જોકે ભારતમાં હેલ્થ કેરનો ખર્ચ અસાધારણ રીતે વધી રહ્યો છે, પરંતુ લોકો હજુ પણ પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ખરીદવા બાબતે અસમંજસમાં હોય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક લેખ મુજબ, લગભગ 21.6 કરોડ લોકો જ હેલ્થ ઇન્શ્યોરન્સથી કવર કરવામાં આવે છે, જે ભારતની કુલ વસ્તીના પાંચમા ભાગ કરતાં પણ ઓછા છે.
આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ 5 એવાં બહાનાં અંગે, જે મોટાભાગના લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ ન કરવા માટે જણાવે છે.
I હું સ્વસ્થ છું અને હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર નથી
બની શકે છે કે અત્યારે તમે સ્વસ્થ છો. પરંતુ આખરે તો તમે પણ માણસ છો. લોકો બીમાર પડે છે અને મેડિકલ સહાયની જરૂર પડે છે. એટલે જ યોગ્ય એ રહેશે કે તમે તમારી જાણકારી વધારો હેલ્થ ઇન્શ્યોરન્સનો અર્થ સમજો અને જરૂરિયાતના સમયે પોતાની જાતને આર્થિક નુકસાનથી બચાવવા માટે કવર લેવાનો વિકલ્પ પસંદ કરો.
દવાઓ હેલ્થ ઇન્શ્યોરન્સ કરતાં સસ્તી છે
તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ ન કરીને થોડા પૈસા બચાવી શકો છો પરંતુ નોંધ કરો કે મેડિકલ ઇન્ફ્લેશન અન્ડર ઍસ્ટિમેટેડ ન હોવું જોઈએ. અહેવાલો અનુસાર, ભારત બે આંકડાના મોંઘવારી દરમાંથી પસાર થઇ રહ્યું છે, જેનો અર્થ છે હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી> ખર્ચ વધી રહ્યા છે અને ભવિષ્યમાં ખૂબ જ બોજરૂપ સાબિત થઈ શકે છે. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે કેટલીકવાર અમુક સ્વાસ્થ્યની સ્થિતિને કારણે તબીબી ખર્ચાઓ થઈ શકે છે જે દવાઓ પર ખર્ચવામાં આવતા સામાન્ય ખર્ચ કરતાં વધી જાય છે. આ સમયે જ્યારે માત્ર દવાઓ પૂરતી નથી, ત્યારે તમારા માટે જરૂરી છે હેલ્થ ઇન્શ્યોરન્સ તમારા તબીબી ખર્ચની કાળજી લે.
મારી પાસે ગ્રુપ મેડિક્લેમ પૉલિસી છે. મને વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની જરૂર નથી
લોકોના મનમાં એવી પૂર્વધારણા હોય છે કે ગ્રુપ મેડિકલ પૉલિસીઓ પૂરતી છે. જો કે, તેઓ ભૂલી જાય છે કે આજના સમયમાં નોકરીની સુરક્ષા આપવામાં આવતી નથી. જો તમે તમારી કંપનીને બદલવાની યોજના બનાવો છો તો શું થશે? તમારે શા માટે થોડા સમય માટે પણ ઇન્શ્યોરન્સ વગર રહેવું જોઈએ? અચાનક ક્યારે મેડિકલ ઇમરજન્સી આવી શકે છે, તે તમે ક્યારેય જાણતા નથી. આને સમજવું મહત્વપૂર્ણ છે મેડિક્લેમ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત અને ગ્રુપ પ્લાન સાથે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લો.
મારી પાસે સમય નથી
આપણામાંથી દરેક વ્યક્તિ પોતાના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. આ સતત સંઘર્ષ આપણને કે આપણા સ્વાસ્થ્યને કોઇ વધારાનો સમય આપતો નથી. આળસના કારણે આપણે આપણા સ્વાસ્થ્યને અવગણીએ છીએ. સતત અતિવ્યસ્ત જીવનશૈલીની સાથે કઇ બીમારીઓ પણ આવે છે એ આપણે ભૂલી જઇએ છીએ. આમ કોઇપણ અણધારી સ્થિતિમાં પોતાને સુરક્ષિત કરવા માટે આપણી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જોઇએ.
મને કોઈ રિટર્ન મળશે નહીં
મોટાભાગના લોકો હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં બે વાર વિચારે છે કારણ કે તેઓ માને છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં કોઈ રિટર્ન નથી. જોકે કેટલીક પૉલિસીઓ જો પૉલિસીની મુદત દરમિયાન ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ક્લેઇમ ન કરે તો નો ક્લેઇમ બોનસ ઑફર કરે છે. જો કે, આ પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા માટેની પ્રેરણા ન હોવી જોઈએ. રિટર્ન મેળવવા કરતાં હેલ્થ વધુ મહત્વપૂર્ણ છે.
આમ જો તમને ભવિષ્યમાં કેટલીક તબીબી સમસ્યાઓનો સામનો કરવો પડે તો હેલ્થ ઇન્શ્યોરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કૃપા કરીને આ બહાનાઓ કરશો નહીં અને તરત જ હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવો! ઉપલબ્ધ શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જુઓ.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.