ટેક્નોલોજી અને ગ્રાહકના અનુભવનો સમન્વય
વૉટ્સએપ મેસેન્જરનો ઉપયોગ ભારતના તમામ વય જૂથની વ્યક્તિઓ અને સ્થળો વચ્ચે કમ્યુનિકેશનનું એક વ્યાપક માધ્યમ છે. આ મેસેન્જરનો ઉપયોગ હવે ખરાબ સ્વાસ્થ્ય અને
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમના ડૉક્યૂમેન્ટ મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે –
જેમાં અસલ ડૉક્યૂમેન્ટની ક્લેઇમ પ્રક્રિયા માટે જરૂર નથી.
ગ્રાહક બેજિકને તેમના ખૂટતાં ક્લેઇમ ડૉક્યૂમેન્ટનો સ્પષ્ટ ફોટો/સ્કૅન કરેલી કૉપી મોકલી શકે છે
હેલ્થ ક્લેઇમ માટે: +918600047615
સ્વીકાર્ય ડૉક્યૂમેન્ટની સૂચિ
- યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલું એનઇએફટી ફોર્મ
- પ્રી-પ્રિન્ટેડ કૅન્સલ્ડ ચેક/બેંક પાસબુક/બેંક સ્ટેટમેન્ટનું 1st પાનું
- એએમએલ (એન્ટી મની લૉન્ડરિંગ) ડૉક્યૂમેન્ટ દા.ત. પૅન કાર્ડ, વીજળી બિલ વગેરે સાથે યોગ્ય રીતે સહી કરેલ કેવાયસી ફોર્મ.
- સારવાર કરનાર ડૉક્ટર તરફથી આપવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટ; ઇન્ડોર કેસ પેપરની પ્રમાણિત કૉપી.
- ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)/મેડિકો લીગલ સર્ટિફિકેટ (એમએલસી) ની પ્રમાણિત કૉપી
- નિદાનને ટેકો આપતા તપાસના રિપોર્ટ
- ખર્ચની આઇટમ દીઠ વિગત
- હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પ્રમાણિત કૉપી.
- અન્ય ઇન્શ્યોરર પાસેથી સેટલમેન્ટ લેટર
મુસાફરીના ક્લેઇમ માટે: +917756096402
સ્વીકાર્ય ડૉક્યૂમેન્ટની સૂચિ
- હૉસ્પિટલાઇઝેશન માટે ચુકવણીની મૂળ રસીદ સિવાયના તમામ ક્લેઇમ ડૉક્યૂમેન્ટ.
તમારા ડૉક્યૂમેન્ટને તરત સ્વીકારવામાં આવશે!
જવાબ આપો