ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી વ્યાપક ગ્લોબલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ સોલ્યુશન પ્રદાન કરે છે, જે વિશ્વભરમાં આકસ્મિક ઈજાઓ, કાયમી અપંગતા અને આકસ્મિક મૃત્યુ સામે કવરેજ પ્રદાન કરે છે. જીવનની અનિશ્ચિતતાનો અર્થ એ છે કે અકસ્માત કોઈપણ સમયે, ક્યાંય પણ થઈ શકે છે, જે આ પૉલિસીને પોતાને અને પોતાના પ્રિયજનોને સુરક્ષિત કરવા માંગતા લોકો માટે અમૂલ્ય સંપત્તિ બનાવે છે. પરંપરાગત અકસ્માત કવરેજથી વિપરીત, આ પૉલિસી રાષ્ટ્રીય સીમાઓથી આગળ વધે છે, જે કોઈપણ અકસ્માત થાય તો પણ નાણાંકીય સુરક્ષા અને સહાય સુનિશ્ચિત કરે છે.
ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસીની મુખ્ય વિશેષતાઓમાં આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન, એડવેન્ચર સ્પોર્ટ્સ, એર એમ્બ્યુલન્સ સર્વિસ, બાળકોનું શિક્ષણ અને કોમા કેર માટે કવરેજ શામેલ છે. વધુમાં, ગ્લોબલ લાઇફ એન્ડ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ આવકના નુકસાન માટે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે અને વિવિધ આકસ્મિક ખર્ચને કવર કરે છે. ₹25 કરોડ સુધીના કસ્ટમાઇઝ કરી શકાય તેવા કવરેજ અને સુગમ વીમાકૃત રકમના વિકલ્પો સાથે, ગ્લોબલ પર્સનલ ગાર્ડ એ જીવનની અનપેક્ષિત ઘટનાઓ દ્વારા પૉલિસીધારકોને ટેકો આપવા માટે ડિઝાઇન કરેલ છે, જે વ્યક્તિઓ અને પરિવારોને માનસિક શાંતિ આપે છે.
જીવન અનિશ્ચિત છે ; તેમાં ઘણા વળાંકો આવે છે, જેમાં કોઈપણ સમયે, કોઈપણ વ્યક્તિને અકસ્માત થઈ શકે છે. આ ઉપરાંત, અકસ્માતને લીધે કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ અથવા વિકલાંગતા તમારા પરિવાર માટે ગંભીર આર્થિક સમસ્યાઓ પેદા કરી શકે છે અને શક્ય છે કે તમે તેના માટે તૈયાર ન હોવ.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ પાસે તમને આવા નાણાકીય તણાવથી બચાવવા અને તમારા જરૂરિયાતના સમયમાં, કોઈપણ સમયે અને ક્યાંય પણ મદદ કરવા માટે એક વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે.
અમારું ગ્લોબલ પર્સનલ ગાર્ડ એ અકસ્માતને કારણે થતા મૃત્યુ, સંપૂર્ણ કાયમી વિકલાંગતા અથવા આંશિક કાયમી વિકલાંગતા અને અન્ય કોઈપણ ઈજાઓ સામે વિશ્વવ્યાપી કવરેજ પ્રદાન કરે છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિદેશમાં મુસાફરી દરમિયાન થતા અકસ્માતો સામે પણ કામમાં આવે છે કારણ કે તે વૈશ્વિક કવરેજ પ્રદાન કરે છે.
ગ્લોબલ પર્સનલ ગાર્ડ નીચેની સુવિધાઓ સાથે આકસ્મિક ઈજાઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે:
આકસ્મિક મૃત્યુ અને ઈજાને કવર કરે છે
આ પૉલિસી આકસ્મિક ઇજાને કારણે ઉદ્ભવતા ખર્ચ અને આકસ્મિક મૃત્યુ સામે કવર પ્રદાન કરે છે.
જીવનશૈલીમાં ફેરફારનો લાભ
આ પૉલિસી આકસ્મિક ઈજા પછી જીવનશૈલીમાં ફેરફાર માટે થયેલા ખર્ચને કવર કરી લે છે.
સંપૂર્ણ પરિવારને કવર કરી લે છે
આ પૉલિસી તમને, તમારા જીવનસાથીને, માતાપિતાને અને બાળકોને એક પૉલિસી હેઠળ કવર કરી લે છે.
લાંબા ગાળાની પૉલિસી
તમે આ પૉલિસી 1, 2 અથવા 3 વર્ષના સમયગાળા માટે પસંદ કરી શકો છો.
સંચિત બોનસ
પ્રત્યેક દાવા-મુક્ત વર્ષ માટે વીમાની રકમના 10% જેટલું સંચિત બોનસ મેળવો.
₹ 25 કરોડ સુધીના વીમાકૃત રકમના વિકલ્પો
તમારી આવકના આધારે ₹ 50,000 થી ₹ 25 કરોડ સુધીના વીમાકૃત વિકલ્પોમાંથી પસંદ કરો.
આકસ્મિક ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં, તમે વળતર પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમારા સેટલમેન્ટનો ક્લેઇમ કરી શકો છો. તમે કરેલા ક્લેઇમ અનુસાર આવશ્યક ડૉક્યૂમેન્ટ અહીં આપેલ છે:
કૅશલેસ સારવાર માત્ર નેટવર્ક હૉસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. કૅશલેસ સારવાર મેળવવા માટે, નીચે ઉલ્લેખિત પ્રક્રિયાને અનુસરો:
a. નેટવર્ક હૉસ્પિટલમાં કોઈપણ આકસ્મિક ઇજા માટે સારવાર અને/અથવા તબીબી ખર્ચ કરતા પહેલાં, તમારે અમને કૉલ કરવાનો રહેશે અને અમારા દ્વારા પ્રદાન કરેલા લેખિત ફોર્મના માધ્યમથી પ્રી-ઑથોરાઇઝેશનની વિનંતી કરવાની રહેશે. આકસ્મિક શારીરિક ઈજાથી ઉદ્ભવતા ઇમરજન્સી હોસ્પિટલાઇઝેશનના કિસ્સામાં આ શરતની માફીને ધ્યાનમાં લેવામાં આવશે.
બી. તમારી વિનંતીને ધ્યાનમાં લીધા પછી અને સંપૂર્ણ માહિતી અને દસ્તાવેજીકરણ પ્રાપ્ત કર્યા પછી, અમે તમને અથવા નેટવર્ક હૉસ્પિટલને એક અધિકૃતતા પત્ર મોકલીશું. ઑથોરાઇઝેશન પત્ર, તમારું પૉલિસી ID કાર્ડ અને અમારા દ્વારા નિર્દિષ્ટ કોઈપણ અન્ય માહિતી અથવા દસ્તાવેજીકરણ તમારા દાખલ થયા સમયે પ્રી-ઑથોરાઇઝેશન પત્રમાં ઓળખાયેલ નેટવર્ક હૉસ્પિટલમાં રજૂ કરવું આવશ્યક છે.
સી. જો ઉપરોક્ત પ્રક્રિયા અનુસરવામાં આવે છે, તો તમારે આકસ્મિક ઇજાના કિસ્સામાં નેટવર્ક હૉસ્પિટલમાં સીધા મેડિકલ ખર્ચ માટે ચુકવણી કરવાની જરૂર નથી. આકસ્મિક હૉસ્પિટલાઈઝેશનને કારણે થતા ખર્ચનું વળતર અમારા દ્વારા હોસ્પિટલને આપવામાં આવશે અને અસલ બીલ અને સારવારનો પુરાવો હોસ્પિટલ પાસે જ રહેવા દેવામાં આવશે. જો કે, પ્રી-ઑથોરાઇઝેશન એ બધા ખર્ચને કવર કરી લેવાની ખાતરી નથી આપતું. અમે તબીબી ખર્ચ માટે દરેક ક્લેઇમ રિવ્યૂ કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ અને તેના અનુસાર આ પૉલિસીના નિયમો અને શરતો અનુસાર કવરેજ નક્કી કરવામાં આવશે. તમારે કોઈપણ ઘટનામાં, અન્ય તમામ ખર્ચને સીધા સેટલ કરવાના રહેશે.
ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી એક ઇન્શ્યોરન્સ પ્લાન છે જે અકસ્માતને કારણે મૃત્યુ, વિકલાંગતા અથવા ઈજાના કિસ્સામાં વ્યાપક વૈશ્વિક કવરેજ પ્રદાન કરે છે.
વ્યક્તિગત અકસ્માત પૉલિસીઓ જો તમે અકસ્માત પછી નિષ્ક્રિય અથવા ઈજા થવામાં આવે તો તમને નાણાંકીય સહાય પ્રદાન કરે છે. અનપેક્ષિત તબીબી ખર્ચ નાણાંકીય રીતે એક મોટી પીછેહઠ કરાવી શકે છે. વ્યાપક વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને અણધારી ઘટના પછી નાણાંકીય રીતે સુરક્ષિત રહેવાની મંજૂરી આપે છે.
એક સ્વતંત્ર વ્યક્તિગત અકસ્માત પૉલિસી તમને અને તમારા પરિવારને આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા અને આંશિક વિકલાંગતાના કિસ્સામાં કવર કરી લેવામાં આવે છે. જો કે, તેમાં હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, એમ્બ્યુલન્સનો ખર્ચ, લોનની જવાબદારી, ફિઝિયોથેરેપી અને અન્ય ખર્ચ કવર કરી લેવામાં આવતો નથી. ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી એ આવક માટેનું કવર, ફ્રેક્ચર કવર, એડવેન્ચર સ્પોર્ટ્સના લાભ, દૈનિક રોકડ લાભ અને મુસાફરી ખર્ચનો લાભ જેવા વધારાના ફાયદાઓની સાથે આ તમામ ખર્ચને કવર કરી લે છે, અને તે પણ એક જ પૉલીસી હેઠળ, જે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતના કિસ્સામાં મનની શાંતિ અને આર્થિક સહાય પૂરી પાડે છે.
ગ્લોબલ પર્સનલ ગાર્ડ પૉલિસી ફક્ત અકસ્માત અથવા આકસ્મિક ઈજાઓને કારણે થતા મૃત્યુને કવર કરે છે.
બેઝ કવરમાં મૃત્યુ, સંપૂર્ણ કાયમી વિકલાંગતા અને આંશિક કાયમી વિકલાંગતાનો સમાવેશ થાય છે.
મૃત્યુ: આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં મૃત્યુ લાભ. મૃત્યુ કવર ઉપરાંત, અતિરિક્ત લાભ જેમ કે:
બંને લાભો પસંદ કરેલી વીમાકૃત રકમ ઉપરાંતના છે.
ઉપરાંત, અમે ગુમ થવા પર પણ કવર પ્રદાન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો વ્યક્તિ એવા વાહનમાં મુસાફરી કરી રહ્યા છે ફરજિયાત ઉતરાણ, સ્ટ્રાન્ડિંગ, ડૂબી જવું અથવા મુસાફરીના વાહનને નુકસાન થવા પર અને અકસ્માતને કારણે ગુમ થઈ જાય છે, તો ગુમ થયાના 12 મહિના બાદ, અકસ્માતના પરિણામે વ્યક્તિ મૃત્યુ પામી છે તેમ માનીને તેનો લાભ નૉમિનીને ચૂકવવાપાત્ર રહેશે.
સંપૂર્ણ કાયમી વિકલાંગતા:
આકસ્મિક શારીરિક ઈજાની સ્થિતિમાં સંપૂર્ણ કાયમી વિકલાંગતાનો લાભ, જેના પરિણામે:
તદુપરાંત, વીમાકૃત વ્યક્તિને વીમાકૃત રકમના 2% નો જીવનશૈલીમાં ફેરફારનો લાભ ચૂકવવામાં આવશે. આ લાભ પસંદ કરેલી વીમા રકમ ઉપરાંતનો છે.
કાયમી આંશિક વિકલાંગતા:
જો પૉલીસીના સમયગાળા દરમ્યાન તમને આકસ્મિક શારીરિક ઈજા થાય છે જે સીધી કે પરોક્ષ રીતે, અન્ય કારણોમાં, અકસ્માતની તારીખથી 12 મહિનામાં કાયમી આંશિક વિકલાંગતામાં પરિણમે છે, તો તમને વીમાકૃત રકમના નીચે જણાવ્યા પ્રમાણે ટકાવારી પ્રમાણે ચુકવણી કરવામાં આવશે:
કાયમી આંશિક વિકલાંગતા | વીમાકૃત રકમના % | કાયમી આંશિક વિકલાંગતા | વીમાકૃત રકમના % |
---|---|---|---|
બંને કાનથી સાંભળવું | 75% | એડી પાસેનો પગ | 40% |
ખભાના સાંધા પાસેનો હાથ | 70% | એક કાનથી સાંભળવું | 30% |
સાથળના મધ્ય ભાગથી ઉપરનો પગ | 70% | હાથનો અંગૂઠો | 20% |
કોણીના સાંધાની ઉપરનો હાથ | 65% | હાથની પહેલી આંગળી | 10% |
કોણીના સાંધાની નીચેનો હાથ | 60% | સૂંઘવાની શક્તિ | 10% |
સાથળના મધ્ય ભાગ સુધીનો પગ | 60% | સ્વાદ પારખવાની શક્તિ | 5% |
કાંડા પાસેનો હાથ | 55% | કોઈ અન્ય આંગળી | 5% |
ઢીંચણથી નીચેનો પગ | 50% | પગનો અંગૂઠો | 5% |
આંખ | 50% | અન્ય કોઈ અંગૂઠો | 2% |
પગની પિંડી ના મધ્ય ભાગ (mid-calf) સુધીનો પગ | 45% |
આકસ્મિક હૉસ્પિટલાઇઝેશનમાં, આકસ્મિક ઈજાને કારણે હૉસ્પિટલમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી દાખલ રહેવા પર દર્દીના સારવાર અને તબીબી ખર્ચને કવર કરવામાં આવે છે.
મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...
લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર
હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...
અકસ્માત સામે સંપૂર્ણ સુરક્ષા.
એડવેન્ચર સ્પોર્ટ્સ દરમિયાન અકસ્માતને કવર કરતી એક માત્ર પૉલિસી.
આ એક વૈકલ્પિક કવર છે જે તમને હૉસ્પિટલમાં દાખલ કરવા પર થતા તબીબી ખર્ચ સામે સુરક્ષિત કરે છે... વધુ વાંચો
આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન ખર્ચ
આ એક વૈકલ્પિક કવર છે જે તમને ઓછામાં ઓછા 24 કલાક સુધી હૉસ્પિટલમાં દાખલ કરવા પર થતા તબીબી ખર્ચ સામે અથવા આકસ્મિક ઈજાને કારણે સૂચિબદ્ધ ડે-કેર પ્રક્રિયાઓમાંથી કોઈનો ઉપયોગ કરવા પર રક્ષણ આપે છે. આવા કિસ્સામાં હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ પણ કવર કરી લેવામાં આવે છે.
આ પૉલીસી નિરીક્ષણ હેઠળના કોઈપણ બિન-વ્યાવસાયિક એડવેન્ચર સ્પોર્ટ્સ સમયે થયેલ .... વધુ વાંચો
એડવેન્ચર સ્પોર્ટ્સના લાભ
આ પૉલીસી નિરીક્ષણ હેઠળના કોઈપણ બિન-વ્યાવસાયિક એડવેન્ચર સ્પોર્ટ્સ સમયે થયેલ આકસ્મિક શારીરિક ઇજાને કારણે મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા સામે વૈકલ્પિક કવર પ્રદાન કરે છે.
વૈકલ્પિક એર એમ્બ્યુલન્સ કવર અકસ્માત સાઇટથી નજીકના હૉસ્પિટલ સુધીના ઇમરજન્સી એર એમ્બ્યુલન્સ ખર્ચ માટે ચુકવણી કરશે.
ચિલ્ડ્રન એજ્યુકેશન બેનિફિટ એ વૈકલ્પિક કવર છે જે, અકસ્માતને કારણે ... વધુ વાંચો
બાળકોના શિક્ષણનો લાભ
ચિલ્ડ્રન એજ્યુકેશન બેનિફિટ એ વૈકલ્પિક કવર છે જે, અકસ્માતને કારણે તમારી કાયમી વિકલાંગતા અથવા ખરાબ હાલત હોવા પર, તમારા આશ્રિત બાળકોના શિક્ષણના ખર્ચ માટે ચૂકવવાપાત્ર છે.
જો તમે અકસ્માતની ઈજાને કારણે કોમામાં જતાં રહો, તો આ પૉલિસી વીમાકૃત રકમ સુધી વૈકલ્પિક કવર પ્રદાન કરે છે.
આકસ્મિક ઇજાને કારણે કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં, પૉલીસીની શરતો મુજબ, તમારા સક્રિય EMI ને 3 મહિના માટે સુનિશ્ચિત કરવા માટે તમે આ વૈકલ્પિક કવરને પસંદ કરી શકો છો.
આ વૈકલ્પિક કવર રૂ. 5 લાખ સુધીની ફ્રેક્ચરની સારવાર માટેના ખર્ચ માટે છે.
આ વૈકલ્પિક કવર હેઠળ, આકસ્મિક ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, તમે 60 દિવસ સુધીની દૈનિક લાભ રકમ મેળવવા પાત્ર છો.
તમે આ વૈકલ્પિક કવર હેઠળ, પસંદ કરેલ વીમાકૃત રકમ સુધીની, પૉલિસીમાં ઉલ્લેખિત તમારી લોનની બાકી રકમને અનુરૂપ રકમ પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો.
આ પૉલિસી તમને અકસ્માતની ઈજાના પરિણામે વિકલાંગતાને કારણે આવકના નુકસાન સામે કવર પ્રદાન કરે છે.
આ વૈકલ્પિક કવર, અકસ્માતની ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખર્ચ માટે, થયેલ વાસ્તવિક ખર્ચ, વીમાકૃત રકમ સુધી ચૂકવશે.
તમે રહો છો તે શહેરની બહાર આકસ્મિક ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, આ વૈકલ્પિક કવર હેઠળ, પસંદ કરેલ વીમાકૃત રકમ સુધી, કુટુંબના સભ્યના મુસાફરી ખર્ચ માટે ચુકવણી કરશે,.
માપદંડો |
વિગતો |
પ્રસ્તાવકર્તા માટે પ્રવેશની ઉંમર |
18 થી 70 વર્ષ |
આશ્રિત બાળકો માટે પ્રવેશની ઉંમર |
3 મહિનાથી 25 વર્ષ |
આશ્રિતોને કવર કરવામાં આવે છે |
પોતે, જીવનસાથી, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતાને પૉલિસીમાં શામેલ કરી શકાય છે. |
વ્યવસાય-આધારિત જોખમ વર્ગો |
વ્યવસાયના જોખમ વર્ગના આધારે પ્રીમિયમ નક્કી થાય છે, જેમાં વહીવટી ભૂમિકાઓ (ઓછું-જોખમ) થી લઈને ઊંચા જોખમયુક્ત વ્યવસાય (દા.ત., ઇલેક્ટ્રિશિયન). |
વીમાકૃત રકમની પાત્રતા |
મૃત્યુ માટે માસિક આવકના 100 ગણા સુધી અને સંપૂર્ણ અપંગતા માટે 60 ગણા સુધીના વીમાકૃત રકમના વિકલ્પો, મહત્તમ ₹25 કરોડ સુધીનું કવરેજ |
આશ્રિત કવરેજ મર્યાદા |
25% સુધીના આશ્રિત બાળકો માટે અને જીવનસાથી/માતાપિતા માટે પ્રસ્તાવકર્તાની વીમાકૃત રકમના 50% સુધીનું કવરેજ. |
આ પૉલિસી સંચિત બોનસ પણ પ્રદાન કરે છે, જે દરેક ક્લેઇમ-મુક્ત વર્ષમાં 50% સુધી સમ ઇન્શ્યોર્ડમાં 10% ઉમેરે છે . પૉલિસી રિન્યુઅલ એ આજીવન પાત્ર છે, જેમાં વિશિષ્ટ બાકાત બાબતોને બાદ કરવામાં આવે છે.
પગલું |
વર્ણન |
1. પૉલિસીના લાભો વિશે ચર્ચા કરો |
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સલાહકારની સલાહ લો અથવા કવરેજ, લાભો અને પ્રીમિયમને સમજવા માટે ઑનલાઇન વિગતો જુઓ. |
2. કવરેજનું સ્તર પસંદ કરો |
તમારી વ્યક્તિગત અને પરિવારની જરૂરિયાતોના આધારે બેઝ અને વૈકલ્પિક કવર પસંદ કરો. ઇચ્છિત સુરક્ષા માટે પર્યાપ્ત કવરેજ સુનિશ્ચિત કરો. |
3. પ્રપોઝલ ફોર્મ સબમિટ કરો |
પ્રપોઝલ ફોર્મ ભરો, સચોટ વ્યક્તિગત વિગતો અને વીમાકૃત રકમની માન્યતા માટે કોઈપણ જરૂરી આવક ડૉક્યુમેન્ટેશન પ્રદાન કરો. |
4. પૉલિસી રિવ્યૂ કરો અને અંતિમ રૂપ આપો |
નિયમો અને બાકાત સહિત પૉલિસી ડૉક્યૂમેન્ટની સમીક્ષા કરો. અંતિમ રૂપ આપો અને પ્રક્રિયા માટે કોઈપણ જરૂરી ડૉક્યૂમેન્ટેશન સબમિટ કરો. |
5. ચુકવણી અને પુષ્ટિકરણ |
ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરો. પૉલિસી ઍક્ટિવેશનની પુષ્ટિ કરીને, પૉલિસી ડૉક્યૂમેન્ટ રજિસ્ટર્ડ ઇમેઇલ પર મોકલવામાં આવશે. |
આ પ્રક્રિયા સરળ છે, અને ઑનલાઇન પોર્ટલ સાથે, પૉલિસીની ખરીદી કાર્યક્ષમ અને સુલભ બંને છે.
માપદંડો |
ગ્લોબલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ (ગ્લોબલ પર્સનલ ગાર્ડ) |
વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ |
કવરેજનો સ્કોપ |
આકસ્મિક ઈજાઓ, મૃત્યુ અને અપંગતા માટે વિશ્વભરમાં કવરેજ પ્રદાન કરે છે |
સામાન્ય રીતે સ્થાનિક અથવા રાષ્ટ્રીય કવરેજ સુધી મર્યાદિત હોય છે |
ક્લેઇમના પ્રકારો |
આકસ્મિક મૃત્યુ, સંપૂર્ણ/કાયમી અપંગતા, અકસ્માતોને કારણે હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે |
બીમારી અને સ્વાસ્થ્ય સંબંધિત હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે |
એડવેન્ચર સ્પોર્ટ્સના લાભ |
એડવેન્ચર સ્પોર્ટ્સ જેવી ઉચ્ચ-જોખમી પ્રવૃત્તિઓ માટે વૈકલ્પિક કવરેજ |
સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવતું નથી |
આવકની સુરક્ષા |
અકસ્માત સંબંધિત વિકલાંગતાને કારણે આવકના નુકસાન માટે વળતર પ્રદાન કરે છે |
સામાન્ય રીતે આવકના નુકસાનને કવર કરતું નથી |
વૈકલ્પિક કવર ઉપલબ્ધ છે |
બાળકોના શિક્ષણનો લાભ, કોમા કવર અને ઇએમઆઇ ચુકવણી કવર જેવા અતિરિક્ત વિકલ્પો |
પૉલિસીના પ્રકારના આધારે મર્યાદિત ઍડ-ઑન |
વીમાકૃત રકમના વિકલ્પો |
₹25 કરોડ સુધીના ઉચ્ચ કવરેજ સાથે ફ્લેક્સિબલ |
સામાન્ય રીતે અકસ્માત ઇન્શ્યોરન્સ કરતાં ઓછું હોય છે |
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
રમા અનિલ માટે
ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી
તમારી વેબસાઇટ પર રિન્યુઅલ શ્રેષ્ઠ,
યૂઝર-ફ્રેન્ડલી, અને સરળ.
સુરેશ કાડૂ
બજાજ આલિયાન્ઝના એક્ઝિક્યુટિવએ
અત્યંત સહયોગ પ્રદાન કર્યો છે અને તેને
બિરદાવવા માંગું છું. ધન્યવાદ.
અજય બિંદ્રા
બજાજ આલિયાન્ઝના એક્ઝિક્યુટિવએ
પૉલિસીના લાભોને ખૂબ જ સારી રીતે વિસ્તારથી સમજાવ્યા છે. તે
વાતચીતમાં કુશળ છે અને ખૂબ સારી રીતે સમજાવ્યું છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો