હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા સાથે સંકળાયેલી એક સામાન્ય ખોટી ધારણા એ છે કે જો તમે ધુમ્રપાન કરો છો અથવા તમાકુનું સેવન કરો છો, તો ઇન્શ્યોરર દ્વારા હેલ્થ કવરેજ આપવામાં આવતું નથી. જો કે, આ સાચું નથી. ભારતમાં એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે જે લાગુ પડતા અન્ય નિયમો અને શરતો સાથે તુલનાત્મક રીતે વધુ પ્રીમિયમ પર હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ઑફર કરે છે. એ કદાપિ ભૂલવું જોઈએ નહીં કે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધુમ્રપાન અન્ય શારીરિક તકલીફો તરફ દોરી જઇ શકે છે, પરિણામે સારવારનો તથા અન્ય ખર્ચ થાય છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ- ધુમ્રપાન કરનાર અને ધુમ્રપાન નહીં કરનાર
ધુમ્રપાન ન કરનારની તુલનામાં ધુમ્રપાન કરનારને રોગોની સંભાવના વધુ હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સૌને માટે મહત્વપૂર્ણ છે. તેમ છતાં, જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ અથવા તમારા મિત્રો ધુમ્રપાન કરે છે, તો યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવર ખરીદવું મહત્વપૂર્ણ બની જાય છે. એક અન્ય બાબત જે જણાવવી જરૂરી છે તે છે કે ધુમ્રપાનની આદતની અસર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર પણ પડે છે. એમ વિચારો છો કે ધુમ્રપાનને કારણે શા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ ચુકવવું પડે છે? ધુમ્રપાન એ શ્વસનતંત્રની બિમારીઓ, ફેફસાંનું સંક્રમણ, મોઢાનું કેન્સર, ફેફસાંનું કેન્સર અને અન્ય વિવિધ ગંભીર બીમારીઓ થવા પાછળનું મુખ્ય કારણ છે. ઘણી વખત લોકો ખરીદે છે
ક્રિટિકલ ઇલનેસ કવર. આમાંથી કોઈ પણ તકલીફ માટે ઉચ્ચ સારવારની જરૂર પડે છે, જે ખૂબ મોંઘી હોય છે. તેથી, આ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો અર્થ એ છે કે
હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમs. તેથી, ધુમ્રપાન કરનાર વ્યક્તિઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ધુમ્રપાન ન કરનારની તુલનામાં વધુ હોય છે.
શું ધુમ્રપાન કરનારને હેલ્થ ઇન્શ્યોરન્સ મળી શકે છે?
ચાલો એ માન્યતા દૂર કરીએ, કે જો તમે ધુમ્રપાન કરો છો તો ઇન્શ્યોરન્સ કંપનીઓ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરશે નહીં. ધુમ્રપાન કરનાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઉપલબ્ધ છે. દરેક ઇન્શ્યોરરના પોતાના નિયમો અને શરતો હોઇ શકે છે. કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા સમયે ઇન્શ્યોરર દ્વારા તમારી જીવનશૈલીની આદતો વિશે માહિતી મેળવવામાં આવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તમે ધુમ્રપાન કરો છો કે નહીં તે વિશે પ્રશ્ન પૂછે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સમાં ધુમ્રપાન કરનારની વ્યાખ્યા શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો, કોઈપણ સ્વરૂપમાં નિકોટીનનો ઉપયોગ કરતી કોઈપણ વ્યક્તિને ધુમ્રપાન કરનાર વ્યક્તિ માનવામાં આવે છે. તમે ધુમ્રપાન માટે ઇ-સિગારેટ અથવા અન્ય કોઈ વેપોરાઇઝર ફોર્મનો ઉપયોગ કરો છો, તો તમે આ વ્યાખ્યામાં આવો છો. જો તમે ધુમ્રપાન કરો છો, તો એક દિવસમાં કેટલી સિગારેટનું ધુમ્રપાન કરવામાં આવે છે તે વિશે ઇન્શ્યોરર દ્વારા પૂછપરછ કરવામાં આવે છે. નિકોટીનના ઉપયોગને કારણે અત્યારે હોય તેવા શ્વસન તંત્રના અથવા ફેફસાંના કોઈપણ રોગો વિશે પણ ઇન્શ્યોરર પૂછપરછ કરે છે. ઇન્શ્યોરર દ્વારા તમને મેડિકલ સ્ક્રીનિંગ કરાવવાનું પણ કહેવામાં આવી શકે છે. ધુમ્રપાન કરનાર માટે પ્રી-મેડિકલ ચેક-અપ ધુમ્રપાનની ગંભીરતા નક્કી કરવામાં મદદ કરે છે. તે ઇન્શ્યોરન્સ કંપનીને કવરેજ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમામ સાચી માહિતી પ્રદાન કરો. જો તમે કોઈપણ ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી પ્રદાન કરો છો, તો તમને હેલ્થ
ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા દરમિયાન તમારે તેના પરિણામો ભોગવવા પડશે. મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારી ધૂમ્રપાનની સ્થિતિ જાહેર કરો. તમારી જીવનશૈલીની આદતો મહત્વપૂર્ણ છે, જે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
શું મારે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ધુમ્રપાન કરવા વિશે ખોટું જણાવવું જોઈએ?
તો, તમારા ઇન્શ્યોરર સાથે હંમેશા સ્પષ્ટ વાત કરવી યોગ્ય રહેશે. સમયસર યોગ્ય જાણ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને લાંબા સમય સુધી અને કોઈ ઝંઝટ વિના સુરક્ષિત કરી શકો છો.
તમે ધુમ્રપાન કરો છો તેની જાણ ઇન્શ્યોરન્સ કંપની કેવી રીતે થશે?
જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદ્યો હતો ત્યારે તમે ધુમ્રપાન કરતાં નહોતા. પરંતુ સંભવ છે કે તમે હવે ધુમ્રપાન કરો છો. તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે તેવા તમારી જીવનશૈલીમાં કોઈપણ ફેરફાર વિશે ઇન્શ્યોરરને નિયમિતપણે જાણ કરતાં રહો. તમારા ઇન્શ્યોરરને જાણ કરવી કટોકટીના સમયમાં ઝંઝટ મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા માટે ઉપયોગી રહેશે. ધુમ્રપાનના પ્રમાણના આધારે ઇન્શ્યોરર દ્વારા પ્રીમિયમની રકમમાં ફેરફારો કરવામાં આવશે. તમારા વર્તમાન સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે ઇન્શ્યોરર તમને મેડિકલ સ્ક્રીનિંગ કરાવવાનું પણ કહી શકે છે.
ધુમ્રપાન કરનાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને સમજવું
ધુમ્રપાન અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ધુમ્રપાન કરતી કોઈપણ વ્યક્તિ માટે કોઈ વિશેષ પૉલિસી ઉપલબ્ધ નથી, તેમ છતાં પ્રીમિયમમાં તફાવત હોય છે. તેનો આધાર દિવસ દરમિયાન કેટલી વખત ધુમ્રપાન કરવામાં આવે છે તેની પર રહેલો છે. ગણતરી સીધી છે, જો તમે પ્રતિ દિવસ 08 સિગારેટ ધુમ્રપાન કરો છો તો એક દિવસમાં 03 સિગરેટ ધુમ્રપાન કરનાર વ્યક્તિની તુલનામાં પ્રીમિયમ વધુ હશે. લાંબા સમય સુધી ધુમ્રપાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓ, બીમાર પડવાની અને તેવી સંભાવનાઓ વધુ હોય છે.
સંક્ષિપ્તમાં
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન નક્કી કરતા પહેલાં, હેલ્થની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો. જો તમે ધુમ્રપાન કરો છો અથવા ધુમ્રપાન કરનાર કોઈ વ્યક્તિ માટે પ્લાન ખરીદી રહ્યા છો, તો પ્રીમિયમ વધુ રહેશે. તમને ભલામણ કરવામાં આવે છે કે તમે મેળવો એક વ્યાપક
હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ. ધુમ્રપાન કરનાર તેમજ નહીં કરતાં વ્યક્તિઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જેવી ફાઇનાન્શિયલ સુરક્ષા નેટ હોવી જરૂરી છે. પ્રતિકૂળ સંજોગો હંમેશા અચાનક ઉદ્ભવતા હોય છે, તેથી ઉપચાર કરતાં તકલીફ થતાં રોકવી વધુ સારું છે. તણાવ-મુક્ત ભવિષ્ય માટે પોતાને અને પોતાના પ્રિયજનોને સુરક્ષિત કરો. સ્વસ્થ ભવિષ્ય માટે, ધુમ્રપાન છોડો! તમારી તંદુરસ્તી માટે કોઈ પણ સમયે લીધેલું યોગ્ય પગલું મોડું નથી હોતું.
‘ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદી કરતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.’
જવાબ આપો