રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Non-medical Expenses in Your Health Insurance Policy
7 નવેમ્બર, 2024

શું તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ મેટરનિટી ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે?

મા-બાપ બનવું એ પતિ-પત્નીના જીવનના સૌથી વિશેષ તબક્કાઓમાંથી એક છે. પતિ-પત્નીમાંથી મા-બાપ બનવાનો અનુભવ સંપૂર્ણ અલગ જ હોય છે, પરંતુ તે પડકારજનક પણ છે. વળી, ગર્ભાવસ્થા દરમિયાન માતાઓએ વધારે કાળજી રાખવી જરૂરી હોય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં મેટરનિટી કવર શા માટે જરૂરી છે?

ગર્ભાવસ્થા દરમિયાન જટિલ પરિસ્થિતિઓ ઉદ્ભવવી એ સામાન્ય બાબત છે, પરંતુ તે બધી મહિલાઓ માટે એક સરખી નથી હોતી. કેટલીક મહિલાઓને અન્ય મહિલાઓ કરતાં જુદી તકલીફો હોય છે, જ્યારે અન્ય કેટલીક મહિલાઓને વધુ ગંભીર પડકારોનો સામનો કરવો પડે છે. આવા સમયે હેલ્થ ઇન્શ્યોરન્સ મદદે આવે છે. સ્વાસ્થ્યની સારવારના વધતા ખર્ચને પહોંચી વળવા માટે, આ પૉલિસીઓ ખાસ કરીને ગર્ભાવસ્થા અને બાળજન્મ દરમિયાન કવરેજ પ્રદાન કરે છે.

મેટરનિટી ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ શું કવર કરવામાં આવે છે?

મેટરનિટી કવર સાથેની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં કુદરતી તેમજ સિઝેરિયન બંને પ્રકારે બાળકના જન્મનો સમાવેશ કરવામાં આવે છે. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં શામેલ મેટરનિટી કવરને કારણે, બાળકના જન્મ સંબંધિત ખર્ચ તમારે ઓછો કરવાનો થાય છે. આ પ્લાન ખાસ કરીને લેબર અને પ્રસૂતિ પછીની સંભાળ દરમિયાન ઉદ્ભવતી જટિલતાઓમાં ઉપયોગી બને છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પ્રસૂતિને લગતા કયા વિવિધ લાભો કવર કરવામાં આવે છે?

  1. પ્રસૂતિ પહેલાં અને પછીનું કવરેજ

લેબરની શરૂઆત થાય તે પહેલાં પણ, માતાઓને સતત સંભાળની જરૂર પડે છે. માતા તેમજ બાળક બંને સ્વસ્થ હોવાની ખાતરી કરવા માટે સમયાંતરે ચેક-અપ કરાવવું જરૂરી છે. આવા તબક્કે શરૂ કરવામાં આવતી કોઈપણ દવા બાળકના જન્મ બાદ તરત જ બંધ કરવામાં આવતી નથી. તેથી, એક મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રસૂતિ પહેલાં અને પછીના કવરેજ સાથે ડિલિવરી પહેલાં તેમજ ડિલિવરી પછી આ તમામ તબીબી ખર્ચની કાળજી લે છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન ડિલિવરીના 30 દિવસ પહેલાંના આવા ખર્ચને કવર કરે છે, જ્યારે ઇન્શ્યોરન્સ કવરના પ્રકારના આધારે 60 દિવસ સુધી કવર કરે છે.*
  1. પ્રસૂતિ માટેનો તબીબી ખર્ચ

બાળકના જન્મ સમયે છેલ્લી ક્ષણ સુધી સામાન્યપણે જટિલ પરિસ્થિતિઓ નિર્માણ થઈ શકે છે, તેથી માત્ર એવી હૉસ્પિટલમાં જવું જરૂરી છે જ્યાં કુશળ ડૉક્ટરો ઉપલબ્ધ હોય. આ અનપેક્ષિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, હૉસ્પિટલો ભારે કિંમત વસૂલે છે, અને પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માં મેટરનિટી કવર આવા ખર્ચાઓની કાળજી લે છે.*
  1. નવજાત બાળક માટે કવરેજ

મેટરનિટી ઇન્શ્યોરન્સ કવર હેઠળ જન્મથી 90 દિવસ સુધીમાં કોઈપણ જન્મજાત રોગો અને બાળકની અન્ય જટિલતાઓને આવરી લેવામાં આવે છે.*
  1. રસીકરણ માટે કવરેજ

પસંદ કરેલી પૉલિસીના પ્રકારના આધારે નવજાતનું રસીકરણ પણ કવર કરવામાં આવે છે. આમાં બાળકના જન્મના પ્રથમ વર્ષ દરમિયાન પોલિયો, ધનુર, ડિફ્થેરિયા, મોટી ઉધરસ, ઓરી, હેપેટાઇટિસ વગેરે ફરજિયાત રસીકરણનો સમાવેશ થાય છે.* *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

મેટરનિટી હેલ્થ કવર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

આજે અનેક મેટરનિટી પ્લાન ઉપલબ્ધ છે, તેથી યોગ્ય પૉલિસી પસંદ કરવા માટે તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે:

1. પૉલિસીમાં સમાવિષ્ટ બાબતો

ગર્ભાવસ્થાની શરૂઆતથી જ પ્રસૂતિને લગતા ખર્ચ શરૂ થઈ જાય છે જે બાળકના જન્મ પછી પણ ચાલુ રહે છે, તેથી પૉલિસી દ્વારા શું કવર કરવામાં આવે છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ઇન્શ્યોરન્સ કવર વગર આ બધા ખર્ચાઓ માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે છે.

2. સબ-લિમિટ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં વિવિધ સબ-લિમિટ હોય છે, જેમાં કવર કરવામાં આવતો ખર્ચ નોંધપાત્ર રીતે મર્યાદિત હોય છે. તેથી, ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રસૂતિને લગતા મોટાભાગના ખર્ચને કવર કરવા માટે ઓછામાં ઓછી સબ-લિમિટ ધરાવતી પૉલિસી પસંદ કરવી જરૂરી છે.

3. વેટિંગ પીરિયડ

મેટરનિટી પ્લાન માટે પ્રતીક્ષા અવધિ એ એક મહત્વપૂર્ણ શરત છે. આવો પ્રતીક્ષા અવધિ 2 વર્ષથી 4 વર્ષ સુધીનો હોઈ શકે છે અને તેથી, મેટરનિટી કવર ખરીદતી વખતે તે ધ્યાનમાં રાખવો જરૂરી છે. ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન ખરીદવામાં આવેલ મેટરનિટી કવરનો લાભ લઈ શકાશે નહીં, કારણ કે ગર્ભાવસ્થાને પહેલેથી હોય તેવી સ્થિતિ તરીકે ગણવામાં આવે છે.

4. પ્રીમિયમ રકમ

પ્રીમિયમ પણ એટલું જ મહત્વનું છે. જ્યારે તમે મેટરનિટી પૉલિસી હેઠળ બધું કવર થાય તેમ ઇચ્છો છો, ત્યારે તેની સાથે પ્રીમિયમ પણ વ્યાજબી હોવું જરૂરી છે. આમ, પ્રીમિયમ અને સુવિધાઓને સંતુલિત કરવું આવશ્યક છે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક ઉપયોગી સાધન છે જેનો ઉપયોગ પસંદ કરેલી સુવિધાઓ અનુસાર પ્રીમિયમની ગણતરી કરવા માટે કરી શકાય છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે