રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health Insurance Free Look Period Explained
30 સપ્ટેમ્બર , 2020

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ફ્રી લુક પીરિયડ અને તે કેવી રીતે કામ કરે છે?

જીવનની અનિશ્ચિતતાઓને કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ એ સમયની જરૂરિયાત છે. મોંઘી થઈ રહેલી તબીબી સારવારને કારણે પણ દરેક વ્યક્તિ પાસે હેલ્થ પ્લાન હોવો જરૂરી છે હેલ્થ ઇન્શ્યોરન્સ ની ખરીદી પર, લાંબા ગાળે પૉલિસી ચાલુ રાખવા માટે પૉલિસીધારકને ફ્રી-લુક પીરિયડ આપવામાં આવે છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (આઇઆરડીએ) મુજબ, દરેક ઇન્શ્યોરન્સ કંપનીએ ખરીદદારોને ઓછામાં ઓછા 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ આપવો આવશ્યક છે. પૉલિસીધારકે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ફ્રી-લુક પીરિયડ વિશે જાણવા લાયક તમામ માહિતી અહીં આપેલ છે:

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ફ્રી લુક પીરિયડ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાનું પરિબળ

સમયગાળો

મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીધારકને 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ પ્રદાન કરે છે. કંપની દ્વારા ઇન્શ્યોરન્સ લેનારને પૉલિસી જારી કરવાની તારીખથી તરત જ આ સમયગાળો શરૂ થાય છે. જો કોઈ પૉલિસીધારક પૉલિસીમાં ફેરફારો કરવા માંગે છે અથવા સંપૂર્ણ પ્લાન કૅન્સલ કરવા માંગે છે, તો તેમણે ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રાપ્ત થયાની તારીખ સબમિટ કરવી આવશ્યક છે.

પરવાનગી

ફ્રી-લુક પીરિયડ મેળવવા માટે પૉલિસીધારકોએ ઇન્શ્યોરન્સ પ્રદાતાને લેખિતમાં વિનંતી કરવાની રહેશે. કેટલાક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ ખરીદદારોને ઑનલાઇન સેવાઓ ઑફર કરે છે. સમયગાળાની પરવાનગી ઑનલાઇન માધ્યમ વડે સીધી ઇન્શ્યોરન્સ કંપનીના ઑનલાઇન પોર્ટલ પર સબમિટ કરી શકાય છે.

વ્યક્તિગત વિગતો

પૉલિસી મેળવ્યાની તારીખ, ઇન્શ્યોરન્સ એજન્ટ વિશેની ચોક્કસ વિગતો અને તે પ્રકારની સંબંધિત માહિતી પ્રદાન કરવી આવશ્યક છે. જો પૉલિસીધારક પૉલિસી કૅન્સલ કરવાનું પસંદ કરે છે, તો તેમણે કૅન્સલેશનનું કારણ જણાવવું આવશ્યક છે. પ્રીમિયમના રિફંડના કિસ્સામાં, ગ્રાહકે ઇન્શ્યોરરને પોતાની બેંકની વિગતો પ્રદાન કરવી આવશ્યક છે. વધુમાં, પૉલિસીધારકે તેમની સહી સાથેની રેવન્યૂ સ્ટેમ્પ લગાવવી આવશ્યક છે.

પેપરવર્ક

દરેક વ્યક્તિએ ઇન્શ્યોરરને ફરજિયાત રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ , જે તેની ખરીદી માટે જરૂરી હોય અને ઓરિજિનલ પૉલિસી ડૉક્યૂમેન્ટ પૂરાં પાડવા આવશ્યક છે. જોકે, જો પૉલિસીધારક પાસે ઓરિજિનલ ડૉક્યૂમેન્ટ ન હોય, તો તેઓ ઇન્ડેમ્નિટી બૉન્ડ સબમિટ કરી શકે છે. રિફંડ માટે, તેઓએ કૅન્સલ્ડ ચેક સાથે પ્રથમ પ્રીમિયમ ચૂકવ્યાની રસીદ આપવાની રહેશે.

પ્રીમિયમ

જ્યારે પૉલિસીધારક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કૅન્સલ કરવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ કૅન્સલેશન પર તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમનું રિફંડ મેળવી શકે છે. નીચે જણાવેલ કપાત પછી રિફંડ પ્રદાન કરવામાં આવે છે:
  • તબીબી પરીક્ષણ ખર્ચ.
  • સ્ટેમ્પ ડ્યુટી પર થયેલા ખર્ચ.
  • કવરેજની મુદત માટે પ્રમાણસરનું રિસ્ક પ્રીમિયમ.

શરતો

પૉલિસીધારકે ઓછામાં ઓછા 3 વર્ષ માટે કવરેજ પ્રદાન કરતી હોય તેવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી જરૂરી છે. ઉપરાંત, નાણાંકીય સેવાઓ માટે 18% જીએસટી લાગુ પડે છે, જેની અમલી તારીખ છે: 1st જુલાઈ 2017. પ્રીમિયમ પૉલિસીધારકની ઉંમર, રહેઠાણનું સ્થળ અને જીએસટી દરો જેવા વિશિષ્ટ પરિબળો પર આધારિત હોય છે. સંક્ષેપમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પૉલિસીધારકની નાણાંકીય સ્થિતિને અસર કરતી મેડિકલ આકસ્મિકતાઓને કવર કરે છે. જો કે, જો પૉલિસીમાં તમારી તમામ જરૂરિયાતોને આવરી લેવામાં આવતી ના હોય, તો તેની સંપૂર્ણપણે ચકાસણી કરીને પછી રિટર્ન કરવી જોઈએ. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન કૅલ્ક્યૂલેટરની મદદથી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઑનલાઇન કેલ્ક્યુલેટરની મદદથી રેટની ઑનલાઇન સરખામણી કરી શકાય છે. વધુમાં, તે ખરીદદારોને ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા પ્રદાન કરે છે અને હૉસ્પિટલાઇઝેશનના કૅશલેસ લાભો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ *ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે