રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
પીએમએફબીવાય હેઠળ આવરી લેવામાં આવતા પાકો
મુખ્ય સુવિધાઓ
વાસ્તવિક પ્રીમિયમ દર (એપીઆર) પીએમએફબીવાય હેઠળ વસૂલવામાં આવે છે. આ દર વીમાકૃત રકમ પર લાગુ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ પ્રીમિયમ દર નીચેના કોષ્ઠકનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે:
સીઝન | પાક | ખેડૂત દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ વીમા શુલ્ક |
ખરીફ | બધા ખાદ્ય અનાજ અને તેલીબિયાં પાકો | વીમાકૃત રકમના 2% |
રવી | બધા ખાદ્ય અનાજ અને તેલીબિયાં પાકો | વીમાકૃત રકમના 1.5% |
ખરીફ અને રવી | વાર્ષિક વાણિજ્યિક / વાર્ષિક બાગાયતી પાકો બારમાસી બાગાયતી પાકો (પ્રાયોગિક ધોરણે) |
વીમાકૃત રકમના 5% |
નોંધ: બાકીનું પ્રીમિયમ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.
બજાજ આલિયાન્ઝમાં પ્રધાનમંત્રી બીમા યોજના માટે ક્લેઇમની પ્રક્રિયા ઝડપી અને સરળ છે.
વીમિત ખેડૂતને સંરક્ષિત વાવણીને કારણે નુકસાન માટે ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ એક વ્યાપક આપત્તિ હશે અને મૂલ્યાંકન ક્ષેત્રના અભિગમ પર આધારિત છે. જ્યારે મોટાભાગના ખેડૂતો હવામાનની સ્થિતિને કારણે તેમની પાક રોપવામાં અસમર્થ હોય ત્યારે આ લાભ ટ્રિગર કરવામાં આવે છે. વિગતો નીચે મુજબ છે:
આ કવર ક્ષેત્રના દ્રષ્ટિકોણ પર શરૂઆતી ઊપજ (ટીવાય) ની તુલનામાં વીમાકૃત પાકની ઊપજમાં ઘટાડા માટે ચુકવણી કરે છે.
આ કવર કોઈપણ વ્યાપક આપત્તિ અથવા પ્રતિકૂળ મોસમના કિસ્સામાં ખેડૂતોને તાત્કાલિક રાહત પ્રદાન કરવાનો છે, જેમાં મોસમમાં અપેક્ષિત ઉપજ સામાન્ય ઉપજના 50% કરતાં ઓછી હોવાની સંભાવના છે.
For the current year, we are implementing the PMFBY in the states of Chhattisgarh, Goa,Puducherry,Tamilnadu,Jharkhand,Assam Additionally, we are implementing the RWBCIS in Maharashtra.
અહીં ક્લિક કરો ખરીફ 2024 માટે અમારા દ્વારા સૂચિબદ્ધ રાજ્યો અને જિલ્લાઓની સેવાઓ માટે.
વર્ષ | 2016 | 2017 | 2018 | 2019 | 2020 | 2021 | 2022 | 2023 | 2024 | પ્રોસેસ કરેલ એપ્લિકેશનની સંખ્યા |
ખરીફ | 16,21,058 | 23,34,389 | 12,30,974 | 29,93,494 | 29,29,623 | 36,43,719 | 52,20,660 | 1,02,98,144 | 56,93,138 | 3,59,65,199 |
રવી | 4,91,316 | 35,79,654 | 51,98,862 | 17,71,220 | 11,16,584 | 20,92,716 | 35,76,058 | 83,26,636 | - | 2,61,53,046 |
કુલ સરવાળો | 21,12,374 | 59,14,043 | 64,29,836 | 47,64,714 | 40,46,207 | 57,36,435 | 87,96,718 | 1,86,24,780 | 56,93,138 | 6,21,18,245 |
ક્લેઇમ સેટલમેન્ટનો સારાંશ, તારીખ : 30th નવેમ્બર 2024
રાજ્ય |
ચૂકવેલ ક્લેઇમ (કરોડમાં ₹) | ||||||||
2016 | 2017 | 2018 | 2019 | 2020 | 2021 | 2022 | 2023 | કુલ સરવાળો | |
આંધ્ર પ્રદેશ | 570.32 | 0.00 | 602.32 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 1,172.64 |
આસામ | 0.00 | 0.00 | 2.50 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 2.50 |
બિહાર | 164.25 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 164.25 |
છત્તીસગઢ | 17.49 | 48.57 | 236.65 | 28.98 | 88.11 | 152.01 | 100.47 | 351.02 | 1,023.30 |
ગુજરાત | 0.00 | 0.00 | 2.18 | 0.01 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 2.19 |
હરિયાણા | 134.16 | 365.14 | 0.00 | 137.07 | 140.31 | 280.41 | 498.34 | 0.00 | 1,555.43 |
ઝારખંડ | 0.00 | 0.00 | 50.19 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 50.19 |
કર્ણાટક | 0.00 | 0.00 | 0.00 | 28.53 | 184.02 | 144.23 | 167.79 | 452.68 | 997.25 |
મધ્ય પ્રદેશ | 0.00 | 0.00 | 0.00 | 710.05 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 710.05 |
મહારાષ્ટ્ર | 175.00 | 32.77 | 880.60 | 480.51 | 441.40 | 401.18 | 442.17 | 0.00 | 2,853.64 |
મણિપુર | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 1.48 | 1.62 | 1.98 | 5.08 |
રાજસ્થાન | 0.00 | 743.27 | 168.81 | 241.69 | 251.83 | 760.02 | 642.26 | 0.00 | 2,807.88 |
તમિલનાડુ | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 136.54 | 0.00 | 136.54 |
તેલંગાણા | 54.59 | 5.35 | 36.71 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 96.65 |
ઉત્તર પ્રદેશ | 0.00 | 58.24 | 18.19 | 26.47 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 102.90 |
ઉત્તરાખંડ | 0.00 | 0.00 | 0.08 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.08 |
કુલ સરવાળો | 1,115.82 | 1,253.34 | 1,998.23 | 1,653.32 | 1,105.67 | 1,739.33 | 1,989.19 | 805.68 | 11,660.58 |
લેવલ 1: તમે અમારી ફાર્મિત્ર મોબાઇલ એપનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકો છો અથવા અમને 1800-209-5959 પર કૉલ કરી શકો છો
લેવલ 2: ઇ-મેઇલ: bagichelp@bajajallianz.co.in
લેવલ 3: ફરિયાદ અધિકારી: ગ્રાહકની સમસ્યાઓને તરત જ ઉકેલવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો તમે અમારી ટીમ દ્વારા તમને મળેલ પ્રતિસાદથી સંતુષ્ટ ના હોવ, તો તમે અમારા ફરિયાદ નિવારણ અધિકારી શ્રી જેરોમ વિન્સેન્ટને ggro@bajajallianz.co.in પર લખી શકો છો
લેવલ 4: જો તમારી ફરિયાદનું નિરાકરણ થયું ના હોય અને તમે અમારા કેર સ્પેશલિસ્ટ સાથે વાત કરવા માંગતા હોવ, તો કૃપા કરીને +91 80809 45060 પર મિસ કૉલ કરો અથવા 575758 પર
કૃપા કરીને તમારી સમસ્યા પર કામ કરવા માટે અમારા સર્વિસ નેટવર્કને પૂરતો સમય આપો. અમે 'કેરિંગલી યોર્સ' પર વિશ્વાસ કરીએ છીએ અને અમે તમને ખાતરી આપીએ છીએ કે આ કંપનીના દરેક કર્મચારી દૃઢપણે આ વચનનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.
જો લેવલ 1, 2, 3 અને 4 ને અનુસર્યા પછી પણ તમારી સમસ્યાનું નિરાકરણ ના થયું હોય, તો તમે નિવારણ માટે ઇન્શ્યોરન્સ લોકપાલનો સંપર્ક કરી શકો છો. કૃપા કરીને તમારી નજીકની લોકપાલ કચેરી માટે જુઓ https://www.cioins.co.in/Ombudsman
અહીં ક્લિક કરો અને અમારા જિલ્લા અધિકારીઓની વિગતો મેળવો.
અહીં ક્લિક કરો અને તમારી નજીકની એગ્રી ઇન્શ્યોરન્સ ઑફિસની વિગતો મેળવો.
વીમો તમને અને તમારી સંપત્તિઓને મોટી અનપેક્ષિત નુકસાનની નાની સંભાવના સામે સુરક્ષિત કરવા માટેનું એક સાધન છે. ઇન્શ્યોરન્સ પૈસા બનાવવા માટે નથી, પરંતુ કોઈ વ્યક્તિ અથવા વ્યવસાયને અનપેક્ષિત નુકસાન માટે વળતર આપવામાં મદદ કરવા માટે છે જે અન્યથા નાણાંકીય આપત્તિનું કારણ બની શકે છે. તે લોકોને જોખમ ટ્રાન્સફર અને શેર કરવા માટે એક સાધન પ્રદાન કરવાની એક તકનીક છે, જેમાં કેટલાક લોકોને થયેલા નુકસાનને સમાન જોખમોના સંપર્કમાં આવતા લોકોના નાના યોગદાન વડે એકત્રિત કરવામાં આવેલા ભંડોળમાંથી સરભર કરવામાં આવે છે.
પાક ઇન્શ્યોરન્સ એ એક વ્યવસ્થા છે જેનો હેતુ વિવિધ ઉત્પાદન જોખમોના કારણે ખેડૂતોને નુકસાન અને વિનાશને કારણે થતા નાણાંકીય નુકસાનને ઘટાડવાનો છે.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) નો હેતુ ચોક્કસ ઇન્શ્યોરન્સ એકમ માટે પૂર્વનિર્ધારિત સ્તરે તેમના પાકના ઉત્પાદનને વીમા કરીને કૃષિ ક્ષેત્રમાં ટકાઉ ઉત્પાદનને ટેકો આપવાનો છે.
હવામાન આધારિત પાક ઇન્શ્યોરન્સનો હેતુ વરસાદ, તાપમાન, ઠાર, ભેજ, પવનની ઝડપ, ચક્રવાત વગેરે જેવી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓના કારણે અપેક્ષિત પાક નુકસાનના કારણે ઇન્શ્યોરન્સ ધરાવતા ખેડૂતોની મુશ્કેલીને ઘટાડવાનો છે.
તે વિશિષ્ટ વીમા એકમના મુખ્ય પાકોને કવર કરે છે દા.ત.
a. ખાદ્યાન્ન પાકોમાં ધાન્ય, જાડું અનાજ અને કઠોળ શામેલ છે,
b. તેલીબિયાં અને c. વાર્ષિક વાણિજ્યિક/બાગાયતી પાકો વગેરે.
નિર્દિષ્ટ વિસ્તારોમાં નિર્દિષ્ટ પાક ઉગાડતા ભાગબટાઈદાર ખેડૂતો અને ભાડૂતી ખેડૂતો સહિતના તમામ ખેડૂતો કવરેજ માટે પાત્ર છે.
જિલ્લા સ્તરની તકનીકી સમિતિ એ ધિરાણના પ્રમાણ અથવા પાછલા વર્ષોમાં સંબંધિત પાકની સરેરાશ ઊપજ અને પાકના ન્યૂનતમ ટેકાના ભાવના આધારે વીમાકૃત રકમ નિર્ધારિત કરે છે.
તે પાકના જીવનચક્ર અને સંબંધિત રાજ્ય સરકારની સૂચના પર આધારિત છે.
વાસ્તવિક પ્રીમિયમ દર (એપીઆર) પીએમએફબીવાય હેઠળ અમલીકરણ એજન્સી (આઇએ) દ્વારા વસૂલવામાં આવશે. ખેડૂત દ્વારા ચૂકવવાપાત્ર વીમા શુલ્કનો દર નીચેના કોષ્ઠક મુજબ રહેશે:
સીઝન | પાક | ખેડૂત દ્વારા ચૂકવવાપાત્ર મહત્તમ વીમા શુલ્ક પ્રીમિયમ દરો (વીમાકૃત રકમના %) |
---|---|---|
ખરીફ | બધા ખાદ્ય અનાજ અને તેલીબિયાં પાક (અનાજ, બાજરી, દાળ અને તેલીબિયાં) | 2.0% |
રવી | બધા ખાદ્ય અનાજ અને તેલીબિયાં પાક (અનાજ, બાજરી, દાળ અને તેલીબિયાં) | 1.5% |
ખરીફ અને રવી | વાર્ષિક વાણિજ્યિક / વાર્ષિક બાગાયતી પાકો | 5% |
પીએમએફબીવાય યોજના હેઠળ આવરી લેવામાં આવતા જોખમો:
મૂળભૂત કવર: આ યોજના હેઠળનું મૂળભૂત કવર ઊપજથી લઈને ઊભા પાક (વાવણીથી લઈને લણણી સુધી) ના નુકસાનના જોખમને કવર કરી લે છે. દુકાળ, પાણીની અછત, પૂર, જળબંબાકાર, વ્યાપકપણે થયેલ કીટ અને બીમારીઓનો હુમલો, ભૂસ્ખલન, વીજળીને કારણે કુદરતી રીતે આગ લાગવી, તોફાન, કરા પડવા અને ચક્રવાત જેવા બિન-નિવારક જોખમોને કારણે થતા ઊપજના નુકસાનને જે તે વિસ્તારના આધારે કવર કરી લેવા માટે આ કોમ્પ્રિહેન્સિવ રિસ્ક ઇન્શ્યોરન્સ પ્રદાન કરવામાં આવે છે.
ઍડ-ઑન કવરેજ: ફરજિયાત મૂળભૂત કવર સિવાય, પાક વીમા પરની રાજ્ય સ્તરની સમન્વય સમિતિ (એસએલસીસીસીઆઇ) ની સલાહથી, રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો પોતાના રાજ્યમાં કોઈ ચોક્કસ પાક/વિસ્તારની જરૂરિયાતના આધારે, નીચેના તબક્કાઓ અને પાકના નુકસાનની શક્યતા ધરાવતા જોખમોને કવર કરવા માટે નીચેના કોઈપણ અથવા તમામ ઍડ-ઑન કવર પસંદ કરી શકે છે:-
● વિક્ષેપિત વાવણી/રોપણી/અંકુરણનું જોખમ: વરસાદની અછત અથવા પ્રતિકૂળ મોસમી/આબોહવાની સ્થિતિને કારણે વીમાકૃત વિસ્તારમાં વાવણી/રોપણી/અંકુરણ કરવામાં વિક્ષેપ આવે છે.
● મધ્ય-મોસમની પ્રતિકૂળતા: પાકની મોસમ દરમિયાન પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિઓના કિસ્સામાં નુકસાન જેમ કે પૂર, લાંબા સમય સુધી સૂકું પડવું અને ગંભીર દુકાળ વગેરે, જેમાં સીઝન દરમિયાન અપેક્ષિત ઊપજ સામાન્ય ઊપજના 50% કરતાં ઓછી હોવાની સંભાવના છે. આ ઍડ-ઑન કવરેજ આવા જોખમોની સંભાવનાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ ધરાવતા ખેડૂતોને તાત્કાલિક રાહતની જોગવાઈની સુવિધા આપે છે.
● લણણી પછીનું નુકસાન: અતિવૃષ્ટિ, ચક્રવાત, ચક્રવાત યુક્ત વરસાદ અને કમોસમી વરસાદના ચોક્કસ જોખમો સામે લણણી કર્યા પછી ખેતરમાં, તે વિસ્તારમાં પાકની જરૂરિયાતના આધારે કટ અને સ્પ્રેડ/નાના બંડલ જેવી સ્થિતિમાં સૂકવવા જરૂરી હોય તેવા પાકો માટે, કવરેજ લણણીના મહત્તમ બે અઠવાડિયા સુધી જ ઉપલબ્ધ છે.
● સ્થાનિક આપત્તિઓ: નિર્દિષ્ટ વિસ્તારના અલગ-અલગ ખેતરોને અસર કરતી વીજળીના કારણે અતિવૃષ્ટિ, ભૂસ્ખલન, પાણી ભરવું, વાદળ ફાટવું અને કુદરતી આગના ઓળખાયેલા સ્થાનિક જોખમોની ઘટનાના પરિણામે સૂચિત વીમાકૃત પાકોને નુકસાન/હાનિ.
લોન ન લેનાર ખેડૂતો યોજનાનું અરજી ફોર્મ ભરીને અને નિયત તારીખ પહેલાં તેને નિમ્નલિખિત કોઈપણ જગ્યાએ જમા કરીને પીએમએફબીવાય યોજનામાં નોંધણી કરી શકે છે:
● નજીકની બેંક શાખા
● સામાન્ય સેવા કેન્દ્ર (સીએસસી)
● અધિકૃત ચૅનલ પાર્ટનર
● ઇન્શ્યોરન્સ કંપનીના ઇન્શ્યોરન્સ ઇન્ટરમીડિયરી વૈકલ્પિક રીતે, ખેડૂતો વ્યક્તિગત રીતે નિયત તારીખ પહેલાં નેશનલ ક્રોપ ઇન્શ્યોરન્સ પોર્ટલ www.pmfby.com પર જઈ શકે છે અને ઑનલાઇન અરજી ફોર્મ ભરી શકે છે.
લોન ન લેનાર ખેડૂતોએ યોજનામાં તેમની ભાગીદારી માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે:-
1. જમીનની માલિકીના ડૉક્યૂમેન્ટ - (અધિકાર અંગેના રેકોર્ડ (આરઓઆર), જમીનના કબજાનું સર્ટિફિકેટ (એલપીસી) વગેરે.
2. આધાર કાર્ડ
3. બેંકની પાસબુક (તેમાં સ્પષ્ટપણે ખેડૂતનું નામ, એકાઉન્ટ નંબર/આઇએફએસસી કોડ હોવો જોઈએ)
4. પાક માટેનું વાવણી પ્રમાણપત્ર (જો રાજ્ય સરકારની સૂચનામાં ફરજિયાત હોય) ભાડૂત ખેડૂતો માટે જમીનની માલિકીનો પુરાવો/કરાર દસ્તાવેજ અથવા સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલ કોઈપણ અન્ય દસ્તાવેજ.
હા, જો પીએમએફબીવાય પૉલિસીમાં એકાઉન્ટની વિગત મૅચ થતી ન હોય તો ફાર્મિત્ર એપ એકાઉન્ટમાં સુધારાની સુવિધા પ્રદાન કરે છે.
લોન લેનાર ખેડૂતો સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત નોંધણીની છેલ્લી તારીખથી બે દિવસ પહેલાં સુધી વીમાકૃત પાકમાં ફેરફારો કરી શકે છે.
તે ફેરફારો કરવા માટે, ખેડૂત સંબંધિત બેંક શાખાની મુલાકાત લઈ શકે છે અને જરૂરી માહિતી પ્રદાન કરી શકે છે.
પાકના નુકસાન વિશે જાણ નીચેનામાંથી કોઈપણ માધ્યમ દ્વારા આપત્તિના 72 કલાકની અંદર કરવી ફરજિયાત છે.
● ટોલ ફ્રી નંબર 1800-209-5959
● ફાર્મિત્ર- કેરિંગલી યોર્સ એપ
● ક્રોપ ઇન્શ્યોરન્સ એપ
● એનસીઆઇપી પોર્ટલ
● નજીકની ઇન્શ્યોરન્સ કંપનીની ઑફિસ/શાખા
● નજીકની બેંક શાખા / કૃષિ વિભાગ (લેખિત ફોર્મેટમાં)
આ સ્કીમ વિશે વધુ જાણવા અથવા છેલ્લી તારીખ પહેલાં નોંધણી માટે, કૃપા કરીને નજીકની બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની ઑફિસ/બેંક શાખા/સહકારી સોસાયટી/સીએસસી કેન્દ્રનો સંપર્ક કરો. કોઈપણ પ્રશ્નો માટે, તમે અમારા ટોલ ફ્રી નંબર-18002095959 અથવા ફાર્મિત્ર- કેરિંગલી યોર્સ મોબાઇલ એપ અથવા ઇમેઇલ- bagichelp@bajajallianz.co.in અથવા વેબસાઇટ - www.bajajallianz.comનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરી શકો છો. ફાર્મિત્ર- એગ્રી સર્વિસ, તમારી આંગળીઓના ટેરવે મુખ્ય વિશેષતાઓ:
● સ્થાનિક ભાષામાં એપ
● પાક ઇન્શ્યોરન્સ પૉલિસી અને ક્લેઇમની વિગતો મેળવો
● સિંગલ ક્લિક પર મેળવો પાક અંગેની સલાહ અને બજાર ભાવ
● હવામાનની આગાહીની અપડેટ
● સમાચાર
● અન્ય માહિતી જેમ કે પીએમએફબીવાય સંબંધિત પ્રશ્નો, ક્લેઇમની સૂચના આપવી, ક્લેઇમની સ્થિતિ તપાસવી ફાર્મિત્ર એપ- હવે તમે પ્રશ્નો દાખલ કરી શકો છો, ક્લેઇમ (સ્થાનિક આપત્તિઓ અને લણણી પછીના નુકસાન) ની સૂચના આપી શકો છો અને ક્લેઇમની સ્થિતિ તપાસી શકો છો. પ્લે સ્ટોર દ્વારા ફાર્મિત્ર કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરો અથવા અહીં સ્કૅન કરો.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો