરે છે, જે અકસ્માતના પરિણામે થતી ઈજાઓના કિસ્સામાં આર્થિક સહાય પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ હોઈ શકે છે.
તમારા ઇન્શ્યોરન્સ કવરેજને વધારવા માટે, તમે રિટર્ન ટુ ઇનવૉઇસ, ઝીરો ડેપ્રિશિયેશન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ અને અન્ય ઍડ-ઑન સાથે તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો.
જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરતા નથી, તો તમે નો-ક્લેઇમ બોનસનો લાભ લઈ શકો છો, જે રિન્યુઅલ પર તમારા પ્રીમિયમને ઘટાડી શકે છે.
કૅશલેસ રિપેર ઑફર કરનાર ગેરેજના વિશાળ નેટવર્કની ઍક્સેસ તમને રિપેર દરમિયાન ખિસ્સામાંથી વધારે પડતા ખર્ચથી બચાવી શકે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું શામેલ છે તે સમજવાથી, તમે તમારા માટે જરૂરી કવરેજ વિશે માહિતગાર નિર્ણયો લઈ શકો છો અને તમારી સુખાકારીને સુનિશ્ચિત કરી શકો છો.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
અપ્પારાવ પાસુપુરેડ્ડી મુંબઈ
સારો ઑનલાઇન અનુભવ.
મદનમોહન ગોવિંદરાજુલુ મુંબઈ
સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત.
પાયલ નાયક મુંબઈ
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.
આદર્શ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન પસંદ કરવા માટે, વિવિધ પૉલિસી ઑફરનું મૂલ્યાંકન કરીને, ઇન્શ્યોરર રેટિંગ અને પ્રતિસાદની ચકાસણી કરીને શરૂ કરો અને તેમને તમારી જરૂરિયાતો સાથે સંરેખિત કરો, જેમ કે કવરેજ સ્કોપ, ખર્ચ કાર્યક્ષમતા અને પૉલિસીના મૂલ્યને વધારતી અતિરિક્ત સુવિધાઓ.
તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને મેનેજ કરવા માટે ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવું, વર્ષ પછી તમારું નો-ક્લેઇમ બોનસ વર્ષ સુરક્ષિત રાખવું, ચોરી સામે સુરક્ષા માટે તમારી બાઇક પર સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવું અને તમારા કવરેજને વધુ વિસ્તૃત કર્યા વિના આવશ્યક ઍડ-ઑનને કાળજીપૂર્વક પસંદ કરવું શામેલ છે.
કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ તમને અગાઉથી ચુકવણી કર્યા વિના તમારી બાઇકને રિપેર કરવાની મંજૂરી આપે છે, કારણ કે ઇન્શ્યોરર સીધા નેટવર્ક ગેરેજ સાથે બિલ સેટલ કરે છે. નૉન-કૅશલેસ અથવા રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે તમારે પ્રથમ ચુકવણી કરવી પડશે અને પછી તમારા ઇન્શ્યોરર પાસેથી વળતર માટે રસીદ સબમિટ કરવી પડશે.
જો તમે નોકરી બદલો છો અથવા સ્થળાંતર કરો છો, તો તમારો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માન્ય રહે છે. તેમ છતાં, તમારા નવા ઍડ્રેસ સાથે તમારા ઇન્શ્યોરરને અપડેટ કરવું અને તમારી મુસાફરીની આદતોમાં કોઈપણ ફેરફારો કવરેજ સચોટ રહે અને ક્લેઇમ દરમિયાન સમસ્યાઓને ટાળવા માટે મહત્વપૂર્ણ છે.
ચોરાયેલા ટૂ-વ્હીલર માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માટે, સૌપ્રથમ પોલીસ રિપોર્ટ ફાઇલ કરો, ત્યારબાદ તમારા ઇન્શ્યોરરને એફઆઇઆર અને જરૂરી ડૉક્યૂમેન્ટેશન સાથે સૂચિત કરો અને તમારા ઇન્શ્યોરરના ઑનલાઇન પોર્ટલ પર અથવા તેમની ગ્રાહક સેવા દ્વારા ચોરી માટે ઉલ્લેખિત ક્લેઇમની પ્રક્રિયાને અનુસરો.
સમાપ્ત થયેલી પૉલિસીને રિન્યુ કરતી વખતે, તમારી પૉલિસીની વિગતોમાં નોંધપાત્ર ફેરફારો કરતી વખતે અથવા અકસ્માત પછી તમારી બાઇકને તેની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને જરૂર પડે તો પૉલિસીની શરતોને ઍડજસ્ટ કરતી વખતે તમારી બાઇકનું નિરીક્ષણ જરૂરી છે.
સૌથી સસ્તો મોટરસાઇકલ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે એક મૂળભૂત થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર છે, જેમાં ઓછો ખર્ચ થાય છે પરંતુ તે ન્યૂનતમ સુરક્ષા પ્રદાન કરે છે. તે તમારા વાહનને નુકસાન અથવા ચોરી સામે સુરક્ષિત કરતો નથી પરંતુ તમારી બાઇક દ્વારા અન્યોને થયેલા નુકસાન અથવા ઈજાઓને કવર કરે છે. ભારતમાં સૌથી સસ્તો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ શોધતા લોકો માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
બાઇક ઇન્શ્યોરન્સની કિંમત તમારા બાઇકના નિર્માણ અને મોડેલ, તેની ઉંમર, તમારી પસંદના કવરેજનો પ્રકાર, અને વ્યક્તિગત માહિતી, જેમકે તમારી ઉંમર, સવારીનો ઇતિહાસ અને અગાઉના કોઇપણ ક્લેઈમ જેવા અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે. આ બધાં પરિબળો મળીને પ્રીમિયમની રકમ નિર્ધારિત કરે છે. શ્રેષ્ઠ સસ્તો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ શોધવા માટે, તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વેલ્યૂ પ્રદાન કરતી વિવિધ પૉલિસીઓની તુલના કરો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો