અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Benefits of PMFBY Crop Insurance for Farmers in India
જાન્યુઆરી 4, 2023

પીએમએફબીવાય પાક ઇન્શ્યોરન્સ સ્કીમ ખેડૂતોને કેવી રીતે લાભ આપે છે?

કૃષિ અને તેના વિવિધ સંબંધિત ક્ષેત્રો ચોક્કસપણે આપણા દેશમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાનું સૌથી મોટું સાધન છે. આપણાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ કૃષિનું યોગદાન નોંધપાત્ર છે. ભારતીય કૃષિ અને તેની સંલગ્ન પ્રવૃત્તિઓમાં પહેલેથી જ શ્વેત, હરિત, ભૂરી અને પીળી ક્રાંતિ જોવા મળી છે. ખેડૂતોએ ઘણીવાર કોઈપણ કુદરતી આપત્તિ, ભારે વરસાદ, પાકના રોગો વગેરેને કારણે પાકને નુકસાન/ક્ષતિનો સામનો કરવો પડે છે. ખેડૂતો માટે આ તમામ આર્થિક સંકડામણનું કારણ બની જાય છે. આવા કોઈપણ સંકટમાં ખેડૂતોને મદદ કરવા માટે, જાન્યુઆરી 2016 માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા એક પહેલ કરવામાં આવી હતી, જેને નામ આપવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના.  પીએમએફબીવાય એક રાષ્ટ્ર, એક પાક, એક પ્રીમિયમના સૂત્ર પર કામ કરે છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શું છે?

પીએમએફબીવાય એ એક સરકાર-પ્રાયોજિત પાક વીમા યોજના છે જે વિવિધ હિસ્સેદારોને એક જ મંચ પર એકીકૃત કરવામાં મદદ કરે છે. આ યોજનાને પાક વીમાના વ્યાજબી ઉત્પાદનો દ્વારા કૃષિ ઉત્પાદનને ટેકો આપવાના મુખ્ય ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાવણી પહેલાંના તબક્કાથી લઈને લણણી પછીના તબક્કા સુધીના અને જેમને નિયંત્રિત કરવી શક્ય નથી, તેવી કુદરતી આપત્તિઓને કારણે પાકને રહેલા જોખમ સામે કોમ્પ્રિહેન્સિવ કવર સુનિશ્ચિત કરે છે.

આંકડાઓ શું કહે છે!

કૃષિ ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2011ની જનગણના મુજબ, આપણા દેશની કામ કરતી તમામ વ્યક્તિઓમાં 54.6% વ્યક્તિઓ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. તે 2019-20 માં દેશમાં ઉમેરાયેલા કુલ મૂલ્યના 16.5% (વર્તમાન કિંમતો પર) જેટલો ફાળો ધરાવે છે. પીએમએફબીવાય યોજનાને ખેડૂત સમુદાય દ્વારા સારો પ્રતિસાદ પ્રાપ્ત થયેલ છે, જેમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેને એક વધુ ઋતુ માટે પસંદ કરવામાં આવી હતી. યોજનાના પ્રારંભિક વર્ષમાં, કુલ 30% ક્ષેત્રના પાકને કવર કરવામાં આવતો હતો. રસપ્રદ રીતે, તે ભારતીય પાક ઇન્શ્યોરન્સના ઇતિહાસમાં સૌથી વધુ કવરેજ પણ છે. અગાઉની યોજનાની તુલનામાં લોન ન લેનારા ખેડૂતોની સ્વૈચ્છિક ભાગીદારીમાં પણ છ ગણો વધારો થયો છે. 2019-20 માં, તે યોજના હેઠળ સંપૂર્ણ કવરેજના 37% સુધી પહોંચી ગયું છે. ખરીફ 2020 સિઝનથી, લોન લેનારા ખેડૂતો સહિત તમામ ભારતીય ખેડૂતો માટે આ યોજના સ્વૈચ્છિક બનાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ભારતના તમામ ખેડૂતોના હિતોની સુરક્ષા કરે છે. હવે, ચાલો આપણે પીએમએફબીવાયના કેટલાક મુખ્ય લાભોની યાદી પર એક નજર કરીએ:
  1. આ યોજના પાકની નિષ્ફળતા સામે કોમ્પ્રિહેન્સિવ વીમા કવરેજ પ્રદાન કરે છે અને ખેડૂતોને સ્થિર આવક મેળવવામાં મદદ કરે છે. તે ખેડૂતોને નવીન રીતો અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
  2. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તમામ ભારતીય ખેડૂતો માટે સંપૂર્ણપણે સ્વૈચ્છિક યોજના છે.
  3. ખેડૂતોએ તમામ ખરીફ ખાદ્ય અને તેલીબિયાં પાકો માટે મહત્તમ 2%, વાર્ષિક રોકડિયાં/બાગાયતી પાકો માટે 5% અને રવી ખાદ્ય અને તેલીબિયાં પાકો માટે 1.5% પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
  4. ભારતીય ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના દર વ્યાજબી છે અને બાકીનું પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. કોઈપણ કુદરતી આપત્તિના કિસ્સામાં કોઈપણ પાકના નુકસાન માટે આપણાં ખેડૂતોને સંપૂર્ણ વીમાકૃત રકમ મળી રહે તે માટે આમ કરવામાં આવે છે.
  5. સરકારી આર્થિક સહાય એટલે કે સબસિડી પર કોઈ ઉપરી મર્યાદા નથી. તેથી જો ધારો કે બાકીનું પ્રીમિયમ 90% છે, તો તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
  6. પાકના જોખમને અનુરૂપ ત્રણ સ્તરનું, એટલે કે 70%, 80%, અને 90% વળતર વિસ્તારોમાં તમામ પાકો માટે ઉપલબ્ધ છે.
  7. ટેક્નોલોજીના ઉપયોગને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્માર્ટફોન, ટૅબ, એરિયલ ઇમેજરી, રિમોટ સેન્સિંગ ડ્રોન્સ, જીપીએસ ટેકનોલોજી વગેરેનો ઉપયોગ પાકની લણણીનો ડેટા એકત્રિત કરવા અને અપલોડ કરવા માટે કરવામાં આવે છે. ક્લેઇમની ચુકવણીમાં કોઈપણ વિલંબ થતો રોકવા માટે આમ કરવામાં આવે છે.

ઍક્ટિવિટી કેલેન્ડર: પીએમએફબીવાય

ચોમાસાની શરૂઆત, પાકના ચક્ર, વાવણીનો સમયગાળો અને તેવા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને એક ઍક્ટિવિટી કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. નીચેના કોષ્ટકમાં કવરેજ, ઉપજનું સબમિશન વગેરેની સમયરેખા દર્શાવેલ છે.
ઍક્ટિવિટી ખરીફ રવી
લોન લેનાર ખેડૂતો માટે લોનની મુદત (મંજૂર કરેલ લોન) ફરજિયાત ધોરણે આવરી લેવામાં આવે છે એપ્રિલ - જુલાઈ ઑક્ટોબર - ડિસેમ્બર
ખેડૂતોના પ્રસ્તાવોની પ્રાપ્તિ માટે છેલ્લી તારીખ (લોન લેનાર અને લોન ન લેનાર) જુલાઈ 31st ડિસેમ્બર 31st
ઉપજનો ડેટા પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ અંતિમ લણણીથી એક મહિનાની અંદર અંતિમ લણણીથી એક મહિનાની અંદર
નોંધ: વધુ વિગતો માટે કૃપા કરીને પીએમએફબીવાય વેબ પોર્ટલનો સંદર્ભ લો.

પાકનું કવરેજ: પીએમએફબીવાય

જે પાક માટે પહેલાનાં વર્ષોની ઊપજનો ડેટા ઉપલબ્ધ હોય અને નિર્દિષ્ટ ઋતુ અનુસાર જેની ખેતી કરવામાં આવતી હોય તે તમામ પાકને પીએમએફબીવાય યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. નીચે એક સામાન્ય ટેબલ છે જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ આવરી લેવામાં આવતા પાક અને ઋતુને હાઇલાઇટ કરે છે:
ક્રમાંક. ઋતુ પાકના પ્રકારો
1. ખરીફ ખાદ્ય અને તેલીબિયાંના પાકો જેમ કે અનાજ, બાજરી, કઠોળ વગેરે.
2. રવી ખાદ્ય અને તેલીબિયાંના પાકો જેમ કે અનાજ, બાજરી, કઠોળ વગેરે.
4. ખરીફ અને રવી વાર્ષિક રોકડિયાં/બાગાયતી પાકો
 

સંક્ષિપ્ત ઓવરવ્યૂ: પીએમએફબીવાય મોબાઇલ એપ્લિકેશન

પાક વીમા મોબાઇલ એપ્લિકેશન કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવેલ છે. પીએમએફબીવાય પાક ઇન્શ્યોરન્સ એપનો ઉપયોગ કરવો સરળ છે, તે ઉપયોગી છે અને તે હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ છે. પાક ઇન્શ્યોરન્સ એપની મુખ્ય બાબતો આ પ્રમાણે છે:
  • યૂઝર પાક ઇન્શ્યોરન્સ માટે અરજી કરી શકે છે
  • પાક ઇન્શ્યોરન્સ પૉલિસી ડાઉનલોડ કરી શકે છે
  • પાક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, પીએમએફબીવાય લાભો, નુકસાનના રિપોર્ટની સ્થિતિ અને તેવી અન્ય માહિતી જાણો

પાક વીમા મોબાઇલ એપ્લિકેશન કેવી રીતે ઍક્સેસ કરવી?

  1. પ્લે સ્ટોર પર જાઓ
  2. 'ક્રોપ ઇન્શ્યોરન્સ એપ' ટાઇપ કરો
  3. ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરો
  4. મોબાઇલ એપ્લિકેશન શરૂ કરો

ખેડૂત તરીકે નોંધણી કરો

  1. 'ખેડૂત' તરીકે નોંધણી કરો પર ક્લિક કરો
  2. તમારું નામ અને માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
  3. 'ઓટીપી' દાખલ કરીને ચકાસણી કરો
  4. પાસવર્ડ બનાવો
  5. પાસવર્ડની પુષ્ટિ કરો
  6. ભવિષ્યના ઉપયોગ માટે તેને તમારી સાથે રાખો
  7. 'નોંધણી કરો' પર ક્લિક કરો
નોંધ: વધુ માહિતી માટે, કૃપા કરીને પીએમએફબીવાય વેબ પોર્ટલનો સંદર્ભ લો.

પીએમએફબીવાય પોર્ટલ પર ઑનલાઇન નોંધણી પૂર્ણ કરવાની પ્રક્રિયા

પીએમએફબીવાય લાભો મેળવવા માટે વપરાશકર્તાએ પોતાની નોંધણી કરાવવી જરૂરી છે. પીએમએફબીવાય પોર્ટલ પર ઑનલાઇન નોંધણી માટેના પગલાંઓની ઝડપી સમજૂતી અહીં આપેલ છે.
  1. પીએમએફબીવાય ની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://pmfby.gov.in/
  2. 'ફાર્મર કોર્નર' આઇકન પર ક્લિક કરો
  3. જો વપરાશકર્તા નવા હોય, તો 'ગેસ્ટ ફાર્મર' આઇકન પર ક્લિક કરો
  4. વ્યક્તિગત, રહેઠાણ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો દાખલ કરો.
  5. 'વપરાશકર્તા બનાવો' આઇકન પર ક્લિક કરો
  6. નોંધણી ફોર્મ સબમિટ કર્યા પછી, વપરાશકર્તા એકાઉન્ટમાં લૉગ-ઇન કરી શકે છે અને નોંધાયેલ મોબાઇલ નંબર દ્વારા પ્રોફાઇલ અપડેટ કરી શકે છે.
  7. એકવાર નોંધણી મંજૂર થયા પછી, વપરાશકર્તાને ઇમેઇલ અથવા એસએમએસ દ્વારા સૂચિત કરવામાં આવશે

સો વાતની એક વાત

કૃષિ એ જમીનમાંથી ઊપજ મેળવવાની, પાક ઉગાડવાની અને પશુધન ઉછેરની કલા અને વિજ્ઞાન છે. કૃષિના વિકાસથી વિવિધ સભ્યતાઓનો ઉદ્ભવ થયો છે. પીએમએફબીવાય યોજના એ ખેડૂતો માટે તેમના પાકની ઊપજ અંગેની એક પાક વીમા સેવા છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેતીની તમામ જરૂરિયાતો માટે એક યોજના છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે