રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What are the Benefits of Personal Accident Insurance?
30 માર્ચ, 2021

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના લાભો અને વિશેષતાઓ

એક દિવસ કુણાલ તેમના મિત્રોને મળવા માટે ગયા, જ્યાં તેઓ વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પર ચર્ચા કરી રહ્યા હતા. તેમના મિત્રોમાંથી એક ઇન્શ્યોરન્સ એજન્ટ હોવાથી, તેમની આસપાસના દરેક વ્યક્તિ વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીના ફાયદાઓથી માહિતગાર હોય તેની તેઓ ખાતરી કરવા માંગતા હતા. કુણાલને આ બધી વસ્તુઓ જાણવામાં રસ હતો, તેથી તેમણે તેમના એજન્ટ મિત્રને પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના લાભો શું છે તે વિશે ઉત્સુકતાથી પૂછ્યું? તેમના મિત્ર ખુશ થયા કારણ કે પ્રશ્ન યોગ્ય હતો. તેમનું માનવું છે કે જીવનમાં આપણે કલ્પના ન કરી શકીએ તેવા પ્રસંગો બનતા હોય છે. કેટલીકવાર આપણને ન ગમે તેવી, તો કેટલીક વાર અકસ્માત જેવી આઘાતજનક ઘટનાઓ જેવી સરપ્રાઈઝ આપતી હોય છે. અકસ્માત કોઈપણ સમયે થઈ શકે છે, જેના કારણે કોઈપણ ચેતવણી વગર ઇજા થયેલ વ્યક્તિને ગંભીર નુકસાન થઈ શકે છે, અને તે તમારા ફાઇનાન્સ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ અહીં તમારી મદદે માટે આવે છે, જેમાં તમારી કમાણીની ક્ષમતાને અસર થતી નથી. તે તમને અને તમારા પરિવારને એવી પરિસ્થિતિઓથી સુરક્ષિત કરે છે જ્યાં સારવારનો ખર્ચ વધારે હોય અથવા જ્યારે તમારે કોઈ અપંગતા હોય. ઇન્શ્યોરન્સ એજન્ટે વધુમાં ઉમેર્યું, 'મૂળભૂત રીતે; અકસ્માતને કારણે મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં આ પૉલિસી તમારા તમામ તબીબી ખર્ચની ભરપાઈ કરવામાં મદદ કરે છે અને વળતર પ્રદાન કરે છે.’ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના ઘણા લાભો છે. શારીરિક ઇજાઓ, અકસ્માતમાં મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા કે કાયમી આંશિક વિકલાંગતા જેવી ઘટનાઓમાં તે તમને અથવા તમારા પરિવારના સભ્યોને આર્થિક સહાય પૂરી પાડે છે. જો અકસ્માતમાં કોઈ વાણી, હાથ-પગ કે આંખો ગુમાવે છે તો તેવા પણ કેટલાક કિસ્સામાં ઇન્શ્યોરન્સ કંપની વળતર ચૂકવે છે. એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે આ બધી માહિતી જાણીને કુણાલ અને તેમના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રકારનો ઇન્શ્યોરન્સ ખરીદવાની અવગણના ન કરવા એજન્ટ મિત્ર દ્વારા તેમને સલાહ આપવામાં આવી હતી. તેમણે તેઓને આ ચોક્કસ કવરના મહત્વને અને તે કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું. તે આગળ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને સમજાવે છે, જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તે ધ્યાનમાં લેવા જેવું એક મહત્વપૂર્ણ પાસું પણ છે.

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ શું છે

કુણાલ હવે તેમના મિત્રને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે પૂછપરછ કરે છે. તેમને સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું હતું કે તે આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપની દ્વારા દર્દીને કેટલાક આવશ્યક લાભો પ્રદાન કરવામાં આવે છે. પૉલિસીધારકને ગંભીર બીમારીઓના કિસ્સામાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી અને દવાઓના ખર્ચની ચુકવણી કરવામાં આવે છે. "હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની જેમ જ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પણ એટલો જ મહત્વપૂર્ણ છે," કુણાલ ઉમેરે છે.

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના લાભો

કોઈ મેડિકલ ટેસ્ટની જરુર નથી

આ પૉલિસીના મહત્વના ફાયદાઓમાંથી એક એ છે કે તમારે કોઈપણ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

પરિવારની સુરક્ષા

પરિવાર આપણને સૌને વહાલો હોય છે, અને આપણે સૌ આપણા પરિવારની આર્થિક સુરક્ષા વિશે ચિંતિત હોઈએ છીએ. તેથી, આ પૉલિસી આપણાં પરિવારના સભ્યોને વળતરના રૂપમાં સુરક્ષા પ્રદાન કરે છે અથવા અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત અથવા વિકલાંગ થયેલ વ્યક્તિની સારવાર માટે થયેલા તમામ ખર્ચાઓને આવરી લે છે.

મનની શાંતિ

તે તમને મનની શાંતિ પ્રદાન કરે છે કારણ કે પરિવારના સભ્યના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યો તેમની જવાબદારીઓની ચુકવણી કરવા અને સામાન્ય જીવનશૈલી જાળવવા માટે કંપનીના વળતરનો ઉપયોગ કરી શકે છે.

ન્યૂનતમ ડૉક્યૂમેન્ટેશન

એક ખોટી માન્યતા પ્રવર્તે છે કે ઇન્શ્યોરન્સ કવરની પ્રક્રિયા જટિલ હોય છે. તેથી, લોકો તેને ખરીદવાનું ટાળે છે. પરંતુ હકીકત એ છે કે જ્યારે તમે આ પૉલિસી ખરીદો ત્યારે તેમાં વધુ પેપરવર્ક શામેલ નથી. એપ્લિકેશન ફોર્મમાં માત્ર જરૂરી વિગતો આપવાની હોય છે, તેથી તમારે ડૉક્યૂમેન્ટેશન પ્રક્રિયા વિશે ચિંતિત રહેવાની જરૂર નથી.

એમ્બ્યુલન્સના ખર્ચ

ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ ઇજા પામેલ વ્યક્તિને અકસ્માતના સ્થળથી હૉસ્પિટલ લઈ જવાના એમ્બ્યુલન્સના ખર્ચને પણ કવર કરે છે. તેઓ તમારા અકસ્માતની ઘટના વિશે પરિવારના સભ્યોને પણ જાણ કરે છે.

વિશ્વવ્યાપી કવરેજ

કેટલાક ઇન્શ્યોરન્સ ભારતની બહાર દુર્ઘટનાના કિસ્સામાં વળતર પ્રદાન કરતા નથી. પરંતુ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર અકસ્માતના સ્થાનને ધ્યાનમાં લીધા વિના નિશ્ચિતપણે લાભો પ્રદાન કરે છે. તેની કોઈ ભૌગોલિક મર્યાદાઓ નથી અને ઇમરજન્સી કિસ્સાઓમાં મદદરૂપ થાય છે.

સરળ ક્લેઇમ પ્રક્રિયા

તેની ક્લેઇમ પ્રક્રિયા સરળ છે, જે પૉલિસી ખરીદનાર માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે ઇમરજન્સીના કિસ્સાઓમાં લાંબી પ્રક્રિયા હોય તેવા ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકશે નહીં. અહીં, તમે ઇન્શ્યોર્ડ ઇન્શ્યોરન્સની ઑનલાઇન અથવા ઑફલાઇન એપ્લિકેશન સબમિટ કરી શકો છો, કંપની તેને વેરિફાઇ કરે છે, અને ક્લેઇમ ચૂકવવામાં આવે છે. વ્યક્તિગત અકસ્માત પૉલિસી તમારા પ્રીમિયમને ઘટાડવા માટે સહ-ચુકવણી જેવા વધુ લાભો પણ પ્રદાન કરે છે, સંચિત બોનસ પરિણામે વધુ વીમાકૃત રકમ અને અન્ય ઘણાં.

 વારંવાર પૂછાતા પ્રશ્નો

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના પ્રકારો કયા છે?

સામાન્ય રીતે બે પ્રકારો છે - વ્યક્તિગત પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ અને ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ.

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના ફાયદાઓ શું છે?

પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સના અનેક લાભો છે. જો તમને અથવા તમારા પરિવારને કંઈ પણ થાય તો તે તમારા પરિવારને સુરક્ષા અને સલામતી પ્રદાન કરે છે. તે અકસ્માતના કિસ્સામાં તમને આર્થિક ટેકો પૂરો પાડે છે. જો કોઈ અકસ્માતમાં વિકલાંગતા અથવા મૃત્યુ થાય, તો તે તમારી આવક પર અવળી અસર કરી શકે છે. પરંતુ પર્સનલ એક્સિડન્ટ કવર આ દુર્ભાગ્યપૂર્ણ સમય દરમિયાન થયેલા ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે