અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How to Make Healthy Oatmeal Recipe?
જાન્યુઆરી 28, 2019

ઓટમીલની સરળ અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ, જે તમારે આજે જ અજમાવવી જોઈએ

જાન્યુઆરીના મહિનાને 'ઓટમીલ મહિના' તરીકે ઉજવવામાં આવે છે. ઓટમીલ એ પોષક તત્વોથી સમૃદ્ધ આખા અનાજ – ઓટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે. તે દળેલાં, સ્ટીલ-બ્લેડથી કાપેલા અથવા ફાડિયા કરેલા ઓટ્સમાંથી બનાવવામાં આવે છે.

ઓટમીલના સ્વાસ્થ્ય સંબંધિત લાભો:

  • સોડિયમની ઉચ્ચ માત્રા
  • ખરાબ કોલેસ્ટ્રોલને રોકવા માટે ઉપયોગી
  • ફાઇબરની ઉચ્ચ માત્રા
  • બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદકર્તા
  • વજન ઘટાડવામાં ઉપયોગી
  • એન્ટીઑકિસડન્ટ તત્વોથી ભરપૂર
ઓટમીલ એ બાળકો તેમજ વયસ્કો માટે નાસ્તામાં સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પોમાંથી એક છે. પ્રસ્તુત છે ઓટમીલની બનાવવામાં સરળ એવી 5 સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ, જે તમને રુચિકર સ્વાદ આપે અને તમારા દિવસની સ્વાસ્થ્યવર્ધક શરૂઆત કરાવે. આ સૂચિમાં સરપ્રાઇઝ તરીકે ભારતીયતાની છાંટ ઉમેરેલ છે જેની સાથે તમે સરળતાથી જોડાઈ શકો છો.

ઓટમીલની સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ::

1. ઓટમીલ ઉપમા – આ નાસ્તા માટે બનવામાં ઝડપી, સ્વાસ્થ્યપ્રદ અને પેટ ભરાય એવી વાનગી છે.

સામગ્રી: તમારે આ સ્વાદિષ્ટ ડિશ બનાવવા જરૂરી છે –

  • ઓટ્સ
  • પાણી
  • તમારી પસંદગીના શાકભાજી
  • વિવિધ પ્રકારની દાળોનું મિશ્રણ
  • તેલ
  • રાઈના દાણા
  • મીઠું

પદ્ધતિ:

  • ઓટ્સને કડક થાય ત્યાં સુધી ધીમા તાપ પર શેકો
  • તાવડીમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને શાકભાજી ઉમેરો
  • એકવાર શાકભાજી રાંધ્યા પછી, શેકેલા ઓટ્સ ઉમેરો
  • તાવડીમાં પાણી રેડો અને તેમાં મીઠું તેમજ હળદર ઉમેરો
  • તાવડીને ઢાંકી દો અને ઓટ્સને રંધાવા દો
2. ઓવરનાઇટ ઓટ્સ – આ વાનગીને માટે કોઈ જ રાંધવાનો સમય જોઈતો નથી અને તે લગભગ 5 મિનિટમાં તૈયાર થઈ શકે છે.

સામગ્રી:

  • ઓટ્સ
  • દૂધ
  • ફળો
  • સૂકો મેવો

રીત: રાત્રે દૂધમાં ઓટ્સ પલાળો અને તે મિશ્રણને રાતભર ફ્રિજમાં મૂકી દો ઓવરનાઇટ. તમે તેમાં વિવિધ ફળો અને સૂકા મેવાં ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર બનાવી શકો છો.

3. વેજીટેબલ ઓટ્સ પોરિજ – આ શુગર-ફ્રી પોરિજ વાનગી બનાવવામાં ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને વિટામિન તેમજ ખનિજ તત્વોથી ભરપૂર છે.

સામગ્રી:

  • શાકભાજી જેમ કે કાપેલા ગાજર, લીલાં વટાણા અને ધાણાં
  • ઓટ્સ
  • પાણી
  • મીઠું
  • કાળામરી

પદ્ધતિ:

  • ઓટ્સને કડક થાય ત્યાં સુધી પ્રેશર કૂકરમાં શેકો
  • શેકેલા ઓટ્સમાં શાકભાજી ઉમેરો
  • પાણી રેડો અને મીઠું અને કાળા મરી ઉમેરો
  • ઢાંકણું બંધ કરો અને 1-2 સીટી વાગે ત્યાં સુધી આ મિશ્રણને પ્રેશર કૂકરમાં રાંધો
  • એકવાર કૂકરનું ઢાંકણું ખોલ્યા પછી, તમારી પસંદગીના મરી-મસાલાઓ સાથે પોરિજને પીરસો
4. ઓટમીલ પૅનકેક – આ ખૂબ જ સામાન્ય વાનગી છે અને બાળકોની હર-હંમેશ મનપસંદ વાનગી છે.

સામગ્રી:

  • ઓટ્સ
  • બેકિંગ પાવડર
  • મીઠું
  • ઈંડા
  • માખણ
  • દૂધ
  • શુગર

પદ્ધતિ:

  • બ્લેન્ડરમાં ઓટ્સને દળીને બારીક પાવડર બનાવો
  • બેકિંગ પાવડર અને ચપટી ભરીને મીઠું આ બારીક પાવડરમાં ઉમેરો અને સારી રીતે મિશ્રણ તૈયાર કરો
  • એક અલગ વાટકામાં લીલી સામગ્રીને એકસાથે મિશ્રિત કરો – ઈંડા, માખણ, દૂધ અને સાકર
  • આ લીલી સામગ્રીમાં આ બારીક પાવડર ઉમેરો અને જાડું ખીરું તૈયાર કરો
  • આ ખીરાનો નાનો ભાગ એક તેલવાળા ગરમ તવા પર રેડો અને બંને બાજુએ તેને રાંધી લો
તમે આ પૅનકેકને તમારી પસંદગીના ટોપિંગ/ચટણી સાથે પીરસી શકો છો. 5. ઓટ્સ ચેવડો – સાંજે ખાવા માટે આ એક સરસ નાસ્તો છે અને તમારી સાંજની ચા સાથે સારો લાગશે. તેની વાનગી બનાવવાની રીત ખૂબ સરળ છે અને આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી:

  • ઓટ્સ
  • મકાઈ પૌઆ
  • શીંગદાણા
  • કઢી પત્તા
  • લીલા મરચાં
  • શેકેલા ચણા
  • નારિયેળ
  • હળદર
  • મીઠું
  • રસોઈનું તેલ

પદ્ધતિ:

  • ઓટ્સ અને મકાઈ પૌઆને અલગ અલગ શેકી લો
  • તાવડીમાં તેલ ગરમ કરો
  • કોપરું, શેકેલા ચણા, કઢી પત્તા, મરચાં અને મસાલા ઉમેરો
  • ઓટ્સ અને મકાઈ પૌઆનું મિશ્રણ ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો
  • મીઠું ઉમેરો અને સ્ટોવ બંધ કરો
આ સામાન્ય વાનગી તરત જ ખાઈ શકાય છે અથવા તેને ડબ્બામાં ભરી રાખો અને તેને આગલું 2-3 અઠવાડિયા સુધી ખાઈ શકાશે. અમે આશા રાખીએ છીએ કે તમે આ વાનગીઓનો આનંદ માણો અને પોતાના સ્વાસ્થ્યપ્રદ ખોરાકમાં વધારો કરો. કૃપા કરીને નીચે આપેલ કમેન્ટ સેક્શનમાં અમારી સાથે વધુ વાનગીઓ શેર કરો. તમે પણ આ વાનગીઓ બનાવી જુઓ અને તમારી સ્વાદિષ્ટ ડિશનો આનંદ માણતા તમારા મિત્રો અને પરિવારના ખુશહાલ ચહેરા સાથે તમારા અને ડિશના ફોટા શેર કરો. સ્વાસ્થ્ય એ સંપત્તિ છે અને પાછળથી પીડાવાને બદલે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી વધુ સારી છે. તમારા સ્વાસ્થ્યમાં ઇન્વેસ્ટ કરવાની એક સરળ રીત છે કે તમે ખરીદો એક મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી, જે મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં તમારી આર્થિક સંભાળ લઈ શકે. તમે બજાજ આલિયાન્ઝ દ્વારા પ્રદાન કરવામાં આવતા વિવિધ પ્રકારના મેડિકલ ઇન્શ્યોરન્સ તપાસી શકો છો અને તમારા પરિવારની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે ખરીદી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે