રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Group Health Insurance Benefits For Employees & Employers
17 ઑગસ્ટ, 2022

કર્મચારીઓ અને એમ્પ્લોયર માટે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો

મહામારીની શરૂઆતથી, હેલ્થ ઇન્શ્યોરન્સ લોકપ્રિય બન્યો છે, જે તેને પહેલેથી મળવી જોઈતી હતી. વધુ લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ કવરના મહત્વને સમજી રહ્યા છે અને તેથી, એક મજબૂત ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયો બનાવી રહ્યા છે. મજબૂત ઇન્શ્યોરન્સ કવરેજ માટે વિવિધ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ખરીદી શકાય છે. આવી જ એક પ્રકારની પૉલિસી જે સામાન્ય રીતે કોર્પોરેટ્સ દ્વારા તેમના કર્મચારીઓને-ગ્રુપને ઑફર કરવામાં આવે છે, તે વિશે માહિતી મેળવીએ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન.

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર શું છે?

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ એક એવી પૉલિસી છે જે વ્યક્તિઓના એક ગ્રુપને સમાન કવરેજ પ્રદાન કરે છે. આ વ્યક્તિઓ કોઈ સંસ્થા સાથે સંકળાયેલી હોય છે, અથવા પ્રોડક્ટ અથવા સર્વિસના સબ્સ્ક્રાઇબર્સ પણ હોય છે, પરંતુ સામાન્ય રીતે કોર્પોરેટ સેટઅપમાં ઑફર કરવામાં આવે છે. નિયમનકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ આ એવા જૂથોની રચના કરવાની જરૂર છે, જે Insurance Regulatory and Development Authority of India (આઇઆરડીએઆઇ). એમ્પ્લોયર દ્વારા તેમના કર્મચારીઓને આવા ઇન્શ્યોરન્સ કવર અતિરિક્ત લાભ તરીકે ઑફર કરવામાં આવે છે જે સંપૂર્ણપણે નિ:શુલ્ક અથવા નજીવા પ્રીમિયમે હોઈ શકે છે. વધુ વિગતો માટે તમે આઇઆરડીએઆઇની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

કર્મચારીઓ માટે ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સના લાભો

આ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સ તબીબી કટોકટીના સમયે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને ફાઇનાન્શિયલ કવચ પ્રદાન કરીને મદદરૂપ સાબિત થાય છે. કર્મચારીઓ માટે ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનના કેટલાક ફાયદાઓ અહીં આપેલ છે:

·        પહેલાંથી હાજર બિમારીઓ માટે કોઈ પ્રતીક્ષા અવધિ નથી

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ દ્વારા સામાન્ય રીતે પહેલાંથી હાજર બિમારીઓને આવરી લેવામાં આવે છે. પરંતુ અહીં એક છૂપી બાબત છે. પ્રીમિયમમાં વધારાનો ખર્ચ ઉમેરીને ચોક્કસ પ્રતીક્ષા અવધિ પછી જ બીમારી આવરી લેવામાં આવે છે. જો કે, જ્યારે ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનની વાત આવે છે, ત્યારે પહેલા જ દિવસથી હાજર કોઈપણ બિમારી માટે કવરેજ પ્રદાન કરે છે. આમ, કર્મચારીએ પહેલેથી હોય તેવી બિમારીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગ્રુપ પૉલિસી હેઠળ તેને આવરી લેવામાં આવે છે. *

·        ક્લેઇમ સેટલમેન્ટમાં પ્રાથમિકતા

ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કરવામાં આવેલા ઇન્શ્યોરન્સ ક્લેઇમ સૌ પ્રથમ સેટલ કરવામાં આવે છે. આમ, કર્મચારી તેમના ક્લેઇમ કોઈ પણ તકલીફ વિના સેટલ કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, આ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ આધારે પણ સેટલ કરવામાં આવે છે. તે મોટાભાગે થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર દ્વારા અથવા સીધા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સંચાલિત કરવામાં આવતા હોવાને કારણે પ્રક્રિયા સરળ અને ઝંઝટ-મુક્ત બને છે. *

·        કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર પ્રસૂતિ કવરેજ

સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રદાન કરે છે પ્રસૂતિ માટે કવરેજ અને બાળજન્મના ખર્ચને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઍડ-ઑન રાઇડર તરીકે ગણવામાં આવે છે. આમ, પૉલિસીધારકે તેને બેઝ હેલ્થ કવર ઉપરાંત અલગથી ખરીદવાનું રહે છે. પરંતુ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સ માટે, મોટાભાગના કિસ્સાઓમાં, આ સુવિધા ઇન્શ્યોરન્સ કવરેજની સાથે આવે છે, જે માતા તેમજ નવજાતને સુરક્ષા પૂરી પાડે છે.  * * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

એમ્પ્લોયર માટે ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સના લાભો

એમ્પ્લોયરના કર્મચારીઓ સાથે બદલાતા સંબંધની સાથે, સંસ્થાઓ દ્વારા તેમના કર્મચારીઓને અનિવાર્ય સંપત્તિ તરીકે જોવાનું પસંદ કરી રહ્યાં છે. તુલનાત્મક રીતે યોગ્ય વળતરની સાથે સાથે, સંસ્થાઓ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનના રૂપમાં અતિરિક્ત લાભ પણ પ્રદાન કરે છે. તેમને મળતા કેટલાક ફાયદાઓ અહીં જણાવેલ છે:

·        સંસ્થા માટે ટૅક્સમાં લાભ

ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સ એ સંસ્થા દ્વારા આપવામાં આવતા એમ્પ્લોયી બેનિફિટ છે, તેથી તેને બિઝનેસ ખર્ચ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને આમ, કંપની ટૅક્સમાં લાભ મેળવી શકે છે. તમારે ધ્યાન આપવું જોઈએ કે ટૅક્સમાં મળતો લાભ એ ટૅક્સના કાયદામાં ફેરફારને આધિન છે. * નોંધ: ટૅક્સમાં મળતો લાભ હાલના કાયદા મુજબ ફેરફારને આધિન છે.

·        કર્મચારી-કેન્દ્રિત સંસ્થાઓ

કર્મચારીઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી સંસ્થાઓ માસિક વળતર ઉપરાંત ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સનો ઉપયોગ કરીને અન્ય અતિરિક્ત સુવિધાઓ વધુ અસરકારક રીતે પ્રદાન કરી શકે છે. *

·        કર્મચારીઓની સુરક્ષા

ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન કર્મચારીઓને તબીબી ઇમરજન્સી દરમિયાન આર્થિક સુરક્ષા તથા આત્મવિશ્વાસ પૂરો પાડે છે. * * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ કર્મચારીઓ અને એમ્પ્લોયર બંને માટેના આ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સના કેટલાક લાભો છે.

સંક્ષિપ્તમાં

જો કોઈ કર્મચારી ગ્રુપ ઇન્શ્યોરન્સ કવર ધરાવતા હોય, તો પણ તેઓ સર્વિસમાં હોય ત્યાં સુધી જ તે માન્ય હોય છે. તેથી, તેઓએ અન્ય પૉલિસીઓ ખરીદવી જોઈએ અને હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરો ખરીદતા પહેલાં. એ સમજવું જરૂરી છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે અને તે શું ઑફર કરે છે અને ત્યારબાદ જ કોઈ વ્યક્તિ યોગ્ય ઇન્શ્યોરન્સ કવરની પસંદગી કરી શકે છે. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે