તમારા ભવિષ્યનું આયોજન એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. કમાણી કરવાની શરૂઆત થતાં જ આપણે હંમેશા બફર આવક નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાના સંદર્ભમાં, લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એ બે સામાન્ય અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બંનેના હેતુ અલગ-અલગ છે, પરંતુ તેઓ તમારા ફાઇનાન્શિયલ પ્લાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો, આપણે લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સનો તફાવત જાણીએ. પરંતુ તે પહેલાં, ચાલો તેમનો અર્થ સમજીએ.
લાઇફ ઇન્શ્યોરન્સનો હેતુ શું છે?
લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓનો હેતુ તમારી ગેરહાજરીમાં તમારા આશ્રિતોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. લાઇફ ઇન્શ્યોરન્સ કવર વડે પૉલિસીધારક, આર્થિક તકલીફને કારણે તેમના આશ્રિતોની જીવનશૈલી પર વધુ અસર થતાં અટકાવી શકે છે. મૃત વ્યક્તિની આવક બંધ થવાની સ્થિતિમાં લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીની આવક વડે પરિવાર તેમનું જીવન આર્થિક અગવડતા વિના ચલાવી શકે છે. ઉપરાંત, મોટાભાગના પ્લાનમાં મૃત્યુ બાદ મળતા લાભો કરમુક્ત છે; તેથી, લાભાર્થીઓને પૂરેપૂરી વીમાકૃત રકમ મળે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સનો હેતુ શું છે?
લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા તબીબી સારવારનો ખર્ચ ચૂકવવામાં આવે છે. તબીબી કટોકટીના સમયે ઇન્શ્યોર્ડ વ્યક્તિને આર્થિક સુરક્ષા પૂરી પાડતો આ કોન્ટ્રાક્ટ છે. જો
મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ન હોય, તો આવી પરિસ્થિતિમાં તબીબી ખર્ચ તમારે કરવાનો રહેશે. પરંતુ, જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ છે, તો તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી અને જ્યાં સારવાર કરાવવામાં આવે છે તેના આધારે આ ખર્ચ માટે વળતર મળી શકે છે અથવા કૅશલેસ પદ્ધતિ દ્વારા સેટલ કરી શકાય છે. વધુમાં, જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, ત્યારે કેટલાક પ્લાનમાં પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપની સુવિધા પણ હોય છે. આ પૉલિસીઓ હેઠળ ઇન્શ્યોર્ડ વ્યક્તિ મેડિકલ ચેક-અપ સુવિધાનો લાભ લઈ શકે છે, જ્યારે કેટલીક અન્ય પૉલિસીઓમાં ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવેલ દવાઓનો ખર્ચ પણ કવર કરવામાં આવે છે.
લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ:
લાઇફ ઇન્શ્યોરન્સ |
હેલ્થ ઇન્શ્યોરન્સ |
લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી એ તમારા અકાળે અવસાનની સ્થિતિમાં તમારા પરિવારને આર્થિક સહાય પ્રદાન કરે છે. વીમાકૃત રકમ, અથવા તમારા નૉમિનીને ચૂકવેલ પૈસા પૉલિસી અગ્રીમેન્ટના આધારે પૂર્વ-નિર્ધારિત કરવામાં આવે છે. |
બીજી તરફ, હેલ્થ ઇન્શ્યોરન્સ તમારા તબીબી ખર્ચ સામે એક આર્થિક કવર છે. આ પૉલિસીમાં કોઈપણ બિમારી અથવા અકસ્માતના કિસ્સામાં સારવાર, હૉસ્પિટલાઇઝેશન અને અન્ય ખર્ચને કવર કરી શકાય છે. |
લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાનનું પ્રીમિયમ પૉલિસીના પ્રકાર અને પૉલિસીધારકની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવી શકે છે. કેટલીક લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ઇન્શ્યોરન્સની સાથે સાથે રોકાણનો વિકલ્પ પણ આપવામાં આવે છે. |
આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પૉલિસીધારકની ઉંમર અને સ્વાસ્થ્યના આધારે નક્કી કરવામાં આવે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો હેતુ સુરક્ષા પ્રદાન કરવાનો છે, રોકાણનો નહીં. આમ, તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં માત્ર ઇન્શ્યોરન્સ પૂરું પાડવામાં આવે છે. |
આ એક લાંબા ગાળાની ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે, જેને સમયસર રિન્યુ કરાવવાની જરૂર હોઈ પણ શકે છે. |
આ એક ટૂંકા ગાળાની ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે જે સામાન્ય રીતે વર્ષમાં એકવાર રિન્યુ કરાવવાની હોય છે. |
ઇન્શ્યોર્ડ વ્યક્તિનું મૃત્યુ અથવા ઇન્શ્યોરન્સ અવધિ પૂર્ણ થયા પછી આ પૉલિસી સમાપ્ત થાય છે. |
હેલ્થ પૉલિસીઓ પૉલિસીની મુદત પૂર્ણ થયા પછી સમાપ્ત થઈ જાય છે. |
લાઇફ ઇન્શ્યોરન્સ મુખ્યત્વે મૃત્યુ બાદ લાભ પ્રદાન કરે છે, પરંતુ સર્વાઇવલ બેનિફિટ પણ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઉપલબ્ધ છે. |
હેલ્થ ઇન્શ્યોરન્સ તમારી ભવિષ્યની તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જ બનાવવામાં આવેલ હોય છે. તે ઇન્શ્યોર્ડને સર્વાઇવલ અથવા મૃત્યુ બાદના લાભો ઑફર કરતું નથી. |
લાઇફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના આ કેટલાક નોંધપાત્ર તફાવતો છે. જો તમે પસંદગી વિશે મૂંઝવણ અનુભવો છો, તો બંને પૉલિસીઓ સરખું મહત્વ ધરાવે છે અને તેનો તમારા આર્થિક આયોજનમાં સમાવેશ કરવો જરૂરી છે; કારણ કે એક તમને તમારા જીવન દરમિયાન ખર્ચ સામે કવર પૂરું પાડે છે અને બીજી તમારા અવસાન બાદ તમારા પ્રિયજનોની સંભાળ લેવા માટે. ભારતમાં ઑફર કરવામાં આવતા વિવિધ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકાર માટે બજાજ આલિયાન્ઝ બ્લૉગ્સ વાંચો.
જવાબ આપો