રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Effective Tips to Stay Healthy This Monsoon Season
7 જુલાઈ, 2022

2022 માં ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટેની 08 ટિપ્સ

આ વર્ષનો તે સમય ફરીથી છે! ચોમાસાની શરૂઆત થતાં વરસાદના કારણે કાળઝાળ ગરમીથી ચોક્કસથી રાહત મળે છે. હળવો ઝરમર વરસાદ, ઠંડો-ઠંડો પવન, આ એક એવો સમય છે, જ્યારે આપણામાંથી મોટાભાગના લોકો એક કપ ગરમાગરમ ચા સાથે ભજીયાંનો આનંદ માણી ચોમાસાને ખાસ બનાવે છે. તેમ છતાં, આપણે એ હકીકતને નકારી શકતા નથી કે ભારે વરસાદ મચ્છરો, બેક્ટેરિયા, પાણી ભરાવવું વગેરે માટે પ્રજનન આધાર તરફ દોરી જાય છે. આનાથી વધુ ફેલાઈ શકે છે વિવિધ રોગવાહક દ્વારા થતા રોગો જેમ કે મલેરિયા, ફ્લૂ, ડેન્ગ્યુ અને અન્ય. • ઘબરાશો નહીં!! તમે 2022 માં ચોમાસાની ઋતુનો આનંદ માણી શકો છો અને પોતાની અને તમારા પ્રિયજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો. ચોમાસામાં સ્વસ્થ રહેવામાં મદદ કરતી મહત્વની ટિપ્સ વિશે આપણે આગળ વધીએ તે પહેલાં, એ એક ડહાપણભર્યો નિર્ણય છે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ સમજદારીપૂર્ણ નિર્ણય છે.

2022 માં ચોમાસા માટે 08 સ્વાસ્થ્ય સાવચેતી ટિપ્સ

દરેક ચોમાસાની ઋતુમાં તમને ફિટ, સુરક્ષિત અને સ્વસ્થ રહેવામાં મદદ કરે એવી મહત્વપૂર્ણ ટિપ્સ અહીં છે:
  1. સ્વચ્છ પાણી પીવો: આપણામાંથી મોટાભાગના લોકો કરે છે તે એક સામાન્ય ભૂલ એ છે કે આપણે પૂરતું પાણી પીતા નથી, ખાસ કરીને વરસાદની મોસમમાં. ઋતુ ગમે તે હોય, પાણી મહત્વનું છે, અને હંમેશાં હાઇડ્રેટેડ રહેવું ખૂબજ મહત્વનું છે. ચોમાસામાં, ખાતરી કરો કે તમે પૂરતું સ્વચ્છ અને શુદ્ધ પાણી પીઓ. જો તમે બહાર જાવ છો, તો પાણીની બોટલ સાથે રાખવાની અથવા પેકેજ્ડ પાણી ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. તે તમારા માટે એક સુરક્ષિત વિકલ્પ છે. બીજો એક વિકલ્પ એ પણ હોઇ શકે છે કે, પીતાં પહેલાં પાણીને ઉકાળી લેવું.
  2. બહારનું/જંક ફૂડ ટાળો: વરસાદની મોસમ દરમિયાન તમે શું ખાઓ છો તેની વિશેષ કાળજી રાખો. તમારે તમારી ખાવાની આદતોનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ ટાળવું જોઈએ. રસ્તાઓ પર સામાન્ય રીતે ખુલ્લા ખાડા હોય છે જે કાદવ કે પાણીથી ભરેલા હોય છે. વિવિધ હાનિકારક સુક્ષ્મસજીવો તરફ દોરી જતા ઇન્ક્યુબેટર માટે આ આદર્શ જગ્યા છે. તેથી, જેટલો લાંબો સમય સુધી ખોરાકને ખુલ્લી હવામાં રાખવામાં આવે છે તેટલા સમય સુધી આના માટે ઘર બનવાની શક્યતાઓ વધી જાય છે. થોડી સાવચેતી અને યોગ્ય પસંદગી કરવાથી તમને ઘણી મદદ મળશે.
  3. આહારમાં પ્રોબાયોટીક્સ અને શાકભાજીનો સમાવેશ કરો: યૉગર્ટ, દહીં વગેરે જેવા પ્રોબાયોટીક્સ પૂરતા પ્રમાણમાં લેવા મહત્વના છે. આનું નિયમિત સેવન કરવાથી બેક્ટેરિયા સામે લડવા માટે સારા આંતરડાના સ્વસ્થ સ્તરની ખાતરી થાય છે. ઉપરાંત, તમારા આહારમાં તાજા શાકભાજીનો સમાવેશ કરો કારણ કે તેમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, અને સ્ટેપલ ફૂડ લેવાનું ટાળો. શાકભાજી અથવા ફળોને રાંધતા પહેલાં તેને સારી રીતે ધોઈ લો.
  4. ઇમ્યુનિટી બૂસ્ટર ફળોનો સમાવેશ કરો: આપણે બધાએ જૂની કહેવત સાંભળી છે, ‘રોજનું એક સફરજન, ડૉક્ટરને દૂર રાખે છે’. ખરેખર, તે ચોક્કસપણે યકૃતમાં રહેલા ઝેરને સાફ કરવા માટે સક્ષમ બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ તેજ બનાવે છે. તમારા આહારમાં વિટામિન સી સમૃદ્ધ ફળોનો સમાવેશ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. નારંગી વગેરે જેવા ફળોનો સમાવેશ તમને કોઈપણ ચેપ સામે લડવામાં મદદ કરશે. ફળો હંમેશા ખનિજ, વિટામિન અને અન્ય આવશ્યક પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે જે શક્તિ અને આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.
  5. રોગવાહક દ્વારા પ્રસરતા રોગો માટે તેમના પ્રજનન આધારને નષ્ટ કરો: ચોમાસાની વાત આવે ત્યારે મચ્છરોનું પ્રજનન એક ગંભીર સમસ્યા છે. ખાતરી કરો કે તમારા ઘરે કોઈ ખુલ્લું પાણીનું સ્ટોરેજ નથી. તપાસી લો કે ગટર ભરાયેલી ન રહે અને સૌથી અગત્યનું પાણીનો ભરાવો ન થવો જોઇએ કારણ કે તેમાં મચ્છરો જન્મે છે. આજે અમારી પાસે સમર્પિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પણ છે જે કોઈપણ રોગવાહક દ્વારા થતા રોગ સાથે સંકળાયેલ હોય તો ખર્ચની કાળજી લે છે. તમે તપાસી શકો છો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અને લાંબા સમય સુધી સુરક્ષિત રહો.
  6. જંતુનાશકો અને પ્રતિરોધકોનો ઉપયોગ કરો: વરસાદમાં તમે પલળી જાઓ તેવી શક્યતાઓ રહે છે. જ્યારે તમે સ્નાન કરો અથવા તમારા કપડાં ધોતા હોવ ત્યારે તેમાં જંતુનાશક પદાર્થનો સમાવેશ કરો. તે તમને સુક્ષ્મસજીવોથી સુરક્ષિત રહેવામાં મદદ કરશે. તદુપરાંત, જ્યારે પણ તમે બહારથી ઘરે પાછા આવો ત્યારે તમારા હાથ અને પગ ધોવા. વધુ પડતા વરસાદી પાણીથી ભરેલા ફૂટપાથ અથવા રસ્તાઓ પર ક્યારેય ચાલશો નહીં. યાદ રાખો, આ વિવિધ બિમારીઓ માટે સંવર્ધન અને વાહક છે.આખી બાંયનાં કપડાં પહેરો અને બહાર જતી વખતે જંતુ અને મચ્છર પ્રતિરોધકનો ઉપયોગ કરો.
  7. ભીનાં કપડાને ઇસ્ત્રી કરો: આ તમારા માટે એક ખૂબજ મહત્વની ટિપ બની શકે છે; જો કે, તે આપણા રોજિંદા જીવન સંબંધિત છે. ચોમાસું ભેજ માટેનો પણ સમય છે. આપણાં કપડાં, કબાટ વગેરે એવી જગ્યાઓ છે જે ઠંડી રહે છે તે જેમ-જેમ વરસાદ આવતો જાય છે તેમ તે ભીનાં રહેવા લાગે છે. કદાચ તમને ખબર ન હોય તો, ભીની વસ્તુઓ ભેજને આમંત્રણ આપે છે. તેથી, જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં ભારે વરસાદ પડે છે અને તાજેતરમાં સૂર્યપ્રકાશ જોવા મળ્યો નથી, તો તમારાં કપડાંને ઇસ્ત્રી કરો અને તેને ગરમ રાખો.
  8. નિયમિત રીતે વ્યાયામ કરો: વરસાદની મોસમમાં, આપણામાંના મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. તમે રોજ સામાન્ય ચાલવા, ઝડપી ચાલવા અથવા જૉગિંગ માટે જઇ શકતા નથી. યોગ, ઇનડોર સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કાર્ડિયો જેવી કેટલીક કસરતો ઘરની અંદર પણ કરી શકાય છે. કસરત ખૂબજ મહત્વની છે, કારણકે તે લોહીના પરિભ્રમણને સુધારે છે, સેરોટિનના ઉત્પાદનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

સો વાતની એક વાત

આ સાવચેતીની ટિપ્સને અનુસરો અને આ ચોમાસા 2022 માં તંદુરસ્ત રહો. જો તમે માંદા/બીમાર પડો છો અને કોઇપણ નાનું લક્ષણ જણાય છે તો પણ, હંમેશાં યોગ્ય નિદાન અને સાચી સારવાર માટે તમારા ડૉક્ટરની સલાહ લો. જાતે દવા લેવાના કારણે સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે. સિઝન ગમે તે હોય મેડિકલ ઇન્શ્યોરન્સ તે મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને ક્યારેય આર્થિક મુશ્કેલીમાં મૂકશે નહીં. નિર્ણયો એવા લો, જેના પર તમને પાછળથી પસ્તાવો ન થાય. યોગ્ય કામ કરવામાં ક્યારેય વિલંબ થતો નથી. ચોમાસાનો આનંદ માણો અને તંદુરસ્ત રહો!   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે