અંગ્રેજી

Claim Assistance
Get In Touch
General Insurance Penetration in India
23 નવેમ્બર, 2021

ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટર - શ્રેણી 3 અને 4 ના શહેરોમાં જનરલ ઇન્શ્યોરન્સની પહોંચની જરૂરિયાત

ઇન્શ્યોરન્સ બિઝનેસ, અથવા જનરલ ઇન્શ્યોરન્સ - જેમ કે તેને વિશ્વના આ ભાગમાં ઓળખવામાં આવે છે, તે ભારતમાં ખૂબ જ પ્રભાવશાળી રીતે વિકસી રહ્યો છે. 2016-17 માં 8000 કરોડના બજારમાંથી તેનું કદ વિસ્તરીને હવે 120000 કરોડથી વધુ થયું છે. જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીએ હંમેશા એકંદર આર્થિક વિકાસ સાથે વૃદ્ધિ કરી છે. લાઇફ ઇન્શ્યોરન્સથી વિપરીત, જે સંપૂર્ણ રીતે વેચાણ પર આધારિત હોય છે જેમાં વિક્રેતાઓ દ્વારા જરૂરિયાત ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પી એન્ડ સીમાં ઇન્શ્યોરન્સની જરૂરિયાત અથવા તક પહેલેથી જ હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ કાર ખરીદી હોય, તો તમે તેને રસ્તા પર લઈ જઈ શકતા નથી, જ્યાં સુધી તેનું ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર સાથે ઇન્શ્યોરન્સ ના હોય અથવા જો તમે બેંકમાં લોન માટે અરજી કરી હોય, તો તમારી સંપત્તિનો ઇન્શ્યોરન્સ કરાવવો જરૂરી છે. પરંતુ ભારતમાં લગભગ 30 જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે (જેમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ સામેલ છે). ઘણી બધી કંપનીઓ પાસે વૃદ્ધિ કરવાની અને ટકી રહેવા માટે પૂરતી પરંપરાગત 'તકો' નથી. જનરલ ઇન્શ્યોરન્સમાં મોટરનો બિઝનેસ હંમેશા પ્રમુખ રહ્યો છે અને એવો દેશ, કે જેની વસ્તી 1 અબજથી વધુ છે, ત્યાં તાર્કિક રીતે જ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્ર એ વૃદ્ધિ કરી શકે તેવું ક્ષેત્ર હતું. લગભગ તમામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ, જેમાં ઓછામાં ઓછી 5 વિશિષ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે (અને કેટલીક નવી કંપનીઓ આવી રહી છે). લૉજિસ્ટિક્સ, ઉત્પાદકતા, ટિકિટ સાઇઝ અને સરળ વિતરણને કારણે કંપનીઓ માત્ર મેટ્રો અને ટાયર I શહેરોમાં સ્પર્ધા કરી રહી છે. પરંતુ ભારતમાં, આજે પણ, 60% કરતાં વધુ લોકો ટીયર III અને IV શહેરો/ગામોમાં અથવા તેથી નાના સ્થળે રહે છે. આ એક મોટો ગ્રાહક વર્ગ છે જેમના સુધી કોઈ પહોંચ્યું નથી. આના કારણો મુખ્યત્વે નીચે મુજબ છે, જેનો મોટાભાગના વીમાદાતાઓ ટિયર III અને IV શહેરોમાં સામનો કરે છે:
  1. સૌને એકસમાન સર્વિસ પ્રદાન કરવા માટે ઓછામાં ઓછા કર્મચારીઓ સાથે સંચાલિત ઑફિસ ખોલવાનો બહોળો ખર્ચ
  2. મેટ્રોમાંથી આ શહેરો સુધી પહોંચવાની/કનેક્ટિવિટીની સમસ્યાઓ
  3. ઇન્શ્યોરન્સ વિશે આ વિસ્તારોમાં ઓછી જાગૃતિ, પરિણામે આ જાગૃતિ લાવવા માટે વધુ પ્રયત્નો અને સંસાધનોની જરૂર.
  4. ગ્રાહકના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે અનુભવી અને તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ (ઇન-હાઉસ અને ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક્સ), કારણ કે પૉલિસીના નિયમો અને શરતો, કલમો, ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા વગેરેના સંદર્ભમાં ઇન્શ્યોરન્સ ખૂબ જ ટેકનિકલ હોઈ શકે છે.
  5. કિંમતને લગતા પડકારો, કારણ કે ક્લેઇમ સાઇઝ અને ફ્રીક્વન્સી અંગેનો ઉપલબ્ધ ડેટા (ખાસ કરીને હેલ્થ ઇન્શ્યોરન્સમાં) અપૂરતો છે.
તેથી, ભારતમાં ઇન્શ્યોરન્સ ક્ષેત્રની પહોંચ ખૂબ ઓછી છે. જો કે, જો અમે શ્રેણી III અને IV ના શહેરો પર ધ્યાન કેન્દ્રિત ન કરીએ તો ઇન્શ્યોરન્સ બિઝનેસમાં વૃદ્ધિ શક્ય નથી. એફએમસીજી, ફાર્મા અને ટેલિકોમ ક્ષેત્રો જેવા કેટલાક ક્ષેત્રો સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ તેઓ આ વિસ્તારોમાં સ્થાનિક વસ્તીની જરૂરિયાત મુજબ તેમની પ્રોડક્ટ અને વિતરણ પદ્ધતિનો મેળ બેસાડી શક્યા હતા, એ તેમની સફળતાનું કારણ છે. આવા કેટલાક એડજસ્ટમેન્ટમાં વ્યાજબીપણું (ગુણવત્તામાં સમાધાન કર્યા વિના), માસિક પૅકને બદલે દૈનિક બજેટ, વ્યાપક વિતરણ નેટવર્ક વગેરે દ્વારા સરળ ઉપલબ્ધતા જેવી નવીનતાઓ શામેલ છે. આ સૌનો આ વિસ્તારોમાં તેમની ઊંચી સફળતામાં ફાળો છે. જોકે ઇન્શ્યોરન્સ એ આ ક્ષેત્રો કરતા ખૂબ જ અલગ છે, પરંતુ હજુ પણ કેટલીક શીખવા જેવી બાબતો છે જેનો ઉપયોગ અમે તે પ્રદેશોમાં ઇન્શ્યોરન્સની પહોંચ વધારવા માટે કરી શકીએ છીએ. ઇન્શ્યોરન્સમાં સૌથી મોટો પડકાર એ છે કે ગ્રાહકને ત્વરિત સંતોષ મળે તેવું તેમાં કંઈ નથી. છેવટે તો આ, જો કોઈ દુર્ઘટના થાય તો થયેલ નુકસાનમાંથી મૂળ સ્થિતિ પાછી લાવવી અથવા ચુકવણી કરવાનું આપવામાં આવેલ વચન છે. આપણામાંથી ઘણા લોકો હજુ પણ દૈનિક ધોરણે બનતી ખરાબ દુર્ઘટનાઓ જોયા પછી પણ, તે આપણી સાથે થઈ ન શકે તેમ માને છે. એફએમસીજી અને ટેલિકોમ કંપનીઓને આ ક્ષેત્રોમાં જે પ્રકારની સફળતા મળી છે તેવી સફળતા મેળવવા આ માનસિકતા બદલવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓએ થોડી વધુ મહેનત અને પ્રયત્ન કરવા પડશે. અહીં કેટલીક જાણકારીઓ અને સૂચનો આપેલ છે જે જનરલ ઇન્શ્યોરર શ્રેણી III અને IV માં પ્રવેશ કરવા માટેની વ્યૂહરચના બનાવતી વખતે ધ્યાનમાં લઈ શકે છે:
  1.   ભૌતિક ઉપસ્થિતિને બદલે આત્મનિર્ભર (એટલે કે ટેક્નોલોજીની મદદથી પૉલિસી જારી કરવી, ક્લેઇમનું તરત જ સેટલમેન્ટ) હોય તેવી એક ઇકોસિસ્ટમ બનાવવા માટે ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરો
  2. વિતરણની વ્યૂહરચના મેટ્રો અને શ્રેણી I શહેરો કરતાં અલગ હોવી જોઈએ. દર મહિને ઓછું પરંતુ નિયમિત વેચાણ કરી શકતા મોટી સંખ્યામાં એજન્ટ (આખા દિવસ માટે હોય તેવું જરૂરી નથી) એ એક રસ્તો છે.
  3. કવરેજ, વિશેષતાઓ, વ્યાજબીપણું અને પૉલિસીની મુદત (મોટાભાગની પૉલિસીઓ માત્ર એક વર્ષ માટેની હોય છે) વગેરેના સંદર્ભમાં નવીનતા અને કસ્ટમાઇઝેશનની જરૂરિયાત.
  4. આ ક્ષેત્ર વિશે જાગૃતિ એ સંપૂર્ણ ઇન્શ્યોરન્સ ક્ષેત્રની મોટી જવાબદારી છે, જનરલ ઇન્શ્યોરર એ સ્માર્ટ જાહેરાત (મીડિયા ટીવીસી, સમાચાર પત્ર, સોશિયલ મીડિયા વગેરેનો નવીન રીતે ઉપયોગ) માટે વધુ સંસાધનોનો ઉપયોગ કરે તે જરૂરી છે.
  5. સીએસસી, આઈએમએફ, પીઓએસ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જેવી નવી વિતરણની તકો પ્રવેશ કરવામાં મદદ કરી શકે છે.

સો વાતની એક વાત

બજાજ આલિયાન્ઝ ખાતે, અમે શ્રેણી 3 અને 4 ના શહેરોને માત્ર જનરલ ઇન્શ્યોરન્સ પહોંચની જરૂરિયાતવાળા બજારો તરીકે નથી જોઈ રહ્યા, પરંતુ અમારું લક્ષ્ય આ વિસ્તારોમાં રહેતા લોકો માટે કમાણીની સંભાવના વધારવાનો છે. હાલમાં 800 થી વધુ કાર્યરત વીએસઓ દ્વારા અમે 1000 થી વધુ લોકોને સીધો અને મધ્યસ્થીઓના વિશાળ નેટવર્કને પરોક્ષ રીતે રોજગાર પ્રદાન કર્યું છે. આમ, આ વિસ્તારોમાં વર્ચ્યુઅલ ઑફિસ પહેલ ગ્રાહકોને પોતાને સુરક્ષિત કરવા માટે સક્ષમ બનાવવાની સાથે આ વિસ્તારમાં સમુદાયને તેમનું ઘર છોડયા વિના એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે કામ કરવાની તક પણ આપે છે. યોગદાન: આદિત્ય શર્મા, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને રાષ્ટ્રીય અધ્યક્ષ - બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ખાતે વ્યૂહાત્મક પહેલ

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે