રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Routine Car Maintenance Benefits
23 નવેમ્બર, 2020

કારની નિયમિત જાળવણી કરવાના 7 ફાયદા

તમારી પાસે નવી કાર હોય કે સેકન્ડ-હેન્ડ, કાર હોવી એ જ સારું લાગે છે. નવી કાર તેમના શરૂઆતના વર્ષોમાં સારી રીતે કામ કરે છે અને તેમનું પરફોર્મન્સ સારું હોય છે. બીજી તરફ, સેકન્ડ-હેન્ડ મોડેલ સરસ રીતે કાર્ય કરી શકે તે માટે તમારે થોડી વધારે કાળજી લેવાની જરૂર પડશે. તમે રેશ ડ્રાઇવિંગને ટાળીને આમ કરી શકો છો. બીજું, ઑફલાઇન રીતે ખરીદીના વિકલ્પ તરીકે પર્યાપ્ત કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો, અને છેલ્લે, તમારા ફોર-વ્હીલરની નિયમિત જાળવણી કરો.

નિયમિત કાર મેઇન્ટેનન્સના લાભો

સમય વિતવાની સાથે કારનું માઇલેજ ઓછું થશે નહીં

એન્જિનના એર ફિલ્ટરને નિયમિત સમયે બદલવું આવશ્યક છે. જો તેને સાફ રાખવામાં ન આવે, તો તેની અસર તમારી કારના માઇલેજ પર થાય છે. તમે માત્ર તેના પર જમા થયેલ ધૂળને સાફ કરીને તમારી જાતે આ કામ કરી શકો છો.

તમે યોગ્ય સ્થિતિમાં રહી શકો છો

તમારી કાર સ્થિર છે તે જાણવા માટે, ટાયર એલાઇનમેન્ટ તપાસવું જરૂરી છે. જો કારના ટાયરનું એલાઇનમેન્ટ યોગ્ય ન હોય, તો કાર ચલાવતી વખતે તમે વાઇબ્રેશન અનુભવી શકો છો. કાર સર્વિસિંગ તમને આ સમસ્યાઓથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે છે.

પરફોર્મન્સમાં વધારો

જો તમે તમારી કારને અવગણો છો અને નિયમિત સમયે તેની જાળવણી કરવામાં આવતી નથી, તો તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. કારણ કે, કારના નિયમિત ઉપયોગથી તેને ઘસારો પહોંચે છે. ઉપરાંત, કન્ઝ્યુમેબલ ભાગો પર ધૂળ જમા થાય છે, અને રબર અથવા પ્લાસ્ટિકથી બનેલા અન્ય ભાગો થોડા સમય પછી તૂટી જાય છે. જો તમે તમારા કિંમતી વાહન પર ધ્યાન આપો છો અને નિયમિત જાળવણી કરો છો તો આમ બનતાં રોકી શકો છો. આમ કરવાથી, અન્ય ભાગો તેમજ કન્ઝ્યુમેબલ વસ્તુઓનું રિપેરીંગ થઈ શકે છે, અથવા તેમના વપરાશનો સમય પૂરો થઈ ગયો હોય તો તેમને બદલવામાં આવે છે.

તમારી કારને વધુ ગરમ થતાં અટકાવે છે

તમારી કારના એન્જિન કૂલન્ટ, એન્જિન ઑઇલ અને ટ્રાન્સમિશન ફ્લુઇડ જેવા કન્ઝ્યુમેબલ છે જે તમારી કારને વધુ ગરમ થવાથી અટકાવે છે અને તમને સરળ અને ઝંઝટ-મુક્ત રાઇડનો આનંદ પ્રદાન કરે છે. પરંતુ જો તમે આમને લાંબા સમય સુધી ભરાવતા નથી અથવા બદલાવતા નથી, તો તમારી કાર ખૂબ ગરમ થઈ જાય છે અને તમારી મુસાફરીમાં તકલીફ પડી શકે છે. તમારી કારને નિયમિતપણે જાળવી રાખવાથી તમને આ સમસ્યાઓથી મુક્તિ મેળવવામાં મદદ મળશે.

સિલિન્ડર હેડ અને સ્પાર્ક પ્લગને સારી રીતે જાળવી રાખે છે

સિલિન્ડર હેડ અને સ્પાર્ક પ્લગને બદલવાનો ખર્ચ ઘણો મોટો હોઇ શકે છે. જો તમે નિયમિતપણે જાળવણી કરો છો, તો આ ખર્ચને સરળતાથી ટાળી શકો છો. જો આ ભાગોની સ્થિતિ ખરાબ હોય, તો એન્જિન બગડી શકે છે.

તમારી કાર વધુ લાંબો સમય ચાલે છે

લગભગ દરેક કારના ઉત્પાદક દ્વારા, તમારી કારને ક્યારે જાળવણી માટે લઈ જવી તે વિશે જાણ કરવામાં આવતી હોય છે. નિર્ધારિત સમયે તેમજ માત્ર સર્ટિફાઇડ પ્રોફેશનલ પાસે જ તમારી કારની સર્વિસ કરાવો. તમે વાહનનું મેઇન્ટેનન્સ અધિકૃત સર્વિસ સેન્ટરમાં કરાવી શકો છો. તમે તે તમારા ભરોસાપાત્ર અન્ય કોઈપણ સર્ટિફાઇડ પ્રોફેશનલ પાસે પણ કરાવી શકો છો.

તમારી કારની સુરક્ષાની ખાતરી કરે છે

જ્યારે તમે કાર સર્વિસ કરાવો છો, ત્યારે ઇગ્નિશન સિસ્ટમ્સ, ટાયર, લિક્વિડ લેવલ વગેરે જેવી વસ્તુઓ તપાસવામાં આવે છે. આ બધાને તમારા અને તમારા વાહનની સુરક્ષા માટે તપાસવા મહત્વપૂર્ણ છે. સરળતાથી ચાલતી કાર પર નિયંત્રણ ગુમાવવું મુશ્કેલ છે. નિયમિત સર્વિસિંગ તમને કોઈપણ સમસ્યાનો સામનો કર્યા વિના સરળ ડ્રાઇવ અને લાંબી રોડ ટ્રિપ કરવામાં મદદ કરશે. ઉપરાંત, કોઈપણ અકસ્માતના કિસ્સામાં તમારો ઇન્શ્યોરન્સ પ્લાન તમને કવરેજ પ્રદાન કરશે. તમારી કારના પાર્ટના રિપેરીંગ/તેને બદલવા માટે થયેલ ખર્ચનું વળતર મેળવવા માટે ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ ઍડ-ઑનનો વિચાર કરો. તમારા ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈને, તમારા ઘરેથી જ વધુ સુવિધાજનક રીતે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો. મહત્વપૂર્ણ એ છે કે, તમારી કારની તમામ બાબતોનું ધ્યાન રાખો અને સારા રાઇડિંગ અનુભવ માટે નિયમિતપણે તેને જાળવી રાખો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ *ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે