અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is Copay in Health Insurance
31 માર્ચ, 2021

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સમાં સહ-ચુકવણી શું છે

ડબલ્યુએચઓ મુજબ, લગભગ 70% ભારતીયો તેમની આવકનો ઘણો મોટો ભાગ તબીબી સારવાર અને દવાઓ પર ખર્ચ કરે છે. અત્યારના સમયમાં મધ્યમવર્ગ અને મધ્યમવર્ગથી ઓછી આવક ધરાવતા સમુદાય માટે તેમની પોતાની સારવારનો ખર્ચ વહન કરવો લગભગ અશક્ય છે. આ કારણસર લોકોએ અકસ્માત અથવા અન્ય કોઈપણ તબીબી કટોકટીના કિસ્સામાં આર્થિક સહાય મેળવવા માટે નિર્ધારિત પ્રીમિયમ ચૂકવીને હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. યોગ્ય પૉલિસી ખરીદવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સમાં કો-પે (સહ-ચુકવણી) એટલે શું એ સમજવું જરૂરી છે.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં સહ-ચુકવણી શું છે?

અત્યારના સમયમાં હેલ્થ ઇન્શ્યોરન્સ સંબંધિત ઘણાં છેતરપિંડીના કિસ્સાઓ બની રહ્યા છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિને છેતરપિંડી કરતા રોકવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ સહ-ચુકવણીનો વિચાર લાવી છે. સહ-ચુકવણીના અર્થની સમજૂતી સરળ છે. સહ-ચુકવણી એક એવો વિકલ્પ છે જેની ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ પર સહી કરતી વખતે સંમતિ આપવામાં આવે છે. આ જોગવાઈ અનુસાર ક્લેઇમની રકમનો ચોક્કસ ભાગ અથવા ચોક્કસ ટકા જેટલી રકમ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ ચૂકવવાની રહેશે અને બાકીનો ક્લેઇમ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ 10-30% જેટલી રકમની સહ-ચુકવણી માટે સંમત થઈ શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં સહ-ચુકવણીની ઉદાહરણ સાથે સમજૂતી?

હવે તમે સહ-ચુકવણી વિશે જાણો છો, તો હેલ્થ ઇન્શ્યોરન્સમાં સહ-ચુકવણી શું છે તેની ઉદાહરણ સહિત સમજૂતી તમને તે વિશે વધુ સમજ આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સહ-ચુકવણીનો ભાગ 20 ટકા છે, અને તમારો તબીબી ખર્ચ રૂ. 15,00,000 છે, તો તમારે રૂ. 3,00,000 ચૂકવવાના રહેશે અને ઇન્શ્યોરર, એટલે કે, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા બાકીના રૂ. 12,00,000 ચૂકવવામાં આવશે.

સહ-ચુકવણી કેવી રીતે કામ કરે છે?

કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સમાં બે પ્રકારે ક્લેઇમ કરી શકાય છે, જેમ કે, કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ કરવામાં આવેલા ખર્ચ માટે ક્લેઇમ અને વળતર. કૅશલેસ ચુકવણીના વિકલ્પમાં, ઇન્શ્યોરર દ્વારા તમારા ખર્ચની ચુકવણી સીધી હૉસ્પિટલને જ કરવામાં આવશે. જ્યારે, આ કિસ્સામાં રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ, તમે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવ ત્યારે થયેલા તમામ ખર્ચની ઇન્શ્યોરર દ્વારા ભરપાઈ કરવામાં આવશે. સહ-ચુકવણીના વિકલ્પની સાથે બે પરિસ્થિતિઓ ઉદ્ભવી શકે છે. જો તમે વધુ સહ-ચુકવણીની પસંદગી કરો છો, તો તમારે ઓછી સહ-ચુકવણી, કે જેમાં તમારે તમારી પોલિસી સામે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે, તેના કરતાં ઓછું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, જ્યારે ઓછી સહ-ચુકવણીના વિકલ્પમાં તમારે તમારી પૉલિસી માટે તુલનાત્મક રીતે વધુ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

ઇન્શ્યોરન્સ કંપનીઓ શા માટે સહ-ચુકવણી કલમ ધરાવે છે?

ક્લેઇમ દરમિયાન થતો ખર્ચ ઓછો કરવાના મુખ્ય કારણ સિવાય, તેના કારણે ઘણા કારણો છે કે જેના કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓ સહ-ચુકવણી કલમ ધરાવે છે.
  • લોકોને તેમની સારવાર માટે બિનજરૂરી રીતે મોંઘા આરોગ્ય કેન્દ્રોમાં જવાથી નિરુત્સાહિત કરવા. સહ-ચુકવણીને કારણે ઇન્શ્યોર્ડ વ્યક્તિ તેમના ખર્ચનું ધ્યાન રાખશે કારણ કે આ સારવારમાં થતા તબીબી ખર્ચનો એક ભાગ તેમણે પણ ચૂકવવાનો રહે છે.
  • લોકોને ડર્મેટોલોજિસ્ટની મુલાકાત, શરદી, ગેસ્ટ્રિક સારવાર વગેરે માટેના બિનજરૂરી ક્લેઇમ કરવાથી રોકવા માટે. સહ-ચુકવણી ઇન્શ્યોરન્સ ઇન્શ્યોરન્સ ધારકને તેમની ઇન્શ્યોરન્સ પૉલિસીનો દુરુપયોગ કરવાથી અટકાવે છે.
  • ઇન્શ્યોર્ડ વ્યક્તિઓમાં છેતરપિંડીનો અભિગમ અટકાવવા.

સહ-ચુકવણીના ગેરફાયદા શું છે? 

ઘણી કંપનીઓ દ્વારા સહ-ચુકવણીનો વિકલ્પ આપવામાં આવે છે, ત્યારે ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ વિવિધ કારણોસર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સહ-ચુકવણીની કલમ ઉમેરવાનું પસંદ કરતી નથી.
  • એવા પ્રસંગો, કે જેમાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ સહ-ચુકવણીની ઊંચી રકમ ચૂકવવી પડે છે, તેને કારણે તેઓ જરૂર પડે ત્યારે યોગ્ય હેલ્થકેર મેળવી શકતાં નથી, જે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના મૂળ હેતુથી તદ્દન વિરુદ્ધ છે.
  • ઉચ્ચ સહ-ચુકવણી દ્વારા ઇન્શ્યોર્ડ વ્યક્તિ ઓછું પ્રીમિયમ ચૂકવી શકે છે, પરંતુ ત્યારે તેમને પ્રીમિયમમાં થતી બચતની સરખામણીમાં તેમના તબીબી ખર્ચ માટે સહ-ચુકવણી પેટે વધુ ચુકવણી કરવી પડે છે.
જે લોકો મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને પૉલિસીઓ વિશે સારી રીતે માહિતગાર હોય છે, તેઓ સહ-ચુકવણીની કલમ ધરાવતી ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવાનું પસંદ નહીં કરે, કારણ કે તેના ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો:

  • લોકો હેલ્થ ઇન્શ્યોરન્સમાં સહ-ચુકવણી શા માટે પસંદ કરે છે?
હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓછું પ્રીમિયમ ચૂકવવું પડતું હોવાથી તે અન્ય ઇન્શ્યોરન્સ પૉલિસીઓ કરતાં સસ્તી હોય છે, તેથી લોકો હેલ્થ ઇન્શ્યોરન્સમાં સહ-ચુકવણી પસંદ કરે છે.
  • શું કૅશલેસ ચુકવણીના વિકલ્પમાં સહ-ચુકવણી લાગુ પડે છે?
મોટાભાગના કિસ્સાઓમાં, સહ-ચુકવણી માત્ર વળતરના વિકલ્પો પર જ લાગુ પડે છે.
  • શું સહ-ચુકવણીની કલમ ધરાવતી પૉલિસીઓ બાકીની પૉલિસીઓની તુલનામાં સસ્તી છે?
હા, સહ-ચુકવણીની કલમ ધરાવતી પૉલિસીઓ અન્ય ક્લેઇમ સેટલમેન્ટ વિકલ્પો કરતાં સસ્તી છે કારણ કે તેમાં જવાબદારી પૉલિસીધારક અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે વહેંચાઈ જાય છે. આ બંને પક્ષો માટે લાભદાયી સાબિત થાય છે.

તારણ

તો હવે એમ કહેવું યોગ્ય હશે, કે હવે તમને સહ-ચુકવણીના અર્થ વિશે થોડી સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હશે! હવે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકો છો અને સહ-ચુકવણીના તમામ ફાયદાઓ અને ગેરફાયદા વિશે જાણ્યા બાદ આ વિકલ્પ પસંદ કરી શકો છો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે