મચ્છરો એવા નાના કીટ છે જેને કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો થાય છે અને ફેલાય છે. આ સાથે લોકોને સંક્રમિત કરવા ઉપરાંત
જોખમી રોગો, મચ્છરો પણ એક ઉપદ્રવકારક છે અને દર વર્ષે, વિશ્વભરમાં લગભગ 1 મિલિયન લોકોના મૃત્યુ માટે જવાબદાર બને છે. મચ્છરો બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે, જે સામાન્ય રીતે ઘર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સ્થિર પાણી તેમના માટે તેમના ઈંડા મૂકવા અને સેવવા માટેનું સુવિધાજનક માધ્યમ છે. ઉભરાતી ગટરો, ટિનના ડબ્બાઓ, ડોલ, ઉપયોગમાં ન લેવાતા ટાયર્સ વગેરે આ ભયાનક કીટકો માટે ઈંડા મૂકવા માટેની સૌથી સામાન્ય જગ્યાઓ છે. મચ્છરોને મારવા માટે બજારમાં ઘણા સ્પ્રે અને કૉઇલ ઉપલબ્ધ છે, પરંતુ આ કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલ પદાર્થોમાં રહેલા રસાયણો તમારા સ્વાસ્થ્ય પર અનપેક્ષિત આડ-અસર અને એલર્જી કરી શકે છે. અહીં જણાવેલ 5 કુદરતી રીતો તમને તમારા ઘરમાંથી આ રોગજન્ય જંતુઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
- કપૂર – કપૂર, સામાન્ય રીતે કર્પૂર તરીકે ઓળખાય છે, તેનો વ્યાપક ઉપયોગ અસંખ્ય હિન્દુ ધાર્મિક સમારોહમાં કરવામાં આવે છે. તે મોટાભાગના ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમારા ઘરમાં કપૂરનો ધૂમાડો કરીને લગભગ અડધા કલાક માટે દરવાજા બંધ રાખો. 30 મિનિટ પછી તમને જમીન પર મરેલા મચ્છરો જોવા મળશે અને તમારા ઘરમાં કપૂરની સુગંધ ફેલાઈ જશે.
- રોઝમેરી – રોઝમેરી એક સુગંધિત ઔષધિ છે, જે સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં જોવા મળે છે. આ ઔષધિના પાંદડાનો ઉપયોગ રસોઈના હેતુ માટે કરવામાં આવે છે, ત્યારે તેને દાંડીનો ધુમાડો કરીને મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. મચ્છરોથી છુટકારો મેળવવા અને તમારા ભોજનમાં એક સ્વાદ ઉમેરવા પણ તમે આ ઔષધિ તમારા ઘરમાં નાના કૂંડામાં ઉગાડી શકો છો.
- લસણ – લસણ એ રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતા સૌથી સામાન્ય ઘટકમાંથી એક છે અને દૈનિક ઉપયોગ માટે મોટાભાગના રસોડાઓમાં તે ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ વિવિધ ખાદ્ય વસ્તુઓમાં રસોઈ અને વિશિષ્ટ સ્વાદ ઉમેરવા માટે કરવામાં આવે છે. રસોઈમાં તેના ઉપયોગની સાથે સાથે તેનો મચ્છરોને મારવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. લસણની કેટલીક કળીઓને વાટીને, તેને પાણીમાં ઉમેરીને થોડી મિનિટો માટે ઉકાળો. આ લસણનું પાણી ઠંડું થયા પછી, તેને એક બોટલમાં ભરો અને મચ્છરોને મારવા માટે તેને રૂમમાં સ્પ્રે કરો.
- દળેલી કૉફી – તમે તમારા ઘરની નજીક જમા થયેલા પાણીમાં થોડી દળેલી કૉફી નાંખી શકો છો. આમ કરવાથી મચ્છરો અને તેમના લાર્વાને મળતો ઑક્સિજનનો પુરવઠો ઓછો થાય છે, અને અંતે તેમનો નાશ કરે છે.
- બેસિલ અથવા તુલસી – તુલસી એક સુગંધિત છોડ છે, જે શ્રેષ્ઠ ઔષધીય મૂલ્યો ધરાવે છે. સામાન્ય રીતે ભારતમાં લોકોના ઘરમાં આ છોડ જોવા મળે છે, કારણ કે તેનું ધાર્મિક મહત્વ પણ છે. એમ માનવામાં આવે છે કે તેમાંથી આવતી ગંધથી મચ્છરો દૂર ભાગે છે. આમ, રોગોને વાહક એવા આ નાના કીટકોને દૂર કરવાની સૌથી અસરકારક અને કુદરતી રીતોમાંથી એક છે.
અમે આશા રાખીએ છીએ કે તમે મચ્છરોને ભગાડવા અને મારવા માટે આ કુદરતી, ઘરેલું ઉપાયોને લાગુ કરીને સ્વાસ્થ્ય સામે ઊભા થતાં જોખમોથી બચી શકો છો. તણાવમુક્ત રીતે અને શાંત ચિત્તે મેડિકલ સારવાર મેળવવા માટે, તમે
ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે માહિતી મેળવીને યોગ્ય એડ-ઓન કવર સાથે પર્યાપ્ત પોલિસી પસંદ કરી શકો છો.
જવાબ આપો