રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Grace Period In Health Insurance
2 ફેબ્રુઆરી, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ગ્રેસ પીરિયડની સમજૂતી

ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ સમયસર પ્રિમીયમ ચૂકવવામાં નિષ્ફળ રહેતી વ્યક્તિઓ અને પૉલિસીધારકો માટે ગ્રેસ પીરિયડ ઑફર કરે છે. ગ્રેસ પીરિયડ એ પ્રદાતા કોઈ પૉલિસીધારકને પ્રીમિયમની બાકી રહેલી ચુકવણી ક્લિયર કરવા ઑફર કરતા સમય અથવા દિવસોની સંખ્યાના વિસ્તરણને કહેવાય છે. નિયત તારીખ પૂરી થયા પછી ગ્રેસ પીરિયડ ઑફર કરવામાં આવે છે. સામાન્ય રીતે, ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ ચુકવણીની નિયત તારીખથી 15 દિવસનો ગ્રેસ પીરિયડ ઑફર કરે છે. કેટલાક કિસ્સાઓમાં, પ્રદાતાઓ વાટાઘાટ કરીને 30 દિવસ સુધીનું વિસ્તરણ પણ ઑફર કરે છે. ચાલો, ગ્રેસ પીરિયડ, પ્રતીક્ષા અવધિ અને ગ્રેસ પીરિયડને લીધે મેડિકલ ઇન્શ્યોરન્સ પરની અસર પર એક નજર નાખીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ગ્રેસ પીરિયડ

તમામ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ, સમયસર પ્રીમિયમ ના ચૂકવી શકતા પૉલિસીધારકોને પૂર્વનિર્ધારિત સમયનું વિસ્તરણ ઑફર કરે છે. ગ્રેસ પીરિયડ દરમિયાન, પૉલિસીધારકને પૉલિસીનું કવરેજ ગુમાવ્યા વિના પ્રીમિયમની ચુકવણીને ક્લિયર કરવાની છૂટ આપવામાં આવે છે. 95% ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા 15 દિવસનું સામાન્ય વિસ્તરણ ઑફર કરવામાં આવે છે. ઘણીવાર પ્રદાતાઓ 15 દિવસનો ગ્રેસ પીરિયડ એક મહિના સુધી પણ લંબાવે છે. ગ્રેસ પીરિયડ હેઠળ, પૉલિસીધારકને હજુ પણ પૉલિસીનું કવરેજ મળે છે અને કોઈ ક્લેઇમ કરવા પર પ્રતિબંધ હોતો નથી.

ગ્રેસ પીરિયડની પ્રાથમિક વિશેષતાઓ

ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ જવાબદારીના જોખમને ઘટાડવા માટે એક નાનો ગ્રેસ પીરિયડ ઑફર કરી શકે છે.
  • સૌથી સામાન્ય ગ્રેસ પીરિયડ 15 થી 30 દિવસ સુધી લંબાય છે. જો પ્રીમિયમની નિયત તારીખ સમાપ્ત થઈ જાય અને ગ્રેસ પીરિયડ સક્રિય હોય, તો પણ પૉલિસીધારક હજુ પણ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવરેજ માટે પાત્ર છે.
  • ગ્રેસ પીરિયડ દરમિયાન પ્રીમિયમની ચુકવણી ન કરવાથી પૉલિસી લૅપ્સ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં, પૉલિસીધારકે ફરીથી પૉલિસી એપ્લિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
  • ગ્રેસ પીરિયડ દરમિયાન પ્રીમિયમની ચુકવણી પૉલિસીધારકને ઇન્શ્યોરન્સ જાળવી રાખવામાં મદદ કરે છે. જો કે, ગ્રેસ પીરિયડ દરમિયાન પ્રસૂતિ કવરેજ અથવા પહેલાંથી હાજર બીમારી માટે કોઈ બોનસ નથી. પૉલિસીધારક પૉલિસીની પ્રગતિને ગુમાવે છે અને તેણે ફરીથી પ્રતીક્ષા અવધિમાંથી પસાર થવું પડી શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પિરિયડ

જ્યારે પૉલિસીધારકને નવી પૉલિસી મળે છે, ત્યારે શરૂઆતથી જ 30 દિવસની સામાન્ય પ્રતીક્ષા અવધિ ઑફર કરવામાં આવે છે. પ્રતીક્ષા અવધિ દરમિયાન ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા હૉસ્પિટલાઇઝેશન શુલ્ક ચૂકવવાપાત્ર નથી. જો કે પૉલિસીધારક દ્વારા અકસ્માતને કારણે ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનને ક્લેઇમ તરીકે દાખલ કરી શકાય છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પિરિયડ રિન્યુ કર્યા બાદ આગામી પૉલિસીઓ પર પણ લાગુ નથી. જો કે, પ્રતીક્ષા અવધિ અને ગ્રેસ પીરિયડ સંબંધિત તમામ નિયમો અને શરતો દરેક પૉલિસીમાં અલગ-અલગ હોય છે.

ગ્રેસ પીરિયડ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનું રિન્યુઅલ

ગ્રેસ પીરિયડ અને ઇન્શ્યોરન્સ પ્રતિક્ષા અવધિ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ વચ્ચેના તફાવતને સમજવું મહત્વપૂર્ણ છે. ઇન્શ્યોરન્સ પ્રતિક્ષા અવધિ દરમિયાન, પૉલિસીધારક સામાન્ય રીતે વાસ્તવિક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરતા પહેલાં ચોક્કસ સમયગાળા માટે રાહ જુએ છે. તેનાથી વિપરીત, હેલ્થ ઇન્શ્યોરન્સમાં ગ્રેસ પીરિયડ એ બાકી રહેલું પ્રીમિયમ પૂર્ણ કરવા માટે પ્રદાતા દ્વારા ઑફર કરવામાં આવતા દિવસોનું વિસ્તરણ છે. ઉદાહરણ તરીકે, જો ઇન્શ્યોરન્સ પૉલિસીની રિન્યુઅલ તારીખ 1 એપ્રિલ 2021 ની હોય અને ઑફર કરેલ ગ્રેસ પીરિયડ 30 એપ્રિલ સુધીનો હોય, અને ગ્રેસ પીરિયડ દરમિયાન ચુકવણી ના કરવામાં આવે તો રિન્યુઅલ માટેની વિનંતીને અટકાવી શકાય છે, પછી ભલે પૉલિસીધારક બીજા જ દિવસે ચુકવણી કરવા તૈયાર હોય.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યુ ન કરવાના નુકસાન

સમયસર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને રિન્યુ ન કરી શકવાથી નીચેના ગેરફાયદાઓ થાય છે:

1. ગ્રેસ પીરિયડ દરમિયાન કોઈ ઇન્શ્યોરન્સ કવરેજ નહીં

પૉલિસીધારક સમયસર પ્રીમિયમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ગ્રેસ પીરિયડ દરમિયાન કવરેજ મેળવી શકશે નહીં. ગ્રેસ પીરિયડ દરમિયાન પૉલિસીધારક મેડિક્લેમ ફાઇલ કરવા માટે પણ પ્રતિબંધિત રહેશે.

2. રિન્યુઅલનો અસ્વીકાર

અમુક કિસ્સાઓમાં ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ એવા પૉલિસીધારકની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ ન કરવાનું પસંદ કરી શકે છે જેઓ સમયસર પ્રીમિયમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોય. તમામ કવરેજ અને ચૂકવેલ તમામ પ્રીમિયમ કૅન્સલ થશે અને લાભો પ્રદાન કરવામાં આવશે નહીં. આવી પરિસ્થિતિમાં, પૉલિસીધારકે એક નવો પ્લાન લેવાનો રહેશે.

3. પહેલાંથી હાજર બીમારીઓ માટે કોઈ કવરેજની મંજૂરી નહીં

પ્રતીક્ષા અવધિ દરમિયાન, સાતત્ય લાભો સામાન્ય રીતે માન્ય હોતા નથી. પૉલિસીધારક એક નવો ગ્રાહક બને છે અને તેમણે ઇન્શ્યોરન્સ પ્રતીક્ષા અવધિ પસાર થવાની રાહ જોવી પડશે. પ્રતિક્ષા અવધિ સમાપ્ત થયા બાદ જ પહેલાંથી હાજર બીમારીઓ કવર કરવામાં આવશે.

મેડિક્લેમ પર ગ્રેસ પીરિયડની અસર

હેલ્થ ઇન્શ્યોરન્સના રિન્યુઅલ માટેના ગ્રેસ પીરિયડની ગેરહાજરીમાં અથવા ગ્રેસ પીરિયડની તારીખ ચૂકી જવાથી, ઇન્શ્યોરર વિલંબિત ચુકવણી માટે કવરેજને નકારી શકે છે. શ્રી X દ્વારા સમયસર અને ગ્રેસ પીરિયડ દરમિયાન પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું રહી ગયું છે. હેલ્થ ઇમરજન્સી ઊભી થાય છે, જેમાં હૉસ્પિટલાઇઝેશન અને ખર્ચાળ સારવારની જરૂર પડે છે. શ્રી X મેડિક્લેમ કરે છે, પરંતુ ઇન્શ્યોરન્સ પ્રદાતા ચુકવણી કરી ના હોવાથી તે કૅન્સલ કરે છે. કૅન્સલેશન ઉપરાંત, જ્યાં સુધી સારવાર સમાપ્ત ન થાય ત્યાં સુધી ઇન્શ્યોરન્સ પ્રદાતા કવરેજ પણ નકારે છે. આવી પરિસ્થિતિમાં, શ્રી X માટે બાકી રહેલ એકમાત્ર વિકલ્પ એ છે કે તેઓ અતિશય મોંઘા પ્રીમિયમ પર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદે અને લાગુ પડતા નિયમો અને શરતો સાથે ફરીથી શરૂઆત કરે.

ટૂંકમાં,

પૉલિસીધારકો દ્વારા ચૂકવવામાં આવતા અતિશય મોંઘા પ્રીમિયમ દરોને જોતાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના તમામ લાભો મેળવવા મહત્વપૂર્ણ છે. તે સુનિશ્ચિત કરવા માટે, પ્રીમિયમની સમયસર ચુકવણી પણ જરૂરી છે. પહેલાંથી હાજર સમસ્યાઓ સાથે અથવા હાલના પ્રીમિયમ કરતાં ઓછા પ્રીમિયમ પર નવી પૉલિસી મેળવવી સરળ નથી. હેલ્થ ઇન્શ્યોરન્સમાં એક વખત પણ પ્રીમિયમની તારીખ ચૂકી જવાય, તો પૉલિસીને લૅપ્સ થતી ટાળવા માટે ગ્રેસ પીરિયડ દરમિયાન પ્રીમિયમની ચુકવણી કરવી જોઈએ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે