રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What Are The Top 5 Cyber Crimes?
31 માર્ચ, 2021

ટોચના 5 સાઇબર અપરાધો કયા છે?

2019 અને 2020 વચ્ચે સાઇબર ક્રિમિનલ પ્રવૃત્તિઓને કારણે ₹1.29 લાખથી વધુની મૂડીનું નુકસાન નોંધાયું હતું. આમાંના ઘણા હુમલાઓ અત્યાધુનિક ટીમો દ્વારા કરવામાં આવ્યા હતા, જે સુરક્ષામાં ભંગ, બ્રાન્ડ ઇક્વિટી પર અસર, બિઝનેસના ચલાવવામાં વિક્ષેપને કારણે નુકસાન અને સિક્યોરીટી સિસ્ટમને ફરીથી કન્ફિગર કરવાના ખર્ચમાં પરિણમ્યા હતા. સાઇબર હુમલા પછી પણ કંપનીના હિતોની સુરક્ષા માટે સાઇબર ઇન્શ્યોરન્સ એક નોંધપાત્ર સુરક્ષા કવચ તરીકે કાર્ય કરી શકે છે. આ સાથે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાનની સંપૂર્ણ અસરકારકતા સમજવા માટે, ભારતમાં સાઇબર અપરાધના પરિપ્રેક્ષ્યને સમજવું જરૂરી છે.  

ભારતમાં ટોચના 5 સાઇબર અપરાધો કયા છે?

ભારતમાં સાઇબર અપરાધોના સૌથી વધુ પ્રચલિત સ્વરૂપને સમજવાથી એન્ટરપ્રાઇઝ સિસ્ટમમાં રહેલી સંભવિત ખામીઓને ઓળખવામાં મદદ મળી શકે છે. આ સાથે, તે કંપની માટે જરૂરી આદર્શ ઇન્શ્યોરન્સ કવરેજ વિશે ઊંડાણપૂર્વકની માહિતી પ્રદાન કરી શકે છે. જ્યારે સાઇબર ક્રાઇમ શું છે એ હવે પહેલા કરતાં વધુ સ્પષ્ટ છે, ભારતમાં ટોચના 5 સાઇબર અપરાધો કયા છે તેનો જવાબ આ પ્રકારે છે:  

1. હૅકિંગ

હૅકિંગ એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેનો ઉપયોગ સિસ્ટમમાં રહેલી ખામીઓને ઓળખવા અને સિસ્ટમના લગભગ તમામ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલને ઍક્સેસ કરવા માટે કરવામાં આવે છે. આ રીતે સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, કઈ માહિતી એન્ક્રિપ્ટ કરવામાં આવે છે તેનો કંટ્રોલ હૅકર મેળવી શકે છે, અને ચોક્કસ પ્રોસેસના આઉટપુટ પણ નિયંત્રિત કરી શકે છે. મોટાભાગના બિઝનેસ કમ્પ્યુટર અને ક્લાઉડનો ઉપયોગ વ્યવહારિક રીતે સાઇબર વેલ્યૂ ચેઇનના દરેક તબક્કે કરી રહ્યા હોવાથી હૅકિંગનો અવકાશ વધી ગયો છે. આજકાલ એન્ટરપ્રાઇઝ બેકએન્ડ સિસ્ટમ, વેબસાઇટ અને બેંક એટીએમનું હૅકિંગ સામાન્ય થઈ ગયું છે. સાઇબર હુમલાના સૌથી લાંબા સમયથી અસ્તિત્વમાં હોય એવા પ્રકારમાંથી એક હોવાના કારણે હૅકિંગ એ તમામ પ્રકારના બિઝનેસ માટે નોંધપાત્ર જોખમ છે.  

2. એક્સએસએસ: ક્રૉસ-સાઇટ સ્ક્રિપ્ટિંગ

આવા ટાર્ગેટેડ હુમલાઓ હાજર અને અન્યથા વિશ્વસનીય વેબસાઇટના યુઆરએલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. હુમલાખોર થર્ડ-પાર્ટી સાઇટ પર જાવાસ્ક્રિપ્ટ, એચટીએમએલ અથવા ફ્લૅશ-આધારિત કોડ દાખલ કરવાનો પ્રયત્ન કરે છે. આમ યૂઝરને અલગ પેજ પર લઈ જવા માટે અથવા તેમની માહિતી છેતરપિંડી દ્વારા મેળવવા માટે કરવામાં આવે છે. આવા હુમલાઓ બિઝનેસ પર સિસ્ટેમિક અને લાંબા ગાળાની અસર કરે છે કારણ કે તેનાથી તેઓ ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવે છે.  

3. ડિનાયલ-ઓફ-સર્વિસ એટેક

ધારો કે તમે કોઇ મોટી કંપનીના સિસ્ટમ ઍડ્મિનિસ્ટ્રેટર છો અને પરિસરમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ સંભાળો છો. તમારી જવાબદારી સિસ્ટમ વધુમાં વધુ સમય કાર્યરત રહે તે જોવાની, અને તે રીતે કંપનીની પ્રોડક્ટિવિટીમાં યોગદાન આપવાની છે. તમારા પ્લેટફોર્મ પર સિસ્ટમ્સના પરફોર્મન્સ પર નજર રાખતી વખતે તમને અચાનક ગ્રાહક સહાય ટીમ પાસેથી, કેટલીક સિસ્ટમ્સના ક્લાઉડ ડેટાના વપરાશમાં વધારો થયાનું જાણવા મળે છે. પ્રથમ નજરે ઘણી બધી પ્રોસેસ ચાલી રહી હોવાનું, જે થોડીવારમાં સેટલ થઈ જશે, તેમ તમને લાગે છે. ત્યારબાદ એચઆર ટીમની કેટલીક સિસ્ટમ્સ દ્વારા સામાન્ય કરતાં વધુ ક્લાઉડ રિસોર્સનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું તમારા ધ્યાનમાં આવે છે. તમે કોઈ પગલું લો તે પહેલાં, ઓપરેશન ટીમોની તમામ સિસ્ટમ દ્વારા તમારા ક્લાઉડ રિસોર્સના ઉપયોગમાં વધારો થઈ જાય છે. થોડી જ મિનિટોમાં આ સિસ્ટમ્સ તમારા ક્લાઉડ પ્લેટફોર્મની થ્રેશોલ્ડને વટાવી જાય છે. અને હવે - આ સમસ્યાના ઉકેલ માટે તમારે નિયમિત ચાલતી બિઝનેસ પ્રક્રિયાઓને રોકવી પડશે. આ એક ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટેક હોવાની પ્રબળ સંભાવના છે, જે સામાન્ય રીતે ડીડીઓએસ એટેક તરીકે ઓળખાય છે. અહીં હુમલાખોરનો ઉદ્દેશ તમારા નેટવર્કમાં સૌથી અસુરક્ષિત સિસ્ટમ્સ શોધવાનો છે અને તેનો ઉપયોગ તમારા શેર કરેલા રિસોર્સનો વધુ પડતો ઉપયોગ કરવા માટેના ગેટવે તરીકે કરવાનો છે અને સમગ્ર નેટવર્કને અટકાવી દેવાનો છે.  

4. ફિશિંગ સ્કેમ

સામાન્ય રીતે, જ્યારે લોકોને ટોચના 5 સાઇબર અપરાધો પૂછવામાં આવે છે, ત્યારે તેમાં ફિશિંગ સ્કેમનો પણ સમાવેશ થતો હોય છે. આપણામાંના મોટાભાગના લોકો, ભલે આપણે તેનો ભોગ ન બન્યા હોઈએ, પરંતુ એ સ્કેમનો એક-બે વખત અનુભવ કર્યો છે. કંપનીઓ અને વ્યક્તિઓને નિશાન બનાવતી આ પદ્ધતિમાં, હુમલાખોર કોઈ જાણીતી કંપની અથવા અધિકૃત સંસ્થા તરીકે ઓળખ આપવાનો પ્રયત્ન કરે છે. ક્રેડિટ કાર્ડની વિગતો, ઑનલાઇન બેન્કિંગ પાસવર્ડ, ઓળખના પુરાવા અને અન્ય સંવેદનશીલ ડૉક્યૂમેન્ટ જેવી મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે આમ કરવામાં આવે છે. ફિશિંગ સ્કેમ વિવિધ રીતે કરવામાં આવે છે. મોટાભાગના ફિશિંગ સ્કેમ ઇમેઇલ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હુમલાખોર સામાન્ય રીતે ફોન કૉલ વડે સંપર્ક કરતાં હોય છે.  

5. સ્પૅમિંગ

ઘણા અધિકારક્ષેત્રોમાં સ્પૅમિંગને ગુનો માનવામાં આવતું નથી, પરંતુ તે જેને મોકલવામાં આવે છે તેને માટે અસુવિધાજનક હોઈ શકે છે. જો તમે કૉમ્પ્રોમાઇઝ્ડ કોર્પોરેટ ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારા ઇનબૉક્સમાં અસંખ્ય અનિચ્છનીય મેસેજો આવી શકે છે, જેની અસર કામમાં તમારી પ્રોડક્ટિવિટી પર પડે છે અને તમારી ઑફિસના રિસોર્સનો પણ ઉપયોગ થાય છે. જુઓ સાઇબર ઇન્શ્યોરન્સ કવરેજ જુઓ. બજાજ આલિયાન્ઝની મુલાકાત લો અને આજે જ આ સાઇબર અપરાધો સામે પોતાને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરો!  

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું ભારતમાં સાઇબર અપરાધોનું જોખમ કોઈ વ્યક્તિ અને બિઝનેસ બંને માટે સરખું રહેલું છે?
કંપનીઓ વધુ મજબૂત સુરક્ષા ધરાવતી હોય છે, પરંતુ જો હુમલાખોરને સિસ્ટમમાં પ્રવેશવામાં સફળતા મળી જાય તો તે વધુ નોંધપાત્ર નુકસાન કરી શકે કરે છે. પરંતુ એમ માનવું ખોટું હશે કે કોઈ સામાન્ય વ્યક્તિને તેટલું જોખમ નથી.  
  1. સાઇબર હુમલાઓથી કેવી રીતે બચવું?
અહીં જણાવેલ કેટલાક પગલાંઓ તમે લઈ શકો છો:
  1. સમર્પિત ફાયરવૉલનો ઉપયોગ કરો.
  2. પાઇરેટેડ અથવા આઉટડેટેડ સૉફ્ટવેરનો ઉપયોગ ન કરો.
  3. તમારા ક્રેડેન્શિયલ કોઈની સાથે શેર ન કરો.
  4. તમે ક્લાઉડ પર શું શેર કરો છો તે વિશે પૂરતું ધ્યાન રાખો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે