ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમજવા માટે આપણે પોર્ટેબલ શબ્દનો અર્થ શું છે તે જાણવું જરૂરી છે. પોર્ટેબલ એટલે એવી વસ્તુ છે જેને સરળતાથી ખસેડી અથવા લઈ જઈ શકાય છે. અહીં ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ પૉલિસીધારકને આપવામાં આવતા અધિકારને દર્શાવે છે (ફેમિલી કવર સહિત).
ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા વર્તમાન કંપનીમાંથી નવી ઇન્શ્યોરન્સ કંપની પર સ્વિચ કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. કોઈ વ્યક્તિ કયા કારણે તેમની ઇન્શ્યોરન્સ કંપની કઈ બદલવા ઈચ્છશે? વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ તરફથી વધુ સારી ઑફર સહિત ઘણા કારણોથી વ્યક્તિ ઇન્શ્યોરન્સ પ્રદાતા બદલવાનું વિચારે છે.
તેથી, કોઈપણ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે કોઈપણ વ્યક્તિને અન્ય કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા વધુ સારા વિકલ્પોનો લાભ લેવાનો અધિકાર આપવામાં આવે છે. બજારમાં ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ ઉપલબ્ધ છે, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી તમારા માટે શ્રેષ્ઠ ટ્રમ્પ કાર્ડ હોઈ શકે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાથી પૉલિસીધારકો તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરતા પ્લાન ઍક્સેસ કરી શકે છે. સામાન્ય કારણોમાં શામેલ છે:
✅વધારેલું કવરેજ : સ્વાસ્થ્યની જરૂરિયાતોને વિકસાવવા માટે તૈયાર કરેલ વ્યાપક લાભો અથવા ઍડ-ઑન પ્રદાન કરતી પૉલિસીમાં રૂપાંતરિત કરવું.
✅ ખર્ચ કાર્યક્ષમતા : વધુ વ્યાજબી પ્રીમિયમ દર પર સમાન અથવા શ્રેષ્ઠ કવરેજ શોધવું.
✅ સર્વિસ ક્વૉલિટી : ક્લેઇમ સેટલમેન્ટ અથવા કસ્ટમર સપોર્ટ સાથે અસંતોષને કારણે ઇન્શ્યોરરને સ્વિચ કરવું.
✅ રિલોકેશન : એવા ક્ષેત્રમાં જ્યાં વર્તમાન ઇન્શ્યોરરના હૉસ્પિટલ નેટવર્ક મર્યાદિત છે.
✅સુવિધા : વ્યક્તિગત અથવા પરિવારની સ્વાસ્થ્ય જરૂરિયાતો સાથે વધુ સારી રીતે સંરેખિત હોય તેવી કસ્ટમાઇઝ કરી શકાય તેવી પૉલિસી પસંદ કરવી.
તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવાથી તમે કવરેજના અંતરને ટાળીને તેની વેલ્યૂ વધારી શકો છો.
જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરો છો, ત્યારે તમે સુધારેલી ઑફરને ઍક્સેસ કરતી વખતે તમારા હાલના પ્લાનના લાભો જાળવી રાખો છો. મુખ્ય ફાયદાઓમાં શામેલ છે:
✅પ્રતીક્ષા અવધિ ક્રેડિટનું રિટેન્શન : તમારી જૂની પૉલિસીમાં પહેલાંથી હાજર સ્થિતિઓ માટે પ્રતીક્ષા અવધિ નવા ઇન્શ્યોરરને મોકલવામાં આવે છે.
✅કસ્ટમાઇઝેશન : તમારી વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ વિશેષતાઓ અને રાઇડર સાથેની પૉલિસી પસંદ કરો.
✅ મોટાં નેટવર્કની ઍક્સેસ : વિસ્તૃત હૉસ્પિટલ નેટવર્કમાં કૅશલેસ સારવાર પ્રદાન કરનાર ઇન્શ્યોરર પર સ્વિચ કરો.
✅ખર્ચમાં બચત : વધુ સારા મૂલ્ય માટે સ્પર્ધાત્મક પ્રીમિયમ સાથેનો પ્લાન પસંદ કરો.
✅ સુધારેલી સર્વિસ : શ્રેષ્ઠ ક્લેઇમ સેટલમેન્ટ રેકોર્ડ અથવા વધુ સારા કસ્ટમર સપોર્ટ સાથે ઇન્શ્યોરરને અપગ્રેડ કરો.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સરળ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી પ્રક્રિયાની ખાતરી કરે છે, જે તમને તમારા કવરેજને સરળતાથી વધારવામાં સક્ષમ બનાવે છે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
અવધિ સમાપ્ત થયા પછી તમે તમારી પૉલિસીને પોર્ટ કરી શકતા નથી. તેથી, તમારે રિન્યુઅલની તારીખ વિશે સાવચેત રહેવું પડશે વધુ વાંચો
હાલની પૉલિસીની સમાપ્તિની તારીખ
એકવાર સમાપ્ત થયા પછી તમે તમારી પૉલિસીને પોર્ટ કરી શકતા નથી. તેથી, તમારે તમારી પૉલિસીની રિન્યુઅલ તારીખ વિશે સાવચેત રહેવું પડશે કારણ કે તમે તેને રિન્યુઅલ સમયે જ પોર્ટ કરી શકો છો. વધુમાં, તમારે રિન્યુઅલની તારીખથી 45 દિવસ પહેલાં પોર્ટિંગ વિશે વર્તમાન ઇન્શ્યોરરને જાણ કરવાની રહેશે
તમારે નવા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે પારદર્શિતા જાળવવી આવશ્યક છે. તમારે તમામ વધુ વાંચો
રિજેક્શન ટાળવા માટે પ્રામાણિક રહો
તમારે નવા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે પારદર્શિતા જાળવવી આવશ્યક છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા દાવાનો અસ્વીકાર ટાળવા માટે તમારી તમામ મેડિકલ હિસ્ટ્રી અને ક્લેઇમ હિસ્ટ્રી વિશે માહિતી આપવી જરૂરી છે.
યાદ રાખો કે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા એકસરખા પ્લાન તમને વિવિધ લાભો પ્રદાનવધુ વાંચો
સમાન પ્લાન્સ, વિવિધ લાભો
યાદ રાખો કે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતા એકસરખા પ્લાન તમને વિવિધ લાભો પ્રદાન કરી શકે છે. તેથી, તમારે લાભો વિશે કોઈ ધારણા કરવાને બદલે વસ્તુઓ ધ્યાનથી વાંચવી જરૂરી છે.
હેલ્થ ઇન્શ્યોરન્સના દરેક પ્રકારના કવરેજ પર ક્લેઇમ કરવા પાત્ર રકમ પર ચોક્કસ મર્યાદા હોય છે વધુ વાંચો
મર્યાદા અને ઉપ-મર્યાદા
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના દરેક પ્રકારના કવરેજ પર ક્લેઇમ કરી શકાય તેવી રકમ પર એક ચોક્કસ મર્યાદા હોય છે. ઉદાહરણ તરીકે, રૂમનું દૈનિક ભાડું ₹3500 સુધી મર્યાદિત હોઇ શકે છે. તેથી, જ્યારે તમે તમારી પૉલિસી પોર્ટ કરો ત્યારે તમારે આવી મર્યાદાઓ જાણવી જરૂરી છે. પૉલિસી પોર્ટ કરતા પહેલાં, મર્યાદા અને ઉપ-મર્યાદા તમારા માટે યોગ્ય હોવાની ખાતરી કરો.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી તમને લાભો ગુમાવ્યા વિના તમારી પૉલિસીને એક ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બીજી ઇન્શ્યોરન્સ કંપનીમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. જો કે, વિનંતીઓ ઘણા કારણોસર નકારી શકાય છે:
1. હાલની તબીબી સ્થિતિઓ: જો તમે પહેલેથી હોય તેવી શારિરીક સ્થિતિઓ જાહેર કરવામાં નિષ્ફળ થયા છો, તો ઇન્શ્યોરન્સ કંપની તમારી પોર્ટ હેલ્થ ઇન્શ્યોરન્સની વિનંતીને નકારી શકે છે.
2. સમાપ્ત થયેલી પૉલિસીઓ: પૉલિસીઓ સક્રિય હોવી જોઈએ; સમાપ્ત થયેલી પૉલિસીઓ પોર્ટેબિલિટી માટે અયોગ્ય છે.
3. અપૂર્ણ ડૉક્યૂમેન્ટેશન: ખૂટતા અથવા ખોટા ડૉક્યૂમેન્ટ હોવાથી નકારાઇ શકે છે.
4. પૉલિસી મૅચ થતી નથી: નવી પૉલિસી હાલની પૉલિસીના કવરેજ સમાન કવરેજ ઑફર કરતી હોવી જોઇએ.
5. ક્લેઇમ હિસ્ટ્રી: ઉચ્ચ સંખ્યાના ક્લેઇમ તમારી પોર્ટ વિનંતીની સ્વીકૃતિને અસર કરી શકે છે.
વધુ માહિતી માટે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની મુલાકાત લો - IRDA મુજબ ભારતની ટોચની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક છે.
હેલ્થ પૉલિસી પોર્ટેબિલિટીના કેટલાક નીચે જણાવ્યા મુજબના લાભો છે:
તમે જનરલ ઇન્શ્યોરન્સ કંપની અથવા વિશેષ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલ કોઈપણ વ્યક્તિગત અથવા ફેમિલી પૉલિસીઓ પોર્ટ કરી શકો છો.
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરવા માટે તમે આ પગલાંઓને અનુસરી શકો છો:
તમે તમારા સંચિત બોનસને આગળ લઈ જઈ શકો છો અને પ્રતીક્ષા અવધિમાં સીમલેસ ઘટાડા સાથે પૉલિસીના લાભો ચાલુ રાખી શકો છો. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના સમયે તમારા પ્રતિક્ષા અવધિ અને કન્ટિન્યુઇટી બેનિફિટની ગણતરી કરવામાં આવે છે.
ના, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે કોઈ પોર્ટેબિલિટી શુલ્ક નથી. જોકે કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓમાં આમ હોઇ શકે છે, પરંતુ બજાજ આલિયાન્ઝમાં આવું કોઈ શુલ્ક નહીં હોવાની તમે ખાતરી રાખી શકો છો.
હા, તમે નવી ઇન્શ્યોરન્સ કંપની સાથે તમારી સમ ઇન્શ્યોર્ડમાં ફેરફાર કરી શકો છો, જો કે, નવા ઇન્શ્યોરરની પસંદગીના આધારે તેનો સ્વીકાર કરવામાં આવશે.
તે નવા ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરેલી પૉલિસીના નિયમો પર આધારિત છે. જો તમને તબીબી ઔપચારિકતાઓ માટે સમય આપવામાં આવેલ છે, તો તમારે આપેલ સમયગાળામાં તે કરવાનું રહેશે.
તમારે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની રિન્યુઅલની તારીખના 60 દિવસ પહેલાં અરજી કરવી જોઈએ. આનું કારણ એ છે કે સમાપ્તિની તારીખ પહેલાં પોર્ટિંગ ન કરવું અને હાલના ઇન્શ્યોરન્સ પ્રદાતાને પ્રીમિયમ ચૂકવવામાં નિષ્ફળતા એ તમારી પૉલિસીમાં ગૅપ માનવામાં આવે છે, જેને કારણે પોર્ટેબિલિટીની વિનંતી નકારવામાં આવી શકે છે.
ના, તમે સંચિત બોનસ અને પ્રતીક્ષા અવધિ જેવી વસ્તુઓ ગુમાવતા નથી.
ના, માત્ર તમે તમારી વર્તમાન પૉલિસીની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં જ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પોર્ટ કરી શકો છો. તેથી, તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાની તારીખના 45 દિવસ પહેલાં તમારે ઇન્શ્યોરરને જાણ કરવી જરૂરી છે.
ઇન્શ્યોરર દ્વારા તમારી વિનંતીને નકારવાના કારણો જણાવવામાં આવ્યા હોવા જોઈએ. તેથી, તમારે ફોર્મ સબમિશનમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા માટે તેમના પર કામ કરવું આવશ્યક છે. તમારે ઇન્શ્યોરરને તમારા વિશે અને વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીના તમારા ક્લેઇમ ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં.
જો તમે વિવિધ ઇન્શ્યોરર પાસેથી એક સરખું કવરેજ ધરાવતા પ્લાન્સ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તે યોગ્ય નથી. તેથી, તમારે બે અલગ ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરેલા બંને કવરેજ પ્લાન્સ વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેવું જોઈએ અને તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન્સ અને કંપનીઓ સાથે આગળ વધવું જોઈએ. અલગ અલગ ઇન્શ્યોરર પાસેથી બે અલગ કવરેજ ખરીદવાથી તમને મોટી તબીબી ઇમરજન્સીમાં મદદ મળી શકે છે.
જો કોઈ પ્રતિકૂળ તબીબી ઇતિહાસ હોય, તો આઈઆરડીએને આપવામાં આવેલ પ્રૉડક્ટની માનક માર્ગદર્શિકા મુજબ લોડિંગ લાગુ થઈ શકે છે.
હા, તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના રિન્યુઅલ સમયે પ્લાન અને કવરેજમાં ફેરફારો કરી શકો છો. આ ફેરફારો કરવા માટે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાની જરૂર નથી.
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પોર્ટ કરવાથી તમે નો-ક્લેઇમ બોનસ અને વેટિંગ પીરિયડ ક્રેડિટ જેવા મહત્વપૂર્ણ લાભો જાળવી રાખીને ઇન્શ્યોરરને સ્વિચ કરી શકો છો. તે સતત કવરેજ સુનિશ્ચિત કરે છે અને તમને એકત્રિત ફાયદાઓ ગુમાવ્યા વિના તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાનને વધુ સારી રીતે ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીના ગેરફાયદામાં ઉંમર, હેલ્થ હિસ્ટ્રી અથવા ક્લેઇમ રેકોર્ડના આધારે સંભવિત વધુ પ્રીમિયમ અથવા કડક શરતોનો સમાવેશ થાય છે. કેટલીક પૉલિસીઓ વધારાને પણ મર્યાદિત કરી શકે છે, અને અધૂરા ડૉક્યૂમેન્ટેશન અથવા પૉલિસીની શરતો સાથે મેળ ખાતું ન હોવાને કારણે વિલંબ અથવા અસ્વીકાર થઈ શકે છે.
IRDAI ના નિયમો મુજબ, પૉલિસી રિન્યુઅલની તારીખથી 45 દિવસ પહેલાં પોર્ટેબિલિટીની વિનંતીઓ શરૂ કરવી આવશ્યક છે. ઇન્શ્યોરર એક સામાન્ય પોર્ટલ દ્વારા ક્લેઇમ અને પૉલિસી ઇતિહાસને ઍક્સેસ કરે છે અને તમામ વિગતો પ્રાપ્ત થયાના 15 દિવસની અંદર નક્કી કરે છે.
કૅરીઓવરની જોગવાઈ સુનિશ્ચિત કરે છે કે તમારી જૂની પૉલિસી હેઠળ પહેલાંથી હાજર સ્થિતિઓ માટે વેટિંગ પીરિયડ તમારી નવી પૉલિસીમાં જમા કરવામાં આવે છે, જો નવો પ્લાન સમાન અથવા વધુ કવરેજ પ્રદાન કરે છે. જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરો છો ત્યારે આ નિરંતરતા તમારા લાભો બચાવે છે.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
વિક્રમ અનિલ કુમાર
મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર.
પૃથ્વી સિંહ મિયાન
લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો
આમાગોંડ વિત્તપ્પા આરાકેરી
બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર ...
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો