અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How to stay cool & healthy this summer?
4 મે, 2018

આ ઉનાળામાં ઠંડક મેળવવાની 5 ટિપ્સ

ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચની આસપાસ શરૂ થાય છે અને જૂન સુધી ચાલે છે. ઉનાળો એ ભારતમાં સૌથી મુશ્કેલ ઋતુ છે કારણ કે તાપમાન 40 સુધી પહોંચે છે અને તેને પણ પાર કરે છે. આ અસહ્ય ગરમીને કારણે ઘણી ઉનાળું બીમારીઓ જેમ કે - લૂ લાગવી, તડકાને લીધે માથું દુખવું, નસકોરી ફૂટવી (નાકમાંથી લોહી નીકળવું), શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું, મચ્છરોથી થતા રોગો વગેરે થાય છે. ખરેખર તેનો કોઈ ઉકેલ નથી પરંતુ આપણે ગરમી અને તેના પરિણામોથી પોતાને મહદ્અંશે અપ્રભાવિત રાખવા માટે માત્ર નિવારક પગલાં જ લઈ શકીએ છીએ. પોતાને સ્વસ્થ અને કાર્યરત રાખવાની કેટલીક રીતો અહીં આપેલ છે:
  1. કપડાં –
આછા રંગના ખુલતા કપડાં પહેરો, ઘેરા રંગના સિન્થેટિક કપડાં ટાળો. બહાર જતી વખતે સનગ્લાસ પહેરો અને હંમેશા સનસ્ક્રીન ટ્યૂબ સાથે રાખો.
  1. હળવો ખોરાક લો –
તમારા આહારમાં ભરપૂર ફળ અને શાકભાજીનો સમાવેશ કરો, પાણીનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક જેમ કે કાકડી અને તડબૂચ ખાઓ. લીલા પાંદડાવાળા શાકભાજી, પીળા અને નારંગી રંગના ફળો અને શાકભાજી, આખું ધાન્ય, કઠોળ, દાણા અને બીજ જેમ કે બદામ, કોળું અને મેથી પુષ્કળ પ્રમાણમાં ખાવાથી તમારું શરીર ઠંડું રહે છે અને ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહે છે. મસાલેદાર ખોરાકથી દૂર રહો.
  1. સતત પાણી પીતા રહો –
ભરપૂર પાણી પીઓ, તરસ લાગે તે પહેલાં જ પાણી પીઓ. દિવસભર પુષ્કળ પ્રવાહી પીવાથી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત રહે છે. છાશ અને લીલું નારિયેળ પણ તંદુરસ્ત વિકલ્પો છે. વધુ પડતી ખાંડ અને કેલરી ધરાવતા કોલા અને પૅકેજમાં મળતા જ્યૂસને ટાળો.
  1. કસરત કરો –
ઉનાળા દરમિયાન કસરત કરવી આસાન હોતી નથી, પરંતુ તેને લીધે સ્ટેમિના જળવાઈ રહે છે. સખત તડકામાં કસરત કરશો નહીં, વહેલી સવારે, મોડી સાંજે અથવા મકાનની અંદર કસરત કરો.
  1. ઘરમાં રહો –
જરૂરી ન હોય ત્યાં સુધી, સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યાની વચ્ચે બહાર નીકળવાનું ટાળો. ઘરમાં અથવા તમારી ઑફિસમાં રહો, વારંવાર બહાર નીકળવું અને એસીમાંથી એસી વગરના વાતાવરણમાં જવું એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઉનાળામાં લાંબા દિવસો, સુંદર ફૂલો અને સાંજે પવનની લહેરખીઓ સાથે સાથે તેની પોતાની ખામીઓ છે, જેને આપણે ટાળી શકતા નથી, તેથી આપણે આપણા સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવાની અને ગરમીમાં આપણા કાર્યો અટકી ના જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. અહીં સૂચિબદ્ધ પગલાંઓ રોકથામ માટે છે અને જો પરિસ્થિતિઓ તમને અનુકૂળ ન રહે તો પોતાનો ઇન્શ્યોરન્સ મેળવવો એ રોકથામનો એક ભાગ છે. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે આપણી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જ છે ,જે આપણને હૉસ્પિટલના બિલના નાણાંકીય બોજમાંથી બચાવે છે. ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે વધુ જાણવા માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!