ભારતમાં, ઘણી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને બોનસ, નફાની વહેંચણી, મીલ કૂપન, ગ્રેચ્યુટી તેમજ ચાઇલ્ડ કેર, પેન્શન પ્લાન, વર્ક ફ્રોમ હોમ અને તેવા અન્ય લાભો સાથે ગ્રુપ મેડિક્લેમ પૉલિસી આપવામાં આવે છે. ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દરેક સંસ્થા માટે તેમના કર્મચારીઓની જરૂરિયાતોના આધારે બનાવવામાં આવેલ છે. આ પૉલિસી કર્મચારીઓ અથવા તેમના પરિવારો (જો કવર કરેલ હોય તો) દ્વારા મેળવવામાં આવતી કોઈપણ હેલ્થ કેર સર્વિસ સંબંધિત ખર્ચની કાળજી લે છે. ડિફૉલ્ટ વીમાકૃત રકમ (એસઆઇ) દરેક કર્મચારી માટે સમાન હોય છે, જો કે, કર્મચારીઓને તેમની જરૂરિયાતોને અનુરૂપ એસઆઇ વધારવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. ગ્રુપ મેડિકલ પૉલિસી માટે ચૂકવવી પડતી પ્રીમિયમની રકમ સામાન્ય રીતે એમ્પ્લોયર અને કર્મચારી વચ્ચે વહેંચી લેવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, પ્રીમિયમની સંપૂર્ણ રકમ એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે, અને આ રીતે તેમના બધા કર્મચારીઓ માટે
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લાભ પ્રદાન કરી શકે છે.
ગ્રુપ મેડિક્લેમ પૉલિસીનું કવરેજ
બજાજ આલિયાન્ઝની ગ્રુપ મેડિકલ પૉલિસીનું કવરેજ નીચે મુજબ છે:
- પ્રસૂતિ માટે હૉસ્પિટલાઇઝેશન અને નવજાત બાળક માટેના ખર્ચ
- એમ્બ્યુલન્સ ખર્ચ
- પહેલાંથી હાજર બિમારીઓ માટે કવર
- ડે-કેર પ્રક્રિયાઓ સંબંધિત ખર્ચ
- હૉસ્પિટલાઇઝેશનની પહેલાં અને પછીના ખર્ચ
- નર્સિંગ ખર્ચ
- ઓટી (ઑપરેશન થિયેટર) શુલ્ક
- પેસમેકર, અંગ પ્રત્યારોપણ, ડાયાલિસિસ, કીમોથેરેપી, રેડિયોથેરેપી અને તેવા અન્ય ખર્ચ
ગ્રુપ મેડિક્લેમ પૉલિસીની વિશેષતાઓ અને લાભો
બજાજ આલિયાન્ઝની
ગ્રુપ મેડિક્લેમ પૉલિસી ની વિશેષતાઓ અને લાભો નીચે જણાવ્યા મુજબ છે:
- ગુણવત્તાયુક્ત હેલ્થ કેર સર્વિસની ઉપલબ્ધતા
- 6000 + નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ
- વ્યાજબી પ્રીમિયમ દરે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કવરેજ
- 24 * 7 કૉલ સપોર્ટ
- અમારી ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ (એચએટી) દ્વારા ક્લેઇમની ઝડપી ચુકવણી
- વ્યક્તિગત અને ફ્લોટર કવર ઉપલબ્ધ
- આવકવેરા અધિનિયમની કલમ 80 D હેઠળ ટૅક્સમાં છૂટ
ક્લેઇમની પ્રક્રિયા
આ પૉલિસી હેઠળ ક્લેઇમ રજિસ્ટર કરવાની પ્રક્રિયા અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી જેવી જ છે. તમે નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધા પસંદ કરી શકો છો, જેમાં ક્લેઇમ સેટલમેન્ટ સંબંધિત ડૉક્યૂમેન્ટ હૉસ્પિટલ દ્વારા સબમિટ કરવામાં આવશે; અથવા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ જાતે સબમિટ કરીને ક્લેઇમની રકમનું રિઇમ્બર્સમેન્ટ મેળવી શકો છો. તમારામાંથી ઘણા લોકો એમ વિચારતા હશે કે તમારા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને કવર કરવા માટે પૂરતું છે, પરંતુ તેમ નથી. અમે આશા રાખીએ કે આનાથી તમને
મેડિકલ ઇન્શ્યોરન્સના લાભો સમજવામાં મદદ મળી હશે, અને તમને તમારા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ ગ્રુપ મેડિકલ પૉલિસીની સાથે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી, ટૉપ-અપ પૉલિસી અને યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરવાની ભલામણ કરીએ છીએ, જે તમને અને તમારા પ્રિયજનોને કોઈપણ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં પર્યાપ્ત રીતે કવર કરે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.
જવાબ આપો