ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
જેમ નામ સૂચવે છે તેમ કોરોના કવચ પૉલિસી એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે કોરોનાવાઇરસ સામે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાત માટે ખાસ કરીને બનાવવામાં આવી છે. આ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સનો ધ્યેય શક્ય હોય તેટલા લોકોને ઇન્શ્યોરન્સની સુરક્ષા હેઠળ કવર કરવાનો છે, જેથી આપણે આ મહામારી સામે એક રાષ્ટ્ર તરીકે લડી શકીએ. આ એક સ્ટાન્ડર્ડ પૉલિસી હોવાથી કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ માટેનું કવરેજ તેમજ નિયમો અને શરતો વિવિધ કંપનીઓમાં સમાન રહે છે.
અન્ય શબ્દોમાં કહીએ તો, તમે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ. આ સરળ અને સ્પષ્ટ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરી શકો છો.
કોવિડ-19, જેને કોરોનાવાઇરસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે SARS-CoV-2 વાઇરસ દ્વારા થતો એક ખૂબ જ ચેપી રોગ છે, જે ચીનના વુહાનમાં 2019 ની અંતમાં ઉભરી આવ્યો હતો. જ્યારે સંક્રમિત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય અથવા વાતચીત કરે છે ત્યારે વાઇરસ મુખ્યત્વે શ્વસનના કણો (ડ્રોપલેટ્સ) દ્વારા ફેલાય છે, જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી પ્રસરે છે. કોવિડ-19 ના કારણે તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને સ્વાદ અથવા ગંધ ગુમાવવા સહિત હળવાથી ગંભીર લક્ષણો અનુભવાઇ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ અને સ્વાસ્થ્યને લગતી બીમારીઓ ધરાવતા લોકોમાં, વાઇરસ દ્વારા શ્વસનતંત્રની ગંભીર બીમારી, ન્યૂમોનિયા અને મૃત્યુ પણ થઈ શકે છે.
કોવિડ-19ના સંક્રમણ બાદથી તે ખૂબ ઝડપથી વૈશ્વિક સંક્રમણ બની ગયું છે, જેની અસર વિશ્વભરના લાખો લોકોને થાય છે. તેનાથી બચવા દેશો દ્વારા સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જેવાં સ્વાસ્થ્ય સંભાળનાં પગલાં લેવામાં આવે છે. રસીકરણના પ્રયત્નોએ સંક્રમણને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે ગંભીર કેસો અને હૉસ્પિટલાઇઝેશનને ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે વાઇરસ વિકસિત થવાનું ચાલુ રાખે છે, ત્યારે તેના પ્રસારને નિયંત્રિત કરવા અને તેની અસરને ઘટાડવા માટે ચાલુ સંશોધન અને નિવારક પગલાં મહત્વપૂર્ણ છે.
કોરોનાવાઇરસના આઉટબ્રેકને કારણે વિશ્વભરમાં ઊભી થયેલ અવ્યવસ્થા અને ભય વિશે વધુ કહેવાની જરૂર નથી. તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અને દેશોને થંભાવી દીધા છે. અત્યારે જ્યારે આપણે હજુ પણ આ મહામારી સાથે લડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે, કે સારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે.
તમે જાણવા માંગો છો કે કોવિડ અથવા કોરોના ઇન્શ્યોરન્સ, અને ખાસ કરીને કોરોના કવચ પૉલિસી, શા માટે મહત્વની છે?? આગળ વાંચો! કોરોનાવાઇરસ આખી દુનિયામાં ઝડપથી ફેલાયો છે અને લાખો લોકોને સંક્રમિત કર્યા છે. લૉક-ડાઉન તેમજ તે સમયે લેવાયેલા પગલાંને કારણે વાઇરસ ચોક્કસ ધીમો પડ્યો છે. પણ આપણે જ્યારે લૉક-ડાઉનમાંથી બહાર આવી રહ્યા છીએ ત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે વાઇરસ આપણે ધારીએ છીએ એ કરતાં નજીક છે.
હવે આપણે સૌ જાણીએ છીએ કે વાઇરસ સાથે સંપર્કમાં આવવાનું ટાળવા માટે આપણે સ્વચ્છતા જાળવવી અને સામાજિક અંતર જાળવવાની જરૂર છે. પરંતુ કોઈ પદ્ધતિ 100% સચોટ નથી. વાસ્તવમાં, CDDEP (યુએસ આધારિત સેન્ટર ફોર ડિસીઝ, ડાયનેમિક્સ & ઈકોનોમિક પૉલીસી) દ્વારા એક અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે ભારતમાં દર્દીઓની સંખ્યા સપ્ટેમ્બર 2020 સુધી 55-138 કરોડની રેન્જમાં હોઈ શકે છે. અને ત્યારે કોરોનાવાઇરસ ઇન્શ્યોરન્સ પૉલિસી રોગ સામે લડવા માટે તમારું સૌથી મોટું શસ્ત્ર બની શકે છે.
SARS-COV-2 વાઇરસની અણધારી પ્રકૃતિ અને તેની સામે લડવા માટેના વધતા ખર્ચ સામે, કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ, જો તમને કોરોના થાય તો, તેવા કિસ્સામાં તમારું અસરકારક હથિયાર બની શકે છે.
કોરોનાવાઇરસ સામે પોતાને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે અહીં કેટલાક જરૂરી પગલાં આપેલ છે:
આ પ્રેક્ટિસ તમારા જોખમને ઘટાડવામાં અને તમારી આસપાસના અન્યોને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.
અમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સુવિધાઓ એક સમગ્ર હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન પ્રદાન કરે છે.
અમારી વ્યક્તિગત મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી અને તેની મુખ્ય સુવિધાઓ વિશે વધુ જાણવા માટે વાંચો.
કોરોના કવચ પૉલિસીમાં તમારી પાસે તમારા પરિવારના દરેક સભ્ય માટે અલગ વીમાકૃત રકમ પસંદ કરવાનો વિકલ્પ છે. જો તમે તમારા સંપૂર્ણ પરિવાર માટે એક જ કવર રાખવા માંગો છો, તો કોરોના કવચ પૉલિસી તે વિકલ્પ પણ આપે છે.
પરંપરાગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીથી વિપરીત, કોરોના કવચ કવરમાં લાંબી પ્રતીક્ષા અવધિ નથી. આ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સમાં પૉલિસી શરૂ થયા પછી માત્ર 15 દિવસની પ્રતીક્ષા અવધિ છે.
તમે 50,000 ના ગુણાંકમાં રૂ. 50,000 થી રૂ. 5 લાખ સુધીના વીમાકૃત રકમના વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો
કોરોના કવચ પૉલિસીમાં માત્ર થોડી જ અને યોગ્ય સબ-લિમિટ છે, જે ઘટના દીઠ કવર કરી લેવામાં આવેલા દિવસોની સંખ્યા પર મર્યાદાના રૂપમાં છે. આ નંબર સંપૂર્ણપણે કોરોનાવાઇરસના દર્દીઓ દ્વારા સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે લેવામાં આવેલી સરેરાશ અવધિના આધારે છે, જે લગભગ 15 દિવસ છે. હૉસ્પિટલ કૅશના વૈકલ્પિક કવર પર પણ સબ-લિમિટ છે, જે તમે પસંદ કરેલી વીમાકૃત રકમની ટકાવારીના આધારે છે.
આ સિવાય, કોરોના કવચ કવરમાં અન્ય કોઈ સબ-લિમિટ નથી!
કોરોના કવચ કવર કોણ ખરીદી શકે છે? 18 થી 65 વર્ષની ઉંમર વચ્ચે કોઈપણ વ્યક્તિ! જો તમારી સાથે તમે તમારા પરિવારને પણ કવર કરવા માંગો છો, તો કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સમાં કોનો સમાવેશ થાય છે તે અહીં જણાવેલ છે:
કોરોના થવાને કારણે તમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો કોરોના કવચ પૉલિસી રૂમના ભાડાના ખર્ચાઓ પણ કવર કરી લે છે.
કોઈપણ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સાચી પરીક્ષા ક્લેઇમના સમયે થાય છે. કોરોના કવચ સાથે, ખાસ કરીને, ક્લેઇમ સેટલમેન્ટની સરળતા એ તેને અન્યથી અલગ પાડતું પરિબળ હોઈ શકે છે, અને તે એક કારણ છે કે તમારે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાંથી કોરોના કવચ ખરીદવાનું પસંદ કરવું જોઈએ. અમે તમારા માટે ઑનલાઇન અને ઑફલાઇન બંને વિકલ્પો સાથે સંપૂર્ણપણે સરળ ક્લેઇમની સગવડ પૂરી પાડીએ છીએ.
તમારી કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ક્લેઇમના સેટલમેન્ટ માટેના કેટલાક ઝડપી અને સરળ પગલાં વાંચો.
યાદ રાખો, ક્લેઇમનો પ્રકાર કોઈ પણ હોય, અમને, એટલે કે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે તમને સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપી શકીએ.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સમગ્ર ભારતમાં નેટવર્ક હૉસ્પિટલોનું વિશાળ ટાઇ-અપ ધરાવે છે. આનો અર્થ એ છે કે તમે તમારા માટે કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ આ હૉસ્પિટલોમાં સારવાર લેવા પર કૅશલેસ ક્લેઇમ મેળવી શકો છો.
તમારી કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં, તે કેવી રીતે કામ કરે છે તે અહીં જણાવેલ છે:
પગલું 1: સૂચના
તમારે બજાજ આલિયાન્ઝ નેટવર્ક હૉસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે, જે તમારી વિગતોની ચકાસણી કરશે અને અમને અધિકૃતતા માટે આગળ મોકલશે
પગલું 2: અધિકૃતતા
અમને હૉસ્પિટલમાંથી જરૂરી માહિતી પ્રાપ્ત થયા પછી અમે વિગતો ચકાસીશું અને જો તે સ્વીકાર્ય હશે, તો તમારા ક્લેઇમને એક દિવસની અંદર મંજૂર કરીશું. અમને જો કોઈ પ્રશ્ન હશે તો અમે હૉસ્પિટલનો સંપર્ક કરીશું, અને પ્રશ્નોનો સંતોષપૂર્વક જવાબ મળવા પર અમે આગળ કાર્યવાહી કરીને તેમને 7 દિવસની અંદર અધિકૃતતા પત્ર મોકલીશું.
પગલું 3: સારવાર
એકવાર અધિકૃતતા મળ્યા બાદ તમે હૉસ્પિટલમાં દાખલ થાઓ, સારવાર મેળવો અને ઝડપથી સ્વસ્થ થાઓ. ત્યાર બાદ, હૉસ્પિટલ સાથે સંકલન કરીને તમામ જરૂરી એવા દવાના બિલ અને ખર્ચ ચૂકવવાની જવાબદારી અમારી રહેશે!
સરળ છે, ખરું?
જો કોઈ કારણસર બજાજ આલિયાન્ઝ સિવાયની કોઈ હૉસ્પિટલમાં સારવાર લો છો, તો તમારે તમારી કોરોના વાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસીનો ક્લેઇમ વળતરની પ્રક્રિયા દ્વારા કરવાનો રહેશે. આ કિસ્સામાં, હૉસ્પિટલને તબીબી ખર્ચની ચુકવણી તમારે કરવાની રહેશે, અને ક્લેઇમ મંજૂર થયા પછી, તમે અમારા તરફથી તેના માટે વળતર પ્રાપ્ત કરશો.
તમારી વળતર ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવવા માટે યાદ રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આ મુજબ છે:
એકવાર તમારો ક્લેઇમ પ્રાપ્ત થયા બાદ ડૉક્યૂમેન્ટ અને વિગતોની ચકાસણી કરી, બધું બરાબર છે તેની ખાતરી કરવામાં આવશે. જો કોઈ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ મોકલવાના બાકી છે, તો ચિંતા ન કરો. અમે તમને જણાવીશું જેથી તમે તે મોકલી શકો, અને અમે તમને 30 દિવસના ગાળામાં ત્રણ રિમાઇન્ડર મોકલીશું. તમે અમને આ સમયની અંદર ખૂટતા ડૉક્યૂમેન્ટ મોકલી શકો છો, અને અમે તે અનુસાર પ્રક્રિયાને આગળ વધારીશું.
ક્લેઇમની પ્રક્રિયા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ
તમારા માટે ક્લેઇમની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે, અમે તમારા માટે જરૂરી ડૉક્યૂમેન્ટનું વ્યાપક લિસ્ટ તૈયાર કર્યું છે:
હૉસ્પિટલાઇઝેશનના ક્લેઇમ માટે:
કેટલાક કિસ્સાઓમાં, અમને અન્ય સંબંધિત ડૉક્યુમેન્ટની પણ જરૂર પડી શકે છે, જે વિશે અમે તમને જાણ કરીશું.
ઘરની સારવારના ક્લેઇમ માટે:
મારી હેલ્થ કેર સુપ્રીમ પૉલિસીના નવીકરણની સુવિધામાં તમે મને જે સહયોગ આપ્યો છે તેનાથી હું ખરેખર આનંદ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર.
લૉકડાઉન દરમિયાન પણ ક્લેઇમ સેટલમેન્ટની સારી સેવા હતી. જેથી હું મહત્તમ ગ્રાહકને બજાજ આલિયાન્ઝ હેલ્થ પૉલિસી વેચી શક્યો
બજાજ આલિયાન્ઝ દ્વારા ઉત્કૃષ્ટ સેવા, તકલીફ વિનાની સેવા, ગ્રાહકો માટે મૈત્રીપૂર્ણ સાઇટ, જે સમજવા અને વાપરવા માટે આસાન અને સરળ. ગ્રાહકોને આનંદપૂર્વક સેવા આપવા બદલ ટીમનો આભાર...
અહીં જાણો શા માટે બજાજ આલિયાન્ઝ કોવિડ-19 ઇન્શ્યોરન્સ વિશ્વસનીય પસંદગી છે:
બજાજ આલિયાન્ઝ વ્યાપક કવરેજ સાથે કોવિડ-19 ઇન્શ્યોરન્સ પ્લાન પ્રદાન કરે છે, જે કોવિડ સંબંધિત સારવાર માટે હૉસ્પિટલના ખર્ચ, દવાઓ અને હોમ કેરના આર્થિક ભારણને ઘટાડવામાં મદદ કરે છે.
બજાજ આલિયાન્ઝ સાથે, તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પ્લાનમાંથી પસંદ કરી શકો છો, જે સુનિશ્ચિત કરે છે કે તમને વ્યક્તિગત અથવા ફેમિલી કવરેજ માટે યોગ્ય સ્તરની સુરક્ષા મળે.
પાર્ટનર હૉસ્પિટલોના વિશાળ નેટવર્ક સાથે, બજાજ આલિયાન્ઝ કૅશલેસ સારવારની સુવિધા આપે છે, જે તમને ખિસ્સામાંથી થતા ખર્ચ વિશે ચિંતા કર્યા વિના રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે.
બજેટ-ફ્રેન્ડલી દરો પર વ્યાપક સુરક્ષા મેળવો. બજાજ આલિયાન્ઝ કોવિડ-19 ઇન્શ્યોરન્સ પ્લાનને સુલભ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે ભારે આર્થિક તણાવ વગર મનની શાંતિ પ્રદાન કરે છે.
ક્લેઇમની પ્રક્રિયા સરળ છે, દરેક પગલાં દરમિયાન તમને માર્ગદર્શન આપવા માટે ગ્રાહક સેવા ઉપલબ્ધ છે, જે તેને ઝડપી અને ઝંઝટ-મુક્ત બનાવે છે.
ત્વરિત કવરેજ મેળવો, કારણ કે બજાજ આલિયાન્ઝ સુનિશ્ચિત કરે છે કે ન્યૂનતમ ડૉક્યૂમેન્ટ સાથે તમને ઝડપથી પૉલિસી જારી થાય, જેથી જ્યારે તમને સૌથી વધુ જરૂર હોય ત્યારે તમે તૈયાર હોવ.
બજાજ આલિયાન્ઝના કોવિડ-19 ઇન્શ્યોરન્સ મેળવીને, તમે બજાજ આલિયાન્ઝના ગ્રાહક-પ્રથમ અભિગમ અને કાર્યક્ષમ મદદ માટે જાણીતા વિશ્વસનીય ભાગીદાર સાથે તમારા સ્વાસ્થ્ય અને ફાઇનાન્સને સુરક્ષિત કરી શકો છો.
જે મહામારીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થવા માંગે છે તેને માટે કોવિડ કવચ, બજાજ આલિયાન્ઝનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલીસી ખાસ કરીને કોવિડ-19 મહામારીને કવર કરી લેવા માટે બનાવવામાં આવી છે જે તેની અનન્ય બાબત છે. આમ, તમારો નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ ન કવર કરી લેતો હોય તેવી, કોરોનાના કેસ સાથે સંકળાયેલ તમામ મુખ્ય તબીબી આવશ્યકતાઓ અને ઘટનાઓને પૉલીસીમાં કવર કરી લેવામાં આવશે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!
કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળનું આ કવર તમને કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તે માટે થતાં ખર્ચનું વળતર આપે છે. વધુ વાંચો
કોવિડ હૉસ્પિટલાઇઝેશન કવર
કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળનું આ કવર તમને કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તે માટે થતાં ખર્ચનું વળતર આપે છે.. કવર કરી લેવામાં આવેલ વસ્તુઓનું લિસ્ટ:
પૉલીસીનો લાભ, ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં સતત દાખલ રહેવા પર મળવાપાત્ર બને છે.
જો સરકાર દ્વારા અધિકૃત નિદાન કેન્દ્ર દ્વારા તમને કોરોના હોવાનું નિદાન કરવામાં આવે છે, અને તમારે હોસ્પિટલના બદલે તમારા ઘરમાં તેની સારવારનો લાભ લેવાની જરૂર છે, તો કોરોના કવચ પૉલિસી તેને પણ કવર કરી લે છે. વધુ વાંચો
હોમ કેર સારવાર ખર્ચ કવર
જો સરકાર દ્વારા અધિકૃત નિદાન કેન્દ્ર દ્વારા તમને કોરોના હોવાનું નિદાન કરવામાં આવે છે, અને તમારે હોસ્પિટલના બદલે તમારા ઘરમાં તેની સારવારનો લાભ લેવાની જરૂર છે, તો કોરોના કવચ પૉલિસી તેને પણ કવર કરી લે છે. આ કવરનો લાભ કેટલાક નિયમોને આધીન મળી શકે છે:
જો તમે આ બે શરતોને પૂર્ણ કરો છો અને સારવાર કરનાર ડૉક્ટરની સહી સાથેનો સારવારનો રેકોર્ડ સહિત દૈનિક ચાર્ટ આપી શકો છો, તો તમે કોરોના કવચના કવરનો લાભ મેળવી શકો છો.
આ કોરોના વાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સના હોમ કેર સારવાર ખર્ચ હેઠળ કવર કરવામાં આવતી સુવિધાઓની સૂચિ અહીં આપેલ છે:
જો નિયમિત હૉસ્પિટલોમાં સારવાર લેવાનું તમારે માટે શક્ય ન હોય, અને તમે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અથવા હોમિયોપેથીના રૂપમાં કોવિડ-19 ની સારવાર લેવાનું પસંદ કરો, તો કોરોના કવચ કવર તમારી સાથે છે વધુ વાંચો
આયુષ સારવાર કવર
જો નિયમિત હૉસ્પિટલોમાં સારવાર લેવાનું તમારે માટે શક્ય ન હોય, અને તમે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અથવા હોમિયોપેથીના રૂપમાં કોવિડ-19 ની સારવાર લેવાનું પસંદ કરો છો, તો કોરોના કવચ કવર તમારા માટે ઉપલબ્ધ છે. જો તમે કોરોના થવા પર કોઈપણ આયુષ હૉસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરો છો, તો તમે કોરોના કવચ પૉલિસીના આ સેક્શનનો લાભ લઈ શકો છો.
કોરોના કવચ પૉલિસીના માધ્યમથી અમે, તમારા હૉસ્પિટલાઈઝેશનના સમય પૂરતા જ નહીં, પણ તે પહેલા અને બાદમાં પણ તમારી સાથે છીએ. કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ 15 દિવસ સુધીના પ્રી-હૉસ્પિટલાઇઝેશન મેડિકલ ખર્ચ અને 30 દિવસ સુધી હૉસ્પિટલાઇઝેશન પછીની સારવારને કવર કરી લે છે.
ટેક્નોલોજીમાં પ્રગતિને કારણે, ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી કરવી ક્યારેય આટલી સરળ ન હતી. માત્ર થોડા પગલાંમાં જ તમે બજાજ આલિયાન્ઝની કોવિડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવી શકો છો.
સરળ, પેપરલેસ ખરીદીના અનુભવ માટે બજાજ આલિયાન્ઝની વેબસાઇટ ખોલો. તમારે જે જોઈએ છે તે ઑનલાઇન છે—કોઈ ફિઝિકલ ડૉક્યૂમેન્ટની જરૂર નથી.
તમારું નામ, ઉંમર, પસંદગીનું કવરેજ અને પૉલિસીની મુદત જેવી જરૂરી માહિતી પ્રદાન કરો. જો ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરતા હોવ, તો પરિવારના દરેક આશ્રિત સભ્યોની વિગતોનો સમાવેશ કરો.
ઑનલાઇન ચુકવણી કરો, અને તાત્કાલિક ઍક્સેસ માટે તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટ સીધા તમારા ઇમેઇલ પર મોકલવામાં આવશે.
જ્યારે કોરોના વાઇરસની વાત આવે છે, ત્યારે તમે કદાચ તેની સાથે સંકળાયેલ 'કોમોર્બિડિટી' શબ્દ સાંભળ્યો હશે. વાસ્તવમાં, આ કોમોર્બિડિટીનું પરિબળ મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ રોગને વધુ ભયજનક બનાવે છે,
તો કોમોર્બિડિટી શું છે? સાદા શબ્દોમાં કહીએ તો, કોમોર્બિડિટી એક જ દર્દીમાં એકથી વધુ બિમારીના અસ્તિત્વને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ તેમજ હૃદયની બિમારી હોય, તો તે કોમોર્બિડિટી ટર્મ હેઠળ આવશે. તે જ રીતે, કોરોના વાઇરસના કિસ્સામાં, કોમોર્બિડિટી એવી પરિસ્થિતિને દર્શાવે છે જ્યાં SARS-COV-2 દ્વારા સંક્રમિત દર્દીને શ્વાસની અથવા હૃદયની બિમારી જેવી બીજી બિમારી પણ હોય છે.
કોમોર્બિડિટી તમારી અપેક્ષા કરતાં વધુ સામાન્ય છે, અને કોરોના વાઇરસની સાથે સાથે આની સારવાર કરવી જરૂરી છે. તેથી કોરોના વાઇરસ સામેનો આ હેલ્થ ઇન્શ્યોરન્સ કોમોર્બિડિટી ને પણ કવર કરી લે છે.
પૉલિસીના બેઝિક કવરેજ ઉપરાંત, કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને હૉસ્પિટલ કૅશ માટે ઍડ-ઑન કવર પસંદ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ ઍડ-ઑન કવર એક બેનિફિટ કવર છે જે હેઠળ તમને હૉસ્પિટલાઇઝેશનના પ્રત્યેક દિવસ માટે તમારી ઇન્શ્યોરન્સ રકમના 0.5% સુધી મળવાપાત્ર થાય છે.
કારણ કે આ બેનિફિટ ઍડ-ઑન કવર છે, તેથી કોઈ બિલ અથવા રસીદની જરૂર નથી. જો તમારો મૂળ ક્લેઇમ સ્વીકાર્ય હશે તો તમને આ કવર હેઠળ તમારી મળવાપાત્ર રકમ મળશે.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
તમારી જરૂરિયાત | કોરોના કવચ | સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી |
---|---|---|
કવર થયેલ બાબતો | માત્ર કોવિડ-19 સારવાર | કોવિડ-19 સહિત તમામ બિમારીઓને કવર કરી લે છે |
વીમાકૃત રકમ | ₹ 50,000 થી 5,00,000 | ₹ 50,000 થી 50,00,000 |
તમારા પરિવાર માટે કવર | હા | હા |
પ્રવેશની મહત્તમ વય મર્યાદા | 65 વર્ષો | 70 વર્ષ (સિનિયર સિટીઝન પ્લાન માટે) |
કોવિડ સામે કવરેજ | ફક્ત કોવિડ માટે | અન્ય બીમારીઓ સાથે કોવિડને કવર કરી લે છે |
લાઇફટાઇમ રિન્યુએબિલિટી | લાગુ નથી | ઉપલબ્ધ છે |
પૉલિસી ટર્મ | 3.5/6.5/9.5 મહિના | ન્યૂનત્તમ 1 વર્ષથી મહત્તમ 3 વર્ષ સુધી |
PPE કિટના ખર્ચ | કવર કરેલ છે | કવર કરેલ નથી |
વેટિંગ પીરિયડ | 15 દિવસ | ન્યૂનત્તમ 30 દિવસ |
પહેલેથી હોય તેવી બીમારી | કવર કરેલ નથી | ચોક્કસ પ્રતીક્ષા અવધિ પછી કવર કરી લેવામાં આવે છે |
પ્રી-પૉલિસી મેડિકલ | લાગુ નથી | લાગુ |
પ્રીમિયમની ચુકવણી | એક વખત | હપ્તાનો વિકલ્પ ઉપલબ્ધ છે |
કોરોના કવચ નીતિ હેઠળ પ્રતીક્ષા અવધિ પૉલિસીની શરૂઆતથી 15 દિવસ છે.
હા, જો તમારો ક્લેઇમ સ્વીકાર્ય હોય તો આ તમામ ચોક્કસપણે કોરોના કવચ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે.
જો તમારી ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે છે, તો તમે કોરોના કવચ કવર ખરીદી શકો છો!
કોમોર્બિડિટી એક તબીબી શબ્દ છે, અને જ્યારે કોઈ દર્દીને એક કરતાં વધુ બિમારી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ અને હૃદયની બિમારી એમ બંને હોય તો તે કોમોર્બિડિટીનો કેસ હશે.
સ્વાસ્થ્ય સંબંધી માહિતી સાથેનો કોઈપણ પ્રસ્તાવ UW નિર્ણય માટે સંદર્ભિત કરવામાં આવશે.
હા. જો તમારા ડૉક્ટર તમને કોવિડ-19 માટે ઘરે સારવારની સલાહ આપે, અને તમે, મેડિકલ પ્રેક્ટિસનર દ્વારા સહી કરેલ, પ્રદાન થયેલ સારવારનો દૈનિક દેખરેખ ચાર્ટ આપી શકો, તો તમે કોરોના કવચ કવર હેઠળ કોવિડ-19 માટે ઘરે સારવારના ખર્ચને ચોક્કસ ક્લેઇમ કરી શકો છો.
હા. કોરોના કવચ પૉલિસીમાં એક ફેમિલી ફ્લોટર વિકલ્પ પણ છે જેના હેઠળ તમે તમારા જીવનસાથી, માતાપિતા, સાસુ-સસરા અને આશ્રિત બાળકોને (25 વર્ષની ઉંમર સુધીના) એક પૉલિસીમાં કવર કરી શકો છો.
કોરોના કવચ હેલ્થ ઇન્શ્યોરન્સના મૂળ કવર માટે સમય મર્યાદા સિવાય કોઈ મુખ્ય સબ-લિમિટ નથી. હૉસ્પિટલ કૅશ ઍડ-ઑન કવર માટે, સબ-લિમિટ વીમાકૃત રકમના 0.5% છે.
હા! હેલ્થકેર વર્કર્સને 5% ની છૂટ મળે છે
ના, કોરોના કવચ પૉલિસી પ્રીમિયમ હપ્તાઓમાં ચૂકવી શકાતું નથી.
કોરોના વાઇરસનો પ્રસાર અભૂતપૂર્વ રહ્યો છે, અને લૉકડાઉનમાં વધુ અને વધુ છૂટ મળવાને કારણે, તમામ સુરક્ષા સાવચેતીઓ હોવા છતાં આ બિમારી થઈ શકે છે. આ રોગની સારવારનો ખર્ચ, જો સારવાર તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તો, બિમારીની ગંભીરતા અને તમે ક્યાં સારવાર લેવાનું પસંદ કરો છો, તેના આધારે લાખો સુધી પહોંચી શકે છે.. તેથી, તમે કોરોના વાઇરસ ઇન્શ્યોરન્સ કવર મેળવી લો તે જરૂરી છે, કારણ કે તે આવી ઇમરજન્સીની પરિસ્થિતિમાં અમૂલ્ય સાબિત થઈ શકે છે.
કોરોના વાઇરસ સામે કોરોના કવચ પૉલિસી એ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ છે. એટલે કે વિવિધ કંપનીઓ આ કોરોના વાઇરસ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સમાન કવરેજ પ્રદાન કરે છે.
આ કોવિડ-19 હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોરોનાની બિમારીને કારણે થતાં હૉસ્પિટલાઇઝેશનને કારણે ઉદ્ભવતી તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે. અને, જેમ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, તેમ ભવિષ્યમાં આ બિમારી થવાની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં તમારે આ અનન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને એક સુરક્ષા પગલાં તરીકે મેળવવી જોઈએ.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ચકાસણીનો કોડ
અમે તમારા મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલ્યો છે
00.00
કોડ પ્રાપ્ત થયો નથી? ફરીથી મોકલો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો