અંગ્રેજી

Claim Assistance
Get In Touch
IPPB Ties-up With Bajaj Allianz General Insurance
27 સપ્ટેમ્બર , 2021

નૉન-લાઇફ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટના વેચાણ માટે IPPB નું બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ સાથે ટાઇ-અપ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સુલભ અને કૉસ્ટ-ઇફેક્ટિવ સુવિધા દ્વારા ગ્રાહકોની વિવિધ આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. IPPB દ્વારા પ્રખ્યાત બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ સાથે ભાગીદારી કરવામાં આવી છે. વ્યૂહાત્મક જોડાણ લાંબા સમય સુધી ચાલવાની અને ઇચ્છિત પરિણામ મેળવવાની અપેક્ષા ધરાવે છે. તે સમગ્ર દેશમાં તેના નૉન-લાઇફ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટના વિતરણ માટે કરવામાં આવ્યું છે.

સંક્ષિપ્ત માહિતી

જોડાણના ભાગ રૂપે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સુલભ કૉસ્ટ-ઇફેક્ટિવ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ય 650 શાખાઓના મજબૂત નેટવર્ક અને નાગરિકોને ઉપલબ્ધ 1, 36,000 થી વધુ બેન્કિંગ પોઇન્ટ્સ દ્વારા કરવામાં આવશે.

તો શું આપણે ગ્રામીણ દક સેવક પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર છે?

હાલમાં લગભગ 2 લાખ ટપાલ સેવા પ્રદાતાઓ કે જેમાં ટપાલી અને ગ્રામીણ ડાક સેવક માઇક્રો-એટીએમ સાથે સારી રીતે સજ્જ છે. બાયોમેટ્રિક ઉપકરણો વીમા ઉત્પાદનોના પ્રચાર અને વિતરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

શું તેનો અર્થ એ છે કે તેઓ કોઈપણ અથવા પસંદગીની પૉલિસીની જાહેરાત કરી અને વેચી શકે છે?

POSP મોડેલ હેઠળ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વિશિષ્ટ રિટેલ પ્રોડક્ટના વેચાણને મંજૂરી આપે છે. પ્રૉડક્ટનો સ્કોપમાં હેલ્થકેર અને મેડિકલ પ્રૉડક્ટનો સમાવેશ થાય છે, કાર ઇન્શ્યોરન્સ, અને વ્યક્તિગત અકસ્માત. સુરક્ષાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અન્ય પ્રૉડક્ટ્સ જરૂર મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટાઇ-અપને કારણે IPPBનો ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયો મજબૂત બનાવે છે. આશા છે કે, ગ્રાહકોની ફાઇનાન્શિયલ સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યમાં વધુ પ્રૉડક્ટ્સ ઉમેરવામાં આવશે. વર્તમાન સર્વિસ ડિલિવરી મોડેલ વડે ગ્રાહકો સરળ, આર્થિક અને સુવિધાજનક રીતે ઇન્શ્યોરન્સ સર્વિસનો ડિજિટલ રીતે લાભ લઈ શકે છે. આનાથી સમગ્ર દેશમાં આર્થિક રીતે બાકાત રહેલ સેગમેન્ટમાં મોટર, હેલ્થ ઇન્શ્યોરન્સ, વગેરેની જાગૃતિ અને પહોંચ વધારવામાં મદદ મળશે. પૂરતી સુવિધાઓ નહીં મેળવતા તથા બેંકમાં ખાતું નહીં ધરાવતા ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.

પૂરતી સુવિધાઓ નહીં મેળવતા ગ્રાહકો કોણ છે તેમ વિચારી રહ્યા છો?

પૂરતી સુવિધાઓ નહીં મેળવતા ગ્રાહકોમાં મૂળભૂત રીતે તે લોકો શામેલ છે જેમની પાસે ઇન્શ્યોરન્સ ટચપૉઇન્ટનો સીધો ઍક્સેસ નથી. આ વ્યૂહાત્મક જોડાણ દ્વારા, ટપાલ ખાતું ટાયર-II અને ટાયર-III શહેરો અથવા સ્થાનિક લોકો સુધી પહોંચી શકશે. તે ઇન્શ્યોરન્સ કંપનીના સ્ટેટમેન્ટ પછી ગ્રાહકોને સરળતાપૂર્વક ઇન્શ્યોરન્સ પ્રદાન કરવામાં મદદ કરશે.

ફાઇનલ થોટ્સ

દેશભરમાં બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એક અગ્રણી રહી છે. ગ્રાહકો મુશ્કેલ સમયમાં ચિંતા-મુક્ત રહે તેની ખાતરી કરવામાં ઇન્શ્યોરન્સની ભૂમિકા અભિન્ન છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે અમે ગ્રાહક-કેન્દ્રિત ઇન્શ્યોરન્સ સેવાઓ ઑફર કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. ગ્રાહકની સરળતા માટે, આ વ્યૂહાત્મક જોડાણ જરૂરી પ્રોત્સાહન પ્રદાન કરશે. તે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ગ્રાહકોના ઇન્શ્યોરન્સ ખરીદવાના અનુભવને નવી જ દિશા આપશે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે