રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Corporate Health Insurance Plans
4 મે, 2021

કોર્પોરેટ ઇન્શ્યોરન્સ અને તેના લાભો શું છે?

આજના સમય અને યુગમાં અનુસરવામાં આવી રહેલી કાર્યપદ્ધતિમાં પ્રત્યેક વ્યક્તિ વ્યક્તિગત અને પ્રોફેશનલ જવાબદારીઓ વચ્ચે સંતુલન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સ્વસ્થ જીવનશૈલીનું અનુસરણ એ તમારા વ્યક્તિગત જીવનને સંતુલિત કરવામાં એક મહત્વપૂર્ણ પાસું છે. તે સંપૂર્ણપણે શક્ય નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યને મેનેજ કરવાના નોંધપાત્ર પ્રયત્નોનો ફાયદો તમને લાંબા ગાળે મળી શકે છે. સ્વાસ્થ્ય અને કામને સંતુલિત કરવાના આ પ્રયત્નોમાં, એમ્પ્લોયર્સ દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ જેવી સુવિધા ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનના માધ્યમથી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પૉલિસીઓને કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ મોટાભાગે કોર્પોરેટ સંસ્થાઓ માટે બનાવવામાં આવેલ છે.

તો આ કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શું છે?

કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મૂળભૂત રીતે ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે જેમાં એક સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો લોકોના જૂથ માટે, ખાસ કરીને, કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનમાં હૉસ્પિટલાઇઝેશન, ક્રિટિકલ ઇલનેસ કવર, મેટરનિટી કવરેજ વગેરે જેવા વિવિધ કવરેજ શામેલ છે. ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓએ હવે કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન માટે પણ કોરોના કવચ પૉલિસી હેઠળ અથવા કોરોનાવાઇરસ સંબંધિત ખર્ચ માટે કવરેજ પ્રદાન કરનાર અન્ય કોઈપણ પ્લાન હેઠળ કવરેજ આપવાનું શરૂ કરેલ છે. આ કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમારી સંસ્થાના કર્મચારીઓની તબીબી જરૂરિયાતો માટે સુરક્ષા કવચ પૂરું પાડે છે, અને તે માત્ર કર્મચારીઓ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમના પરિવારોને પણ કવર કરે છે.

કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સના ફાયદાઓ

કર્મચારીઓ અસરકારક રીતે કામ કરી શકે તે માટે તેઓ સ્વસ્થ રહે તેની પર વધુ ધ્યાન આપવામાં આવી રહેલ હોવાની સાથે, કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એક સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ બની ગયો છે. લગભગ બધા એમ્પ્લોયર્સ કે જે કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરે છે તેઓ તેમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પસંદગી કરે છે, કારણ કે આ અતિરિક્ત લાભો કર્મચારીઓની માનસિકતાને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા કેટલાક ફાયદાઓ અહીં આપેલ છે -

પહેલેથી હોય તેવા રોગો માટે કવરેજ

કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સમાં પહેલેથી હોય તેવા રોગોને કવર કરવામાં આવે છે. એટલે કે કર્મચારી અથવા તેના પરિવારના સભ્યોને હોય તેવી કોઈપણ તબીબી સ્થિતિ પહેલા દિવસથી જ કવર કરવામાં આવે છે. આમ, આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈ વેટિંગ પીરિયડ ધરાવતા નથી, જેથી તે તમામ ઉંમરની વ્યક્તિઓ માટે યોગ્ય છે.

બિમારીઓ માટે વ્યાપક કવરેજ

પહેલાંથી હાજર સ્વાસ્થ્ય સ્થિતિઓ માટે કોઈ વેટિંગ પીરિયડ ન હોવા ઉપરાંત, કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ બિમારીઓ માટે વ્યાપક કવરેજ પણ પ્રદાન કરે છે. આ પ્લાન માનસિક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સહિતની વિવિધ સ્વાસ્થ્યને લગતી બિમારીઓને કવર કરે છે.

પ્રસૂતિ કવરેજ

આ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં પ્રસૂતિને લગતું કવર પણ શામેલ છે, જે યુવા વિવાહિત યુગલો માટે જરૂરી ઇન્શ્યોરન્સ સુવિધા છે. કેટલીક પૉલિસીઓ દ્વારા મેટરનિટી કવર હેઠળ 90 દિવસની ઉંમર સુધીના નવજાત બાળકને પણ કવર કરવામાં આવે છે.

વ્યાજબી કિંમતો પર કવરેજ

આ પ્લાન હેઠળ અનેક લોકોને કવર કરતો હોવાથી, તે તમને વ્યાજબી કિંમતે ઉપલબ્ધ થાય છે.

તમારે કોર્પોરેટ ઇન્શ્યોરન્સ સુવિધાનો લાભ શા માટે લેવો જોઈએ?

કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વ્યાજબી કિંમતે વ્યાપક કવરેજના રૂપમાં લાભો પ્રદાન કરી શકે છે. જો આ જ વિશેષતાઓ સ્ટાન્ડર્ડ હેલ્થ કવર હેઠળ પસંદ કરવામાં આવે છે, તો તે મોંઘી હોઈ શકે છે. વધુમાં, આ કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને માત્ર તમને જ નહીં, પરંતુ તમારા પરિવારના સભ્યોને પણ કવર કરવા માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. જોકે તમારા પરિવારના સભ્યોને કવર કરવા માટે થોડું વધુ પ્રીમિયમ ચુકવવું પડી શકે છે, પરંતુ તેની સરખામણીમાં લાભ ઘણો વધુ છે. વધુમાં, તમારી પૉલિસીને તમારી હેલ્થકેરની જરૂરિયાતો માટે ચોક્કસપણે અનુકૂળ બનાવવા માટે અતિરિક્ત કવરેજ પણ ઉપલબ્ધ છે. તમારી સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પૉલિસીના પૂરક રૂપે કોર્પોરેટ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે ગંભીરતાથી વિચારવા યોગ્ય આ કેટલાક કારણો છે. સૌ કોઈ જાણે છે કે કર્મચારીઓ જ તમારી સંસ્થાની સફળતાનું વાસ્તવિક કારણ છે, ત્યારે એક એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરવામાં આવતી તબીબી સુરક્ષા દર્શાવે છે કે તેઓ ખરેખર તેમના કર્મચારીઓને મૂલ્યવાન માને છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે