દિવાળી નજીક છે ત્યારે, હવામાંથી આપણી મનપસંદ મીઠાઈઓની સુગંધ આવવા માંડે છે અને બજારો ફટાકડા, રંગબેરંગી લાઈટો, ફાનસ અને દીવાઓથી ભરાઈ જાય છે. જો કે, ઘણા લોકોને દિવાળી પછીની સમસ્યાઓ જેવી કે દાજી જવું, વજન વધવું વગેરેનો સામનો કરવો પડે છે. તમે કોઈપણ ખરાબ અસર વિના દિવાળી ઉત્સાહપૂર્વક ઉજવી શકો તે માટે અહીં 5 ટિપ્સ આપવામાં આવી છે.
1. ફર્સ્ટ એઇડ કિટ હાથવગી રાખો
દરેક જગ્યાએ ફટાકડા અને આતશબાજીને કારણે કોઈને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ ઘણી વધારે હોય છે. તેથી ફર્સ્ટ એઇડ કિટ હાથવગી રાખવાની ભલામણ કરવામાં આવે છે જેમાં ક્રીમ, આઇ ડ્રૉપ અને ઇનહેલર હોય છે જે કોઈપણ ઘટનાના કિસ્સામાં કોઈપણ મોટી જટિલતાઓને રોકવા માટે તૈયાર છે.
2. પોતાની પાસે અગ્નિશામક ઉપકરણ રાખો
આપણે બધા દિવાળીના સમયે થતી અકસ્માતોની સંખ્યા વિશે જાણીએ છીએ. તથી તમે જ્યાં ફટાકડા ફોડતા હોવ ત્યાં નજીકમાં અગ્નિશામક ઉપકરણ રાખવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, અણધારી આગની ઘટના માટે પાણી અને રેતી હાથ વગી રાખો.
3. સતત પાણી પીતા રહો
દિવાળીના સમયે સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થોના પ્રલોભનને ધ્યાનમાં રાખીને, આરોગ્ય સમસ્યાઓને ટાળવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવું એ એક અસરકારક પદ્ધતિ છે. તે તમારા શરીરમાંથી નકામા પદાર્થોને સાફ કરશે એટલું જ નહીં પરંતુ તમારી ભૂખને પણ સંતોષશે.
4. પોષ્ટિક ખોરાક
આ દિવાળીમાં તમારા આહારમાં ઘટાડો કરશો નહીં! ઘીથી ભરપૂર વાનગીઓ અને મીઠાઈઓ ખાવાને બદલે, ખીર અને શ્રીખંડ જેવી ઘરે બનાવેલી મીઠાઈઓ પસંદ કરો. તમે તંદુરસ્ત આહાર માટે કિસમિસ, બદામ, કાજુ અને ખજૂર જેવા સૂકા મેવા પણ લઈ શકો છો.
5. અન્ય પ્રત્યે સંવેદનશીલ રહો
જ્યારે કોઈ તમને તમારા મનપસંદ ઉત્સવનો આનંદ માણવાથી રોકી રહ્યું નથી, ત્યારે તમારે પૂરતા જવાબદાર રહેવું જોઈએ. ખૂબ અવાજ કરતા હોય તેવા ફટાકડા ન ફોડવા એ સંવેદનશીલ બનવા તરફનું પ્રથમ પગલું છે કારણ કે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ દરેક માટે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને પાલતુ પ્રાણીઓ માટે હાનિકારક હોઈ શકે છે.
આ સરળ ટિપ્સ અનુસરો અને આનંદ અને ઉલ્લાસ સાથે દિવાળી ઉજવો. અમે તમને આગ્રહ કરીએ છીએ કે મૌજ-મજા માણતી વખતે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. સાથે જ તમારા અને તમારા પ્રિયજનો માટે સૌથી યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ લઈને ચિંતામુક્ત દિવાળીનો આનંદ માણો.
બજાજ આલિયાન્ઝ તમને ખૂબ જ ખુશીદાયક, સુરક્ષિત અને તંદુરસ્ત દિવાળીની શુભકામના આપે છે!
Nice Article and very nice blog.
Great one. Really awesome and necessary tips for safe Diwali. Happy about reading this wonderful post about safety.