રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Importance of Health Insurance for Women
4 એપ્રિલ, 2013

દરેક મહિલાએ પૂછવા યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ સંબંધિત 5 પ્રશ્નો

પુરુષો પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર સભ્ય હોવાના દિવસો ક્યારના ય ગયા. આજે, મહિલાઓ માત્ર ઘરની આવકમાં જ ફાળો આપે છે એવું નથી, કેટલાક કિસ્સાઓમાં તેઓ એકમાત્ર કમાણી કરનાર સભ્ય પણ હોય છે. જો કોઈ મહિલા ગૃહિણી હોય, તો પણ તેમનું બીમાર પડવું ખરેખર કુટુંબની આર્થિક સ્થિતિને અસ્વસ્થ કરી શકે છે. આમ, દરેક મહિલા માટે તેનો પોતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જરૂરી છે. દરેક મહિલાએ પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં 5 મુખ્ય પ્રશ્નો પૂછવા જોઈએ. મને કેટલા કવરની જરૂર છે? સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તમારે કેટલા ઇન્શ્યોરન્સની જરૂર છે. આ નિર્ણય તમારી ઉંમર, તમારા પર નિર્ભર લોકોની સંખ્યા તેમજ તમે જે શહેરમાં રહો છો તે શહેરમાં મેડિકલ સંભાળના ખર્ચ પર આધારિત હોવો જોઈએ. વધતા જતા મેડિકલ ખર્ચ સાથે, આ જરૂરિયાતોને પર્યાપ્ત રીતે સમર્થન આપતું કવર પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં, તબીબી ફુગાવાને અનુરૂપ વીમાકૃત રકમને દર વર્ષે 10-15 ટકા સુધી વધારવાની સલાહ આપવામાં આવે છે. પૉલિસી કવરમાં શું હોવું જોઈએ? આદર્શ રીતે, મહિલાઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા તમારા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ કવર થવા જોઈએ અને તમારે એવા પ્લાન જોવા જોઈએ કે જે તમારી ચોક્કસ બીમારીઓને પણ કવર કરે. આજે ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ મહિલાઓ માટેની વિશિષ્ટ બીમારીઓ જેમ કે પ્રજનન તંત્રના કેન્સર, ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓ વગેરેને સમાવિષ્ટ કરતા કવર ઑફર કરે છે. પ્રસૂતિ અને નવજાત બાળકો માટેના કવર પણ સામાન્ય બની રહ્યા છે. મોટેભાગે નિયોક્તાઓ દ્વારા પ્રસૂતિ લાભો કવર કરવામાં આવતા હોતા નથી, ત્યારે આવો કોઈ પ્લાન પસંદ કરવો એ સારો વિચાર છે. જો તમે સમય જતા નોકરી છોડવાનું કે બદલવાનો નિર્ણય લો, ત્યારે આ મદદે આવશે. હેલ્થ કવર અને ક્રિટિકલ ઇલનેસ કવર બંને રાખવું જરૂરી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, 30 વર્ષની મહિલા માટે ₹2 લાખની વીમાકૃત રકમના બજાજ આલિયાન્ઝના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે વાર્ષિક ₹3,283 નો ખર્ચ થશે, અને એટલી જ વીમાકૃત રકમનો મહિલા-વિશિષ્ટ ક્રિટિકલ ઇલનેસ પ્લાન ₹1,719 સુધીમાં આવશે. શું તેમાં મહિલાઓ માટે કોઈ વિશિષ્ટ લાભ છે? ચોક્કસ બીમારીઓને કવર કરવા ઉપરાંત, કેટલીક પ્રૉડક્ટ મહિલાઓ માટે અતિરિક્ત કસ્ટમાઇઝ્ડ લાભો પણ પ્રદાન કરે છે. આમાં જોબ ગુમાવવા સામે બોનસ તેમજ બાળકોના શિક્ષણ માટેના બોનસનો સમાવેશ થાય છે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ એક અથવા વધુ બાળકોના શિક્ષણ માટે ₹ 25,000 સુધી ઑફર કરે છે. આ રકમ ભવિષ્યમાં તેમના શિક્ષણના ખર્ચમાં કામ લાગી શકે છે અને રાહત આપી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે કામકાજી મહિલાની આવક થોડા સમય માટે અટકે કે તે સદંતર બંધ થઈ જાય. જો ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિ ગંભીર બીમારીના નિદાન થવાના થોડા મહિનાની અંદર પોતાની નોકરી ગુમાવે, તો તે આ રોજગાર ગુમાવવા બદલ ચોક્કસ રકમ મેળવવા પણ પાત્ર રહેશે. જો કે, રોજગારમાંથી અપાયેલ સ્વૈચ્છિક રાજીનામું, સામાન્ય રીતે આ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી. શું મને કોઈ ટૅક્સ લાભ મળશે? એક કામકાજી મહિલા તરીકે, ટૅક્સમાં બચત તમારી હાથવગી આવકને વધારવામાં મદદ કરે છે. વર્તમાન ટૅક્સ કાયદા અનુસાર, હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ પર ટૅક્સમાં ઇન્કમ ટૅક્સ ઍક્ટની સેક્શન 80D હેઠળ કપાત મળવા પાત્ર છે. હું મારી ઇન્શ્યોરન્સ કંપનીને કેવી રીતે પસંદ કરું? તમારી ઇન્શ્યોરન્સ કંપનીને પસંદ કરતી વખતે, તમારે ધ્યાનમાં લેવા જેવા કેટલાક મુખ્ય પાસાઓ છે. હૉસ્પિટલોનું નેટવર્ક: ઇન્શ્યોરન્સ કંપનીની હૉસ્પિટલોના નેટવર્ક પર નજર કરી લો, જેનાથી તમે તમારા શહેરમાં, અને કદાચ તમારા ઘરની નજીક શ્રેષ્ઠ સારવાર મેળવી શકો. નેટવર્ક હૉસ્પિટલોમાં ઑફર કરવામાં આવતા કૅશલેસ ક્લેઇમની સુવિધા એક એવો લાભ છે જે ઘણા સ્વરૂપોમાં બચત કરાવી શકે છે. ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ અને આર્થિક સ્થિતિ: ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ ધરાવતી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવાથી, લાભો વધુ સરળતાથી મેળવી શકાય છે. છેલ્લે, તમે ઇન્શ્યોરન્સ કંપનીની આર્થિક સ્થિતિ અને ક્લેઇમની ચુકવણી કરવાની તેમની ક્ષમતાને પણ ધ્યાનમાં લઈ શકો છો. જોકે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં હજી સુધી મહિલાઓ માટે વિશિષ્ટ પ્રીમિયમ અને પ્રૉડક્ટમાં સુવિધાઓ ઉપલબ્ધ નથી, પરંતુ તે ટૂંક સમયમાં જ સામાન્ય ચલણ બની શકે છે. મહિલાઓને હૃદય અને અન્ય બીમારીઓ થવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે જે તેમની તરફેણમાં જઈ શકે છે, ખાસ કરીને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના સંદર્ભમાં આ કામ કરી શકે છે. ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ કામકાજી મહિલાઓ માટે તરત જ ઇન્શ્યોરન્સ મેળવવા માટે એક સરળ અને સુવિધાજનક વિકલ્પ છે. તમે કોની રાહ જોઈ રહ્યા છો? હમણાં ખરીદો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે