અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Linking your Aadhaar and PAN card to your insurance policy
11 જુલાઈ, 2020

તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા આધાર અને પૅન કાર્ડને લિંક કરવું

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) એ એક જાહેરાત કરી છે કે હવે તમામ ઇન્શ્યોરન્સ પૉલિસીઓને આધાર અને પૅન/ફોર્મ 60 સાથે લિંક કરવી ફરજિયાત છે. આ મેન્ડેટ જણાવે છે કે ગ્રાહકને આ ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા વિના કોઈ નવી પૉલિસી જારી કરવામાં આવશે નહીં અને હાલના ગ્રાહકોને તેમની પૉલિસીઓ સાથે તેમના આધાર અને પૅનને લિંક કરવાં પડશે.

આ નવા નિયમન સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો નીચે આપેલા છે:

  • પ્ર. આ લાગુ થવાની કોઈ ચોક્કસ તારીખ છે કે તે તાત્કાલિક અસરથી લાગુ છે?ક. આઇઆરડીએઆઇનો સર્ક્યુલર તાત્કાલિક અસરથી લાગુ પડે છે.
  • પ્ર. આઇઆરડીએઆઇ નોટિફિકેશન મુજબ, આધાર કાર્ડ વગર કોઈ નવી પૉલિસી જારી કરી શકાતી નથી. જો પૉલિસી જારી કરતી વખતે મારી પાસે આધાર કાર્ડ ન હોય તો શું થશે?જ. જો પૉલિસી જારી કરતી વખતે ગ્રાહક આધાર નંબર અને પરમેનેન્ટ એકાઉન્ટ નંબર સબમિટ ન કરે તો નવી પૉલિસી જારી કરી શકાય છે. જો કે, ગ્રાહકે પૉલિસી જારી કર્યાની તારીખથી છ મહિનાના સમયગાળાની અંદર તે સબમિટ કરવા પડશે.
  • પ્ર. વર્તમાન પૉલિસીઓ માટે, જો પૉલિસી જારી કરતી વખતે આધાર નંબર આપવામાં આવ્યો ન હતો (ઉદાહરણ તરીકે, જો કોઈ અન્ય પ્રકારના આઇડી, ઍડ્રેસ પ્રૂફનો ઉપયોગ કરવામાં આવ્યો હોય), તો શું આ પૉલિસીઓને આધાર સાથે લિંક કરવાની કોઈ સમયસીમા છે? જો સમયસીમા પૂરી થઈ જાય, તો પૉલિસીધારકોને શું અસર થશે?જ. વર્તમાન પૉલિસીઓ માટે, ગ્રાહકે 31 માર્ચ 2018 સુધીમાં તેમનો આધાર અને પૅન નંબર/ફોર્મ 60 સબમિટ કરવાના રહેશે. જો ગ્રાહક આ સમયગાળા સુધી તેને સબમિટ કરતા નથી, તો જ્યાં સુધી તે સબમિટ કરવમાં ન આવે ત્યાં સુધી ઉક્ત એકાઉન્ટ સ્થગિત રહેશે.
  • પ્ર. જો કેટલાક પૉલિસીધારકોએ હજુ સુધી તેમના આધારને લિંક કર્યા ના હોય અને ક્લેઇમ કર્યો હોય, તો શું તેમનો ક્લેઇમ નકારવામાં આવશે?જ. જો પૉલિસીધારકે તેમની આધાર અને પૅનની વિગતો લિંક કરી નથી, તો તેમના ક્લેઇમને જ્યાં સુધી તેઓ આધાર અને પૅનની વિગતો સબમિટ ન કરે ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે.
  • પ્ર. જો પૉલિસીધારક પાસે આધાર ન હોય તો શું તેમની પૉલિસી અમાન્ય થઈ જશે અથવા ક્લેઇમ નકારવામાં આવશે?જ. ના, પૉલિસી અમાન્ય થશે નહીં, અથવા ક્લેઇમ પણ નકારવામાં નહીં આવે. જો કે, ક્લેઇમને પૉલિસીધારક દ્વારા આધાર અને પૅન/ફોર્મ 60 સબમિટ કરવામાં ન આવે ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે.
  • પ્ર. વર્તમાન પૉલિસીધારકો માટે, શું ક્લેઇમના કિસ્સામાં અથવા ચાલુ પૉલિસીને બંધ કરવાના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કરાર લાગુ થતો નથી?? કારણ કે પૉલિસી જારી કરતી વખતે, આધારનો કોઈ ઉલ્લેખ ન હતો.જ. ઇન્શ્યોરન્સ કરારો એ ભારતીય કરાર અધિનિયમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જો કે, મની લૉન્ડરિંગ અધિનિયમ, 2002 હેઠળ બનાવેલ પીએમએલ નિયમો મુજબ આધાર અને પૅન/ફોર્મ 60 સબમિટ કરવાની જરૂરિયાત છે. પીએમએલ નિયમો પાસે વૈધાનિક સત્તા છે અને તેનું પાલન કરવું જરૂરી છે.

 

 

અમે આશા રાખીએ છીએ કે આ તમને હોય શકે તેવા કોઈપણ પ્રશ્નોના જવાબ આપે છે!

જો તમારી પાસે અમારી પૉલિસી છે, અને તમારા આધાર અને પૅન/ફોર્મ 60 ની વિગતો અપડેટ કરવા માંગો છો, તો અહીં ક્લિક કરો

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે