રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How to not get your health insurance claim rejected?
22 ઑગસ્ટ, 2016

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવાનું કેવી રીતે ટાળવું?

આપણે બધાએ નકારવામાં આવેલા હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ વિશે ભયજનક વાર્તાઓ સાંભળી છે. આ વાર્તાઓ આપણા મનમાં ભય ઉત્પન્ન કરે છે. જો આપણે સર્જરી કરવાની જરૂર હોય અને આપણી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની આપણા ક્લેઇમને નકારે તો શું થશે? અથવા તેથી પણ વધુ ખરાબ, જો આપણા પરિવારના સભ્યોને મેડિકલ કેરની જરૂર પડે અને આપણે ક્લેઇમ કરીએ અને તે નકારવામાં આવે તો શું થાય?

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમના અસ્વીકારને ટાળવા માટેની 5 સરળ રીતો.

આ દુઃસ્વપ્નોને ટાળવા માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનો અસ્વીકાર થવાનું ટાળવા માટેની 5 સરળ રીતો અહીં આપેલ છે.

1. તમારી પૉલિસી જાણો

મોટાભાગના કિસ્સાઓમાં, ગ્રાહકો પૉલિસીના સમાવેશ અને બાકાત વિશે જાણતા નથી અને આમ કવરેજને સમજવામાં નિષ્ફળ થાય છે. પૉલિસી વિશિષ્ટ શબ્દોથી બનેલી હોય છે જેમ કે વેટિંગ પીરિયડ, કોઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સંબંધિત અન્ય વ્યાખ્યાઓ. તેથી જ હંમેશા સલાહ આપવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ સમય લેવો જોઈએ અને પૉલિસીના નિયમો અને શરતોને સંપૂર્ણપણે વાંચવા જોઈએ. ગ્રાહકે આ કામ લુક-ઇન પિરિયડમાં આ કરવું જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે પૉલિસી તેની અપેક્ષાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરે. ગ્રાહકે નિઃસંકોચપણે ઇન્શ્યોરન્સ કંપનીની ગ્રાહક સેવાનો સંપર્ક કરી શંકાઓનું સમાધાન કરવું જોઈએ.

2. તમારું પોતાનું પ્રપોઝલ ફોર્મ ભરો

લોકો કેટલીકવાર આળસુ હોય છે અને વિગતો ભરવા માટે તેમના પ્રપોઝલ ફોર્મ બીજા કોઈને આપી દે છે. આ બાબત ફોર્મમાં વિસંગતિઓ સર્જી શકે છે અને ક્લેઇમ અસ્વીકારનું કારણ બની શકે છે. તમારે તેને ઇન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરતા પહેલાં ફોર્મમાં ઉલ્લેખિત વિગતોની ચકાસણી પણ કરવી જોઈએ.

3. ઇન્શ્યોરરને સચોટ માહિતી જાહેર કરો

તમારે હંમેશા તમારી ઉંમર, વ્યવસાય, આવક અને તબીબી ઇતિહાસ વિશે સચોટ માહિતી પ્રદાન કરવી જોઈએ અગાઉથી હોય તેવા રોગ વગેરે, કારણ કે દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને પૉલિસીધારક દ્વારા પ્રદાન કરેલી માહિતી મુજબ વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માહિતી જાહેર ન કરવાને કારણે અથવા માહિતીની ખોટી વ્યાખ્યાને કારણે નકારવામાં આવે છે. તેથી ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન ભવિષ્યમાં કોઈપણ અવરોધને ટાળવા માટે સચોટ અને સાચી માહિતી પ્રદાન કરવી આવશ્યક છે.

4. ઍડ-ઑન કવર પસંદ કરો

માત્ર મૂળભૂત કવર પસંદ કરીને થોડા પૈસાની બચત થાય એ વિશે વિચારશો નહીં. ઍડ-ઑન કવર તમને મૂળભૂત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજથી આગળ વધી અતિરિક્ત લાભોનું વચન આપે છે. ફિઝિયોથેરેપી ખર્ચ, કોઈ ડે કેરની પ્રક્રિયાઓ અને એર એમ્બ્યુલન્સ માટેના ખર્ચ કેટલાક ઍડ-ઑન કવર છે.

5. તમારી સારવાર માટે નેટવર્ક હૉસ્પિટલો પસંદ કરો

ઇન્શ્યોરન્સ કંપનીઓ ઘણી હૉસ્પિટલો સાથે ભાગીદારી કરે છે, જેથી ઇન્શ્યોરન્સ લેનારને સુવિધાજનક ચુકવણી વિકલ્પો પ્રદાન કરી શકાય આવા પ્લાનને કહેવાય છે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. જરૂરી ન હોય ત્યાં સુધી, તમારે હંમેશા નેટવર્ક હૉસ્પિટલની સેવાઓનો લાભ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ જેણે તમારી ઇન્શ્યોરન્સ કંપનીએ સાથે જોડાણ કરેલ છે. આ ક્લેઇમની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરશે અને ક્લેઇમ નકારવાની શક્યતાઓને નોંધપાત્ર રીતે ઘટાડશે.

ક્લેઇમ સેટલમેન્ટ એ એક મુખ્ય પાસું છે જે કોઈ વ્યક્તિ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે જુએ છે અને અમે તમારામાંથી દરેકને ઝંઝટમુક્ત ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ! તો એક નજર કરો અને તમારા માટે છે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ!

  *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ સોલિસિટેશનનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે